રાજ્યમાં હાલ ચુંટણીઓ અગાઉ તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે અને નેતાઓ પોત પોતાના મત વિસ્તારમાં ફરી જનતાનો મૂડ જાણી રહયા છે તેઓની સમસ્યાઓ પૂછી રહયા છે ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરતમાં વહેલી સવારે પોતાના વિધાનસભા મત વિસ્તારમાં જોગસ પાર્કની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની સમસ્યાઓ અને અસુવિધાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને ચર્ચા કરી હતી. દરમિયાન મંત્રી અચાનક જોગસ પાર્કમાં આવેલાં એક વડના ઝાડની વડવાઈ પકડીને હીંચકે ચડ્યા હતા. હર્ષ સંઘવીએ બાળપણની યાદ તાજી કરી વડની વડવાઈ પર લટકી કાર્યકરો સાથે મસ્તી પણ કરી હતી. સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ખુબજ ખુશ જોવા મળ્યા હતા અને પોતાના મત વિસ્તાર…
કવિ: Halima shaikh
આમ આદમી પાર્ટીના નેતાઓ પર થઇ રહેલા હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવને કારણે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર ભાજપના કાર્યકરો દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. શનિવારે પણ સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર ભાજપ દ્વારા ફરી એકવાર કાયરતા ભર્યા હુમલા કરવામાં આવ્યા હતા. ત્યાર પછી આજ સુધી ભાજપના આ જવાબદાર ઈસમો સામે કોઈ કડક પગલાં લેવાયા નથી. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, ભાવનગર, જામનગર, ગાંધીનગર,…
રાજ્યમાં ભાવનગરની ગાંધી મહિલા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એક નોટિસ જાહેર કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે વિદ્યાર્થિનીઓને ફરજિયાત કોલેજ આવવા જણાવી નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ ફોન લઈ આવવાનું કહેતા હ વિવાદ ઊભો થયો હતો, અને આ મામલે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ થતા આખરે આચાર્યને પોતાની ભૂલ સમજાતાં તેમણે સામેથી રાજીનામું આપી દીધું છે. ભાવનગર શહેરમાં શ્રીમતી ન.ચ.ગાંધી અને ભા.વા ગાંધી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજનાં આચાર્યએ ગત તારીખ 24 જૂન 2022ના રોજ એક નોટિસ જાહેર કરી વિદ્યાર્થિનીઓને ભાજપના પેજ કમિટીમાં સભ્ય બનવા આદેશ કરવામાં આવ્યો હતો. એને લઈ વિવાદ શરૂ થયો હતો અને સમગ્ર…
આજકાલના નેતાઓ વૈભવી જિંદગી જીવે છે અને કરોડોમાં આળોટે છે લાખ્ખોનો પગાર ખાય છે અને તેમાંય ચૂંટણીઓની મૌસમમાં પક્ષ પલટો કરેતો પણ લાખ્ખો કમાઈ લે છે, આવા આજના કરોડપતિ નેતાઓ માત્ર પૈસા બનાવવા રાજકારણમાં આવતા હોવાની લોકોમાં એક છાપ બની ગઈ છે જોકે,બધા એવા નથી આજેપણ ઘણા નેતાઓ જનતામાં પ્રમાણિક નેતાની છાપ ધરાવે છે પણ અગાઉ નેતા બનવું એટલે માત્ર ‘લોકસેવા કરવા ભેખ ધરવો’ તેવી વ્યાખ્યામાં આવતું હતું તેથી આગળના નેતાઓ ‘સેવા’ના રંગે રંગાયેલા જોવા મળતા હતા. આજે આપણે એવા એક નેતાની વાત કરવી છે કે જેઓ ‘ધારાસભ્ય’જેવા મોભાદાર પદ ઉપર રહી ચૂક્યા છે, છતાં આજે ગરીબની જિંદગી જીવે છે…
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ મજબૂતી થી આગળ વધી રહી છે. ધીમે ધીમે આગળ વધતા સંગઠન હવે વિશાળ સ્વરૂપ લઇ રહ્યુ છે. ગુજરાતની જનતામાં હવે નવી આશાની કિરણ નો સંચાર થઈ રહ્યો છે. અમે માનીએ છીએ કે આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટીના માધ્યમ થી ગુજરાતના લોકોને ન્યાય મળશે. ત્યારે વીજળી આંદોલન, પરિવર્તન યાત્રા, ગામડું બૈઠક અને જનસંવાદ જેવા અનેક પ્રકારના કાર્યક્રમો કરી લોકો સુધી જાગૃકતા ફેલાવા માટે આમ આદમી પાર્ટી સક્રિય બની છે. આમ આદમી પાર્ટી ના આ તમામ કાર્યક્રમો જોઈને,…
રાજ્યમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાની અસર ખેડા જિલ્લામાં પણ જોવા મળી હતી. ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે જિલ્લામાં ઠેકઠેકાણે નુકસાન થયું છે, જેને કારણે ક્યાંક વૃક્ષો પડી ગયાં તો ક્યાંક વીજપોલ ધરાશાયી થઇ ગયા હતા. આ વાવાઝોડાની સૌથી વધુ અસર કપડવંજ પંથકમાં જોવા મળી છે. તો એને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હોવાના અહેવાલો મળ્યા છે. કપડવંજના નિરમાલીના મુવાડા ગામે વીજ પોલ ધરાશાયી થતા 60 વર્ષીય વ્યક્તિનું થયું મોત થયું હતું. પોતાના ઘરની બહાર ખાટલામાં સુતા હતા ત્યારે અચાનક ભારે પવનને કારણે બહાર ઉભો કરેલો વીજપોલ તેમના પર જ ધરાશાયી થતા જવાનસિંહ પરમાર નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું…
સામાન્ય રીતે નાની ઉંમરમાં બાળકો મોટાભાગે રમવામાં,ગેમ કે કાર્ટુન જોવા કે મોબાઈલમાં સતત વ્યસ્ત રહેવાની ઉમરમાં વડોદરામાં બે બાળકોએ હિમાચલમાં ૧૫ હજાર ફૂટની ઉંચાઈએ આવેલા બુરાન ઘાટી પર ટ્રેકિંગ કરીને કપરી સિદ્ધિ હાંસિલ કરી છે. વડોદરાની માત્ર આઠ વર્ષની બે નાનકડી બાળકીઓ રિના પટેલ અને સનાયા ગાંધી એ હિમાલય સર કરી અન્યો માટે પ્રેરક ઉદાહરણરૂપ બન્યા છે. નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી બંને બાળાઓ અત્યાર સુધી ત્રણ વખત કઠીન પર્વતમાળાઓ પર પર્વતારોહણ કરી ચુકી છે. કોઈપણ ટ્રેનીંગ લીધા વિના તેઓએ ૨૦૨૦માં ઉત્તરાખંડના કેદારકાંઠા અને ૨૦૨૧માં કાશ્મીરના તરસર મારસર અને હાલ બુરાન ઘાટી પાસ સફળતાપૂર્વક આરોહણ કર્યું છે. જે નોંધનીય બાબત…
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમને જમીન કૌભાંડ કેસમાં સમન્સ પાઠવ્યા છે અને આવતીકાલે હાજર થવા માટે ફરમાન કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય રાઉતને આ સમન્સ પ્રવીણ રાઉત અને પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મોકલવામાં આવ્યુ છે. આ મામલો 2007 નો છે.તે વખતે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર હતી. મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ હતા. આમ,તેઓ કેટલાક દિવસો થી તેમના નિવેદનોમાં વારંવાર ભાજપને નિશાન બનાવી રહયા હતા અને બળવાખોરોમાં પણ ભાજપનો હાથ હોવાનું જાણાવી ધમકીઓ ઉપર ઉતરી પડ્યા હતા. તેવે સમયે હવે…
ગુજરાતમાં ‘અમને અમારો હક નહીં મળે તો છીનવીને લઈશું’….’પાટીદાર હિતની વાત કરનાર જ ગુજરાત પર શાસન કરી શકશે’ …!! આ જાણીતો ડાયલોગ હાર્દિક પટેલનો હતો. 2015માં ભાજપની સામે પાટીદાર અનામત આંદોલનથી હાર્દિક પટેલનો ઉદય થયો અને હાર્દિકના એક ઈશારે લાખ્ખો પાટીદારો ઉમટી પડતા હતા તે હાર્દિક પટેલે ભાજપની ઊંઘ હરામ કરી દીધી હતી જેતે વખતે રાજકારણથી અલગ રહેવાની વાત કરનાર હાર્દિક પટેલ ત્યારબાદના ઘટનાક્રમમાં 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કૉંગ્રેસમાં જોડાયા અને કાર્યકારી અધ્યક્ષપદ બની પણ ગયા પરંતુ કોંગ્રેસમાં જામ્યું નહી. 18મે 2022ના રોજ કૉંગ્રેસ છોડી અને હવે ચિત્ર જુદુ છે અને ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણી અગાઉજ ત્યારે આખું ચક્ર બદલાઈ ગયું…
મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા રાજકીય બદલાવમાં નવા સમીકરણો રચાતા જણાય છે. હવે એવા અહેવાલ છે કે શિવસેનાનો બળવાખોર એકનાથ શિંદે જૂથ રાજકારણ માટે નવા વિકલ્પો શોધી રહ્યો છે. શિવસેનાના નામે રાજનીતિ કરનાર શિંદે જૂથ ઠાકરે નામ અને હિન્દુત્વ બંને છોડવા માંગતો નથી. આવી સ્થિતિમાં એકનાથ શિંદે જૂથના 38 ધારાસભ્યો રાજ ઠાકરેની પાર્ટી MNSમાં જોડાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મુદ્દે એકનાથ શિંદેએ રાજ ઠાકરે સાથે બે વખત ફોન પર વાત પણ કરી છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદેએ રાજ ઠાકરેની તબિયત જાણવા માટે તેમને ફોન કર્યો હતો, પરંતુ તેનું સાચું કારણ એ કહેવામાં…