કવિ: Halima shaikh

કોરોના ની સ્થિતિ વધુ વિકટ બની રહી છે અને કેટલાક વિસ્તારોમાં હજુ નહિવત અસર છે ત્યારે હાલના ચાલતા લોકડાઉન ની મુદ્દત કેસો ના આધારે નક્કી થાય તેવું મનાય રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ચાર દીવસથી વધી રહેલા કોરોના પોઝિટિવના કેસો અને અન્ય વિસ્તારોમાં ફેલાતા જતા કેસો થી તંત્ર ચિંતાગ્રસ્ત છે ત્યારે આગામી ચારેક દિવસ માં શુ સ્થિતિ રહે છે તેના આધારે લોકડાઉન અંગે આખરી નિર્ણય લેવાય તેવું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા દરેક કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મંગાવવામાં આવી રહી છે. હાલ માં સરકાર લોકડાઉન અંગે જે વિચારણા ચાલી રહી…

Read More

સુરત માં કોરોના ની સ્થિતિ ગંભીર બની રહી છે અને સતત ત્રણ પોઝિટિવ કેસનો વધારો થતાઆંકડો 22 પર પહોંચી જવા સાથે આજે એક જ દિવસમાં બે ના મોત થતા તંત્ર માં ચિંતા પ્રસરી છે અનેપાલિકા કમિશનરે ચેતવણી આપી છે કે, જો આમ જ કેસ વધશેતો આવનાર દિવસો મુસીબત લાવી શકે છે કોરોનાની શંકા ગર્ભવતી મહિલાએ સાડા આઠ માસે આઈસોલેશન વોર્ડમાં બાળકને જન્મ આપ્યો છે. હાલ માતા-સંતાન એમ બન્નેના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા છે.જ્યારે પાલિકા કમિશનર દ્વારાઅડાજણ પાટીયાથી ડભોલી બ્રિજ સુધી ફરજીયાત હોમ ક્વોરન્ટીનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.એક શંકાસ્પદ દર્દી ભાગી જવાનો પણ બનાવ નોંધાયો છે. સુરત માં કોરોના વાઈરસના…

Read More

મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી નજીક એક ચા વાળા વ્યક્તિ ને કોરોના પોઝીટીવ આવતા ભારે દોડધામ મચી ગઇ છે અને આ ચા વાળા ને ત્યાં ચા પીવા આવતા લોકો અને માતોશ્રી માં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનો પણ સંક્રમિત થયા હોવાના પગલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને સિક્યોરિટીમાં તહેનાત 150 જવાનોને બાંદ્રામાં ક્વૉરન્ટીન કરી દેવાયા હોવાના અહેવાલ છે, અહી કોરોના વાઈરસનું સંક્રમણ બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે પહોંચી ગયું હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આમ ચા વેંચતા ફેરિયા થી પણ તંત્ર સાવધાન બની ગયું છે અને બહાર ના નાસ્તા અને ચા , કોફી પીતી વખતે સબચેતી વર્તવા…

Read More

જ્યારે કોરોના વિદેશ માં હાહાકાર મચાવી રહ્યો હતો ત્યારે આપણા દેશ માં કેટલાક પોતાની જાત ને હોશિયાર માનતા વિદ્વાનો કહેતા હતા કે આતો ફ્લૂ નો રોગ છે અને આપણા ભારત માં ન આવે કેમકે 27 ઉપર તાપમાન જાય એટલે કોરોના ના જીવાણુ મરી જાય એવું કહેનારા વિદ્વાનો અત્યારે સંતાઈ ગયા છે કારણકે ભારત માં કોરોના ખુબજ ઝડપ થી પ્રસર્યો છે અને ગરમી માં પણ કેસો દિનપ્રતિદિન વધતા જઇ રહ્યા છે ગુજરાત રાજ્યમાં છેલ્લાં 3 દિવસથી ગરમીનો 38 ડિગ્રીથી વધીને 40 ડિગ્રીએ પહોંચ્યો છે અને કોરોના બેફામ બન્યો છે. અમદાવાદમાં 3 દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 38થી વધીને 64 તેમજ રાજ્યમાં…

Read More

(નિલેશસિંહ ઝાલા) કોરોના વાયરસે આખા વિશ્વ માં હાહાકાર મચાવી દીધો છે આ વાયરસ નાક થી શરીર માં પ્રવેશી ફેફસા ની બીમારી ઉત્પન્ન કરે છે અને જોત જોતામાં માણસ ના મગજ સહિત શરીર ઉપર ઘાતક અસર કરે છે અને કંટ્રોલ બહાર જાય તો માણસ મૃત્યુ પામે છે શરૂઆત મ ફલૂ જેવા શરદી ,ખાંસી , તાવ , કળતર જેવા લક્ષણો આગળ જતાં શ્વાસ લેવામાં થતી તકલીફો અને પછી ટેસ્ટિંગ કરતા તેનો રિપોર્ટ આવતો હોય છે જોકે હજુસુધી આ લખાય છે ત્યાં સુધી તેની સત્તાવાર કોઇ વેકસીન આવી નથી પરંતુ સંશોધન ચાલુ છે. હાલ માં તો આ વાયરસ દુનિયા માટે પડકારજનક બન્યો છે…

Read More

સૌરાષ્ટ્ર માં સુરેન્દ્રનગર ટાઉન માં કોરોના ની હાડમારી વચ્ચે એક માથાભારે ઈસમ ની હત્યા થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વિગતો મુજબ મુળ થાનના અમરાપરના વતની અને હાલ સુરેન્દ્રનગર રહેતા રામા ભીમાભાઇ ભરવાડ નામના શખ્સ ની સરા જાહેર હત્યા કરી દેવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે મરનાર રામા ભરવાડના મોટા ભાઇ ગોવિંવભાઇએ પાલિકાના વોર્ડ નં. 6ના સદસ્ય ગૌતમભાઇ ભરવાડ અને તેના ભાઇ હિતેષભાઇ ભરવાડ સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. હત્યાનો ભોગ બનનાર રામાભાઇને હિતેષ ભરવાડ પાસેથી રૂ.10 લાખ લેવાના હતા. જે બાબતના ચાલતા ઝગડા માં શનિવારે સમાધાન કરવા માટે રામાભાઇ ને બોલાવી આઠ શખ્સો તેમના ઉપર તુટી…

Read More

ભારત માં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ ની તપાસ માં ખાસ્સી મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે તેમાં ઝડપ લાવવા અમેરિકન કંપની એબોટે દ્વારા બનાવાયેલી રેપિડ કિટ ભારત માં આગામી તા. 18 એપ્રિલ સુધી ભારત આવી શકે છે. એબોટની તપાસ આ કિટ ગણતરીની મિનિટોમાં કરી દે છે. જો દર્દી પોઝિટિવ હોય તો પાંચ મિનિટમાં જણાવી દે છે અને જો નેગેટિવ હોય તો મ 13 મિનિટ નો સમય લાગે છે. આ કિટ વજનમાં પણ હલકી છે, જેનું સરળતા થી વહન થઈ શકે છે. . એબોટે એક મહિનામાં આવી 50 લાખ ટેસ્ટ કિટનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે. અમેરિકન રેગ્યુલેટર પણ આ ટેસ્ટ કિટની સ્વીકૃતિ…

Read More

વડોદરા શહેર ના નાગરવાડા વિસ્તાર રેડઝોન કરી સીલ કરી દેવામાં આવ્યો છે કેમકે અહીંની સયાજી હોસ્પિટલમાં અન્ન સેવાઆપવાનું કામ કરતા ફિરોઝ ખાન પઠાણ નો રિપોર્ટ પોઝીટીવ આવતા દોડધામ મચી ગઇ છે અને અન્નસેવા તાત્કાલિક બંધ કરવામાં આવી છે તેમજ અન્ય છોટાઉદેપુરના બોડેલીના 60 વર્ષીય વ્યક્તિ નો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે આ કાકા દીલ્હી જમાતમાં જઈ ને પરત આવતા આ રોગ લઈ આવ્યા હોવાની વાત સામે આવી છે. ત્યારબાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લઈને વડોદરામાં પહેલીવારમચ્છી પીઠ અને નાગરવાડા વિસ્તારને માસ ક્વોરન્ટીન કરાયા છે અને પોલીસ ગોઠવી દેવામાં આવી છે. અન્ન સેવા કરતા નાગરવાડાના ફિરોઝખાન પઠાણનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા…

Read More

વડોદરા માં નાગરવાડા વિસ્તારના 54 વર્ષીય વ્યક્તિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ વ્યક્તિ કોરોના શંકાસ્પદ તરીકે ગઇરોજ બપોરે સયાજી હોસ્પિટલમાં એડમિટ થયાં હતાં જ્યાં તેઓનું ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા બાદ આજે વહેલી સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે નાગરવાડા વિસ્તારના 54 વર્ષીય ફિરોઝ ખાન પઠાણ હરીયાણા તબલીક  જમાતમાં ગયા હોવાની વિગતો પ્રકાશ માં આવી છે હાલ નાગરવાડા વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે. કોરોના ના પોજીટીવ ફિરોજ ભાઈ પત્ની અને બે બાળકોને આજવા રોડ ખાતે ક્વોરન્ટીન કરાયા છે. આ નવા કેસ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા વધીને દસ થઈ છે. આ નવા…

Read More

(નિલેશસિંહ ઝાલા) કોઈ એ સાચુજ કહ્યું છે કે દીકરી એટલે બાપ નું કાળજું…કાળજા નો કટકો..દીકરી જયારે પોતાના પાપા ને જુએ એટલે ગળે લાગી જાય અને એટલે જ દીકરી ની વિદાય બાદ બાપ નું જીવન બદલાઈ જાય છે તે અચાનક વૃદ્ધ બની જાય છે. પોતાના સંતાનો થી વ્હાલું માબાપ માટે કઇજ હોતું નથી ત્યારે આજે વાત કરવી છે ગુજરાત પોલીસખાતા માં ફરજ બજાવતા એક એવા દંપતી ની કે જેઓ એ કોરોના ની હાડમારી માં ફરજ ને પ્રાધાન્ય આપી પોતાની ફૂલ જેવી માસૂમ નું કહી શકાય કે બલિદાન આપી દીધું છે. ગુજરાત ના ખેડા જિલ્લાના સેવાલીયા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ…

Read More