મોંઘવારી અને બેરોજગારી મામલે આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરતા આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી પડતા પોલીસે બંધ કરાવી રહેલા નેતાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પણ પોલીસે અટકાયત કરી હતી. અમદાવાદમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. વેજલપુર વિસ્તારમાં કોંગ્રેસના નેતા રાજેન્દ્ર પટેલ, મહિલા પ્રમુખ SC/ST સેલના પ્રમુખ હિતેન્દ્ર પીઠળિયા સહિતના કાર્યકરો દ્વારા બજારો બંધ કરાવવામાં આવી હતી અને દુકાનદારોનું ફૂલનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.બીજી તરફ જમાલપુર ખાડીયા…
કવિ: Halima shaikh
દેશમાં પ્રવર્તી રહેલી મોંઘવારી મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન અપાયું છે ત્યારે બંધ કરાવવા મુદ્દે ઠેરઠેર પોલીસ અને કાર્યકરો વચ્ચે ચકમક ઝરી રહી છે રાજકોટની વાત કરવામાં આવેતો અહીં NSUIના પ્રદેશ પ્રમુખની અટકાયત કરવામાં આવી છે. રાજકોટમાં NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા નીકળતા તેઓની અટકાયત કરવામાં આવી હતી. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ અને એન.એસ.યુ. આઈ ના નેતાઓને કાર્યકર્તાઓ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. તે ઉપરાંત શહેરમાં દુકાનો અને ઓફિસો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઈ હતી. ગુંદાવાળી વિસ્તારમાંથી કોંગ્રેસ નેતા અશોકભાઈ ડાંગર અને કાર્યકરોની અટકાયત કરાઈ છે.રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ અને NSUIના…
ભાજપમાં જોડાઈ ગયા બાદ હાર્દિક પટેલ હાલ વિરમગામમાં પોતાના વતન માં ધ્યાન આપી રહયા છે અને વિરમગામ વિધાનસભા મતવિસ્તારમાં કાર્યક્રમોમાં ખાસ હાજરી આપતા હોવાનું કહેવાય છે. હાર્દિક પોતાના પત્ની કિંજલ સાથે નજરે પડી રહયા છે. દરમિયાન હાર્દિક પટેલ પોતાના ફૂલ પોઝ વાળા ચિત્ર વાળા ફુલસ્કેપના ચોપડા બાળકોને વિતરણ કરી રહયા છે જેમાં હાર્દિકના ફોટા સાથે લખેલું છે કે,આપણે હાર ના માનવી જોઈએ ! જોકે, હવે આ ફુલસ્કેપ ના ચોપડા વિતરણનો મામલો પણ સ્થાનિક ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે, ભાજપના સ્થાનિક નેતાઓનું માનવું છે કે,હાર્દિક પટેલ હવે ભાજપમાં છે ત્યારે ફુલસ્કેપ ચોપડામાં હાર્દિક નું ચિત્ર છે તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહયું હતું કે ચૂંટણીઓ નજીક આવે એટલે ભરની પાર્ટીઓ ગુજરાતમાં સત્તા મેળવવા માટે સક્રિય થઈ જાય છે આ વખતે પણ એવુંજ થયું છે ‘જેમ ચોમાસામાં વરસાદ પડે અને દેડકા બહાર આવી જાય છે, તેમ પાર્ટીઓ આવી ગઇ છે’ આ એજ પાર્ટી છે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાંધીનગરમાં મેયર બનાવવાના સપના જોતી હતી પણ આ પાર્ટીનો માત્ર એક જ ઉમેદવાર જીત્યો તે વાસ્તવિકતા હોવાછતાં આ પાર્ટી હવે ગુજરાતમાં સત્તા મેળવવાનાં સપનાં જોઇ રહી છે. પરંતુ, ગુજરાતની પ્રજા આવી પાર્ટીને સારી રીતે જાણે છે અને કઈ ઉપજવાનું નથી. ગુજરાતમાં 5.50 લાખ સરકારી નોકરી છે, ત્યારે આ પાર્ટી…
રાજ્યમાં ચુંટણીઓ અગાઉ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે દેશમાં પ્રવર્તી રહેલી મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો આગળ કરી કોંગ્રેસે પણ આંદોલન શરૂ કરી દીધું છે જેના ભાગરૂપે આજે શનિવારે કોંગ્રેસ દ્વારા અપાયેલા ગુજરાત બંધનું એલાનને સફળ બનાવવા સવારે 8થી 12 કલાકનું સાંકેતિક રીતે બંધ કરાવવા માટે ખુદ પ્રદેશ કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોર કાર્યકરો સાથે નીકળ્યા હતા. જગદીશ ઠાકોર એક્ટિવા પર બેસીને અમદાવાદમાં નરોડા વિસ્તારમાં બંધ કરાવવા નીકળ્યા હતા. આજે સવારથી જ પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકરો પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળી ગયા છે. આજે સવારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવા પહોંચ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ભાજપે વ્યૂહરચના ગોઠવી છે અને યુપીથી ખાસ આગેવાનો કામે લાગ્યા છે અને આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીની પંજાબ અને ચંદીગઢ રાજ્યમાં સહ પ્રભારી તરીકે નિયુક્તી કરી છે. ગુજરાતમાં ભાજપ વિધાનસભા ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા સી.આર. પાટીલ અને મોવડીમંડળ કામે લાગ્યું છે અને સિનિયર નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવી રહી છે આ બધા વચ્ચે એક વર્ષથી લગભગ નિષ્ક્રિય જણાતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીધા કોર કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા રૂપાણી ફરી સૌરાષ્ટ્રના રાજકારણમાં…
અમદાવાદમાં નરોડા ભાજપના કોર્પોરેટર વિપુલ ચીનુભાઈ પટેલ ઉર્ફે સોમભાઈએ મહિલા મડેકિલ ઓફિસર સાથે બબાલ કરી ધક્કામુક્કી કરી મહિલા મેડિકલ ઓફિસરનું મોઢું પકડીને જબરદસ્તી પાણી પીવડાવી ઇન્સલ્ટ કરી અને જોરથી બરાડા પાડીને ફરિયાદ નહીં કરવા ધમકી આપતા ભારે હોબાળો મચી ગયો છે. મળતી વિગતો અનુસાર અમદાવાદના નરોડા ભાજપના કોર્પોરેટર વિપુલ ચીનુભાઈ પટેલ ઉર્ફે સોમભાઈએ નરોડાના મુઠિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મહિલા મડેકિલ ઓફિસર સાથે ગેરવર્તણૂક કરી હોવાની ઈ-પોલીસ ફરિયાદ થઈ છે. વિગતો મુજબ વિપુલ પટેલના સબંધીઓ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ગયા ત્યારે ત્યાં જરૂરી રિપોર્ટની પ્રક્રિયા વખતે મહિલા મેડિકલ ઓફિસર સાથે બોલાચાલી થતા તેઓએ કોર્પોરેટર વિપુલ પટેલને જાણ કરતા કોર્પોરેટર સ્થળ…
અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન બાદ સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું આજે અમદાવાદમાં ટ્રાયલ લેવામાં આવ્યું હતું,નવી પેઢીની નવા જમાનાની આ ટ્રેન હવે ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે. દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવરાત્રિમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થઈ જશે જે પ્લેનમાં બેઠા હોય તેવો અનુભવ કરાવશે. આજે સવારે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 130 કિમીની ઝડપે દોડાવીને ટ્રાયલ રન લેવાયું હતું. ટ્રાયલ રન દરમિયાન વડોદરા સ્ટેશન પર હોલ્ટ કર્યા બાદ સીધી મુંબઈ ખાતે આ ટ્રેન ઊભી રહેશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 180થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આજે ટ્રાયલ સફળ થયા બાદ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આમ આદમી પાર્ટી એ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ નેટવર્ક મજબૂત બનવતા ભાજપે પણ પોતાની વ્યહરચના ગોઠવી છે અને ચૂંટણી જંગમાં જીત હાંસલ કરવા માટે ઉત્તરપ્રદેશથી નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાતમાં ઉતાર્યા છે, સૌરાષ્ટ્રની 48 બેઠક માટે રાજકોટમાં 125 આગેવાન યુપીથી રાજકોટ આવી પહોંચ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ, રાજકોટમાં ઉત્તરપ્રદેશથી 125 આગેવાન આવી પહોંચ્યા છે, જેઓને અહીં બેઠક દીઠ બે નેતાઓ અને એક આગેવાનને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને તમામ 48 બેઠક પર જુદી જુદી ટીમ કામે લાગી ગઈ છે, બહારથી આવેલા આ નેતાઓ તેમને મળેલી બેઠક પર સ્થાનિક સંગઠન સાથે…
વડોદરા નજીક ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસનો કોઈ ડર જોવા મળતો નથી. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસાના પેટા પરા ખંડેરાવપૂરામાં રમણભાઈ જાદવના બંધ ઘરને નિશાન બનાવી પાછળની લોખંડની જાળી મારફતે તસ્કરોએ ઘરમાં પ્રવેશી નીચેના માળે આવેલા રૂમમાં લાકડાના કબાટમાંથી એક સોનાનો હાર, 8 વીંટીઓ, સોનાની ચેન, ઝુમ્મર, ચાંદીના ત્રણ જોડ છડા તેમજ લોખંડની તિજોરીમાંથી રોકડા ~ 30000 મળી કુલ રૂ.5 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જ્યારે રમેશભાઇ જાદવના બંધ ઘરમાંથી સોનાની વિંટી, ચેન તેમજ રોકડા ~ 60 હજાર મળી કુલ રૂ.1.12 લાખની મતાની ચોરી કરવા સહિત રાયસિંહ જાદવના ઘરમાંથી એક સોનાની ચેન તથા સોનાની…