ભારતીય નૌકાદળના એક હેલિકોપ્ટર મુંબઈ કિનારે અરબી સમુદ્રમાં અકસ્માતનો ભોગ બન્યું છે, રાહતની વાત છે કે ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, ભારતીય નૌકાદળના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) એ મુંબઈથી નિયમિત ઉડાન ભરી હતી. આ દરમિયાન તે દરિયાકિનારે અકસ્માતનો ભોગ બન્યુ હતું જેને કારણે તેને પાણી પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. નૌકાદળના પેટ્રોલિંગ જહાજ દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ કામગીરીના પરિણામે ત્રણ ક્રૂ સભ્યોનો સુરક્ષિત બચાવ થયો હતો. ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે હેલિકોપ્ટરને ક્રેશ લેન્ડ કરવાની ફરજ પાડવામાં આવે ત્યારે પાણી પર ઇમરજન્સી લેન્ડિંગને “ડિચિંગ” કહે છે. આ ઘટનામાં આવું થયું છે. ભારતીય…
કવિ: Halima shaikh
વડોદરા શહેર-જિલ્લામાં ધૂળેટીનું પર્વ હર્ષોલ્લાસ વચ્ચે ઉજવાઈ રહ્યું છે. શહેરની દરેક સોસાયટી અને પોળો, રિસોર્ટ, પાર્ટી પ્લોટોમાં ધૂળેટી ઊજવણી માટે અનેક આયોજનો થયા છે. વડોદરામાં દરેક સોસાયટીઓ અને પોળોમાં સવારથી ધૂળેટી પર્વની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો સાથેજ અનેક સોસાયટીમાં નાસ્તા અને ભોજનના અયોજનો સાથે રેઇન ડાન્સ સહિતનું આયોજન કરાયુ હતી જ્યારે રિસોર્ટ્સ અને પાર્ટી પ્લોટોમાં ખાણી-પીણીની પેકેજ રાખવામાં આવ્યા હતા પરિણામેં લોકોએ પોતાના પરિવાર સાથે ધુળેટી પર્વના તહેવારને ફૂલ એન્જોય કર્યું હતું. શહેરમાં ઠેરઠેર યુવાનો બાઇક ઉપર કલર સાથે ફરતા જોવા મળ્યા હતા. લોકો મનભરીને રંગોનું પર્વ ધૂળેટી રમ્યા હતા અને એકબીજાને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સોસાયટી અને…
રાજકોટમાં ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના રેસકોર્સ અને રિંગરોડ ખાતે ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે લોકો ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે. શહેરના તમામ મુખ્ય રસ્તા પર લોકો કલર લઈને બહાર નીકળી ગયા છે અને અબીલ ગલાલની છોળો વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં ઠેરઠેર સોસાયટીઓમાં ઉજવણી માટેના અયોજનો કરવામાં આવ્યા છે અને એકબીજાને રંગ નાખી ઉજવણી કરી રહયા છે સાથેજ રેઇન ડાન્સમાં પરિવારો જોડાયા છે ઉજવણી કરી રહયા છે, ઠેરઠેર ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યુવક અને યુવતીઓ સહિત બાળકો અને વડીલો પણ પોતાની રીતે પોતાના ગ્રૂપ બનાવી રંગોના પર્વની ઉજવણી કરી…
દક્ષિણ ગુજરાતમાં પણ રંગોના પર્વ ધુળેટીની ઉજવણી ભારે હર્ષોલ્લાસ વચ્ચે થઈ રહી છે. સુરત શહેરમાં લોકો સવારથી જ કામ ધંધા સ્થળે રજા રાખી રંગોનું પર્વ મનાવવા બજારોમાં નીકળી પડયા છે અને લોકો અબીલ, ગુલાલ અને પ્રાકૃતિક રંગોની છોળો સાથે ધુળેટી મનાવી રહયા છે. સુરત શહેરમાં ઠેરઠેર મડ ફેસ્ટ, રેઇન ડાન્સ પાર્ટીના આયોજન થયા છે જ્યારે સોસાયટીઓમાં પણ ગ્રાન્ડ સેલિબ્રેશનના આયોજનો કરવામાં આવ્યા છે. સોસાયટી અને પાર્ટીપ્લોટમાં રેઇન ડાન્સ, ડીજે, મડ ફેસ્ટના આયોજનો વચ્ચે લોકો મસ્તીથી રંગોના તહેવારની ઉજવણી કરી રહયા છે. આ સિવાય ફાર્મહાઉસમાં પણ પાર્ટીના આયોજન થયા છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો રેઇન ડાન્સ પાર્ટીમાં…
અમદાવાદમાં ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને શહેરની સોસાયટીમાં સવારથી જ લોકો એકબીજાને રંગવા બહાર આવી ગયા હતા, લોકો રંગ લઈ એકબીજા સાથે રંગાયા હતા. સાથેજ શહેરની મોટી ક્લબ અને ફાર્મહાઉસમાં પણ રેઇન ડાન્સ અને મ્યુઝિકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદની કર્ણાવતી ક્લબમાં રેઇન ડાન્સ દરમિયાન યુવક-યુવતીઓ વેન ડાન્સ સાથે ડીજેના તાલે ઝૂમ્યાં હતાં. જ્યારે રાજકોટમાં યુવાધન હોળી-ધુળેટીના રંગે રંગાયું હતું. ગુજરાતભરમાં આજે ધુળેટીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ રહ્યો છે. અમદાવાદમાં આજે સવારથી જ ધુળેટીનો ઉત્સાહ જામ્યો છે અને 150 કરતાં પણ વધુ જગ્યાએ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મહાઉસ અને ક્લબ ખાતે હાલ ધૂળેટીનું પર્વ ઉજવાઈ રહ્યું…
ભારતીય ખેલાડીઓએ હર્ષોલ્લાસ વચ્ચે ધૂળેટીનું પર્વની ઉજવણી કરી હતી,ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝની ચોથી મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ હોળીના તહેવાર પર ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન રોહિત શર્માએ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત તમામ ખેલાડીઓ પર ગુલાલ લગાવ્યો હતો. ભારતીય ટીમે હોળી સેલિબ્રેશન કરી હતી જેમાં વિરાટ કોહલી, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ સપોર્ટ સ્ટાફના સભ્યોને રંગો લગાવીને હોળીની ઉજવણીની શરૂઆત કરી આ પછી, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સહિત ટીમના તમામ ખેલાડીઓને રંગો થી રંગી નાખ્યા હતા. શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને કેપ્ટન રોહિત શર્મા…
દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી મનાવાઈ રહ્યો છે. લોકો પોતાના મહોલ્લા, સોસાયટી, જાહેર સ્થળે તેમજ, સમુદ્ર કિનારે વગરે જગ્યાએ રંગ-ગુલાલ, પિચકારી સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી રહયા છે. બાળકો બાલ્કનીમાં પાણીના ફુગ્ગા ભરી ભરી નીચે ફેંકી મજા લઈ રહયા છે. દેશભરમાં લોકો રંગોનું પર્વ મનાવી રહયા છે ત્યારે દેશના વડાપ્રધાન મોદીએ લોકોને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું, ‘હોળીની ખૂબ-ખૂબ શુભકામના. તમારા બધાનાં જીવનમાં હંમેશાં આનંદ અને ઉંમગનો રંગ વરસે’ સાથે સાથે મહિલા દિવસ અવસરે તેમણે કહ્યું કે તેમની સરકાર મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે કામ કરવાનું ચાલુ રાખશે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, આપણી મહિલા…
કટ્ટરપંથીઓ એ દુનિયાભરમાં બબાલ મચાવી રાખી છે અને સુધરવાનું નામ લેતા નથી હાલ પાકિસ્તાનમાં ભૂખમરો ફાટી નીકળ્યો છે અને ખાવાના પણ ફાંફાં છે તોય કટ્ટરવાદીઓ સુધરતા નથી અને હાલ પાકિસ્તાનમાં ધૂળેટીનો તહેવાર ઉજવી રહેલા હિન્દુ વિદ્યાર્થીઓને હિન્દુ તહેવાર નહિ ઉજવવા જણાવી માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. વિગતો મુજબ લાહોરની પંજાબ યુનિવર્સિટી અને કરાચીની સિંધ યુનિવર્સિટીમાં હોળી રમી રહેલા હિન્દુ વિદ્યાર્થીઓને કટ્ટર ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી જમિયત તુલબાના મુસલમાન વિદ્યાર્થીઓએ હિન્દુ વિદ્યાર્થીઓને ધુળેટી નહિ ઉજવવાનું જણાવી માર માર્યો હતો, જેમાં 20 હિન્દૂ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાનમાં પંજાબ યુનિવર્સિટીના પી.યુ. લૉ કૉલેજમાં અંદાજે 30 વિદ્યાર્થી હોળી રમવા ભેગા થયા…
ડભોઈમાં આવેલી શ્રી મહાલક્ષ્મી માર્કન્ટાઇલ બેન્કમાં ખુદ ડિરેક્ટર્સ જ લોન કૌભાંડમાં સામેલ હોવાની વાત ભારે ગાજયા બાદ અને સાથે સાથે રિઝર્વ બેંકના નીતિ નિયમો ઘોળીને પી જઇ કરોડોનું કથિત લોન કૌભાંડ ચર્ચામાંઆવ્યા બાદ આખરે RBI દ્વારા બેન્ક ઉપર નિયંત્રણ લાદી દેવામાં આવતા ખાતેદારોમાં ભારે દોડધામ મચી છે. ડભોઈમાં આવેલી મહાલક્ષ્મી માર્કન્ટાઇલ કો.ઓ બેન્ક દ્વારા રિઝર્વ બેંકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની નોંધ લેવામાં આવી છે અને બેન્કના જ મળતીયાઓ દ્વારા એકબીજાની મિલીભગતમાં લોન કૌભાંડ આચર્યું હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની હતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડભોઇની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક સામે 6 મહિના માટે નિયંત્રણો લાધ્યાની નોટિસ બહાર પાડી છે. આરબીઆઇએ…
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: ડ્રેગન ફૂટ પકવતી મહિલા ખેડૂતની પ્રેરણાદાયી કહાની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંદર્ભે આજે મહિલા સશક્તિકરણની અનોખી મિસાલ સમી ખેડૂતની વાત કરવી છે. ગરવા ગુજરાતની ગીતાબેને ખેતીવાડીમાં એવું કાઠુ કાઢ્યું છે કે તેની વાત સાંભળીને લોકો અચરજ પામે છે. મુન્દ્રાના માંગરાની રહીશ ગીતાબેન વિચિત્ર ફળ ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. આજે આપણા બજારોમાં ડ્રેગન ફ્રુટ સરળતાથી મળી રહે છે તે ગીતાબેન જેવા ખેડૂતોને કારણે શક્ય બન્યું છે. અદાણી ફાઉન્ડેશનની પહેલથી મહિલા ખેડૂતોને તાલીમ અને તકનીકી સહાયના પરિણામે મહિલાઓનું સામાજિક અને આર્થિક સશક્તિકરણ થઈ રહ્યું છે. મૂળ અમેરિકન ફળ ગુજરાતમાં પકવવા ગીતાબેને આકરી મહેનત કરી છે. નવાઈની વાત એ નથી…