અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂની હાટડીઓ ચાલી રહી છે જેની સામે પોલીસે આંખો બંધ કરી દીધી છે અને દારૂના વેપારને જાણે છૂટ આપી દીધી છે, અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં પણ છૂટથી દારૂ મળી રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ બહાર દારૂ પીવાતો હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે. ડીસીપી ઓફિસથી એકાદ કિમીના અંતરે આ બધું ચાલતું હોવાછતાં સ્થાનિક પોલીસ-ઈન્સ્પેક્ટરે આંખો બંધ કરી દીધી છે. અમદાવાદમાં અસારવામાં સિવિલ હોસ્પિટલના ગેટની સામે જાહેરમાં દારૂનું વેચાણ પણ થાય છે અને લોકો જાહેરમાં દારૂ પી રહ્યા હોવાછતાં પોલીસે આંખો બંધ કરી દીધી છે ત્યારે બુટલેગરો સાથે સેટિંગ હોવાનું જણાય રહ્યું છે જે ઉપરી અધિકારીઓ માટે તપાસનો…
કવિ: Halima shaikh
ગુજરાત પોલીસમાં ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ થયો છે અને પૈસા આપી નોકરી મળી જતી હોવાની વાત બહાર આવતા ભારે ચકચાર મચી છે. સરકારી ખાતામાં ભરતી તેમજ પેપર લીક થવા જેવી બાબતોમાં થતા કૌભાંડોનો ભાંડાફોડ કરનાર યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પોલીસની ભરતીમાં રૂ. 40 લાખ રૂપિયાની લાંચ આપીને એક યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર જ સીધો જ કરાઈ પોલીસ એકેડેમીમાં પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો હોવાનો ધડાકો કરી 2021માં થયેલી એએસઆઇ અને પીએસઆઇની ભરતી પરીક્ષામાં 1,382 પૈકી 10 લોકો આ રીતે ભરતી થઈ ગયા હોવાનો સનખેજ આક્ષેપ કરતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. યુવરાજસિંહે આ અંગેના પુરાવા રજૂ…
-નવચેતન અદાણી વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું સુરત : 28 ફેબ્રુઆરી એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ઓલપાડ ચોર્યાસી તાલુકાની 25 જેટલી શાળામાં અદાણી ફાઉન્ડેશન, હજીરા અંતર્ગત દ્વારા ચાલતા ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પૈકી 10 શાળામાં તો ગયું આખું સપ્તાહ વિજ્ઞાન સપ્તાહ તરીકે ઉજવાયું હતું. જૂનાગામ ખાતે આવેલી નવચેતન અદાણી પ્રાથમિક વિભાગ દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃતિની સાથે “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન સપ્તાહ ઉજવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી સમજને અન્ય સાથે વહેંચે ,વિજ્ઞાનની શોધો આધારિત પ્રયુક્તિઓ સમાજના છેવાડાના વ્યક્તિઓ સુધી…
ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં તેનો ક્યાંય અમલ થતો નથી અને રાજ્યના મેટ્રો શહેર અમદાવાદમાં ઠેરઠેર દારૂ અને જુગારના અડ્ડા ધમધમે છે જે અંગે અગાઉ પણ સત્યડે ન્યૂઝે વિસ્તાર અને બુટલેગરોના નામની યાદી જાહેર કરી હતી અને કયા વિસ્તારમાં કોણ વેચી રહ્યું છે દારૂ તેની વિગતો જાહેર કરી હોવાછતાં દારૂના અડ્ડા ધમધમી રહયા છે. અગાઉ જેતે પોલીસ મથક રેન્જમાં આવતા આવા અડ્ડાઓ સત્યડે પર્દાફાશ કરી ચૂક્યું છે ત્યારે એરપોર્ટ પોલીસ મથક હદની વાત કરવામાં આવે તો એરપોર્ટ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના અડ્ડા ધમધમી રહયા છે જે વાતથી પી.આઇ રશ્મિન દેસાઈ અજાણ હોય તે વાતમાં કોઈ દમ નથી કારણકે આ વિસ્તારમાં દીપુ દાઢી, મેન…
દેશના વડાપ્રધાન મોદીજી માટે કોંગી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બેફામ વાણી વિલાસ કર્યો હતો તેઓએ કોંગ્રેસના ત્રણ દિવસના 65માં પૂર્ણ અધિવેશનના સમાપન પર છત્તીસગઢના જોરા ગામમાં આયોજિત જનસભાને સંબોધિત કરતી વખતે આ પ્રકારની ટિપ્પણી કરતા ભારે હોહા મચી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતા કહ્યું કે, ‘તારા જેવા અનેક આવ્યા અને ગયા.’ મલ્લિકાર્જૂન ખડગે આટલેથી જ ન અટક્યા તેમણે વધુમાં કહ્યું કે, ’56 ઈંચની છાતીનું શું કરીશું, લોકોને ખાવાનું અને રોજગાર આપો. જો આ (છાતી) એક ઈં પણ ઓછી થઈ જાય તો કોઈ મુશ્કેલી નહીં આવે, દુબળા થવાથી કોઈ મરતું નથી.’ ‘2004 અગાઉ…
–અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસની રહેમ હેઠળ દારૂના ધંધા ચાલી રહયા હોવાનું કહેવાય છે ત્યારે આ દારૂના અડ્ડા ઉપર રેડ કોણ પાડશે? તે સવાલ વ્યાપક બન્યો છે કારણ કે વર્ષો પુરાણી આ બદી ભારે ચર્ચાનો વિષય બની છે. અમદાવાદ શહેરમાં વહીવટદારોની રહેમનજર હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ જાહેર અને ખાનગીમાં ચાલુ રહેતા વર્ષોથી દારૂનો ધંધો જામ્યો છે અમદાવાદ શહેરમાં એલિસબ્રિજ પોલીસ હદ વિસ્તારમાં દારૂની હાટડીઓ ચાલતી હોવા અંગે અગાઉ પણ અહેવાલો પ્રકાશિત કર્યા હોવા છતાં હજુપણ દારૂના અડ્ડા ધમધમી રહયા છે. અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનાર અંગે માહિતી આપવામાં આવી હતી પણ પોલીસની રહેમ નજર હેઠળ…
આજકાલ દરેક ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી ગયું છે અને માનવી નિષ્ઠુર થઈ ગયો છે અને માત્ર પૈસા કમાવા ખાતર લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરી રહયા છે ત્યારે ખેડામાં રૂદન ગામ નજીક આવેલા તબેલામાં માત્ર 20 પશુઓ હોવાછતાં હજ્જારો લીટર દૂધનું ટેન્કર ભરવામાં આવતું હોય અમૂલ ડેરીના સ્ટાફ દ્વારા સ્થળ ઉપર જઈ ચકાસણી કરવામાં આવી હતી. રૂદન-ખાત્રજ રોડ પર આવેલા તબેલા પર અમૂલના અધિકારીઓ દ્વારા જ્યારે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તબેલા પર માત્ર 20 પશુઓ હતા અને તેનું 120 લીટર દૂધ હોવું જોઈએ તેના કરતાં રોજનું ટેન્કર ભરી દૂધ ભરાવવામાં આવતું હોય શંકા ઉભી થઇ હતી અને ડુપ્લિકેટ દૂધ…
આજકાલ ઠગ વિદ્યામાં પારંગત લોકો અવનવા આઈડિયા લાવી કમાવાના રસ્તા શોધી ફટાફટ ઓફીસ ભાડે લઈ નોકરી ઉપર માણસો રાખી લાઈટનો ઝગમગાટ ઉભો કરી મોટા બિઝનેસમેન હોવાનો દેખાવ ઉભો કરી કોઈ સ્કીમ બતાવી પૈસા ખંખેરી લેતા હોય છે અને બાદમાં બીજાના પૈસે લીલા લહેર કરે છે પણ જ્યારે પૈસા આપવાના આવે ત્યારે આ કહેવાતા બિઝનેસમેનોને પેટમાં દુઃખે છે અને હાથ ઊંચા કરી દઈ દાદાગીરી કરતા હોવાના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે,આવા લોકો બેશરમ હોય છે બાદમાં ઉઘાડા પડી જતા હોવાછતાં તેઓને કોઈ ફરક પડતો નથી. વડોદરામાં પણ કંઈક આવા પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે અહીં સસ્તા અનાજની કિટની લોભામણી સ્કીમની જાહેરાત…
સુરત : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પશુપાલન કરતાં આદિવાસી ખેડૂતોને પશુઓને થતાં વિવિધ રોગ સામે રક્ષણ મળી રહે અને પશુઓની સારવાર થાય તે માટે 10 ગામમાં પશુ સારવાર શિબિર સુમુલ ડેરી સાથે મળી ને યોજી હતી. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત આ પશુ સારવાર શિબિરમાં સુમુલ ડેરી, સુરતના વેટરનરી ડોક્ટર સંજયભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા પશુ સારવાર કરવામાં આવી હતી. ઉમરપાડાના 10 ગામમાં અદાણી ફાઉન્ડેશન, હજીરા અને સુમુલ ડેરીના વેટરનરી વિભાગના સહયોગથી પશુ સારવાર કેમ્પનું આયોજન થયું હતું. ચોખવાડા, ઘાણાવડ, નવાગામ, પાંચ આંબા, જુમાવાડી, પીનપુર, ખોખવડ, બીજલવાડી, સરવણ, ફોફડી અને મોટી ફોફડી ગામમાં યોજાયેલા કેમ્પ દરમિયાન ૧૦૨૫ જેટલા…
રાજ્યમાં ઈંટોના ભઠ્ઠાઓ ઉપર ઓછા ખર્ચે વધુ ઝડપથી ઈંટો પકવવા ઈન્ડસ્ટ્રીઝનો કેમિકલ વેસ્ટનો ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે ઇંટોના ભઠ્ઠામાં વપરાતા આ કેમિકલના ઉપયોગથી મોટાપાયે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેના લીધે નજીકમાં આવેલી માનવ વસાહતોમાં લોકોને આંખોમાં બળતરા, અસ્થમા, ચામડીના રોગો જેવા ગંભીર પ્રકારના રોગો થતાં હોવાની શક્યતા હોવાછતાં બેરોકટોક કેમિકલનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલમાં કોલસાના ભાવોમાં વધારો થયો હોય ઇંટના ભઠ્ઠાઓના માલિકો બિન્દાસ્ત રીતે જોખમી કેમિકલનો ઉપયોગ કરી જળ, જમીન અને વાયુનું પ્રદુષણ કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળી છે. કહેવાય છે કે અગાઉ ઇંટના ભઠ્ઠાઓના માલિકો ઇંટ પકવવા માટે ભઠ્ઠાઓમાં લાકડા અને કોલસાનો ઉપયોગ…