મહંમદ પયગમ્બર મામલે નુપુર શર્માએ કરેલી ટિપ્પણી બાદ મુસ્લિમ સમાજના વિવિધ સંગઠનો તેમજ અલકાયદા દ્વારા હુમલાની ધમકીઓ મળી અને ત્યારબાદ દેશમાં જે રીતે મુસ્લિમ સંગઠનો દ્વારા તોફાનો શરૂ થયા તે જોતા હવે દેશના સંતો અને હિન્દૂ સમુદાય પણ મેદાનમાં આવ્યો છે અને નુપુર શર્માને સમર્થન કરી તોફાનીઓ અને વિરોધીઓને શબક શીખવવા હિન્દૂ સંગઠનોની તૈયારીઓ થતા તંત્ર એલર્ટ થઈ ગયુ છે. સુદામા કુટી હરતીરથ ખાતે પાતાલપુરી મઠના પીઠાધીેશ્વર મહંત બાલક દાસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કાશી મઠના પીઠાધીેશ્વર, સંતો, મહંતો અને સામાજિક કાર્યકરોની હાજરીમાં 16 ઠરાવો પસાર કરી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે તમામ અખાડાઓ, તમામ સંપ્રદાયોના વડાઓ સાથે મળીને સરકારને દરખાસ્ત…
કવિ: Halima shaikh
પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે તેઓ હાવડામાં વિરોધ સ્થળ ઉપર જઈ રહયા હતા ત્યારે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. હાવડામાં કલમ 144 પહેલેથી જ લાગુ છે. જેના કારણે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ તેઓને બીજા હુગલી બ્રિજ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે તેઓની ધરપકડ કરી હતી દરમિયાન બીજેપી ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કહ્યું કે બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારને સવારથી જ નજરકેદ કેમ રાખવામાં આવ્યા હતા ? કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે ? શું કરી રહી છે CM મમતા? સેના અને અર્ધલશ્કરી દળો અહીં તૈનાત હોવા જોઈએ તે કેમ નથી?…
રાજ્યમાં વલસાડ,નવસારી અને અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સાવરકુંડલા તાલુકાનાં અનેક ગામોમાં વરસાદથી તરબોળ બન્યા છે. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકાર જોવા મળ્યો છે. આ સિવાય હાડીડા, દાઢિયા સહિત આસપાસનાં ગામડાંમાં પણ સારો વરસાદ પડ્યો છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહ્યો છે. આજે અમરેલી જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં પણ વરસાદ થયાના વાવડ છે. સોરઠના વિસાવદર, ગીરગઢડા અને વેરાવળ પંથકમાં પણ વરસાદ પડયાના અહેવાલો છે. વિસાવદર અને ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અડધો ઈંચ વરસાદ પડતા આ વિસ્તારમાં ઠંડક પ્રસરી…
ચીનના આક્રમક વલણ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતી શક્તિ વચ્ચે દુનિયાના દરેક દેશની નજર ભારત તરફ છે. ઘણા દેશો માને છે કે એશિયામાં માત્ર ભારત જ શક્તિનું સંતુલન સ્થાપિત કરી શકે છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન પણ એવું જ માને છે. સિંગાપોરમાં શાંગરી લો ડાયલોગમાં તેમણે કહ્યું કે, ભારતની વધતી શક્તિ જ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા સ્થાપિત કરી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા માને છે કે ભારતની વધતી જતી સૈન્ય ક્ષમતા અને તકનીકી ક્ષમતા આ ક્ષેત્રમાં સ્થિરતા લાવી શકે છે. કાર્યક્રમ દરમિયાન તેમણે મુખ્યત્વે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ચીન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે…
પયગંબર મોહમ્મદ વિશે વિવાદિત ટિપ્પણીને લઈને તોફાનો ફાટી નીકળ્યા છે આ દરમિયાન પ્રદર્શન, હિંસા, પથ્થરમારો અને આગચંપી જેવી ઘટનાઓ બનતા હવે સીએમ યોગી આદિત્યનાથે તોફાનીઓને સીધા કરવા પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ આપતા પોલીસ એક્શનમાં આવી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ઝારખંડના રાંચી અને પશ્ચિમ બંગાળના હાવડામાં તોફાનો કરનારાઓ સામે પગલાં ભરવામાં આવી રહયા છે. પ્રયાગરાજમાં તોફાનીઓ દ્વારા પથ્થરમારો અને આગચંપી કરવામાં આઈજી સહિત 18 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. એસએસપી અને ડીએમ પણ ઘાયલ થયા. ઝારખંડની રાજધાની રાંચીમાં હિંસામાં 25 લોકો ઘાયલ થયા છે. પોલીસ ફાયરિંગમાં અહીં બેના પણ મોત થયા છે. સમગ્ર શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. હાવડામાં આજે…
ગુજરાતમાં દારૂબંધી ની વાતો માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે અને લાખ્ખો રૂપિયાનો દારૂ રોડ ઉપર વહન થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં ગોલ્ડન ચોકડી નજીકની હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બંધ બોડીના એક ટેમ્પોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો હોવા અંગેની માહિતી મળતા સ્ટેટ વિજિલન્સ સ્કવોર્ડે આ ટેમ્પોની તલાસી લેતા રૂ. 18 લાખથી વધુની કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપી લઈ ટેમ્પો ચાલક અશોક સિંઘ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમ્યાન ટેમ્પોમાંથી 400 પેટીથી વધુ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ગયું હતું. હરણી પોલીસ મથકની હદમાં આ વિસ્તાર આવતો હોય સ્ટેટ મોનિટરિંગ…
એક તરફ દેશભરમાં નૂપુર શર્માનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે તો બીજીતરફ હવે ધીરે ધીરે નૂપુર શર્માને સમર્થન આપવા હિન્દૂ સંગઠનો આગળ આવી રહયા છે. સુરતમાં હિન્દુ સંગઠનો અને બહ્મ સમાજ દ્વારા નૂપુર શર્માને સમર્થન જાહેર કર્યું છે. પરશુરામ ગાર્ડન ખાતે બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડિલો તેમજ અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો એકત્ર થયા હતા અને નૂપુર શર્માને સમર્થન આપ્યું હતું. નૂપુર શર્માએ આપેલા નિવેદનને કારણે દેશભરના મુસ્લિમ સંગઠનો દ્વારા નૂપુર શર્માનો વિરોધ થઈ રહ્યો છે. નૂપુર શર્મા સામે જે રીતે મુસ્લિમ સમાજ પોતાનો રોષ ઠાલવી રહ્યો છે ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા હવે નૂપુર શર્માના પડખે આવીને ઊભા રહેવાનું…
બિહારના પૂર્ણિયા જિલ્લાના કંજિયા ગામમાં આજે વહેલી સવારે 3 વાગ્યે એક સ્કોર્પિયો કાર તળાવમાં પડી જતાં આઠ લોકોના કરુણ મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આઠ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ તારાબાડીથી આવી રહ્યા હતા અને કિશનગંજ તરફ જઈ રહ્યા હતા. જો કે બે લોકોનો આબાદ બચાવ થયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અકસ્માત શનિવારે સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે કારમાં સવાર લોકો પૂર્ણિયા જિલ્લાના તારાબાડી વિસ્તારમાં તિલક સમારોહમાં હાજરી આપીને કિશનગંજ જિલ્લાના નાનિયા ગામ જઈ રહ્યા હતા.…
આજકાલ સબંધો ની ગરિમા લજવાઈ રહી છે, ગોંડલમાં પરપ્રાંતીય પિતા વગરની માસૂમ બાળકી ઉપર સગા મોટા બાપુએ પાશવી બળાત્કાર ગુજારી પોતાના બાળકની માં બનાવી દીધી છે. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ગરીબ 13 વર્ષની તરુણીએ બાળકીને જન્મ આપ્યો છે આ બાળક તેના સગામોટાબાપુએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. પોલીસે તરુણીની ફરિયાદ બાદ આરોપીને જેલહવાલે કરી દીધો હતો. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. પોતાના પિતાનું મૃત્યુ થતા મધ્ય પ્રદેશના અલીરાજપુરના કોહીવાવ સ્કૂલ ફળિયામાં દાદા-દાદી સાથે રહેતી આદિવાસી પરિવારની તેર વર્ષની બાળા પોતાના ઘર પાસે હાથમાં માત્ર રોટલી લઈ ઊભી હતી. ગરીબ પરિવારની આ બાળાને રોટલી સિવાય નસીબમાં અન્ય…
પાલિતાણાના મોટી રાજસ્થળી ગામે સ્મશાનમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા અને કથા શ્રવણ સહિત દર્શનનો લાભ લીધો હતો. પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે આવેલા સ્મશાનમાં યોજાયેલી ભગવાન સત્યનારાયણની કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા. ગામના યુવાનો દ્વારા અહીં વૃક્ષો વાવવામાં આવ્યા છે અને સ્મશાનમાં રમતોનું પણ આયોજન કરવામાં આવે છે ,સ્મશાનમાં વહેલી સવારે યોગ અને પ્રાણાયામના વર્ગો ચાલુ કરી નવો ચીલો ચિતરવામાં આવ્યો છે. સ્મશાનમાં ભગવાન સત્યનારાયણની યોજાયેલી કથામાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત બહેનોએ ભાગ લીધો હતો.ગામડામાં મોટાભાગે બહેનો સ્મશાને જતા નથી હોતા એ પરંપરાને પણ અહીં બહેનોએ તોડી છે. લોકોમાં સ્મશાન પ્રત્યેનો…