કવિ: Halima shaikh

રાજકોટ સિવિલ હોસ્પિટલના એક રેસિડેન્ટ અને ત્રણ ઈન્ટરની ડોક્ટરોએ ભેગા મળી વોર્ડ નં.10માં દાખલ કરવામાં આવેલા બિનવારસ વૃદ્ધા દર્દીને વોર્ડની બહાર ફેંકી દેવાની ઘટના એ ભારે ચકચાર જગાવી છે. વિગતો મુજબ મોરબીના વતની હસીનાબેન હુલ્લાભાઇ માલસ (ઉ.વ.60) બીમાર તેઓને શુક્રવારે સાંજે 6.30 વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે વહેલી સવારે વોર્ડના રેસિડેન્ટ ડોક્ટર આકાંક્ષાએ વૃધ્ધાને વોર્ડ બહાર ખસેડી દેવા આયાબેન વંદનાબેનને સુચના આપતા વૃદ્ધાને વ્હીલચેર પર બેસાડી દીધા હતા અને ત્રણ ઈન્ટર્ની ડોક્ટરે તે વ્હીલચેર વોર્ડની બહાર નવી હોસ્પિટલ સામે લઈ જઈ ત્યાંના બાકડાં પર વૃધ્ધાને ફેંકી ત્રણેય જતા રહ્યા હતા. હલીચલી પણ નહીં શકતા…

Read More

સુરતના વધુ એક ગુજરાતીનીઅમેરિકામાં ગોળી મારી હત્યા થતા ગુજરાતી પરિવારોમાં ભય ફેલાયો છે. મૂળ સુરતના સચિન લાજપોર પોપડા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી 69 વર્ષીય જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીનામાં મોટેલ ધરાવતા હતા. 25મી જૂને શનિવારે નાઇટમાં તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા. તે વખતે મોટેલના રૂમમાં રહેતા એક શખ્સે ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે ઝગડો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરતા જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગી હતી. આ ઘટના બાદ મોટેલમાં હાજર સ્ટાફ તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા 30મી જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. મોટેલમાં હત્યારો 2 દિવસથી રહેતો…

Read More

વડોદરામાં ભાજપ અગ્રણી અને બિલ્ડર અપૂર્વ પટેલે ફ્લેટ વેચવાના નામે લોકોને ચુનો લગાવ્યો હોવાનો મામલો હવે પોલીસ મથકે પહોંચતા ભારે ચકચાર મચી છે. વડોદરામાં ભાજપના અગ્રણી અને બિલ્ડર અપૂર્વ પટેલ સામે સીઆઇડી ક્રાઈમમાં છેતરપિંડી સબબ નોંધાયેલી ફરિયાદ બાદ છેતરપીંડીનો ભોગ બનેલા લોકોની લાઈન લાગતા પોલીસ ચોંકી ઉઠી છે. અપૂર્વ પટેલ અને તેની પત્ની દ્વારા છેતરાયેલા લોકોની સંખ્યા 150 જેટલી થતા ભારે હોબાળો મચી ગયો છે. વડોદરામાં અગાઉ મેપલ વિલા અને મેપલ મેડોઝ બાદ હવે મેપલ સિગ્નેચરમાં મોટી સંખ્યા લોકોને ફ્લેટના નામે છેતરવામાં આવ્યા હોવાની વાત સામે આવતા સબંધિત વર્તુળોમાં આ પ્રકરણ ભારે ચર્ચામાં આવ્યું છે. વિગતો મુજબ વડોદરામાં સિદ્ધિ વિનાયક…

Read More

રાજસ્થાનમાં શનિવારે રાત્રે ટીવી ન્યૂઝ એન્કર, રાષ્ટ્રીય પ્રવક્તા રાજ્યવર્ધન રાઠોડ અને અન્ય લોકો વિરુદ્ધ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી અને જૂઠાણું ફેલાવતા વીડિયો સાથે કથિત રીતે છેડછાડ કરવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેરળમાં મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે ઉદયપુરના દરજી કન્હૈયા લાલના હત્યારાઓને બાળકો ગણાવ્યા હતા. જો કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો હતો, પરંતુ સત્ય જાણ્યા વિના, એક ટીવી ન્યૂઝ એન્કર રોહિત રંજને તેના શોમાં રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી. તે જ સમયે, ભાજપના રાષ્ટ્રીય…

Read More

મધ્ય ગુજરાતના બોરસદ પંથકમાં એકધારો 12 ઈંચ જેટલો વરસાદ પડતાં સર્જાયેલી પુર સ્થિતિ વચ્ચે પૂરગ્રસ્ત પીડિતોને ખાદ્ય સામગ્રી આપવા ગયેલો 25 વર્ષીય યુવાન ડૂબી જતાં એનડીઆરએફ બટાલિયન 6ના જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સિસ્વા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે એક ડૂબી ગયેલી વ્યક્તિની શોધમાં જોડાઈ હતી અને 8 કલાકની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ગામલોકોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરી પાછો ફરી રહેલો કિશન રાવજીભાઈ સોલંકી (25)નો પગ લપસતા તે વરસાદી પાણીથી છલકાતા નાળામાં તણાઈ જતા વડોદરા એનડીઆરએફની ટુકડી સ્થળ ઉપર પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ શનિવારે સાંજે 6:50 વાગ્યાની આસપાસ યુવકનો મૃતદેહ ટુકડી દ્વારા શોધી કાઢવામાં…

Read More

વડોદરા જિલ્લા પોલીસ વડાએ વધુ એકવાર ગ્રામ્યના જુદા જુદા પોલીસ મથકો અને હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા 53 પોલીસ કર્મીની સામુહિક બદલીના ઓર્ડર કરતા પોલીસબેડામાં સોપો પડી ગયો છે. આ બદલીઓના દૌરમાં 38 પોલીસકર્મીને હેડ ક્વાર્ટરથી પોલીસ મથકોમાં નિમણૂક આપી છે. ઉપરાંત એલસીબીના પોલીસ કર્મીઓની શિક્ષાત્મક બદલી હેડ ક્વાર્ટરમાં કરવાનો હુકમ થતા પોલીસખાતામાં આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યુ હતું. જોકે બદલી થઈને આવેલા પોલીસ કર્મીઓએ ડિટેક્શનમાં ધારી સફળતા મેળવી શક્યા નહતા અને હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ડિટેક્શનમાં મદદ કરવી પડી હતી. જેને પગલે હવે આ કર્મચારીઓને ફરી પોલીસ મથકોમાં નિમણૂક આપી છે. બદલીના ઓર્ડરમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઇ અને મહિલા…

Read More

મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ફરી એકવાર શિવસેનાના બંને જૂથો આમને-સામને છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજન સાલ્વીનું નામાંકન કર્યું છે, જ્યારે ભાજપના યુવા નેતા અને પ્રથમ વખત વિધાનસભ્ય રાહુલ નાર્વેકરે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા વ્હીપ જારી કરવામાં આવ્યો છે. પરંતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, તે અમને લાગુ પડતું નથી.અહીં એકનાથ શિંદે જૂથ તરફથી કહેવામાં આવ્યું છે કે શિવસેનાના મોટાભાગના ધારાસભ્યો અમારી સાથે છે. અમે જ અસલી શિવસેના છીએ. તેથી 16 ધારાસભ્યો સાથેના જૂથવાળી શિવસેનાને વ્હીપ જારી કરવાનો અધિકાર નથી. રાજ્યમાં સત્તા પરિવર્તન પછી બોલાવવામાં આવેલા બે દિવસીય વિધાનસભાના વિશેષ સત્ર…

Read More

રાજસ્થાનના ઉદેપુરમાં દરજીની હત્યાના બનાવના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં પણ ઉમેશ કોલ્હે નામના દવાના વ્યાપારીએ ફેસબૂક પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરતા હતી,જેનો સ્ક્રીનશોર્ટ શંકાસ્પદ ગ્રુપમાં વાઈરલ થયા બાદ ત્રણ ઈસમોએ ઉમેશ કોલ્હેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને આ માટે તપાસ સોંપી છે. NIAની ટીમ વધુ તપાસ માટે અમરાવતી પહોંચી ગઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક આરોપીની પૂછપરછ કરવામાં આવતા માહિતી મળી છે કે તેણે NGO સંચાલકે ઉમેશને મારવા માટે કહ્યું હતું. ઉમેશને મારવા માટે બે ટીમ કામે લગાડી હતી. એક ટીમને ફોન કરી ઉમેશ કોલેજ પાસે…

Read More

ઉત્તરપ્રદેશમાં પોલીસ અધિકારીઓની બદલીનો દૌર પુરજોશમાં ચાલી રહ્યો છે,ત્યારે આજે શનિવારે જિલ્લાના કેપ્ટનોની મોટા પાયે બદલી કરી છે. મુઝફ્ફરનગર, સહારનપુર, મથુરા, ગોરખપુર, ગોંડા, અયોધ્યા, પ્રયાગરાજ તેમજ ગાઝીપુર, બિજનૌર, મિર્ઝાપુર, કાસગંજ અને અમેઠી જિલ્લાના પોલીસ અધિક્ષકની બદલી કરવામાં આવી છે.શૈલેષ કુમાર પાંડેને અયોધ્યાથી પ્રયાગરાજ, અજય કુમારને પ્રયાગરાજથી સીબીસીઆઈડી લખનઉ, રોહન બોત્રેને કાસગંજથી ગાઝીપુર, પ્રશાંત વર્માને કન્નૌજથી અયોધ્યા, સહારનપુરના એસએસસી આકાશ તોમરને ગોંડાના એસપી બનાવવામાં આવ્યા છે.મથુરાના એસપી ગૌરવ ગ્રોવર ગોરખપુરના એસએસપી હશે. મુઝફ્ફરનગરના એસએસપી અભિષેક યાદવને મથુરાના એસપી બનાવવામાં આવ્યા છે. અમરોહાના SSP વિનીત જયસ્વાલને મુઝફ્ફરનગરના SP બનાવવામાં આવ્યા છે. અમેઠીના એસપી દિનેશ સિંગર બિજનૌરના એસપી હશે. ઈલામરન જીને અમેઠીના એસપી…

Read More

બોરસદ પંથકમાં 12 ઈંચ કરતા વધુ ખબકેલા વરસાદને પગલે ભારે તારાજી થઈ છે ,બોરસદ શહેર અને તાલુકાના નીંચાણવાળા ગામોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા અનેક પશુઓ તણાઇ ગયા છે,હજુપણ સાત જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. મુખ્યમંત્રી ભુપેદ્ર પટેલે સ્થાનિક વહીવટી વિભાગ સાથે પુર સ્થિતિ માટે સમીક્ષા કરી હતી. કંસારી ગામે સંજય પટેલનું તણાઈ જવાથી મોત થયું છે જ્યારે સિસ્વા ગામમાં કિશન સોલંકી નામનો યુવાન લાપત્તા થયો છે. સીસવા ગામે 380 લોકોનું રેસ્કયુ કરાયું છે. અસરગ્રસ્ત લોકોને ગામની હાઈસ્કૂલમાં અને પટેલ વાડીમાં આશરો અપાયો છે. બચાવ કામગીરી એન.ડી.આર.એફ.ની ટીમ જહેમત ઉઠાવી રહી છે. ચારે તરફ ભારે તારાજી જોવા મળી છે.ભાદરણ…

Read More