વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયેલા એશિયાના સૌથી મોટા ત્રણ દિવસીય વિન્ટેજ કાર શોમાં 21 ગન સેલ્યૂટ કોનકોર્સ ડી’એલિગંસની 10મી આવૃત્તિમાં સૌથી દુર્લભ અને સૌથી સુંદર 200 વિન્ટેજ કાર્સ વચ્ચે ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયાની 1934 પેકોર્ડ 1107 કૂપે રોડસ્ટરે બેસ્ટ ઑફ શો જીત્યો છે. જ્યારે બીજુ સ્થાન યૌહાન પૂનાવાલાની 1949 રોલ્સ-રોયસ સિલ્વર રેથે મેળવ્યું અને ત્રીજું સ્થાન દિલજીત ટાઇટ્સની 1936 નૈસ એમ્બેસેડર સીરીઝ 1920 સેડાને પ્રાપ્ત થયું હતું આ ત્રણેય કારો શાનદાર છે. બાઇક કેટેગરીમાં ધ બેસ્ટ ઑફ શોનો એવોર્ડ 1958 વેલકોટ વેનમ 500 સિંગલે જીત્યો, જેના માલિક પુણેના રૂબેન સોલોમેન છે 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટના ચેરમેન અને…
કવિ: Halima shaikh
પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેલા હિન્દૂ અને શીખની હાલત ખુબજ ખરાબ છે અહીં હિંદુ અને શીખ યુવતીઓનું અપહરણ કરીને અને જબરદસ્તી ધર્મ પરિવર્તનન કરાવવામાં આવી રહ્યું છે,જેની સામે ભારત સહિત દુનિયાભરના દેશોએ વિરોધ પણ કર્યો છે ત્યારે હવે એક પાકિસ્તાની ફિલ્મ મેકરે આ પોતાનાજ દેશમાં ચાલતી કડવી વાસ્તવિકતા દુનિયાની સામે લાવી દીધી છે. સિંધની હિંદુ છોકરીઓના અપહરણ કરી તેમના બળજબરીથી લગ્ન કરવાની ચાલી રહેલી પ્રવૃત્તિઓ ઉપરની તેમની ફિલ્મને પ્રતિષ્ઠિત ‘કાન્સ વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ’માં ‘શ્રેષ્ઠ ફિલ્મ’નો એવોર્ડ મળ્યો છે,પરંતુ આ ફિલ્મથી કટ્ટર પંથીઓ નારાજ થઈ ગયા છે. ફિલ્મ ‘ધ લુઝિંગ સાઈડ’ સિંધની 4 હિંદુ યુવતીઓની રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત છે. અપહરણ કર્યા…
રાજ્યમાં કહેવાતી દારૂબંધી વચ્ચે અમદાવાદમાં દારૂની હાટડીઓ ધમધમી રહી છે અને દારૂબંધીના દાવા પોકળ સાબિત થઇ રહયા છે. અહીં પોલીસની મહેરબાનીથી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ રામગલી ખાતે ખુલ્લે આમ દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. મણીનગર પોલીસ સ્ટેશનની હદમાં રામગલી ખાતે ખાતે ખુલ્લે આમ ચાલી રહ્યો છે દેશી દારૂનો અડ્ડો અમદાવાદના આ વિસ્તારમાં દેશી દારૂની જોઈએ તેટલો મળી રહ્યો છે.અહીં ખુલ્લેઆમ દેશી દારૂનો વેપાર ધમધમી રહ્યો છે. જ્યારે અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં ઓડ કમોડ ખાતે ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહયા છે. ગુજરાતમાં કહેવાતી દારૂબંધીને કાગળ ઉપર જોવા મળી રહી છે. તાજેતરમાં…
ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન ના ઉપયોગથી લોકોના મોત થઈ રહયા છે અને પક્ષીઓના પણ મોત અને ગંભીર ઇજાઓના મામલા સામે આવ્યા બાદ તેના ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી ઉઠતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને દિશાનિર્દેશ આપી તેનો કડક અમલ કરાવવા જણાવતા રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. હવે જો કોઈ નાગરીકને ચાઈનીઝ દોરી મામલે જાણ થાયતો 100 નમ્બર ઉપર ફરિયાદ કરી શકશે. ચાઇનીઝ દોરીથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થાય છે. સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. રાજ્ય સરકારે સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપી પગલાં ભરવા…
જોશીમઠ ભૂસ્ખલન મુદ્દે પીએમઓમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાનના અગ્ર સચિવ ડૉ.પી.કે.મિશ્રા કરશે. કેબિનેટ સચિવ, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો પણ આ બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત જોશીમઠ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાશે. જોશીમઠની જમીનમાં તિરાડો વધી રહી છે. ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગના સચિવ રણજીત સિંહાની આગેવાની હેઠળની આઠ સભ્યોની નિષ્ણાત પેનલે પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે અને તેનો અહેવાલ કેન્દ્ર અને રાજ્ય સરકારોને મોકલ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રિપોર્ટમાં જે ઘરોમાં તિરાડ પડી રહી છે તેને તોડવાની ભલામણ કરવામાં આવી છે. જોશીમઠના 25 ટકા વિસ્તાર આ…
ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાઇ રહ્યો છે અને હવેતો જાહેરમાં લોકો દારૂ પી રહ્યા છે માત્ર નામ પૂરતી દારૂબંધી જોવા મળી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના ગોંડલ એસટી ડેપોમાં જાહેરમાં દારૂ પી રહેલા એસટી કર્મચારીઓ બિન્દાસ જણાયા હતા. ગોંડલ એસટી ડેપોના હેલ્પર મનીષ છગનભાઈ ધોળકિયા, હેલ્પર હરેશ લવજી બગડા, મિકેનિક ભરત શંભુ હોથી, અને હરેશ દ્વારકાદાસ દાણીઘારીયા એસટી ડેપો પર જ નશો કરી રહ્યા હોય કોઈએ પોલીસને જાણ કરતા આ લોકો નશીલી હાલતમાં ઝડપાઇ જતા એસટીના અધિકારીઓને તેના ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. આમ,હવેતો એસટી જેવા સ્થળે જાહેરમાં દારૂ પીવાઈ રહ્યો હોય મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આજે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો, પ્રવાસન મંત્રી મુળુભાઇ પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આજે તા.8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલનારા G20 થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં G20 દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહયા છે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ મહોત્સવમાં G20ના લોગો સાથે છપાયેલી પતંગો આકાશમાં લહેરાતી જોવા મળશે. પતંગ મહોત્સવમાં આવતા મુલાકાતીઓ માટે G20 ફોટોબૂથ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 68 દેશોના 126 પતંગબાજો, 14 રાજ્યોના 65 પતંગબાજો અને ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે. મહત્વપૂર્ણ છે કે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં G-20 દેશોના…
વડોદરા શહેરમાં આજે યોજાયેલી ઇન્ટરનેશનલ મેરેથોનનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં કુલ 92,600 દોડવીરોએ ભાગ લીધો હતો. 42 કિ.મીની કેટેગરીમાં 188 દોડવીરો એ ભાગ લીધો જેમાં ચાર ઇન્ટરનેશનલ દોડવીરએ પણ પાર્ટી સિપેન્ટ કર્યું હતું. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનો આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. હર્ષ સંઘવીનો આજે યોગાનુયોગ જન્મદિવસ હોય તેઓ 5 કિલોમીટરની મેરેથોનમાં દોડ્યા હતા. મેરેથોનમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે 300 ટ્રાફિક જવાનો ફરજ બજાવી રહયા છે. મેરેથોનમાં 92,600 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે પૈકી 42 કિલોમીટરની કેટેગરીમાં 188, 21 કિલોમીટરની કેટેગરીમાં 1700…
વલસાડમાં NOC વગરના કોમર્શીયલ અને રેસિડેન્શિયલ બિલ્ડીંગો સામે પાલિકાએ લાલ આંખ કરી છે અને સીલ મારવાની કાર્યવાહી શરૂ થતાં સબંધિત વર્તુળોમાં ફફડાટ ફેલાયો છે. વલસાડમાં તપાસ દરમિયાન 10 કોમર્શીયલ અને રેસિડેન્સીયલ એપાર્ટમેન્ટ સંચાલકોએ ફાયર વિભાગની NOC મેળવેલી ન હોવાનું સામે આવતા આવા બિલ્ડિંગ સિલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ પાલિકાએ બિલ્ડીંગ સંચાલકોને અગાઉ વારંવાર ફાયર વિભાગની NOC મેળવી લેવા અને ફાયર સેફટીના સાધનો લગાડવા અંગે સૂચના આપવા છત્તા કોઈ કોઈ પરિણામ નહિ આવતા આખરે પાલિકાની ટીમે બિલ્ડીંગ સીઝ કરવાની કામગીરી હાથ ધરતા ભારે દોડધામ મચી હતી. જે બિલ્ડિંગ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવા બિલ્ડિંગમાં તિથલ રોડ ઉપર આવેલા…
કરજણ નવા બજાર સ્થિત પટેલ ચેમ્બર ચોકડી ખાતે નગરપાલિકાના ઉપક્રમે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરજણ, શિનોર, પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કરજણ નગરપાલિકાના પ્રમુખ મીનાબા ચાવડા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ કારોબારી ચેરમેન ટીપી ચેરમેન તથા નગરપાલિકાના સભ્યો ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અને અગ્રણીઓ હાજર રહયા હતા.