આરએસએસના વડા મોહન ભાગવતે આજે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય ઈમામ ડોકટર ઉમર અહેમદ ઈલ્યાસી સાથે મુલાકાત કરી હતી. અગાઉ, ભાગવતને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશી અને દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર નજીબ જંગ સહિત મુસ્લિમ આગેવાનોને મળ્યા હતા. મુખ્ય ઈમામ ઈલ્યાસીને મળવા માટે સંઘના વડા ભાગવત દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ મસ્જિદ ખાતેની તેમની ઓફિસ પહોંચ્યા હતા. આરએસએસે તાજેતરમાં મુસ્લિમો સાથે સંપર્ક વધાર્યો છે અને ભાગવતે મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે ઘણી બેઠકો કરી રહ્યા છે,એવું માનવામાં આવે છે કે આરએસએસ અને બીજેપીના નેતાઓ સતત મુસ્લિમોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાગવત જ્યારે મુસ્લિમો વિના ભારત પૂર્ણ ન હોવાની વાત…
કવિ: Halima shaikh
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ મામલો ગરમાયો છે અનેઅર્બુદા સેના દ્વારા વીસનગર તાલુકાના બાસણા ગામે સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજwન કરવામાં આવતા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અર્બુદા સેના તેમજ આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉમટી પડ્યા છે. પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઠેર ઠેર આંજણા ચૌધરી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીસનગર તાલુકાના બાસણા ગામે યોજાયેલા સંમેલનમાં ગામેગામથી ટ્રેક્ટર, ગાડીઓ, લક્ઝરી બસો લઈને આંજણા ચૌધરી સમાજ ઊમટી પડ્યા છે. ગામેગામેથી ટ્રેક્ટરો, ગાડી, લક્ઝરી સહિતનાં સાધનોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવતા પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપસ્થિત આગેવાનો એ હાકલો કર્યો કે…
વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓએ ફિનાઇલ પીને આપઘાત કરવાના પ્રકરણમાં કથિત રીતે જેલ સુપ્રિટેન્ડેન્ટની હેરાનગતિ અને મારપીટને કારણે તેણે આ પગલું ભર્યું હોવાની વાતો બાદ હવે નવી વાત સામે આવી છે. વડોદરાના ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું હતું કે જેલના કેદીઓએ ફિનાઇલ નહિ પણ સાબુ અને પાણી પીધું છે, ટિફિન બાબતે થયેલા ઝગડામાંમાં તેઓએ સાબુનું પાણી પીધું હતું, સ્થિતિ સ્થિર છે. ચિંતા નહિ અને જેલ અધિક્ષક દ્વારા ત્રાસનો કોઈ સવાલજ નથી. હાલ તો આ મામલે તપાસ ચાલુ હોવાનું મીડિયાને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રીફર કરાયેલા કુલ 7 કેદીઓમાં 1. હર્ષિલ લિંબાચીયા 2. અભિ આનંદ…
રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. ગુરુવારે તે અમેરિકી ડૉલરના મુકાબલે 80.28 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો. આ પહેલા બુધવારે રૂપિયો 79.98 ના સ્તર પર બંધ થયો હતો. બુધવારે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી 80.45 પર પહોંચ્યો હતો. બીજી તરફ ડોલરમાં છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરોમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે,સતત ત્રીજા વધારા પછી બેંકનો બેન્ચમાર્ક ફંડ રેટ 3% થી વધીને 3.25% થયો છે. 2023 સુધીમાં વ્યાજ દર વધીને 4.6 ટકા થવાનો અંદાજ છે. ભારત સહિત સમગ્ર વિશ્વ પર તેની અસર…
ફેડના નિર્ણયની અસર સમગ્ર વિશ્વ બજાર પર જોવા મળી રહી છે. સ્થાનિક શેરબજારની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ છે. સેન્સેક્સ 419 પોઈન્ટ ઘટીને 59.037 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 110 અંક ઘટીને 17608 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારના નબળા સંકેતો વચ્ચે બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને આઇટી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. યુએસમાં ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો કર્યા બાદ બજારને આંચકો લાગ્યો છે. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજ દરોમાં 0.75 ટકા વધારાની જાહેરાત કરી છે. વ્યાજ દરો વધારીને 3.2 ટકા કરવામાં આવ્યા છે. બજારમાં તે નોંધાયું હતું અને બજાર…
હાલ રાજ્યભરમાં રોડ ઉપર રખડતા પશુઓ ને પકડવા અભિયાન ચાલુ છે જેનો માલધારીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે તેવા સમયે વડોદરા ના ફતેગંજમાં ઢોર પાર્ટી ઢોર પકડીને જતી હતી ત્યારે પશુ માલિકે મનપાની ટીમ સાથે માથાકૂટ કર્યા બાદ ઢોર ડબ્બા ના ટ્રેકટર આડે રોડ ઉપર સૂઈ જઈ ટ્રેકટરને આગળ વધતું અટકાવી દેતા ભારે હોબાળો થયો હતો, આ ઘટનામાં ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તેની અટકાયત કરાઈ હતી. ફતેગંજમાં સાંજના સમયે ઢોર પાર્ટી રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરી ચાલુ હતી ત્યારે ઈએમઈ સર્કલ પાસે રસ્તામાંથી ગાયને ઢોર ડબ્બામાં ચડાવીને જઈ રહી હતી ત્યારે એકાએક તેનો માલિક મેલિયો રબારી ત્યાં આવી…
લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજુને આજે સવારે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર થશે. રાજુના મૃતદેહને દિલ્હીના દ્વારકાના દશરથપુરથી નિગમબોધ સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહ્યો છે. ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધનથી દરેક ચાહકો દુખી છે. ચાહકોથી લઈને પરિવાર અને મિત્રો અંતિમ યાત્રામાં જોડાયા છે કલાકારના નિધનથી, મિત્રો, સંબંધીઓ અને ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના વિજયની શરૂઆત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન થઈ જેતે સમયે 6 વોર્ડની ચાર-ચાર મળીને 24 બેઠકો પર જીત મેળવવા ઉપરાંત જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીત્યા ત્યારથી ભાજપ માટે આપ એક વિપક્ષની ભૂમિકામાં હોય હવે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જો AAP સુરતમાં ગાબડું પાડે તો નુકસાન સૌરાષ્ટ્રમાં થાય એવું અનુમાન છે. આ કારણે જ ભાજપે અત્યારથી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા કદાવર નેતાઓને સુરતમાંવરાછા-કતારગામમાં ઉતારી દીધા છે. હાલ,આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું મજબૂત સ્થાન જાળવી રાખ્યું છે. સાથે જ સુરતની સાતેક બેઠકો પર AAP મજબૂતીથી…
ઉત્તર પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે,ઇટાવા જિલ્લામાં બુધવારે રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે જિલ્લામાં ત્રણ જગ્યાએ દિવાલ ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા છે. અકસ્માત બાદ પરિવારજનોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વરસાદના કારણે થયેલા અકસ્માતો પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રથમ દુર્ઘટના સિવિલ લાઇન વિસ્તારના ચંદ્રપુરા ગામમાં સર્જાઈ હતી અહી ટીનશેડ નીચે દાદી સાથે સૂઈ રહેલા ચાર બાળકો ના કાચી દિવાલ પડી જવાથી કરુંણ મોત થયું હતું, જેમાં ચાર ભાઈ-બહેનો સિંકુ (10), અભિ (8), સોનુ (7), આરતી (5) નો સમાવેશ થાય છે, કરૂણતા તો એ છે કે ચાર મૃતક બાળકોના માતા-પિતાનું બે વર્ષ…
કટ્ટર આતંકીઓના કથિત નેટવર્કને તોડવા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના ૨૦૦ જેટલા અધિકારીઓ દ્વારા આજે ગુરુવારે સવારે 3.30 વાગ્યાથી 10 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડી સંગઠન સાથે જોડાયેલા 100 લોકોની પણ ધરપકડ કરવામાં આવતા સંગઠનના કાર્યકરો કેરળના મલ્લપુરમ અને કર્ણાટકના મેંગલુરુમાં NIA વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. PFIએ નિવેદન જારી કરીને કહ્યું છે કે અવાજ દબાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સી અમારા લોકોને હેરાન કરી રહી છે. PFIનું નામ જે રીતે મોટા વિવાદોમાં આવ્યું હતું તેમાં જોવા જઈએ તો જુલાઈમાં પટના પોલીસે ફુલવારી શરીફમાં દરોડા પાડીને આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ…