રાજ્યમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરુ થતા ઢોર પકડવાની આ કામગીરીને લઈ માલધારી સમાજ નારાજ થઈ ગયો છે અને આ કાયદો રદ કરવા સાથે માલધારી સમાજના પાંચ નેતાઓને ટીકીટ આપવા માંગ થઈ છે. રખડતા ઢોર પકડવાની કામગીરી સામે હવે માલધારી સમાજ આંદોલન કરવા જઈ રહયા છે અને રખડતા ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા સહિત ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા મુદ્દે આંદોલન કરશે. રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદો જે લાવવામાં આવ્યો છે તેને રદ કરાવવા માટે માલધારી સમાજના આગેવાનો દ્વારા મિટિંગ મળી હતી. કોઈપણ રાજકીય પક્ષ હોય ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી પણ જે માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવા…
કવિ: Halima shaikh
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના મંગળવારે સવારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશી પીએમનું સ્વાગત કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાની ચાર દિવસીય ભારત મુલાકાતનો આ બીજો દિવસ છે. આજે પીએમ મોદી સિવાય તેઓ ભારત સરકારના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. એવું માનવામાં આવે છે કે આ બેઠક દરમિયાન શેખ હસીના આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રને લગતા ઘણા કરારોને અંતિમ સ્વરૂપ આપી શકે છે,બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજઘાટ પર પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શેખ હસીનાએ કહ્યું, અમારું સંપૂર્ણ ધ્યાન…
ગૃહમંત્રી અમિત શાહ હાલ મહારાષ્ટ્રની મુલાકાતે છે તેઓએ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાકી જણાવ્યું કે જે લોકો પોલિટિક્સમાં દગો કરે છે તેમને પાઠ ભણાવવાની જરૂર છે. શાહે કહ્યું હતું કે એકનાથ શિંદેની શિવસેના જ અસલી શિવસેના છે, જે આપણી સાથે છે. શિવસેનામાં તૂટ એક વ્યક્તિની લાલચને કારણે જ થઈ છે કારણકે સત્તા માટે ઉદ્ધવે હિન્દુત્વની વિચારધારા સાથે સમજૂતી કરી લીધી તે તેઓને નડયું છે. અમિત શાહે ઉમેર્યુ કે મેં ઉદ્ધવ ઠાકરેને ક્યારેય મુખ્યમંત્રી બનાવવાનો વાયદો નથી કર્યો,અમે બંધ રૂમમાં નહીં, છાતી ઠોકીને રાજનીતિ કરનારા લોકો છીએ. જો અમે નિવેદન આપ્યું હોત જરૂરથી ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવત. અત્રે ઉલ્લેખનીય…
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગનો પ્રચાર જોવા મળી રહ્યો છે અને નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ બધા વચ્ચે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમ જાહેર થાય તેવી વાતો સાંભળવા મળી રહી છે. રાજ્યની વિધાન સભાની ચૂંટણી પહેલી અથવા બીજી નવેમ્બરે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુત્રોનું માનીએ તો આગામી તા. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. આ દિવસને દેશમાં રાષ્ટ્રિય એક્તા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રિય એક્તા દિવસના કાર્યક્રમની ઉજવણી દરમિયાન જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની…
રાજ્યમાં ગાયોમાં લમ્પી રોગ પ્રસર્યા બાદ હજારોની સંખ્યામાં ગાયોના મોત થયા બાદ હવે ઘેટાંમાં શિપ પોક્સ નામનો રોગ પ્રસરતા પશુપાલકોમાં ભારે ચિંતા પ્રસરી છે. હાલ આ રોગના લક્ષણો સુરેન્દ્રનગરમાં જોવા મળ્યા છે અહીં 38 ઘેટામાં શિપ પોક્સના રોગમાં સપડાયા બાદ 38 પૈકી 18 ઘેટાનો ભોગ લેવાયો છે. ઘેટામાં શિપ પોક્સનો રોગને કારણે 18 ઘેટાના ટપોટપ મોત થતા તંત્ર દોડતું થઈ ગયું ગતું અને તાત્કાલિક 2 હજાર 283 જેટલા ઘેટાનું રસીકરણ કરવામાં આવ્યું હતું. શીપપોક્સ વાયરસ એરોસોલ છે અને તે ચેપગ્રસ્ત ઘેટાંના સંપર્કમાં આવતા શીપ પોકસ ઘેટાંમાં લાળ, સ્ત્રાવ, મળ, દૂધ અથવા સ્કેબ દ્વારા પણ ફેલાઈ શકે છે. આ રોગના પ્રારંભિક…
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સોમવારે ચાર દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન બંને દેશોનું મુખ્ય ધ્યાન કનેક્ટિવિટી, ઊર્જા, ખાદ્ય સુરક્ષા તેમજ વેપાર અને રોકાણની તકો પર રહેશે. શેખ હસીના પોતાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મળશે. ઉપરાંત, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો સંબંધિત મુદ્દાઓ પર વાતચીત કરશે. બંને વડા પ્રધાનો વચ્ચેની વાતચીત દરમિયાન પેન્ડિંગ અને નિયમિત દ્વિપક્ષીય મુદ્દાઓ સિવાય દક્ષિણ એશિયામાં સંરક્ષણ સહયોગ અને સ્થિરતા મુખ્ય ફોકસ ક્ષેત્ર હશે. સૂત્રોનું કહેવું છે કે હસીના ભારતથી નેપાળ અને ભૂટાનમાં ખાદ્ય સામગ્રી, સામાન મોકલવાની પરવાનગીની માંગ કરી શકે છે.…
ભરૂચ લગભગ હવે કોંગ્રેસમુક્ત બની ચૂક્યું છે અને લગભગ કહી શકાય કે નામશેષ થઈ રહ્યું છે રોજ બરોજ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસ છોડી રહયા છે ત્યારે ગઈકાલે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ, આગેવાનો સહિત 400 થી વધુ કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે આ બધા ભાજપમાં જોડાઈ રહયા છે અહીં હવે આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ થશે પરિણામે ભારે રસાકસી થશે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ટપોટપ નારાજગીનામાં ધરી કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી રહયા છે. તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા…
રાજ્યમાં હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૂંટણી અગાઉ પ્રચાર યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે વડોદરાની મુલાકાત દરમિયાન કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા તેઓએ અરવિંદ કેજરીવાલને અર્બન નક્સલી કહ્યા હતા. મહત્વનું છે કે AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા બાદ દેવુંસિંહે આપ ના નેતા અરવિંદ કેજરીવાલ ને અર્બન નક્સલી ગણાવ્યા હતા. ભાજપના નેતા અને કેન્દ્રિય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના લોકહિત કાર્યો તથા બાળકો માટે આયોજીત ચિત્ર સ્પર્ધાના કાર્યક્રમમાં હાજર રહ્યા તે સમયે તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કેજરીવાલ અર્બન…
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધી રહેલા પ્રભાવને લઈ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પ્રવાસ દરમિયાન AAP ઉપર આડકતરો પ્રહાર કરી મેઘા પાટકર લઇ નિવેદન આપતા કહ્યું હતું કે અમુક લોકો મેઘા પાટકરને પાછલા બારણે ગુજરાતના રાજકારણમાં લાવવા માગે છે આ એજ મેઘા પાટકાર છે જેઓએ નર્મદા પ્રોજેકટનો વિરોધ કર્યો હતો અને ગુજરાતની પ્રજા આવા વિરોધીઓને જાકારો આપશે. અગાઉ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છ મુલાકાત દરમિયાન આવું નિવેદન આપી ચુક્યા છે તેઓએ નર્મદા યોજનો વિરોધ કરનારાઓને અર્બન નક્સલવાદી કહયા હતા તેઓએ કહ્યું હતું કે ‘આજે એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમણે દાયકાઓ સુધી કચ્છના લોકોને નર્મદાના પાણીથી…
દિલ્હીથી માત્ર આઠ દિવસની બાળકી લઈને વડોદરા આવેલા દંપતીને LCB ઝોન-2ની ટીમે ઝડપી લઈ બાળ તસ્કરી અંગે પુછતાછ શરૂ કરી છે જ્યારે બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તેના સાચા માતાપિતાની શોધખોળ શરૂ કરી છે. વડોદરા રેલવે સ્ટેશન બહાર શંકાસ્પદ લોકો એક દંપતીને બાળક આપવાના હોવા અંગેની LCBને માહિતી મળતા રાવપુરા શી ટીમ અને ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098ના સ્ટાફને સાથે રાખી પોલીસે તપાસ કરતા સૌરભ વિશ્વનાથ વેરા અને તેની પત્ની સોમા વેરા (રહે. તુલસીદાસની ચાલી, સલાટવાડા, કારેલીબાગ) એક બાળકી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે બાળકી અંગે આ દંપતીને પૂછતાછ કરતા આ દંપતીએ કબૂલ્યું હતું કે, સેન્ટ્રલ દિલ્હીના…