ઉત્તરાયણ પર્વ ઉપર માત્ર એક દિવસ પતંગ ચગાવવાની હોવા છતાં મહિનાઓ અગાઉ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જતા અનેક લોકોના જીવ સામે જોખમ ઉભું થયું છે પણ કોઇ કાયદો નહિ હોવાથી લોકોના જીવ જઈ રહયા છે. વડોદરામાં માત્ર ત્રણ દિવસમાં પતંગની કાતિલ દોરીએ બે વ્યક્તિઓનો ભોગ લીધો છે નવા વર્ષમાંજ નેશનલ હોકી પ્લેયરનું ગળામાં દોરી આવી જતા મોત થયા બાદ વધુ એક વ્યક્તિનું મોત થયું છે. રણોલી સ્થિત શોભા પાર્ક સોસાયટીમાં રહેતા અને સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટર ચલાવતા 46 વર્ષીય મહેશભાઈ ભગવત પ્રસાદ ઠાકુર ગતસાંજે 5 વાગ્યે તેમના માણસોને લેવા મુકવા માટે સમા કેનાલથી વેમાલી રોડ તરફ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે…
કવિ: Halima shaikh
આજકાલ જ્યારે પિક્ચર જોવા ટોકીઝમાં જ્યારે જવાનું થાય ત્યારે સિનેમા હોલમાં મોંઘી ખાણી-પીણીની વસ્તુ ખરીદવી મધ્યમ વર્ગના માણસને પોસાતી નથી અને બહારની વસ્તુ અંદર લઈ જવા દેવામાં આવતી નથી ત્યારે આવી મોંઘીદાટ વસ્તુ વેચવા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘સિનેમા હોલ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને માલિકને નિયમ-શરતો નક્કી કરવાનો અધિકાર છે. CJI ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિમ્હાની બેંચે અરજી પર સુનાવણી કરતા બેંચે કહ્યું કે, સિનેમા હોલ પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને જે અંતર્ગત નિયમો-શરતો લાગુ કરી શકે છે. કોર્ટે કહ્યું કે, કોઈ દર્શક સિનેમા હોલમાં પ્રવેશે છે, તો સિનેમા હોલના માલિકના નિયમોનું પાલન કરવાનું રહેશે. મલ્ટિપ્લેક્સમાં ખાવાનું વેચવું કોમર્શિયલ મામલો…
વડોદરામાં સરદાર એસ્ટેટ નજીક એક કારચાલક જેવો કારમાંથી નીચે ઊતર્યો કે તરત જ કારમાં આગ લાગી ગઈ હતી, ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ સળગતી કાર ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. ઘટના અંગે કારચાલક લોકેશ શર્માએ મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ કાર તેઓના મિત્રની છે અને સર્વિસ માટે શોરૂમમાં લઈ જઈ રહયા હતા કેમકે ઓડિશા પાસે hyundai i10 કારને ગઈકાલે અકસ્માત થયો હતો, જેથી એનો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરીને એને સર્વિસ માટે શો-રૂમમાં મૂકવાની હતી. શો-રૂમના કર્મચારી કાર લેવા મોડે સુધી નહિ આવતા પોતેજ મિત્રની કારને લઈને શો-રૂમ તરફ જઈ રહયા હતા ત્યારે સરદાર એસ્ટેટ પાસે…
વલસાડ સ્ટેટ હાઇવેની બાજૂમાં રેલવે વિભાગની જમીનમાં કમ્પાઉન્ડ વોલ બાંધી શોર્ટ કટ રસ્તાઓ બંધ કરવા અને રોડ માર્જિન છોડવામાં ન આવતાં ધારાસભ્ય ભરત પટેલે વિરોધ કરી બંધ કરાયેલા રસ્તા ખુલ્લા કરવા માંગ કરી હતી. વલસાડમાં સ્ટેશન રોડના ટ્રાફિક સર્કલ અને રેલવેના મૈત્રી હોલથી રેલવે સુરક્ષા દળ કચેરી સુધીના સ્ટેટ હાઇવેને લાગૂ રેલવે યાર્ડની જમીનમાંથીકેટલાક શોર્ટ કટ રસ્તાઓ ચાલી આવે છે.જ્યાંથી ઘણા વર્ષોથી લોકો સ્ટેશને જવા માટે અવરજવર કરતા હોય છે પણ રેલવે દ્વારા હાલ બાઉન્ડરી વોલ બનાવવાનું શરૂ છે અને શોર્ટ કટ રસ્તા બંધ કરવામાં આવતા જતાં લોકોને મુશ્કેલીઓ શરૂ થતાં અને રેલવે વિભાગે બનાવેલી દિવાલ બાંધકામમાં સ્ટેટ હાઇવે રોડનું…
વલસાડ જિલ્લામાં ગામડાઓમાં બહેનો પોતાની રીતે પગભર બની શકે તે માટે તેઓને કામ આપી અને ધંધો ચાલુ કરવા નાણાકીય સહાય આપવા સરકાર કટિબદ્ધ બની છે. વલસાડના પારડી તાલુકાના અરનાલા પાટી ગામમાં મહિલા અને શિક્ષિત યુવતીઓને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યુટ, ગુજરાત સરકારના પારડી કેન્દ્ર દ્વારા રેક્ઝિન બેગ બનાવવાની તાલીમ આપી બાદમાં તેઓ પોતાનો ધંધો શરૂ કરી શકે તે માટે બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ રૂ. 30 હજારની લોન આપવા ગતિવિધિ શરૂ થઈ છે. રાજ્ય સરકારના ઉદ્યોગસાહસિકતાના ઉદેશ્યને સાકાર કરવા માટે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા પાટી ગામમાં 29 મહિલા અને…
ઝોમેટોના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે રાજીનામું આપતા આજે મંગળવારના ઈન્ટ્રાડે ટ્રેડમાં BSE પર ઓનલાઈન ફૂડ ડિલિવરી એગ્રીગેટર Zomatoનો શેર 4% ઘટીને રૂ. 57.65 થયો હતો. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો લિમિટેડે જણાવ્યું હતું કે તેના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે સોમવારે પદ પરથી રાજીનામું આપ્યું છે. ઝોમેટોએ સ્ટોક એક્સચેન્જોને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, પાટીદાર ઝોમેટોના થોડા કર્મચારીઓમાંના એક હતા જેમણે કંપની માટે કોર ટેક સિસ્ટમ બનાવી હતી. ઝોમેટોએ કહ્યું છે કે છેલ્લાં દસ વર્ષોમાં, તેઓએ એક તેજસ્વી ટેકનિકલ ટીમનું નેતૃત્વ કર્યું હતું જે ટેક્નિકલ કાર્યને આગળ વધારવામાં સક્ષમ છે. Zomatoના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય…
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે અને આગામી તા.6થી 20 જાન્યુઆરી દરમિયાન ગુજકેટની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીના પ્રવેશ માટે લેવામાં આવે છે. આગામી તા.6થી 20 જાન્યુઆરી દરમિયાન ગુજકેટની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. ધોરણ 12 (10+2)પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત…
વડોદરાની એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં તા. 5 જાન્યુઆરીથી શરૂ થનારી ટીવાયની એન્ડ સેમિસ્ટર પરીક્ષા હવે લેવામાં નહિ આવે. અગાઉ પણ તારીખો જાહેર કરી દેવામાં આવી પણ કોઇ પ્રક્રિયા જ કરવામાં આવી નથી. કોમર્સ ફેકલ્ટીમાં સત્ર સમયસર ચાલી રહ્યું નહી હોવાથી વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા મોટા ઉપાડે પરીક્ષાઓની જાહેરાતતો કરી દેવામાં આવી પણ પરીક્ષાનું શિડ્યૂલ ગોઠવવામાં નહિ આવતા, હવે પરીક્ષા 15 જાન્યુઆરી બાદ લેવામાં આવનાર હોવાનું સુત્રોનું કહેવું છે. જોકે હજુ સુધી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી નથી. 5 જાન્યુઆરીથી એફવાય બીકોમની મીડ સેમિસ્ટરની પરીક્ષા તથા એમકોમ પ્રિવિયસની મીડ સેમિસ્ટર પરીક્ષાઓનો પ્રારંભ થનાર છે. જેના માટે…
રાજસ્થાનથી મુંબઇ ખાતે લઇ જવાઈ રહેલાં ઘેટાં-બકરાં અને ભેંસોને મંજૂસર પોલીસે ખાટકીઓના સકંજામાંથી મુક્ત કરાવી પાંચ ઇસમોની ધરપકડ કરી હતી અને ઘેટાં-બકરાં અને ભેંસને પાંજરાપોળમાં મોકલી આપી કુલ રૂા.11.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિગતો મુજબ પાંજરાપોળના સભ્ય રોશન ઝવેરી અમદાવાદથી વડોદરા આવી રહ્યા હતા ત્યારે તેઓએ જોયું કે તેઓની કાર આગળ જઈ રહેલી ટ્રકમાં પશુઓ લઈ જવાઈ રહયા છે જેથી તેઓએ ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય રાજીવ શાહને ફોન કરીને જાણ કરી એક્સપ્રેસ વે ટોલનાકા પાસે આવી જવા જણાવતા રાજીવ શાહ અને પાર્થ સંઘવી ટોલ નાકાએ પહોંચ્યા હતા. જ્યાં ટ્રકને રોકી તપાસ કરતાં તેમાંથી 108 ઘેટાં, 134 બકરાં મળી…
વલસાડમાં ડુંગરી-વલસાડ અને બીલીમોરા-ડુંગરી સેક્શનમાં આજે મંગળવારે બ્લોક જાહેર થતાં પશ્ચિમ રેલવે ટ્રેન વ્યવહારને અસર થશે. ડુંગરી-વલસાડ અને બીલીમોરા-ડુંગરી સેક્શનમાં બ્રિજ નંબર 339 અને 358નું કામ શરૂ થતાં આજે મંગળવાર, 3જી જાન્યુઆરી, 2023ના રોજ 12.30 કલાકથી 17.30 કલાક સુધી પાંચ કલાકનો બ્લોક જાહેર થતાં પશ્ચિમ રેલવેની કેટલીક લાંબા અંતરની ટ્રેનોને અસર થશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ મુજબ, અસર થનારી ટ્રેનોની વિગતો આ મુજબ છે. રેગ્યુલેટ થનારી ટ્રેનમાં ટ્રેન નંબર 22195 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી – 02.01.2023 ના રોજ શરૂ થનારી બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસને 2 કલાક માટે નિયંત્રિત કરવામાં આવશે. ટ્રેન નંબર 19202…