સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારે સપાટ શરૂઆત કરી છે. શરૂઆતમાં 40 પોઈન્ટના ઉછાળા બાદ બજારમાં વેચવાલીનો દબદબો જોવા મળ્યો હતો. હાલમાં સેન્સેક્સ 149.50 પોઈન્ટના વધારા સાથે 60,533.20 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 31.20 પોઈન્ટના વધારા સાથે 17825.30 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, દિલ્હીવેરી શેડ્સના શેરમાં 5%નો ઘટાડો થયો હતો જ્યારે અદાણી પોર્ટ્સના શેરમાં 2%નો વધારો જોવા મળ્યો હતો. બજારમાં શરૂઆતી કારોબારમાં આઈટી સેક્ટરના શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. ઈન્ફોસિસના શેરમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન મેટલ સેક્ટરના શેર્સમાં મજબૂતી જોવા મળી રહી છે.…
કવિ: Halima shaikh
બેંગ્લોરના એરો ઈન્ડિયા 2023 એરફોર્સ સ્ટેશન,યેલાહંકા ખાતે એશિયાના સૌથી મોટા એર શોની 14મી આવૃત્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાઈ રહી છે. એર શોની થીમ ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ છે. કોરોના બાદ પહેલીવાર દર્શકો પણ આ શોમાં ભાગ લઈ રહ્યા છે. એર ચીફ વીઆર ચૌધરીએ ઉદઘાટન સમારોહમાં ગુરુકુલ રચનાનું નેતૃત્વ કર્યું છે અને ફાઇટર જેટમાં ઉડાન ભરી હતી. આજે તા.13 થી તા.17 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શોમાં મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ યોજના મુજબ સ્વદેશી ટેક્નોલોજીનું પ્રદર્શન અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એરો ઈન્ડિયા 2023 માં 80 થી વધુ દેશોની ભાગીદારી…
ગુજરાતમાં પહેલી જુન 2023 થી 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા ત્રણ લાખ બાળકોને ધોરણ 1 પ્રવેશ ન આપવાના ગુજરાત સરકારના નિર્ણય સામે વાલીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં કમાટી બાગ ખાતે વાલીઓ પોતાના બાળકો સાથે એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહત્વનું છે કે કોરોનાકાળ વખતે લેવાયેલા આ નિર્ણયને જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ઓમાં શૈક્ષણિક વર્ષ ચાલુ થયા બાદ જુન ૨૦૨૦ માં માહિતી આપવામાં આવી હતી પરંતુ શાળાઓને આ બાબતે કોઇ પણ જાણ ન હોવાથી જુના નિયમ પ્રમાણે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેથી જુન 2023 માં 6 વર્ષ પૂર્ણ ન થયા હોય…
સુરત જેવા વિકસિત ગણાતા મેટ્રો શહેરમાં વિવિધ ઝોનમાં આવેલી શિક્ષણ સમિતિની 20થી વધુ શાળાઓ જર્જરિત અને ભંગાર થઈ ગઈ હોવાછતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયું છે. આવી ગમેત્યારે તૂટી પડે તેવી શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ, શિક્ષકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. આ ભંગાર શાળાની ઈમારતના ઘણા ભાગોમાંથી પોપડા પડતા રહે છે, વર્ગખંડની છત પરથી પાણી ટપકે છે જે વર્ગમાં બાળકોને બેસાડવામાં આવે છે. તેની છતમાંથી જ પાણી ટપકતું હોય છે અને તિરાડોને સિમેન્ટથી પુરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શિક્ષકોના જણાવ્યા મુજબ, આ માટે તેઓએ અનેક વખત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે પણ વાત કરી છે, પરંતુ તેમ છતાં કામગીરી થઈ…
વડોદરાના ક્રિકેટ જગત માટે હોનહાર ગણાતા અને છેલ્લે સુધી માર્ગદર્શક રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર નારાયણરાવ સાઠમનું 73 વર્ષની વયે નિધન થતા ક્રિકેટ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં અભૂતપૂર્વ સ્થાન ધરાવતા નારાયણ સાઠમે વર્ષ 1967-68માં 18 વર્ષની ઉંમરે રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું. નારાયણ સાઠમ રાઇટ-આર્મ-ફાસ્ટ મીડિયમ બોલર હતા અને 1984-1985 સુધી બરોડા ટીમ તરફથી ક્રિકેટ રમતા હતા. નારાયણ સાઠમે 84 ફસ્ટ ક્લાસ મેચોમાં 193 વિકેટ મેળવી હતી અને 3 હજાર રન બનાવવા સાથે ચાર સદી ફટકારી હતી. તેઓ ક્રિકેટ રમવામાંથી નિવૃત્ત થયા બાદ પણ નવા ખેલાડીઓને માર્ગદર્શન આપતા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ અંસુમન ગાયકવાડ અને નાયન મોંગીયા…
તુર્કીમાં આવેલા ભૂકંપ અંગે અગાઉ કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થઈ છે. વાત છે તા.4 ફેબ્રુઆરી, 2023ની કે તે દિવસે નેધરલેન્ડના સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે એક ટ્વીટ કર્યું – ‘આજે નહીં, તો કાલે, ટૂંક સમયમાં તુર્કી, જોર્ડન, સિરિયા અને લેબેનોન ક્ષેત્રમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ આવશે.’ આ ટ્વીટ કર્યાના બરાબર 2 દિવસ બાદ, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યે, તુર્કી અને સિરિયામાં 7.8ની તીવ્રતાનો ખતરનાક ભૂકંપ આવ્યો જેમાં સેંકડો લોકોનાં મોત થયાં છે અને હજારો લોકો ઘાયલ થયા છે. ભૂકંપની આ આગાહી તદ્દન સાચી પડી છે અને તુર્કીના આ ભૂકંપની આગાહી કરનાર સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે હવે ભારત વિશે પણ આવો જ દાવો…
રાજ્યમાં હાલ ઠંડી અને ગરમીનો મિક્સ માહોલ છે અને સવારે ઠંડી અને બપોરે ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે હવે ત્રીજી ઋતુ ચોમાસાનો માહોલ સર્જાવાની આગાહી થઈ છે મતલબ કે ત્રણ ઋતુનો એક સાથે અનુભવ થશે. રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું કે, તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં માવઠા થવાની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવા સાથે ત્રણ ઋતુનો અનુભવ થશે. મહત્વનું છે કે ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંતમાં માવઠુ પડ્યુ હતું,…
ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને વિશ્વથી અલગ પડે છે ભારતની નારીઓ એક સમયે ચારિત્ર માટે શ્રેષ્ઠ મનાતી હતી અને તેની અનેક વાર્તાઓ ઇતિહાસ સાક્ષી છે પણ બદલાયેલા સમયમાં ભારતની પવિત્ર સાંસ્કૃતિક વારસા મુજબના ગુરુઓ અને શિક્ષણ ખોરવતા આજની પેઢી ભાન ભૂલી વિદેશી રંગે રંગાઈ ગઈ છે અને વિદેશની જેમ આજની યુવા પેઢી સેક્સ,નશો અને બરબાદી તરફ ધકેલાઈ રહી છે સ્કૂલ ટાઈમથી સેક્સ કરવું તે હવે તેમના માટે સામાન્ય ગણાવા લાગ્યું છે. તાજેતરમાં ખુદ સરકારના એક નવા સર્વેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે જેમાં કેરળની શાળાઓમાં બાળકો મોટા પાયે ડ્રગ્સનું દુષણ અને સ્કૂલના છોકરાઓ સ્કૂલની જ છોકરીઓ સાથે સેક્સ…
રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડે સામે આંગળી બતાવવા બદલ શ્રીમતી બચ્ચનની લોકો ટીકા કરી રહયા છે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન વારંવાર વિવાદમાં આવી રહ્યા છે અને હવે સદનમાં આંગળી બતાવવા મુદ્દે તેઓ ભારે ટ્રોલ થઈ રહયા છે અને લોકો જયા બચ્ચન ને ઘમંડી અને અકડું કહી રહ્યા છે. આ વાત છે ગત તા.9 ફેબ્રુઆરીની કે જ્યારે કાર્યવાહી દરમિયાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને ગૃહમાં હોબાળો કરનાર કોંગ્રેસ સાંસદ રજની પટેલને બજેટ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને વિરોધ કર્યો હતો અને કોંગ્રેસના સાંસદને પોતાનું સમર્થન જાહેર કરી સાંસદ જયા બચ્ચને કહ્યું કે…
કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બદલવા જઈ રહ્યું હોવાના તાજા અહેવાલો છે. ગુજરાતમાં નવા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. મહત્વનુ છે કે તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર જીત હાંસલ કરી છે અને કોંગ્રેસના દાંડિયા ડુલ થઈ ગયા હતા. અગાઉ 2017માં ગુજરાતમાં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. કોંગ્રેસ દ્વારા આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવાયા છે જ્યારે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને વિધાનસભાના પક્ષના…