શેરબજારના બિગ બુલ કહેવાતા 62 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કરનાર રાકેશ ઝુનઝુનવાલાએ ગયા વર્ષે જુલાઈમાં દેશમાં સૌથી સસ્તી ફ્લાઈટની જાહેરાત કર્યા બાદ તેમણે એક વર્ષમાં આકાસા એર લાઇન્સની શરૂઆત કરી હતી. ગત 7 ઓગસ્ટના રોજ આકાસાએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે તેની પ્રથમ ફ્લાઈટ ચાલુ કરી હતી ત્યારબાદ બેંગ્લોરથી કોચીની ફ્લાઈટ પણ શરૂ થઈ હતી. આકાસાની ફ્લાઈટ દેશભરમાં આકાશની ઊંચાઈઓને સ્પર્શે તે પહેલા જ રાકેશ ઝુનઝુનવાલાએ દુનિયા છોડી દીધી છે. ઉડ્ડયન ક્ષેત્રમાં ઝુનઝુનવાલાના પ્રવેશ બાદ આ ઉદ્યોગના દિવસો બદલાશે તેવી અપેક્ષા હતી. ઝુનઝુનવાલા જે ક્ષેત્રમાં રોકાણ કરતા હતા તે નફાકારક સોદો સાબિત થતો હતો. રાકેશ ઝુનઝુનવાલાના પિતા આવકવેરા અધિકારી હતા. ઝુનઝુનવાલાએ…
કવિ: Halima shaikh
ભરૂચના નિકોરા ફાર્મહાઉસમાં દારૂ પી ગયા બાદ ભાજપના ચાર ઈસમો નગ્ન થઈ કોન્ડોમ વગરજ મહિલાઓ સાથે સેક્સ માણ્યું હોવાના લેટર બોમ્બમાં ધડાકો થયા બાદ લોકોમાં હવે આ મામલે પોલીસના સૂચક મૌન અંગે સવાલો ઉઠાવી રહયા છે એટલું જ નહીં પણ લેટર વાયરલ થઈ રહયા છે તે અંગે પણ કોઈ તપાસ નહિ કરતા ભારે સસ્પેન્સ ઉભું થયુ છે. ભરૂચના ભાજપના હોદ્દેદારોના નામજોગ વાયરલ લેટર મામલે તેમજ મહિલાઓ ક્યા ક્યા વોર્ડની હતી તે પણ સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પોલીસે આ દિશામાં તપાસ કરી મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ સાચી વાત લાવી અગર જો આ વાત સાચી છે તો જવાબદાર ઈસમો સામે કડક કાર્યવાહી…
ભરૂચમાં ભાજપના હોદ્દેદારોના નામ સહિતનો લેટર કાંડ યથાવત રહ્યો છે વધુ એક લેટર વાયરલ થયો છે જેમાં મહિલાઓ ક્યા ક્યા વોર્ડની હતી તે પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સેક્સ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ છે. સેક્સ વખતે દારૂ ઢીંચી ગયેલા નેતાઓ એ કોન્ડોમ વગરજ ગંદુ કામ કરતા એક મહિલા ગાયનેક પાસે પણ ગઈ હતી અને દવા લીધી હોવાનો ઉલ્લેખ કરાયો છે. અહીં કુલ ત્રણ મહિલા લાવવામાં આવી હતી પણ ત્રીજી મહિલા સાથે જબરજસ્તી કરી પણ ફાવટ નહિ આવતા તેણીને માર મારવામાં આવ્યો હોવાની વાત પણ લેટરમાં કરવામાં આવી છે. ભાજપના હોદ્દેદારોની નીચ કક્ષાની આ હરક્તને…
ભારતીય મૂળના નવલકથાકાર અને વિશ્વ વિખ્યાત લેખક સલમાન રશ્દીની તબિયતને લઈને કેટલાક રાહતના સમાચાર છે. તાજેતરની માહિતી અનુસાર, રશ્દીને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે અને હાલ તેઓ વાત કરવા સક્ષમ છે. જણાવી દઈએ કે શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં 24 વર્ષીય યુવકે ચાકુના ઉપરા ઉપરી ઘા મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. વિશ્વભરના લેખકો અને રાજકારણીઓ એ સલમાન રશ્દી પર થયેલા હુમલાની નિંદા કરી છે, ઇરાની કટ્ટરપંથીઓએ તેઓના મૃત્યુનો ફતવો બહાર પાડ્યા બાદ તેઓ ઘણા વર્ષોથી છુપાયેલા રહેતા હતા, પશ્ચિમ ન્યૂયોર્કમાં તેમના ભાષણ પહેલાં સ્ટેજ પર આ હુમલો થયો હતો.
મહેસાણાના કડીમાં નિકળેલી તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનને ગાય માતાએ અડફેટમાં લીધા બાદ તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે જ્યાં તેઓને એક મહિનો આરામ કરવા ડોક્ટરે સલાહ આપતા નિતીન કાકાને એક મહિનાનો ખાટલો આવ્યો છે. વિગતો મુજબ આજે સવારે 10:30 વાગે કડીના કમળ સર્કલ પાસેથી હર ઘર તિરંગા યાત્રા નીકળી હતી આ રેલીનું સાધુ-સંતો તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પ્રસ્થાન થયું હતું અને તેઓની આગેવાનીમાં જ રેલી નીકળી હતી.દરમિયાન રેલી કમળ સર્કલ, ગણેશ ચોક, વિજય ચોક, ગાંધી ચોક અને ટાવરથી અંદર થઈને શાકમાર્કેટ તરફ પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા…
વીતેલી પેઢીના દમદાર ગણાતા ફિલ્મ અભિનેતાઓ અક્ષય કુમાર અને આમીર ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધાર્યા મુજબ દેખાવ કરી શકતા બંને નવી ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર પીટાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે શુક્રવારે લાલ સિંહ ચઢ્ઢાએ પહેલા દિવસે 11.50 કરોડ અને બીજા દિવસે 8 કરોડ જેટલો બિઝનેસ કર્યો છે. જ્યારે અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધને પહેલા દિવવસે 8.20 કરોડ અને બીજા દિવસે 6.40 કરોડનો બિઝનેસ કર્યો છે. ખાસ ટ્રાફિક નહિ જળવાતા શુક્રવારે થીયેટર માલિકોએ આખરે આ બંને ફિલ્મોના શો પણ ઘટાડી દેવાની ફરજ પડી છે, લાલ સિંહ ચઢ્ઢાના 1300 જેટલા અને રક્ષાબંધનના 1000 જેટલા શો ઓછા કરી દેવાયા હોવાના અહેવાલ છે.…
રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની તૈયારીઓ શરૂ થઈ છે અને ઠેરઠેર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે દરમિયાન અંકલેશ્વર શહેરમાં તિરંગા સાથે પોલીસની જાહેર પરેડ માર્ગો ઉપરથી પસાર થઈ હતી. અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં સ્વતંત્ર પર્વ પૂર્વે અંકલેશ્વરમાં પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરાયું હતું. જેમાં મહાવીર ટર્નીંગથી પ્રતિન પોલીસ ચોકી સુધી પોલીસ તિરંગા પરેડ યોજાઈ હતી. જેમાં 4 પોલીસ પ્લાન્ટુન, 1 હોમગાર્ડ પ્લાન્ટુન, અને 1 જીઆરડી પ્લાન્ટુન જોડાયા હતા અને પોલીસ બેન્ડ સાથે દેશભક્તિના ગીતોની સુરાવલી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભરૂચ ડી.વાય.એસ.પી જે.પી નાયકની અધ્યક્ષતામાં યોજાયેલ…
ગુજરાત કોંગ્રેસના દક્ષિણ ઝોનના ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સહ પ્રભારી બી.એમ.સંદીપજીની હાજરીમાં ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો ઉપર બેઠકોનો દોર શરુ કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે બેઠક મળી હતી,જેમાં વાગરા વિધાનસભા મત વિસ્તારના આગેવાનો તેમજ કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી હાલ કોંગ્રેસ પાસે એક માત્ર જંબુસર વિધાનસભા છે જેને વધારી વધુ બેઠકો હાંસલ કરવા કોંગી કાર્યકરોને પ્રદેશના આગેવાનો દ્વારા મહેનત કરવા હાંકલ કરી હતી. ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારા સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી સંદર્ભે તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા 151 વાગરા વિધાનસભા…
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર કેન્દ્ર સરકારે ‘હર ઘર તિરંગા અભિયાન’ના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ સુધી તિરંગો ફરકાવવાનું એલાન આપ્યું છે. સરકારના આ અભિયાનને કારણે આ વર્ષે ધ્વજનું વેચાણ અનેકગણું વધી ગયું છે. આ ઝુંબેશનો સીધો લાભ ઝંડા બનાવતા ધંધાર્થીઓને મળી રહ્યો છે. આ વખતે કેન્દ્ર સરકારે પોલિએસ્ટર અને મશીનથી બનેલા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની મંજૂરી પણ આપી દીધી છે. તેના મોટાભાગના ઓર્ડર ગુજરાતમાં સુરતના વેપારીઓને મળ્યા છે. વેપારીઓનું કહેવું છે કે દર વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં 200 થી 250 કરોડના ત્રિરંગાનું વેચાણ થાય છે. પરંતુ આ વર્ષે તેમનું…
રાજ્યમાં ફરી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, સમુદ્રમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા.15 -16 ઓગસ્ટના રોજ વરસાદ પડી શકે છે, અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે અને રાજ્યનાં બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં 217 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે,આ વર્ષે સારો વરસાદ પડ્યો છે પરિણામે ડેમ નદીઓ તેમજ સરોવરમાં નવા પાણીની આવક થઈ છે.