ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈ નજીક એક માર્ગ અકસ્માતમાં મોત થયું તે અંગે અપડેટ ન્યૂઝમાં કાર ડિવાઈડર સાથે અથડાતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે, આ અકસ્માત મુંબઈ નજીક પાલઘરમાં થયો હતો. ઘટના સમયે તેમની કારની સ્પીડ માં હતી, ત્યારબાદ તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ડ્રાઇવર વાહન ચલાવી રહ્યો હતો અને તે સમયે કારમાં ચાર લોકો હતા. પાલઘર પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં 4 લોકો સવાર હતા.…
કવિ: Halima shaikh
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં કરૂણ મોત થયું હોવાના અહેવાલ છે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની મરસીડીઝ કાર ને રોડ અકસ્માત નડતા તેઓનું કરૂણ મોત થઈ ગયું છે. વિગતો મુજબ મુંબઈ નજીક પાલઘરમાં આ અકસ્માતની ઘટના બની છે,અકસ્માત માં ગંભીર ઘાયલ થયેલા મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. અત્રે નોંધનીય છે કે ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. જો કે ચાર વર્ષના અંદર જ 24 ઓક્ટોબર 2016નાં રોજ ટાટા સન્સે…
વડોદરામાં એલસીબી પોલીસના જવાનો બુટલેગર પાસેથી રૂપિયા લેતા હોવાના વાઇરલ થયેલા વિડિયો બાદ બે પોલીસ જવાન સસ્પેન્ડ કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ હતી. દરમિયાન આ વીડિયો જેણે વાયરલ કર્યો હોવાનું મનાય છે તે તરસાલીના લાલા ને પોલીસે દારૂ સાથે ઝડપી લીધો હતો. તરસાલીના કુખ્યાત બુટેલગર લાલો જ્યારે દારૂના જથ્થાનું કટિંગ કરવા જતો હતો ત્યારેજ પીસીબી શાખાએ રેડ કરી હતી અને વિદેશી દારૂના જથ્થા સહિત બે કાર સહિત પોલીસે 9.48 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બે બુટલેગરો ને ઝડપી લીધા હતા. તરસાલી અયોધ્યા નગર પાછળ આવેલા યુએલસીના મકાન પાછળના મેદાનમાં સોમનાથ નગરનો બુટલેગર પ્રવીણ ઉર્ફે લાલો પંચાલ બલેનો કારમાં વિદેશી દારૂ…
વલસાડમાં ચકચારી વૈશાલી બલસારા મર્ડર કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોતાની સહેલીને આપેલા રૂ.25 લાખ પરત માંગવા જતા તેની હત્યા કરી દેવામાં આવી હોવાની વાત સામે આવી છે. પોલીસે તમામ પ્રકારના સર્વેલન્સ અને ટેક્નિકલ ટિમની મદદ થી ગુનો ડિટેકટ કર્યો હતો. સિંગર વૈશાલી બલસારાની મહિલા મિત્રજ વૈશાલી ના મર્ડર ની માસ્ટર માઈન્ડ હોવાનું ખુલતા ભારે ચકચાર મચી છે. વૈશાલી એ તેની મિત્ર ને 25 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા જે 25 લાખ રૂપિયા પરત આપવા ન પડે એમાટે કોન્ટ્રાક્ટ કિલરને સોંપરી આપવામાં આવી હતી. અને અન્ય રાજ્ય માંથી કોન્ટ્રાક્ટ કિલર બોલાવી મર્ડર કરાવ્યું હોવાની વાત સામે આવી છે. વૈશાળીએ…
હિંદુઓ ને એક મંચ ઉપર લાવવા માટે વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિતચિંતક અભિયાન શરૂ થયું છે. આ અભિયાન અંતર્ગત આગામી 3 વર્ષમાં શહેરના દરેક હિન્દુના ઘરે પહોંચી સભ્ય બનાવવામાં આવશે. તરસાલી પ્રખંડ ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિતચિંતક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના 15 પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો હિન્દુ સમાજના એક એક ઘરે પહોંચી પરિવારને મળશે અને ઘરની બહાર જય શ્રી રામના સ્ટીકર લગાવશે. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી વડોદરાના તરસાલી ગામ ખાતેથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના શહેર મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિ તેમજ અન્ય…
અગાઉ શાળામાં ગુરુ શિષ્યા વચ્ચે પવિત્ર સબંધ હતા પણ અત્યારે અનેક ગુરુઓ શાળામાં ભણવા આવતી છોકરીઓની જિંદગી બરબાદ કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે તેમાંય અંગ્રેજી કલ્ચર ઘૂસતા નાની ઉંમરની બાળાઓ ઉપર રેપના કિસ્સા વધ્યા છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં આવેલી અવર લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિની ઉપર શાળાના 50 વર્ષીય માઇકલ નુન્સ અને 30 વર્ષીય શિક્ષક આર. ડિકોસ્ટાએ જે રીતે વારંવાર સામુહિક બળાત્કાર કર્યો અને સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરવાની ઘટના સામે આવી તે મામલો ખુબજ ચોંકાવનારો છે. ગભરુ બાળા ત્યાં ભણવા જતી હતી અને તેને ભણાવવાને બદલે દાદાની ઉંમરના…
ગુજરાતમા આમ આદમી પાર્ટી નો વધી રહેલો વ્યાપ ભાજપ માટે ચિંતા નો વિષય બની ગયો છે, જેના પડઘા દિલ્હી સુધી પડી રહ્યાં છે. દિલ્હી હાઈકમાન્ડ કોઈ પણ ભોગે ગુજરાત માટે નમતું જોખવા માટે તૈયાર નથી. હાલમાં ગુજરાત ભાજપને સૌથી મોટી ચિંતા હોય તો એ આપની છે. આપના કેજરીવાલને દિલ્હીમાં જ રોકી રાખવા માટે ભાજપે ઓપરેશન લોટસ આરંભ્યું પણ તેમાં ફાવ્યા નથી. ભાજપ આ મામલે હાથ ખંખેરી રહ્યું છે પણ ભાજપ ને અંદર થી ઓળખી ચુકેલા કેજરીવાલે ભાજપ ને એની નિતીમાં પછડાટ આપવા દિલ્હી માં 6 મહિના સુધી સરકાર સેફ કરી લીધી છે. ભાજપનો પ્લાન હતો કે કેજરીવાલ દિલ્હીમાં સરકાર બચાવવા…
હાલ રાજ્યમાં રખડતા ઢોર પકડવાની શરૂ થયેલી કામગીરી વચ્ચે ઘર્ષણના બનાવો વધી રહયા છે ત્યારે વડોદરામાં આજે સવારે અકોટા આર.સી. દત્ત એસ્ટેટ પાસે રખડતી ગાયો પકડવા માટે કોર્પોરેશનની ઢોર પાર્ટી પોલીસ પહોંચી અને રખડતા 3 ઢોર પકડ્યા તે સમયે પશુપાલકોએ ઢોર પાર્ટી અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જેમાં પથ્થરમારો કરી પશુ માલિકો 3 પશુ છોડાવી જતા ભારે ચકચાર મચી ગઇ હતી. આ ઘટનામાં પોલીસે બે પશુપાલકોની અટકાયત કરી છે. આજે સવારે આર.સી. દત્ત રોડ ઉપર રખડતા પશુઓ પકડવા ઢોર પાર્ટી પહોંચી હતી અને રખડતા ત્રણ ઢોર ડબ્બામાં પુરતા પશુપાલકોએ હલ્લો બોલાવતા ભારે તંગદીલી ઉભી થઇ હતી. પશુ માલિકોનો આક્ષેપ…
અમદાવાદમાં દાણી લીમડા વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, અહીં સ્થાનિક પોલીસ દારૂના અડ્ડા બંધ કરાવવામાં નિષ્ફળ નીવડી હોવાનું લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. રાજ્યમાં બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ સરકારે રાજ્યમાં ચાલતા દેશીદારૂના અડ્ડાઓ બંધ કરાવવા આદેશ આપ્યો હતો પણ વાસ્તવિકતા કઈક જુદી છે અને અમદાવાદની વાત કરવામાં આવેતો કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઠેર ઠેર દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાની વાતો ચર્ચાના પરિઘ માં રહેવા પામી છે. સ્થાનિક પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે ઉપરી અધિકારીઓ દ્વારા જો,તપાસ કરવામાં આવે તો વાસ્તવિક્તા બહાર આવવાની શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સત્યડે દ્વારા…
રાજ્યમાં 2022ની વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ છેડાવા જઈ રહ્યો છે તેવે સમયે ભાજપમાં જોડાયા બાદ લગભગ ગાયબ જણાઈ રહેલા બે યુવા નેતાઓ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને ભાજપ ક્યાંથી ચૂંટણી લડાવશે તે અંગે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે જેમાં હાલ જે ચર્ચા ચાલી રહી છે તે જોતા અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી રાધનપુર અથવા કલોલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. મહત્વનું છેકે છેલ્લા છ મહિનાથી અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા બેઠક વિસ્તારમાં વધુ જોવા મળી રહયા છે. રાધનપુર ખાતે તેઓએ પોતાનું ઘર પણ લઈ લીધું હોવાની વાત છે, ત્યારે…