કવિ: Halima shaikh

આજે ગુરુવારે શેરબજારની શરૂઆત જોરદાર ઉછાળા સાથે થઈ હતી, પરંતુ કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું 30 શેરનું બજાર 1046 પોઈન્ટના ઘટાડા સાથે 51,496 પર બંધ થયું હતું, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 332 પોઈન્ટ ઘટીને વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. 17,360ની સપાટીએ બંધ રહ્યો હતો. સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે શેરબજારે જોરદાર ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી હતી, પરંતુ આ ગતિ લાંબો સમય ટકી શકી ન હતી અને એક દિવસના કારોબાર બાદ આખરે બંને ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા હતા. 30 શેરો ધરાવતું બોમ્બે સ્ટોક એક્સચેન્જ 1046 પોઈન્ટના ઘટાડા સાથે 51,496 પર બંધ થયું હતું, જ્યારે નેશનલ સ્ટોક…

Read More

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો સમગ્ર દેશમાં વિરોધ શરૂ થતા સરકાર મુંઝવણમાં મુકાઈ ગઇ છે. બિહાર બાદ યુપી, હરિયાણા, હિમાચલ સહિતનાં અન્ય 6 રાજ્યોમાં તોફાનો ફાટી નીકળ્યા છે. વિદ્યાર્થીઓએ પોલીસની ત્રણ ગાડીને સળગાવી દીધી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ચૂંટણી અભિયાન માટે જઈ રહેલી મોદીની રેલીમાં વિરોધ વ્યક્ત કરવા જઈ રહેલા યુવાઓને રોકવામાં આવ્યા હતા. યુપીમાં પણ અભિયાન વિરુદ્ધ નારાઓ લગાવવામાં આવ્યા હતા. બિહારમાં દેખાવો દરમિયાન બીજેપીના 2 ધારાસભ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. છપરા સદરના બીજેપી ધારાસભ્ય ડો. સી એન ગુપ્તાના ઘરે દેખાવકારોએ તોડફોડ કરી છે. બીજી તરફ વારિસલીગંજની એક ધારાસભ્ય અરુણા દેવી પર પણ હુમલો કરવામાં આવ્યો છે. નવાદામાં…

Read More

પોલીસે VHP અને બજરંગ દળને કર્ણાટકના મેંગલુરુમાં રેલી કાઢવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. હિન્દૂ સંગઠનો પયગંબર મુહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને દેશના જુદા જુદા ભાગોમાં હિંસાનો વિરોધ કરવા માંગતા હતા. આ બંને સંગઠનો આજે ગુરુવારે મેંગલુરુમાં રેલી કાઢવા માંગતા હતા. તેઓ એવા લોકો સામે પોતાનો વિરોધ નોંધાવવા માગતા હતા કે જેઓ ટિપ્પણી સામે હિંસામાં સામેલ હતા. આ રેલી મેંગલુરુના પીવીએસ સર્કલ પાસે થવાની હતી. આ નિર્ણયની જાહેરાત VHP અને બજરંગ દળના નેતાઓએ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. મેંગલુરુ પોલીસ કમિશ્નર એન શશિ કુમારે કહ્યું કે શહેરમાં આવી રેલીની મંજૂરી મળી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને વિરોધ રેલી યોજવાની…

Read More

વડોદરા શહેરમાં વરસાદ પડતાજ સંખ્યાબંધ વાહનો રોડ ઉપર સ્લિપ થઈ જવાના બનાવો બન્યા હતા દરમિયાન જેલ રોડ પર પણ વાહનો સ્લિપ થયા હતા જ્યાં એક યુવતીને વાહન સ્લિપ થતા ઇજાઓ થતાં ત્યાંથી પસાર થઈ રહેલા ASI સુરેશ હિંગલાજીયા એમ્બ્યુલન્સની રાહ જોયા વિના PCR વાનમાં બેસાડીને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. આ ઘટના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધ્યાનમાં આવતા ટ્વીટ કરીને સરાહનીય કામગીરી કરનાર ASI સુરેશ હિંગલાજીયાની કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે, ‘પોલીસ ફોર્સને સો સલામ પણ ઓછી પડે’ વડોદરા શહેરના પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજીયા રાવપુરા SHE ટીમની PCRમાં ફરજ બજાવે છે. દરમિયાન શહેરના જેલ રોડ પર…

Read More

ચીનના અગ્રણી મીડિયા જૂથોએ તા. 15 જૂન, 2020 ના રોજ પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની હિંસક અથડામણના બે વર્ષ પૂરા થવા પર મૌન પાળ્યું હતું, પરંતુ માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ પરના કેટલાક મીડિયાએ ભારત સાથેની અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના મૃત્યુને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે 15 જૂને ચીની ભાષાની આવૃત્તિમાં વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના વેસ્ટર્ન કમાન્ડના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ભારત સાથેની અથડામણમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારો વિશેની પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનની સરહદ સુરક્ષાના ઈતિહાસમાં આ એક ક્યારેય ન…

Read More

પાટણમાં ચાર્જમાં મુકેલું Pure EVનું EPluto 7G ઇલેક્ટ્રિક સ્કૂટર અચાનક સળગી જતા ઇલેક્ટ્રીક વાહનની સુરક્ષા સામે સવાલો ઉઠવા પામ્યા છે. ગુજરાતના પાટણમાં Pure EVના EPluto 7G ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટના બનતા ઇલેક્ટ્રોનિક સ્કુટરની સુરક્ષા ઉપર સવાલ ઉઠ્યા છે. રિપોર્ટ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે સ્કૂટર ઘરની બહાર ચાર્જ કરવા મૂક્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્યોર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની આ પાંચમી ઘટના છે. અગાઉ પ્યોર ઈવીના ચાર ઈ-સ્કૂટરમાં આગ લાગી હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે. પ્યોર ઈવી ઈ-સ્કૂટરમાં આગ લાગવાની ચોથી ઘટના ગયા મહિને…

Read More

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ટેક્સટાઈલ માર્કેટમાં પાંચમાં માળે દુકાનમાં આગ લાગતા ભારે ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. દુકાનની આગ લાગ્યા બાદ બાજુની દુકાનને પણ આગની ઝપેટમાં આવી જતા ભારે ટેંશન ઉભું થયું હતું અને આગ આગળ પ્રસરે તે પહેલાં ફાયર વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે 10 ગાડીઓ પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. વિગતો મુજબ ટેક્સટાઈલ માર્કેટની દુકાનો ખોલવાના સમયે જ દુકાનમાં આગ લાવતાલોકોમાં ગભરાટ ફેલાયો હતો અને રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. અન્નપૂર્ણા માર્કેટના પાંચમા માળે આવેલી 547 નંબરની દુકાનમાં આગ લાગ્યા બાદ બાજુની દુકાન પણ આગની ઝપેટમાં આવી જતા ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક…

Read More

છેલ્લા 6 મહિનાથી રાજકીય ક્ષેત્રે ભારે સસ્પેન્સ ઉભું કરનાર નરેશ પટેલે આખરે આજે કાગવડ ખાતે પ્રેસ કોંફરન્સ યોજીને પોતે રાજકારણમાં નહીં જોડાય તેવી જાહેરાત કરી છે. નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે. તેઓએ જણાવ્યું કે સમાજમાં થયેલા સર્વે અનુસાર મોટાભાગનાયુવાનો અને 80% મહિલાઓ એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ, પણ વડીલોનું માનવું એવું છે કે મારે રાજકારણમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય પડતો મુક્યો છે. તેઓએ ઉમેર્યું કે તેઓને રાજકારણમાં પ્રવેશ કરવાનો વિચાર કોરોનાકાળ વખતે આવ્યો હતો કારણકે તે વખતે સરદાર સાહેબને…

Read More

સરકારની અગ્નિપથ યોજનાને લઈને યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને બિહારના કૈમુરમાં યુવકોએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી. જો કે, પોલીસ અને પ્રશાસને સતર્કતા દાખવી તરતજ આગને કાબુમાં લીધી હતી અન્યથા મોટી ઘટના બની શકી હોત. દેખાવકારોએ આરા રેલ્વે સ્ટેશનમાં તોડફોડ કરી હતી. અહીં હાજર રેલ્વે ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. ગુરુગ્રામ અને જયપુરમાં પણ પ્રદર્શન થઈ રહયા છે. વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીએ કહ્યું કે માત્ર 4 વર્ષ કામ કરીને અમે ક્યાં જઈશું? અમે 4 વર્ષની સેવા પછી બેઘર થઈ જઈશું. એટલા માટે અમે રસ્તા રોક્યા છે, દેશના નેતાઓને હવે ખબર પડશે કે લોકો જાગૃત છે. સેનાની ભરતીને લઈને કેન્દ્ર સરકાર…

Read More

રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલો વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વાદળછાયા માહોલ વચ્ચે જિલ્લાના ઉમરાળામાં દોઢ ઇંચ, ભાવનગર શહેરમાં પોણો ઇંચ, તળાજા અને વલ્લભીપુરમાં અડધો ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે. ઘોઘા અને ગારીયાધારમાં પણ વરસાદ પડ્યો છે.ભાવનગર શહેરમાં 16 MM, તળાજામાં 11 MM, વલભીપુરમાં 9 MM, ગારીયાધારમાં 6 MM અને ઘોઘામાં 8 MM વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં હવામાનની પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોરમાં છે અને હવે વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ હળવો મધ્યમ વરસાદ પડી શકે છે.

Read More