ભારતમાં ધાર્મિક તહેવારોનું અનેરું મહત્વ છે જેમાં શીતળા સાતમના આગલા દિવસે રાંધણ છઠ ઉજવવામાં આવે છે. આજે 17 ઓગસ્ટ, 2022ના રોજ રાંધણ છઠ છે. ઉત્તર ભારતમાં રાંધણ છઠને હલ ષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ તેમના બાળકોના સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે અહીં વ્રત રાખનાર મહિલાઓ હળ વડે ખેડેલી વસ્તુનું સેવન કરતી નથી. હળ છઠનો દિવસ ભગવાન બલરામજીનો તહેવાર છે અને તેમનું શસ્ત્ર હળ હોવાથી હળ દ્વારા ખેડાણ કરીને ઉગાડવામાં આવતી વસ્તુઓનું સેવન થતું નથી. ભગવાન બલરામને શેષનાગના અવતાર તરીકે પૂજવામાં આવે છે. રાંધણ છઠ ને હળ છઠ ઉપરાંત હલષ્ટી, , હરચ્છથ વ્રત,…
કવિ: Halima shaikh
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસના વરસાદનું પાણી આવતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની જળ સપાટી વધતા હાલ 5.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 25 ફૂટે પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું છે અને સાવચેતીના ભાગરુપે 53 જેટલાં કુટુંબના 186 જેટલા લોકો અને પશુઓનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. આજરોજ ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે આજે સવારે 10 કલાકે નર્મદા નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચતા ભરૂચ પર પૂરનું સંકટ ઊભું થતાં તંત્ર સતર્ક થઈ ગયું છે, નદી…
જૂનાગઢમાં દેમાર વરસાદ પડી રહ્યો છે પરિણામે ડેમ અને જળાશયો ઓવરફલો થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના વાવડ છે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં આજે દેમાર વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા માર્ગ શોધવો મુશ્કેલ બન્યો હતો. પાણી વહેતા જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદના કારણે ગિરનારના પગથિયા પરથી વહેતા થયા હતા. ગિરનાર પર ભારે વરસાદના કારણે જૂનાગઢની કાળવા, લોલ, સોનરખ અને ઓજત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર વરસેલા વરસાદના કારણે ભવનાથ અને દોલતપરા વિસ્તારમાં…
સુરતજિલ્લામાં અનરાધાર વરસાદને કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે ત્યારે સણિયા હેમાદ ગામમાં ભારે વરસાદના કારણે ગામમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પણ ડૂબી ગયું હતું, દરમિયાન રાત્રિના સમયે અહીંથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ પણ ફસાઈ જતા ગામજનો દોડી ગયા હતા અને પાંચ ફૂટ જેટલા પાણીમાં ગરકાવ થયેલી બસમાંથી 20 જેટલા મુસાફરોનું બોટ મારફતે રેસ્ક્યૂ કર્યું હતું. સણિયા હેમાદ ગામમાં રાત્રિના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસ અહીંથી પસાર થઇ રહી હતી ત્યારે પાણીમાં ફસાઈ ગઈ હતી. બસમાં 20 જેટલા મુસાફરો હતા. એ તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.…
રાજ્યમાં આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડતાં જળબંબાકાર સર્જાયો છે બીજી તરફ જન્માષ્ટમીના તહેવારોનું સ્કૂલમાં વેકેશન હોય લોકો ફરવા નીકળી પડ્યા છે ત્યારે ગુજરાતથી આબુ હિલ સ્ટેશન તરફ પ્રવાસીઓ મોટી સંખ્યામાં જઈ રહયા છે તેવા સમયે હાલમાં પાલનપુર આબુ રોડ ભારે વરસાદને પગલે એક બાજુનો બંધ કરી દેવો પડ્યો છે અહીં વાહનોની 5 કિ.મી.લાંબી કતારો લાગી છે. બીજી બાજુના માર્ગ પર ફક્ત મોટાં વાહનોને જ પસાર થવા દેવામાં આવી રહ્યા છે. હાઇવેની બંને બાજુના માર્ગો પર પોલીસ તૈનાત છે. જેથી નાનાં વાહનો હાઇવે પરથી પસાર ન થાય. જ્યારે કોઇ વાહનો ફસાય તો એને કાઢવા માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી…
સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહયા છે અને કર્મચારીઓ તેમજ પેન્સનરો માટે મોંઘવારી ભથ્થું વધારવા ઠરાવ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો- ૨૦૧૬ હેઠળના પગારધોરણો મુજબના પગાર ઉપર, સંદર્ભ (૨) માં દર્શાવેલ તા. ૨/૫/૨૦૨૨ ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તા. ૧૮૭૮૨૦૨૧ ની અસરથી૩૧% ના દરે મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. ભારત સરકારના તા. ૩૧/૩/૨૦૨૨, ઓફીસ મેમોરેન્ડમથી, કેન્દ્ર સરકારના કર્મચારીઓ કિસ્સામાં, તા. ૧/૧/૨૦૨૨ ની અસરથી હાલમાં ચુકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના ૩૧% ના દરમાં વધારો કરી ૩૪% ના દરે મોંઘવારી ભથ્થુ ચુકવવાનું ઠરાવવામાં આવેલ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના…
ગુજરાતમાં કોંગ્રેસના મોટાભાગના જૂના નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે હવે અગાઉ કરેલી જાહેરાત મુજબ કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ તથા પૂર્વ સાંસદ રાજુ પરમાર સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બંને નેતાઓને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપી દીધો છે. ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત અભિયાનમાં ભાજપે ચલાવેલી ઝુંબેશમાં 2012થી અત્યારસુધીમાં કોંગ્રેસના 60 જેટલા મોટા ગજાનાં કહી શકાય તેવા નેતાઓ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. રાજ્યસભાની 2019ની ચૂંટણી અગાઉ મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જિતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામું આપ્યું, જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને…
કર્ણાટકના શિવમોગામાં 15 ઓગસ્ટના રોજ ફાટી નીકળેલી હિંસા સંપૂર્ણ રીતે રાજકીય રંગ લઈ ગઈ છે. અહીંના બીજેપી ધારાસભ્ય કેએસ ઇશ્વરપ્પાએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ માત્ર શિવમોગ્ગામાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં PFI અને SDPI જેવા રાષ્ટ્ર વિરોધી સંગઠનોને સમર્થન આપી રહી છે. કેએસ ઇશ્વરપ્પાએ કહ્યું કે, આ હિંદુત્વવાળા દેશમાં હિન્દુત્વની રક્ષા માટે માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપની જ જરૂર છે. જ્યાં સુધી હિંસાની વાત છે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેને જેલમાં મોકલી દીધો છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર અને પોલીસ અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. ગઈકાલ સુધી…
રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમે છે ત્યારે દારૂનો આથો ખાઈ જતા ગોંડલ તાલુકાના વાસાવડમાં બે ગાયના મોત થયાના બનાવ બનતા લોકોમાં દારૂનો ધધો કરતા લોકો સામે રોષ ભભૂકી ઉઠતા પોલીસે એક્શન લીધા હતા. દેશી દારુનો આથો ખાઇ જવાથી મોત નિપજ્યાની ચર્ચાઓ વચ્ચે પોલીસે મોડે મોડે આ પંથકમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડીને બે મહિલા સહિત ચાર શખ્સને દેશી દારુ, આથો તથા અન્ય સાધનો સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારમા દેશીદારુ ની ભઠ્ઠીઓ ધમધમતી હોય દારુનો આથો ખાઇ જવાથી ગાયો ના મોત નિપજ્યાની ચર્ચાઓ એ વેગ પકડતા સફાળી જાગેલી પોલીસે દરોડો પાડી દેવીપુજક હરેશભાઈ જીલુભાઇ વાઘેલા,શાયર…
ઉપરવાસમાંથી પાણીનો ફ્લો વધતા નર્મદા ડેમના 23 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે અને પાંચ લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં ભરૂચ અને નર્મદાના 40 ગામોને એલર્ટ કરાયા છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ત્યાં મોટાભાગના ડેમ છલકાઇ ગયા છે પરીણામે ત્યાંથી છોડવામાં આવતા પાણી સરદાર સરોવરમાં આવતા સરદાર સરોવર ડેમ પણ 80 ટકા ઉપર ભરાઇ ગયો છે અને ડેમની હાલની સપાટી 134.58 મીટર છે જયારે મહત્તમ સપાટી 138.68 મીટર છે. દરમિયાન શનિવારથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી 5.11 લાખ કયુસેક પાણી આવી રહ્યું છે જેની સામે ડેમમાંથી 5.11 લાખ કયુસેક પાણી છોડવામાં…