રાજ્યમાં હત્યા,મારામારી,બળાત્કાર જેવા ગંભીર ગુનાઓનું પ્રમાણ ખૂબ વધ્યુ છે રાજ્યમાં એકલા સુરતનીજ વાત કરવામાં આવેતો માત્ર સુરતમાંજ એક મહિનાના સમયગાળામાં 13 જેટલી દુષ્કર્મ અને એક ગેંગરેપની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સપ્ટેમ્બર મહિનાના 17 દિવસમાં જ 9 જેટલા રેપના કેસ નોંધાયા છે,જે ખુબજ ગંભીર બાબત કહી શકાય. કોર્ટમાં પણ છેલ્લા એક મહિનામાં દુષ્કર્મના 9 કેસમાં ચુકાદા આવ્યા છે. જેમાંથી 7 કેસમાં આરોપીઓને 20 વર્ષ સુધીની સજા ફટકારવામાં આવી છે. જ્યારે બે કેસમાં 10 વર્ષની સજા ફટાકારવામાં આવી છે. કોર્ટ પણ હવે દુષ્કર્મના કેસમાં આરોપીઓને ઝડપથી સજા કરી રહી છે, છતાં હવસખોરોમાં કાયદાનો જાણે કોઈ ડર રહ્યો જ ન હોય તેવો…
કવિ: Halima shaikh
બનાસકાંઠાના થાવરમાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાયું હતું જેમાં આગામી સાત દિવસમાં વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં નહીં આવે તો જેલભરો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. બનાસકાંઠઆના ધાનેરા તાલુકાના થાવરમાં આજે અર્બુદા સેનાના યોજાયેલા સંમેલનમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડયા હતા. સંમેલનમાં હાજર ચૌધરી સમાજના આગેવાનોએ ચેતવણી આપી હતી કે, વિપુલ ચૌધરી સામે રાજકીય કિન્નાખોરી રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જો સાત દિવસમાં વિપુલ ચૌધરી સામેની ફરિયાદ પાછી લઈ મુક્ત કરવામાં નહિ આવે તો જો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
બ્રિટનના લીસેસ્ટરમાં પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે કોમી રમખાણ ફાટી નીકળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ 28મી એ હિન્દૂ મુસ્લિમ જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ અહીં રવિવારે ફરી બીજી વખત હિન્દૂ અને મુસ્લિમના બે જૂથ ભીડ એકઠી થઈ ગઈ અને તેઓ સામસામે આવી જતા ભારે હંગામો થયો હતો. પોલીસે ટોળાઓને રોકવાનો પ્રયાસ કર્યો, તો તેમના પર કાચની બોટલો પણ ફેંકવામાં આવી હતી આ ટોળાઓ એ સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. મુસ્લિમ અને હિન્દુઓ વચ્ચે તણાવની શરૂઆત એશિયા કપમાં પાકિસ્તાનની હાર પછીથી શરૂ થઈ હતી. ગત.તા.28 ઓગસ્ટે એશિયા કપમાં ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. જે પછી…
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ હવે વોટ માંગવા દરેક વિસ્તારમાં જશે પણ વડોદરાના ઘાઘરેટિયા વિસ્તારના લોકો એટલા બધા નારાજ છે કે જાહેરમાં કહ્યુ કે જો નેતાઓ આ વિસ્તારમાં આવ્યા તો માર ખાશે. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના નામે કરોડો ખર્ચાઈ ગયા પણ હજુસુધી શહેરના સોમા તળાવના ઘાઘરેટિયા વિસ્તારમાં વિકાસ થયો નથી અહીં લોકોને વાયદા કરવામાં આવ્યા છે અને છેલ્લા 25 વર્ષથી વિકાસની લોકો રાહ જોઈ રહયા છે. હવે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઘાઘરેટિયાના રહીશોએ વિરોધ પ્રદર્શન કરી વોટ માગવા આવનાર નેતાઓને મેથીપાક ચખાડવાની ચીમકી ઉચ્ચારી છે. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા તંત્રે કરોડોનો ધુમાડો કર્યો છે, પણ 25 વર્ષ…
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35A હટાવ્યા બાદ અહીં બધું ઝડપથી બદલાઈ રહ્યું છે. આતંકીઓ દ્વારા કાશ્મીર ખીણમાં બંધ કરવામાં આવેલ સિનેમા હોલ, 32 વર્ષ પછી ચાલુ કરી દેવાયા છે, શોપિયાં અને પુલવામામાં સિનેમા હોલ શરૂ થવાથી કાશ્મીરીઓના સિલ્વર સ્ક્રીનને નજીકથી જોવાના સપના સાકાર થયા છે. અત્યાર સુધી ફિલ્મ જોવા 300 કિમીની મુસાફરી કરીને જમ્મુ અથવા અન્ય કોઈ જગ્યાએ જવું પડ્યું હતું તે હવે પોતાના ટાઉનમાં જ ફિલ્મ જોઈ શકશે. આતંકવાદના 32 વર્ષ પછી મે મહિનામાં બારામુલ્લા જિલ્લામાં સમાન સિનેમા હોલ ખોલવામાં આવ્યો હતો. આ હોલ હૈદરબેગ, પટ્ટન ખાતે લશ્કરી છાવણી સંકુલમાં છે. સેનાએ જર્જરિત જોરાવર હોલ સિનેમા હોલનું સમારકામ શરૂ…
સરકાર અમેરિકા, યુરોપ અને દક્ષિણ કોરિયાની જેમ હવે હવે ભારતમાં પણ ગૂગલ (આલ્ફાબેટ) અને ફેસબુક જેવી મોટી ટેક કંપનીઓની ઈજારાશાહી પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને કોમ્પિટિશન કમિશન ઑફ ઈન્ડિયા (CCI) Google અને અન્ય ટેક કંપનીઓની ટેકનિકલ બેજવાબદારી અને ભારતીય પ્રકાશકો સાથેના બિન-સ્પર્ધાત્મક વર્તન સામે પગલાં લેવા માટે ઝડપથી કામ કરી રહ્યાં છે,સંસદીય સમિતિ ટેક્નોલોજી જાયન્ટ્સની મનસ્વીતા અને એકાધિકાર અંગેની ચિંતાઓ પર વિચાર કરી રહી છે. રિપોર્ટ અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓ વિરુદ્ધ સ્પર્ધા વિરોધી અભિયાનમાં ભારતની ભૂમિકાનું નેતૃત્વ કરી રહ્યા છે. બોટ્સ અને એલ્ગોરિધમ…
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર 2024ની સામાન્ય ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવામાં વ્યસ્ત છે. પરંતુ, પીએમ પદના ઉમેદવારની રેસમાં પોતાને સૌથી આગળ ગણાવનાર નીતિશ કુમારને હવે મોટો ઝટકો લાગ્યો છે. તેમને આંચકો આપતા, આમ આદમી પાર્ટી (AAP) ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યો છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણી (2024 લોકસભા ચૂંટણી)માં વિરોધ પક્ષોના ગઠબંધનનો હિસ્સો નહીં બને. આમ આદમી પાર્ટીના જનપ્રતિનિધિઓના પ્રથમ રાષ્ટ્રીય સંમેલનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ ગઠબંધનની ભાષા સમજી શકતા નથી. ઘણી વખત તેમને પૂછવામાં આવે છે કે આગામી ચૂંટણીમાં તેઓ કયા ગઠબંધનનો ભાગ બનશે. પરંતુ તેઓ કોઈપણ ગઠબંધનની વાત સમજી શકતા નથી. જો લોકોમાં ગઠબંધન હોય…
તાલિબાન આગામી ત્રણ મહિનામાં TikTok અને PUBG એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાલિબાનના નેતૃત્વ હેઠળના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ જાહેરાત કરી છે. અફઘાન ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, તાલિબાને સુરક્ષા ક્ષેત્રના પ્રતિનિધિઓ અને શરિયા કાયદા અમલીકરણ વહીવટીતંત્રના પ્રતિનિધિ સાથે બેઠક યોજી હતી અને પછી નેવું દિવસની અંદર TikTok અને PUBGના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. રિપોર્ટ અનુસાર, Tiktok એક મહિનાની અંદર અને PUBG ને નેવું દિવસમાં પ્રતિબંધિત કરી દેવામાં આવશે. દેશના ટેલિકોમ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓએ પણ પ્રતિબંધ સંબંધિત માહિતી શેર કરી છે અને તેમને નિર્ધારિત સમયગાળાની અંદર માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. અગાઉ સત્તામાં…
દિગ્દર્શક અયાન મુખર્જીની રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ’એ માત્ર પ્રથમ સપ્તાહમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ બિઝનેસ કરતી આ તમામ ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની ગઈ છે. આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ’એ હિન્દી સિનેમા માટે સાઉથના દરવાજા ફરી ખોલી દીધા છે. ફિલ્મે તેની રિલીઝના 10મા દિવસ સુધી ઘરેલુ બોક્સ ઓફિસ પર લગભગ 215.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. દક્ષિણ ભારતીય ભાષાઓમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ‘વૉર’ એ પહેલા અઠવાડિયામાં જ…
યુક્રેન યુદ્ધ ચાલુ હોવાથી રશિયા પર ચીનની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બેઇજિંગ નિઃશંકપણે વૈશ્વિક વ્યવસ્થાને રીડાયરેક્ટ કરવા માંગે છે, પરંતુ તેણે હાલમાં રશિયાને ખુલ્લેઆમ સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો છે. એક રાજદ્વારીએ કહ્યું કે ચીન વર્તમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને ફરીથી આકાર આપવા માટે રશિયા સાથે કામ કરવાની સ્પષ્ટ વાત કરી રહ્યું નથી. રશિયા સાથેની ભાગીદારી બેઇજિંગ માટે કેટલી મહત્વની છે તે ભૂલવું ન જોઈએ. ઉદાહરણ તરીકે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જૂનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 15 ફોન કૉલ્સમાં આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને વૈશ્વિક શાસનના વિકાસ પર સહકાર વિશે વાત કરી હતી. શી જિપનિંગે કહ્યું…