રાજ્યમાં ચુંટણીઓ નજીક આવી રહી છે ત્યારે બનાસકાંઠાના કરમાવાદ અને મુકતેશ્વર તળાવમાં પાણી નાખવાની માગને લઈ છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનમાં હવે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઝંપલાવ્યું છે અને તેઓએ આગામી તા. 21 તારીખે મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપવાની જાહેરાત કરતા મામલો ગરમાયો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ મુદ્દે કહ્યું કે મેવાણીને પાણી મુદ્દે બોલવાનો અધિકારજ નથી. તેઓ પાંચ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા ત્યારે મેવાણી ક્યાં હતા? વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, કરમાવાદ અને મુકતેશ્વર તળાવ પાણીથી ભરવા માટે હું બે વાર રજૂઆત કરી ચૂક્યો છું. પરંતુ, સરકાર યોજનાની જાહેરાત કરવાના બદલે અહીંના લોકોને ઠાલા વચનો આપી રહી…
કવિ: Halima shaikh
ભારત સંપૂર્ણપણે હિન્દૂરાષ્ટ્ર બની જશે તે દિવસો હવે દૂર નથી તેમ પુરી પીઠના શંકરાચાર્જ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, ભારત આગામી સાડા ત્રણ વર્ષમાં હિન્દુ રાષ્ટ્ર બની જશે.એવુ નથી કે, દેશમાં રહેતા અન્ય ધર્મના લોકોને દેશ બહાર મોકલી દેવાશે અથવા તેમનુ ધર્મ પરિવર્તન કરાવાશે .હિન્દુ રાષ્ટ્ર બન્યા પછી પણ અન્ય ધર્મના લોકો પણ એજ રીતે રહેશે જે હાલમાં રહે છે. સ્વામી નિશ્લાનંદનુ કહેવુ હતુ કે, હિન્દુ ધર્મ જીવનમાં માનવતાના પાઠ શીખવે છે, સહિષ્ણુતા અને અહીંસા શીખવાડે છે.બહુ જલ્દી ભારતવાસીઓ નકારાત્મકતાને ત્યજીને દેશ હિતમાં કામ કરશે , ધર્મથી નહીં પણ વિચારો અને સ્વભાવથી દેશના લોકો હિન્દુ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 30 જૂન સુધીમાં ફરી ગુજરાત આવશે તેમ સુત્રોનું કહેવું છે. પીએમ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેના કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. અમદાવાદ સિવિલમાં 700 બેડની સૌથી મોટી ન્યૂ કિડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્ત્વનું છે કે વડાપ્રધાન મોદી ગતતા. 17 અને 18 જૂનના રોજ ગુજરાતના પ્રવાસે હતા અને વડાપ્રધાન મોદીએ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાના દર્શન કરી ઐતિહાસિક ધ્વજારોહણ કર્યું હતું અને વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં પણ સામેલ થયા હતા અને વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. હવે આગામી દિવસોમાં ફરી મોદીજી…
હાલમાં અગ્નિપથ યોજના મારફતે સેનામાં માત્ર ચાર વર્ષની નોકરી મુદ્દે યુવાનોમાં નારાજગી છે અને તેનો વિરોધ કરી રહયા છે ત્યારે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ અગ્નિવીરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું કે મારે જો ભાજપની ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશેતો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ. તેઓએ અગ્નિવીર યોજનાને લાભકારી ગણાવી ઊમેર્યુ કે ચાર વર્ષની સેવા બાદ જવાન બહાર નીકળશે તો તેને 11 લાખ રૂપિયા મળશે. તે છાતી પર અગ્નિવીરનું મેડલ લગાવીને ફરી શકશે. સૈનિક વિશ્વાનનું નામ છે, ફૌજી પર લોકોને વિશ્વાસ છે. મારે જો ભાજપની ઓફિસમાં સિક્યોરિટી રાખવી છે તો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ. ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના…
અગ્નિપથ યોજનાના વિરોધ છતાં દેશના સેનાના ત્રણેય સશસ્ત્ર દળોના વડાએ સ્પષ્ટ કર્યું છે કે યોજનાને કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં આવશે નહીં. આટલું જ નહીં,તોફાનોમાં સામેલ યુવકોને ભરતીમાં લાભ આપવામાં આવશે નહીં. કેન્દ્રની ‘અગ્નિપથ’ સૈન્ય ભરતી યોજનાના વિરોધ વચ્ચે કેટલાક સંગઠનોએ આજે સોમવારે 20 જૂને ભારત બંધનું એલાન કર્યું છે. ઝારખંડમાં સોમવારે તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનું એલાન અપાયું છે. બિહારમાં સરકારે એલર્ટ જાહેર કરીને અધિકારીઓને સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપી છે. જ્યારે, કેરળ પોલીસે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર અથવા હિંસા કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી માટે ભારે પોલીસ દળ તૈનાત રાખવાનો આદેશ જારી કર્યો છે. દેશના ત્રણેય સૈન્યના વડા સાથે…
રાજધાનીમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 1530 નવા કેસ મળી આવ્યા છે અને કોરોના માં ત્રણના મોત નોંધાયા છે. છેલ્લા પાંચ મહિનામાં ચેપનો દર સૌથી વધુ 8.41 ટકા નોંધાયો છે. અગાઉ 17 જૂને તે 8.1 ટકા હતો અને 27 જાન્યુઆરીએ 9.6 ટકા ચેપ દર નોંધાયો હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દિવસમાં 1104 દર્દીઓએ કોરોનાને માત આપી છે. વિભાગે 18183 પરીક્ષણો કર્યા છે. તેમાંથી 13298 RTPCR અને 4885 એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 249 છે, જેમાંથી 65 આઈસીયુમાં, 75 ઓક્સિજન સપોર્ટ પર અને 10 વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 37,501 લોકોએ…
રાજ્યમાં સુરત,રાજકોટ, વડોદરા, ભાવનગર, અમરેલી બાદ જૂનાગઢ સહિત જિલ્લાના નવ તાલુકાઓમાં વરસાદ પડતાં સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે. ત્રણેક કલાક સુધી સતત વરસેલા વરસાદના પગલે વિસાવદર શહેરમાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. વિસાવદરમાં ત્રણ કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ જિલ્લામાં પડેલા વરસાદમાં સૌથી વધુ વિસાવદરમાં 4 ઈંચ, જૂનાગઢમાં 1 મીમી, કેશોદમાં 3 મીમી, ભેસાણમાં 8 મીમી, મેંદરડામાં 17 મીમી, માળીયાહાટીનામાં 21 મીમી અને વંથલીમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ નજીકના બીલખા ઉમરાળીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે પંથકની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. ઉતાવળી નદીમાં પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદમાં ગેસના બટલના ગોડાઉનમાં આગ લાગતા ધડાધડ એક બાદ એક ગેસના બાટલા ફાટતા ભારે ભાગદોડ મચી ગઇ હતી. નિકોલ વિસ્તારમાં કઠવાડા રોડ ઉપર ઈશ્વર દાદાજીની વાડી પાસે આવેલા ગેસના બાટલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે ધસી ગઈ હતી. આ ગોડાઉનમાં એલપીજી ગેસના બાટલાનો સ્ટોક હતો અને આગ લાગતા ગેસના બાટલા ફાટતાં લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. નિકોલ વિસ્તારમાં આવેલું આ ગોડાઉન રાકેશસિંહ બિહોલા નામના વ્યક્તિની માલિકીનું હતું. સંજય પટેલ નામના વ્યક્તિને ગોડાઉન ભાડે આપવામાં આવ્યું હતુ. કાચા પતરાવાળા મકાનમાં એલપીજી ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા અને કોઇ આકસ્મિક કારણોસર આગ લાગતા પોલીસ અને ફાયરબ્રિગેડની સ્થળ ઉપર…
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની રેકી કરવા બદલ ધરપકડ કરાયેલ સંદીપ ઉર્ફે કેકરાને ગોઇંદવાલ સાહિબની સેન્ટ્રલ જેલમાં રહેલા બંબીહા ગેંગના સાગરીતોએ નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટના શનિવારે મોડી સાંજે બની હતી. આ ઘટના બાદ જેલ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. આ હુમલો બંબીહા ગ્રુપના સાગરિતોએ કર્યો હતો. આની જવાબદારી સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં શેર કરવામાં આવી છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે જે કોઈ પણ સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં સામેલ હશે તેને જેલમાં આ જ રીતે મારવામાં આવશે. મળતી માહિતી મુજબ, સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના આરોપી સંદીપ ઉર્ફે કેકરા, મનપ્રીત સિંહ ભાઉ,…
રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સુરત, વડોદરા, ભાવનગર,અમરેલી બાદ રાજકોટમાં પણ આજે સાંજે વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટમાં સાંજના અરસામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, માધાપર ચોકડી, નાણાવટી ચોક, મોરબી રોડ, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રાજકોટ નજીક આવેલા લોધિકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. લોધિકાના દેવળા ગામમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા અને નદી-નાળા છલકાયા હતા જ્યારે ગોંડલના વેકરી ગામે ધોધમાર વરસાદ ચાલુ હોવાના અહેવાલ છે રાજકોટમાં બપોર બાદ 5 વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ભારે વરસાદ અને…