વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના નવા સબફોર્મ BA.2.75ની પુષ્ટિ સાથે ભારત અને 10 દેશોને ચેતવણી આપી છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું કે કોરોના વાયરસનું આ નવું સ્વરૂપ ભારત અને 10 દેશોમાં જોવા મળ્યું છે. ઘેબ્રેયસસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે છેલ્લા બે સપ્તાહમાં વિશ્વભરમાં કોરોનાના નવા કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. ગયા અઠવાડિયે WHOના છ પેટા ક્ષેત્રોમાંથી ચારમાં વધારો જોવા મળ્યો હતો. ઓમિક્રોનના BA.4 અને BA.5ને કારણે યુરોપ અને અમેરિકામાં કોરોનાની લહેર ચાલી રહી છે. દરમિયાન, ભારત સહિત 10 દેશોમાં BA.2.75 નામની નવી પેટા સ્ટ્રેઈન મળી આવતા નજર રાખવામાં આવી રહી છે.…
કવિ: Halima shaikh
બિહારના મુઝફ્ફરપુરમાં નીતિશેશ્વર કોલેજના એક આસિસ્ટન્ટ પ્રોફેસરે પગાર વિભાગને રૂ. 24 લાખ રૂપિયા પરત કરી કહ્યું કે મારે મફત નો પગાર જોઈતો નથી કારણકે જ્યારે વિદ્યાર્થીઓ ભણવા આવ્યાજ નથી તો મેં કઈ કામ કર્યું જ નથી તો હરામનો પગાર શુ કામ લઉં !! આ પ્રામાણિક શિક્ષક સપ્ટેમ્બર 2019માં નોકરીમાં જોડાયા હતા. આ સમયગાળા દરમિયાન 33 મહિનામાં એક પણ વિદ્યાર્થી તેના વર્ગમાં ભણવા નહી આવતા શિક્ષકે કહ્યું કે પોતાનો અંતરાત્મા વિદ્યાર્થીઓને ભણાવ્યા વગર વિભાગમાંથી હરામનો પગાર લેવાની ના પાડે છે. 33 વર્ષીય લાલન કુમારે મંગળવારે બીઆર આંબેડકર બિહાર યુનિવર્સિટી (BRABU)ના રજિસ્ટ્રારને 23,82,228 રૂપિયાનો ચેક પરત કર્યો હતો. લાલન કુમારે પત્રકારો સાથે…
વિજ્ઞાન જેમ જેમ શોધ કરતું ગયું તેમતેમ નવા નવા ખુલાસા થઈ રહયા છે ત્યારે બ્રહ્માંડમાં પણ કંઈક એવું છે જે આપણી કલ્પના બહાર છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં દેવતાઓ વિમાનમાં અવર જવર કરતા હોવાનો ઉલ્લેખ છે અને રાવણે પણ વિમાનનો ઉપયોગ કર્યો હોવાની નોંધ છે, આ વાત તે સમય પહેલાની છે કે જ્યારે વિમાન ધરતી ઉપર હતા નહિ અને ત્યારબાદ આ અનુમાનના આધારે પૃથ્વી ઉપર વિમાનની શોધ પછી થઈ હતી, આવુજ બ્રહ્માંડમાં સ્વર્ગ અને નર્ક લોક તેમજ દેવતાઓ વગરે આપણા ગ્રંથોમાં ઉલ્લેખ છે ત્યારે અન્ય ગ્રહ ઉપર આખી દુનિયા હોવાનું અને તેઓ અત્યંત શક્તિશાળી અને ચમત્કારિક હોવાનું આપણા પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ…
અનુમલિક છીનારવા માટે જાણીતો છે તે ગાયક બનવા આવતી નાની ઉંમરની છોકરીઓને ચાન્સ આપવાની વાત કરી શારીરિક શોષણ કરતો હોવાના આક્ષેપ અગાઉ લાગી ચુક્યા છે ત્યારે ગાયિકા શ્વેતા પંડિતને પણ અનુ મલિક નો આવો અનુભવ થયો હોવાની વાત તેણે શેર કરી છે. પોતાના દમદાર અવાજથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર શ્વેતા પંડિત આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે બોલિવૂડને એકથી વધુ પ્રખ્યાત ગીતો આપ્યા છે. શ્વેતાએ એઆર રહેમાન સહિત ઘણા મોટા સંગીતકારો માટે બોલિવૂડ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેણે પેરોમેં બંધન હૈ, ઈશ્ક ખુદાઈ, હલ્લા રે, તેરા સરાપા, છોરે કી બાતેં, દો ધારી તલવાર જેવા ગીતો ગાયા છે.…
ગુજરાતના રાજકારણમાં સતત ચર્ચામાં રહેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ કોઈ જાહેર કાર્યક્રમમાં કે કોઈ નિવેદન આપવાથી દૂર રહયા હોય તેવું લાગી રહ્યુ છે. હાર્દિક પટેલે ભાજપ જોઇન કર્યા બાદ તેઓએ તે દિવસે કહ્યુ હતુ કે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતનું ગૌરવ છે, મોરારજી દેસાઈ ગુજરાતનું ગૌરવ છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનું નહીં, સમગ્ર વિશ્વનું ગૌરવ છે. હાર્દિકે જાહેરાત કરી હતી કે, તે દર 10 દિવસે એક કાર્યક્રમનું આયોજન કરશે જેમાં તે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં સામેલ કરવાનું કામ કરશે. યુવા નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને અલવિદા કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. હાર્દિક પટેલ પાર્ટીમાં જોડાતાની સાથે જ ભાજપ…
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવે સમયે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ ખુબજ સક્રિય જણાઈ રહયા છે તેમાંય ભાજપે આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરી લોકોને ભાજપમાં જોડવાનું અભિયાન ચાલુ કર્યું છે, પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે લોન્ચ થયેલી પ્રેસિડન્ટ ડેશબોર્ડ કમ્યૂટર એપને 50 લાખ પરિવારો સુધી લઈ જઈ મતદારોના ડેટા અને તેમના અભિપ્રાય એકત્ર કરવા કામે લાગ્યા છે. ભાજપ દ્વારા પ્લાનિંગ સાથે આ એપમાં લોકોને જોડવા અભિયાન ચાલુ છે જેમાં ભાજપના બૂથ ઈન્ચાર્જ પોતાના વિસ્તારના ઘરોની મુલાકાત લઈને પરિવારના સભ્યો, જન્મતારીખ, લગ્નની વર્ષગાંઠો અને તેઓએ કોઈ સરકારી યોજનાનો લાભ લીધો છે કે નહીં જેવી માહિતી એકત્ર કરી આ…
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડતા સર્વત્ર રેલમછેલ થઈ છે આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેડીયાપાડા વિસ્તારમાં 10 ગામોનો સંપર્ક ખોરવાયો છે સાથેજ અંકલેશ્વર-સુરત તરફનો રસ્તો હાલમાં બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં ભારે વરસાદ પડતાં ગારદા તથા મોટા જાંબુડા નજીકથી પસાર થતી મોહન નદીમાં પુર આવ્યા છે, પરિણામે 10 જેટલાં ગામો સંપર્કવિહોણાં બન્યાં છે ઉપરાંત ચેકડેમ પાણીમાં ડૂબી જતાં ભારે હાલાકી ઉભી થઈ છે. દેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારો ગારદા, ખામ, ભૂતબેડા, મોટા જાંબુડા, મંડાળાના ગામોમાં ભારે વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો છે…
વડોદરા શહેરમાં આવેલ વારસિયા વિસ્તારમાં વારસિયા પોલીસ સ્ટેશન પાસે મસ મોટો ભુવો પડ્યો હતો આજ રોજ સામાજીક કાર્યકર પરમાર કમલેશ દ્વારા ફરીથી આ જ વિસ્તારમાં ભુવા માં બેસીને પાલિકા તંત્રનો વિરોધ કર્યો હતો સાથે કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમય પહેલા જ વારસિયા વિસ્તારમાં ભુવા પાસે બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જો આ ભુવાને પણ તાત્કાલિક ધોરણે રીનોવેશન રીપેરીંગ કામ કરવામાં નહીં આવે તો ફરીથી રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે સાથે વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર ચેરમેન શ્રી ને વિનંતી કરવામાં આવી હતી કે આ રોડ પર ટૂંક સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો પરંતુ વારંવાર ભુવા પડવાના કારણે નાગરિકોને…
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડતા તબાહી મચી છે. કુલ્લુ જિલ્લાના મણિકરણમાં વાદળ ફાટવાથી ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અહીં હોમસ્ટે, કેમ્પિંગ સાઈટ અને ફૂટ બ્રિજ પૂરમાં વહી ગયા છે અને ચાર શ્રમિકો પણ લાપત્તા થઈ ગયા છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે NH-5 બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ ટીમ હાઈવે ખુલ્લો કરાવવા માટે કામે લાગી છે. મળતી માહિતી મુજબ, વાદળ ફાટવાની ઘટના આજે બુધવારે સવારે લગભગ 5 વાગ્યે મણિકર્ણ અને કસોલ વચ્ચે બની હતી. આ સિવાય કુલ્લુ જિલ્લા હેઠળની મણિકર્ણ ખીણની પાર્વતી નદીની ઉપનદી નાલા ચોજ ગામમાં બુધવારે સવારે અચાનક પાણી વધી ગયું હતું. જેના કારણે પાર્વતી નદીના કિનારે…
રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી એ જુગારના અડ્ડા ઉપર રેડ કર્યા બાદ તેઓને એક રાજકીય નેતા ધમકી આપી રહ્યા હોવા અંગેની પોસ્ટ મૂક્યા બાદ તેઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. પોસ્ટ મૂકનાર એએસઆઇને મંગળવારે સાંજે સસ્પેન્ડ કરી દેવાતા પોલીસબેડામાં ભારે ચર્ચાઓ ઉઠી છે અને પોલીસને ધમકી ક્યા રાજકીય નેતાએ આપી તે અંગે અનેક અટકળો વહેતી થઈ હતી જોકે તે કોણ છે તે અંગે હજુ સુધી કોઈ વિગત બહાર નથી આવી પણ તે પહેલા પોતાની આપવીતી વ્યક્ત કરનાર જમાદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલાએ તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં ચાર દિવસ…