કવિ: Halima shaikh

સુરતના ડીંડોલીમાં રહેતી સગીરવયની સાળી પસંદ આવી જતા તેને પ્રેમજાળમાં ફસાવી સગો બનેવીજ નાની ઉંમરની સાળીને લઈ ભાગી જતા પરિવારજનો ચોંકી ઉઠ્યા છે અને આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સુરતના અલથાણ ખાતે આવેલા ઈન્દિરાનગર ગલી નંબર એકમાં રહેતા શૈલેષ શેષરાવને પોતાની પત્નીની નાની બહેન સાથે આડા સંબંધ હતા અને મોકો જોઈ પોતાની સગીર સાળીને લઈ ભાગી જતા પરિવારમાં દેકારો મચી ગયો હતો ગત.તા. 11 જૂનના રોજ બપોરે નાની ઉંમરની સાળીને લઈ ગૂમ થયા બાદ તેઓના મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યો હોય આખરે આ અંગે શૈલેષ સામે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Read More

ચીન અને પાકિસ્તાનની સેનાએ બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓ સામે સંયુક્ત રીતે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. કિંગદાઓમાં, ચીનના સેન્ટ્રલ આર્મી કમિશનના ઉપાધ્યક્ષ ઝેંગ યુક્સિયાઓ અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ જાવેદ કમર બાજવાએ 9 થી 12 જૂન સુધી વાતચીત કરી. પાકિસ્તાની સેના અનુસાર, બંને દેશોમાં આતંક વિરૂદ્ધ સહયોગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને દેશોએ કરાચી યુનિવર્સિટી પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. 26 એપ્રિલના રોજ, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સાથે સંકળાયેલી બુરખા પહેરેલી મહિલા દ્વારા આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની શિક્ષકો માર્યા ગયા હતા. બાદમાં અલગતાવાદી BLAએ કહ્યું કે આ હુમલો કુદરતી સંસાધનથી સમૃદ્ધ પ્રાંતમાં ચીનના રોકાણની વિરુદ્ધ હતો.

Read More

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ થયો છે, સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવનાર છે, 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે અને શોડષોપચાર પૂજા વિધી બાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. 11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે. રાજયમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર, ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ જળયાત્રામાં હાજર રહ્યા છે. મંદિરેથી ભગવાન સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં પહોંચી જશે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલા મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ”જળયાત્રા’ આજે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના…

Read More

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જારી કરવામાં આવેલા ખુલ્લા પત્રમાં આજે મંગળવારે હિન્દુ સમાજને સામૂહિક રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે જાહેર આહવાન કરવામાં આવ્યું છે. દેશના કેટલાક ભાગોમાં જુમ્માની નમાઝ બાદ ફાટી નીકળેલા ગેરબંધારણીય પ્રદર્શનના વિરોધમાં મંગળવારે તમામ હિંદુ સંગઠનોને નાના-મોટા દરેક મંદિરોમાં રાત્રે 8 વાગ્યે સામૂહિક રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવાનું આહવાન કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતીય અધ્યક્ષ કપિલ ખન્નાએ જારી કરેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ગત શુક્રવારે (10 જૂન) શુક્રવારની નમાજ બાદ દેશભરમાં હિંસક દેખાવો થયા હતા. આરબ દેશોનો સંપર્ક કરીને ભારત વિરુદ્ધ નિવેદન આપવામાં આવ્યું હતું. આ બધું ભારત સરકાર પર દબાણ લાવવા માટે સુનિયોજિત…

Read More

રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ જીવાભાઈ દેસાઈના ખેતરમાં વરસાદ સાથે નાની નાની મરેલી માછલીઓ પણ પડતા ગ્રામજનોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું અને લોકો જોવા ટોળે વળ્યા હતા. રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઇ છે. ઉત્તર ગુજરાતના ધનસુરામાં સૌથી વધુ પોણા 3, વડગામમાં સવા 2 ઇંચ, વિજયનગર, મોડાસા, સિદ્ધપુરમાં 2 અને તલોદમાં સતત બીજા દિવસે 1 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ,આજે મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કેટલાક ભાગોમાં 2.5 મીમીથી લઇ અઢી ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી થઈ છે, વરસાદ સાથે…

Read More

ઉત્તરાખંડની પાંચમી વિધાનસભાનું બીજું સત્ર આજે મંગળવારથી શરૂ થશે. સત્રના પહેલા જ દિવસે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની સરકાર નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ પ્રસ્તાવને વિધાનસભાના રજૂ કરશે. માર્ચમાં, સરકાર પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વોટ ઓન એકાઉન્ટ સાથે બહાર આવી હતી. હવે સરકાર બાકીના સમયગાળા માટે બજેટ લાવશે. કેબિનેટની બેઠકમાં સરકારે નાણાકીય વર્ષ માટે લગભગ 63 હજાર કરોડ રૂપિયાના બજેટ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલ ગૃહમાં બજેટ પ્રસ્તાવ રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે ધામી સરકાર બજેટમાં રાજ્યના વિવિધ વર્ગના લોકો માટે ઘણી ભેટની જાહેરાત કરી શકે છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, રાજ્યના લોકો પાસેથી લેવામાં આવેલા મહત્વના સૂચનોની…

Read More

ડ્રગ્સ કેસમાં પકડાયેલા બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરનો જામીન પર છુટકારો થયો છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર અને ધરપકડ કરાયેલા અન્ય ચારને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તેઓએ પોલીસ જ્યારે બોલાવે ત્યારે પોલીસ મથકે હાજર થવાનું રહેશે. સિદ્ધાંત કપૂર પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. પોલીસે દરોડા પાડ્યા બાદ તેઓને પોતાની કસ્ટડીમાં લીધા હતા. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડમાં ડ્રગનો મામલો સતત ચર્ચામાં રહે છે. આ મામલે અત્યાર સુધીમાં ઘણા સેલેબ્સના નામ સામે આવ્યા છે. જાણવા મળેલી માહિતી મુજબ ડ્રગ્સ કેસમાં ફસાયેલા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની પોલીસે બેંગ્લોરથી અટકાયત કરી હતી. ઉલ્લેખનીય…

Read More

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષ ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે. કોરોના સંક્રમણથી રાહત મળતાં રાજ્ય સરકારે ફરી એક વાર આ ખેલ પરંપરાને આગળ ધપાવતા ‘ખેલમહાકુંભ-૨૦૨૨’ નું ભવ્ય આયોજન કર્યું હતું. આ ખેલમહાકુંભ-૨૦૨૨માં રાજકોટનાં ૧૫ વર્ષિય માધવેન્દ્રસિંહ ઝાલાએ ખેલમહાકુંભમાં ૪૦ કિ.મી.ની એન્ડયુરન્સ અશ્વ રેસ જીતીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ તકે માધવેન્દ્રસિંહે કહ્યું હતું કે, મને પહેલાથી જ રમતગમતમાં રૂચિ છે. મારા પપ્પાએ મને ઘોડેસવારી માટે પ્રોત્સાહન આપ્યું હતું. ૬-૭ વર્ષની ઉંમરથી જ મને ઘોડેસવારી પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું. ત્યાર બાદ હું પણ ઘોડેસવારી શીખ્યો. મારે મારૂ નામ દેશના શ્રેષ્ઠ…

Read More

શિવસેનાના નેતા સંજય રાઉત રાહુલ ગાંધી સામેની EDની કાર્યવાહી થી લાલઘૂમ થઈ ગયા છે તેઓએ કહ્યું કે આ કાર્યવાહી ગેરકાયદેસર છે,તેઓ એ કહ્યું કે ‘ભાજપ’ વિરુદ્ધ જે કોઈ બોલવા જાય તો તેની ઉપર EDની કાર્યવાહી કેમ શરૂ થઇ જાય છે ? એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવવામાં આવતા, પાર્ટીના કાર્યકરોએ દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ EDને એવી ‘મશીનગન’ ગણાવી હતી કે તેનો દારૂગોળો ક્યારેય ખતમ થતો નથી. તે વિપક્ષના નેતાઓ પર પ્રહારો કરતા રહે છે. કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો EDની નોટિસના કારણે…

Read More

આજે રાજ્યમાં શાળાઓ શરૂ થવાના પ્રથમ દિવસે જ મહેસાણા જિલ્લાના સૂંઢિયા ગામમાં વહેલી સવારે જ ગામ લોકોએ ભેગા મળીને ગામની સરકારી શાળાને તાળાબંધી કરતા ભારે હોબાળો મચી ગયો હતો અને બાળકો ઘરભેગા થયા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે આચાર્યના અણઘડ વહીવટને લઈ શાળામાં સુવિધા નથી અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરાઇ રહ્યો છે અહીંના લોકો આચાર્યની બદલીની માંગ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર નજીકના સુંઢિયા ગામમાં આવેલી અનુપમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય રાજેન્દ્ર લવજીભાઈ ચૌધરીની બદલીની માંગ સાથે આજે વહેલી સવારે ગામ લોકોએ શાળાને તાળા મારી દીધા હતા. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે શાળાનું શિક્ષણ ખાડે ગયું છે અને A ગ્રેડમાં…

Read More