સોનાલી ફોગાટ કેસમાં ગોવા સરકારે શુક્રવારે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે આજે સવારે સરકાર દ્વારા વિવાદાસ્પદ કર્લીઝ ક્લબને તોડી પાડવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટને CRZ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તોડી પાડવામાં આવ્યું હતું. આ એ જ ક્લબ છે જ્યાં સોનાલી ફોગાટ પાર્ટી કરતો વીડિયો સામે આવ્યો હતો. આ ક્લબમાં જ ફોગાટને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું, જેના થોડા કલાકો પછી તેનું મૃત્યુ થયું હતું. સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ ચારની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે રેસ્ટોરન્ટને તોડી પાડવાનો પહેલો…
કવિ: Halima shaikh
દેશની રાજધાની દિલ્હીના આઝાદ માર્કેટ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થવાના સમાચાર છે. ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ 6 થી 7 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઉત્તરી જિલ્લાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાગર સિંહ કલસીએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. અહીં કોઈ રહેતું ન હતું. તે ચાર માળની ઇમારત હતી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજીની મહિલા સાથે બીભત્સ વાતો કરતા હોવાની કથિત ઓડિયો ક્લિપ ફરતી થયા બાદ વિવાદ શરૂ થયો છે. આ ઓડિયો-ક્લિપ રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સંત વિવેકસાગર સ્વામીની હોવાનું કહેવાય છે. જુદી જુદી પાંચ ઓડિયો-ક્લિપમાં સ્વામીજીની બે મહિલા સાથેના પ્રેમાલાપ કરતા હોવાની વાતે ભારે હોબાળો મચાવ્યો છે. કથિત ઓડિયો-ક્લિપમાં સ્વામી મહિલા સાથે મંદિરે આવવાની, સવારે ફોન કરવાની, આ ઉપરાંત કેટલીક બીભત્સ વાત પણ કરતા જણાય છે. કુલ પાંચ ક્લિપમાં એક યુવતી અને એક મહિલા સાથે સ્વામી વાત કરતા હોવાની ક્લિપ ફરતી થઇ છે. સામાન્ય રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ સ્વામી મહિલાનું મોં પણ જોતા નથી. ત્યારે આ…
અડધી રાત્રે જ્યારે 15 વર્ષની નિદ્રાધીન સગીરાના ગુપ્ત અંગો ઉપર કોઈનો હાથ ફરવા લાગ્યો !! સગીરાએ આંખો ખોલીને જોયુતો પિતા સમાન સગા માસા બાજુમાં સૂતા હતા આ વાત છે ઇચ્છાપોર વિસ્તારની કે જ્યાં આ ઘટના બની હતી. સુરત નજીક આવેલા ઈચ્છાપોરમાં પોતાની માસીને ત્યાં રહી ઘો-8માં અભ્યાસ કરતી 15 વર્ષની કિશોરીની સગા માસાએ જ આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા છોકરીએ આ વાત પોતાની માસીને કરતા માસાએ ગાળાગાળી કરી માર માર્યો હોવાના બનાવ અંગે ઈચ્છાપોર પોલીસમાં ફરિયાદ થતા પોલીસે સગા માસાની સામે છેડતી અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. વિગતો મુજબ 15 વર્ષની સગીરા ભણવા માટે માસીને ત્યાં…
આજકાલ કુતરાઓ કે જેઓ માણસ કઈ ખાવાનું આપેતો ખાય છે અને ન નાખેતો ભૂખ્યું રહે છે તે કૂતરાને મારી શકાય નહીં આ માટે કાયદામાં જોગવાઈ છે અને સજા પણ થઈ શકે છે, આપણું બંધારણ દરેક પ્રાણીઓ પ્રત્યે દયા અને કરૂણાનો ભાવ રાખવા સૂચવે છે. બંધારણે પેટ્સનાં રક્ષણ અને તેના અધિકારો માટેની કેટલીક જોગવાઈઓ પણ કરેલી છે.ત્યારે આપને જણાવી દઈએ કે પશુનાં અધિકારો અંગે પશુ ક્રૂરતા અધિનિયમ શું કહે છે, પશુ ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11(3) મુજબ કોઈ પણ સોસાયટીમાં પાલતું પશુને ભગાડવા કે રાખવા પર પ્રતિબંધ મૂકી શકાય નહિ એટલુંજ નહિ પણ કોઈપણ સોસાયટી પણ પેટ્સ પર પ્રતિબંધનો આવો કોઈ…
સરકારી ખાતામાં ઊંચા પગારે નોકરી કરતા બાબુઓ ને પગાર થી સંતોષ નથી અને લાંચ માંગવાની ટેવ પડી ગઈ છે ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાણા ગામમાં આવેલી ઉત્તર બુનિયાદી શાળાના ક્લાર્ક પાસે ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરીમાંથી ઓડિટ કરવા આવેલા સિ. ક્લાર્ક કમ જુનિયર ઓડિટરે 1000 હજારની લાંચ માંગતા ભેરવાઇ પડ્યા હતા અને એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. વિગતો મુજબ કપડવંજ તાલુકામાં આવેલ દાણા ગામ સ્થિત સરદાર પટેલ શાળામાં તાજેતરમાં કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરમાં સિનિયર ક્લાર્ક કમ જુનિયર ઓડિટર તરીકે ફરજ બજાવતા ગટોરભાઇ ભીખાભાઇ બારૈયા (રહે ગામ : રોજાસર, તા.લીમડી, જી. સુરેન્દ્રનગર) ઓડીટ માટે આવ્યા હતા. આ સ્કુલમાં ધોરણ- 9…
વડોદરામાં બુટલેગર સાથે દોસ્તી ધરાવતા અને તેની સાથે સાંઠગાંઠ ધરાવતા બાપોદ પોલીસ મથકના એલઆરડી જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે વડોદરા પીસીબી શાખાએ ગત 2 તારીખે તરસાલી વિસ્તારના આવાસો પાછળ મેદાનમાં બુટલેગર પ્રદીપ ઉર્ફે લાલો અને ધવલ પ્રજાપતિ દારૂનું કટિંગ કરતા હતા ત્યારેજ રેડ પાડી દારૂ સાથે બે કાર મળી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ રેડ વખતે બુટલેગરોની અંગ જડતી લેવામાં આવી ત્યારે ધવલ પ્રજાપતિના ખિસ્સામાંથી બાપોદ પોલીસ મથકના એલઆરડી જવાન ભાર્ગવ ગઢવીનું આઈ કાર્ડ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. મકરપુરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં બુટલેગર પાસે ગુજરાત પોલીસ કાર્ડ નંબર 61 ભાર્ગવ એસ ગઢવી…
ભગવાન શ્રી ગણેશજી નું ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ ધામધૂમથી સ્થાપન કરવામાં આવે છે અને 10 દિવસ સુધી શ્રીજીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે તા.31 ઓગસ્ટ 2022 ના રોજ, ગણેશ ચતુર્થી ના દીને શ્રીજીનું સ્થાપન કરાયું હતું ગણેશ ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ અનંત ચતુર્દશીના દીને વિસર્જન થાય છે. આ વર્ષે અનંત ચતુર્દશી આજે તારીખ 9 સપ્ટેમ્બર 2022 છે. આજે ભગવાન ગણેશને વિદાય આપવામાં આવે છે, તેમની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. આજે અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જનનો શુભ સમય આ મુજબ છે. હિન્દૂ પંચાંગ મુજબ અનંત ચતુર્દશી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 08…
અમદાવાદમાં પોલીસ પરિવારે સામુહિક આત્મહત્યા કરી લેવાના બનાવ બાદ રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ઝેરી દવા પી લઈને આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પ્રકાશ પારધી નામના પોલીસકર્મીએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યા છે. પ્રકાશ પારધી પોતાની ડ્યુટી પૂરી કરી થોરાળા સ્થિત આંબેડકરનગરમાં આવેલા પોતાના ઘરે ગયા બાદ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પી લેતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇમર્જન્સી વોર્ડમાં હાલ સારવાર હેઠળ છે. આ ઘટના અંગે દવા પી લેનાર પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ પારધીના પિતા…
અમેરિકાના બાઇડન ને હવે પાકિસ્તાન સારું લાગવા માંડ્યું છે અને ભારતનું દુશ્મન હોવાછતાં અમેરિકાનું વલણ બદલાયુ છે જ્યાં સુધી ટ્રમ્પ હતા ત્યાં સુધી તેઓ ભારતનું સમર્થન કરતા હતા પણ બાઇડન આવ્યા પછી તેઓ પાકિસ્તાન તરફી જણાય રહયા છે. અમેરિકાના બાઇડેન તંત્રે ટ્રમ્પ કાળના નિર્ણયને બદલીને પાકિસ્તાનને એફ-16 ફાઇટર જેટ માટે 45 કરોડ ડોલરના ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી દીધી છે. સૈન્ય ઉપકરણોની મદદથી હવે પાકિસ્તાનના આ ઘાતક એફ-16 જેટ વિમાન હવામાં ઉડતા રહી શકશે અને હુમલો વધુ અસરકારક રહેશે. માનવામાં આવે છે કે પાકિસ્તાને એફ-16ની મદદથી જ ભારતના મિગ-21 વિમાનને તોડી પાડયું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર પાક. સેનાના વડા બાજવા નિવૃત્તિ…