કવિ: Halima shaikh

ભારત માં કોરોના એ કાળો કેર વર્તાવી દીધો છે અને સેંકડો લોકો ના મોત થઈ ચૂક્યા છે ત્યારે ઝારખંડ માં બનેલી એક કરૂણ ઘટના માં કોરોના ના ખપ્પરમાં આખો પરિવાર આવી જતા હાહાકાર મચી ગયો છે આ પરિવારના એક પછી એક 6 સભ્યોના મોત થઇ ચૂકયા છે. ચોંકાવનારી માહિતી મુજબ કોરોના થી મોત ને ભેટનાર માતા ની અર્થીને કાંધ આપનાર પાંચેય દીકરાઓના એક પછી એક મોત થઇ ગયા હતા અને માત્ર 15 દિવસમાં જ આ પરિવારના છઠ્ઠા સભ્યનું મોત થઇ જતા કોરોના ની ભયાનકતા બહાર આવી છે અને લોકો માં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. દેશમાં આ પ્રકાર નો આ…

Read More

ગુજરાત ના રાજકારણ માં ભાજપ દ્વારા સુરત ના નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ના નામ ની જાહેરાત સાથે જ ભારે ચર્ચાઓ ઉઠી છે અને મરાઠા જ્ઞાતિના અને સૂરતમાં સ્થાયી થયેલાં આ નેતા ભાજપ માં જાણીતું નામ છે જોકે, હાઇ કમાન્ડ નો આ નિર્ણય રાજ્યના રાજકારણમાંથી જ્ઞાતિવાદ, પ્રદેશવાદનો અંત લાવવાના આશયથી લેવાયો હોય એવી ચર્ચાઓ વચ્ચે એવું પણ કહેવાય છે કે આ પ્રયાસથી ખાસ કરીને યુવા પાટીદારો હાર્દિક પટેલ તરફ વળે છે કે કોઈ બીજો વિકલ્પ પસંદ કરી શકે છે તે તો આગામી સમય બતાવશે. એક તરફ હાર્દિક અને બીજી તરફ સીઆર પાટીલ વચ્ચે સરખામણી થઈ રહી છે પણ કોંગ્રેસ…

Read More

વલસાડ જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી ગયું છે અને કોરોના ના કેસ 500 ને પાર કરી ગયા છે ત્યારે સ્થિતી ખુબજ વિકટ હોવાથી વલસાડ માં હાલ વેપારીઓ દ્વારા સાંજે 4 પછી દુકાનો દુકાનો બંધ રાખવાના નિર્ણય બાદ હવે વલસાડ ના ધાર્મિક અગ્રણીઓ મહંતો અને પુજારીઓ અને પ્રાંત અધિકારીની બેઠક બાદ શ્રાવણ માસ દરમ્યાન ભાવિકો ની ભીડ જમા ન થાય તે માટે મંદિરો પણ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી મંગળવાર તા. 21 જુલાઇ 2020 થી હિન્દુ સમાજ ના પરંપરાગત સૌથી ધાર્મિક મહિમા ધરાવતા શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે,ત્યારે માસમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતા કોરોના વધુ વકરવાની…

Read More

આગામી નવેમ્બર-ડિસેમ્બર દરમ્યાન યોજાનાર ચૂંટણીઓ અગાઉ વલસાડજિલ્લા પંચાયતઅને જિલ્લાની 6 તાલુકા પંચાયતોની બેઠકોના અનામત શિડ્યુલ માટે સરકારે ગેઝેટ હેઠળ નોટિફિકેશન જાહેર કર્યું છે. વિકાસ કમિશનરના જાહેરનામામાં જિલ્લા તાલુકા પંચાયતોમાં કેટલી બેઠકો અનામત,બિનઅનામત રહેશે અને મહિલાઓની કેટલી બેઠક રિઝર્વ રહેશે તે સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર ડીસેમ્બરમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદ્દતો પૂર્ણ થઇ રહી છે ત્યારે આગામી ચૂંટણીઓ નો ઢોલ ઢબુકયો છે. વલસાડ જિલ્લા પંચાયત અને જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં એસટી,એસસી,સામાજીક આર્થિક પછાત વર્ગ,સ્ત્રી અનામત સહિતની બેઠકોની સંખ્યા અંગે રાજ્ય સરકારે ગેઝટ હેઠળ ચાલૂ માસે નોટિફિકેશન જાહેર કર્યું છે.વિકાસ કમિશનરે જાહેર કરેલા આ નવા…

Read More

આખરે ભારતીય વાયુસેના ના કાફલા માં 29 જુલાઈ ના રોજ નવા પાંચ રાફેલ સામેલ થઈ જશે અને ફ્રાંસમાંથી રાફેલ ફાઈટર જેટનો પહેલો કાફલો આ મહિને ભારતને મળી જશે. આ વિમાનો અંબાલા એરફોર્સ સ્ટેશન પર વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. આ રાફેલ વિમાનો લદ્દાખ સેક્ટરમાં ગોઠવવામાં આવે તેવી શક્યતા છે. વાયુસેના ચીન સાથે વધી રહેલા તણાવને જોતા લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) નજીક પોતાની ક્ષમતા વધારવા ઈચ્છે છે. વાયુસેનાની કોન્ફરન્સમાં રાફેલને ગોઠવવા અંગે નિર્ણય લેવામાં આવશે વાયુસેનાના જણાવ્યા પ્રમાણે ફાઈટર જેટના એર અને ગ્રાઉન્ડ ક્રુની તાલીમ પૂરી થઈ ગઈ છે. ફાઈટર જેટમાં લાગેલી વેપન સિસ્ટમની તાલીમ પણ આપવામાં આવી છે. આ તમામ…

Read More

ગુજરાત સરકારે હેલ્મેટ અભિયાન ચાલુ કરી તોતિંગ દંડ વસુલવાનું ચાલુ કરતા લોકો ને હવે હેલ્મેટ પહેરવાની આદત પડી ગઈ છે જોકે હેલ્મેટ થી ફાયદો પણ થઈ રહ્યા ના કિસ્સા સામે આવ્યા છે આ હેલ્મેટ થી અકસ્માત થી તો બચી શકાય છે પણ કોઈ હુમલાખોર અચાનક હુમલો કરે તો ઘાતક હથિયાર થી માથું બચી જતા જીવ પણ બચી જાય છે, વલસાડ ના અતુલ માં આવોજ એક બનાવ સામે આવ્યો છે જેમાં અતુલ કંપની ના મેનેજર ઉપર અચાનક જ હુમલો થાય છે પણ માથા ઉપર હેલ્મેટ હોવાથી હેલ્મેટ માં કાણું પડી ગયું પણ મેનેજર નો જીવ બચી ગયો હતો. વિગતો મુજબ અતુલ…

Read More

ફિલ્મો અને ટીવી સિરિયલો જોઈને તેની સમાજ ઉપર કેટલી ઘાતક અસરો પડતી હોય છે તેનું જીવંત ઉદાહરણ ગાંધીનગર માં જોવા મળ્યું કે જ્યાં ક્રાઇમ પેટ્રોલ અને CID જેવી સિરિયલ જોઈને તેમાંથી આઈડિયા લઈને પત્નીએ પોતાના પતિને છેતરી ને તેની હત્યા કરી નાખી હતી અને કોઈ અઠંગ ક્રિમિનલ ની જેમ પુરાવા નાશ કરવાનો પ્રયત્ન પણ કર્યા હતા જે જોઈ પોલીસ પણ ચક્કર ખાઈ ગઇ હતી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લઈ આ મર્ડર કેસ માં વધુ તપાસ શરૂ કરી છે. પોતાની પત્ની વારંવાર પિયર જતી રહેતી હોવાથી પતિ તેને પિયર વારે ઘડીએ ન જવા જણાવતો હોવાથી ઘરમાં કંકાસ ચાલતો હતો પરંતુ…

Read More

આજે સોમવતી અમાસ અને માં દશામાં વ્રત નો પ્રારંભ થતો હોવાથી ઠેરઠેર ભાવિકો માં અનેરો ઉત્સાહ છે અને માં દશામાં ના સ્થાપન સહિત સોમવતી અમાસ નિમિત્તે નદી અને દરિયા કિનારે મોટી સંખ્યા માં ભાવિકો ઉમટ્યા હતા જોકે, આ વર્ષે કોરોના ની સ્થિતિ હોવાથી મર્યાદિત લોકો નદી અને દરિયા કિનારે આવી શકયા હતા કારણ કે જાહેર સ્થળો એ પ્રતિબંધ હોઈ ઓછા ભાવિકો એ પૂજા નો લાભ લીધો હતો, ત્યારે અમદાવાદના શાહીબાગ રેલવે બ્રિજ તરફના રીવરફ્રન્ટ પર પણ મહિલાઓ એ પૂજા કરી હતી. સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર પૂજા કરવા લોકો એકત્ર થયા હતા અને નદીમાં પણ સ્નાન પણ કર્યું હતું. ધાર્મિક…

Read More

વલસાડ જિલ્લાના વાપી માં કન્ટ્રક્શન ના વ્યવસાય સાથે સંકળાયેલા સઈદ શેખનું અપહરણ કરીને તેની પાસેથી રૂ. ૫૦ કરોડની ખંડણી વસૂલવાના કાવતરું ઘડનાર પાંચ બદમાશો ગુના ને અંજામ આપે તે પહેલાજ અમદાવાદ થી ઝડપાઈ ગયા બાદ આ વેપારી ની ટીપ આપનાર અલ્તાફ મન્સૂરીની પણ પોલીસે વાપીથી ધરપકડ કરી લીધી હતી. અલ્તાફ મન્સૂરીએ વેપારીનું અપહરણ કરીને ખંડણી વસૂલવામાં આવે તો 50 કરોડ જેટલી રકમ મળી શકે તેમ હોવાની ટીપ આપી હતી. આ ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરેલી આગવી પૂછતાછ દરમિયાન ટીપ આપનાર અલ્તાફ વેપારીની ઓફિસમાં કામ કરતો હોવાથી તેને પોતાના માલિક ની તમામ ગતિવિધિ ની ખબર હતી અને નાણાકીય વ્યવહારો ની પણ…

Read More

તમિલનાડુ ના કુખ્યાત ચંદન ચોર અને 22 પોલીસ જવાનો ની આખી ટીમ ને ઉડાવી દહેશત ફેલાવનાર હિસ્ટ્રીશીટર વિરપ્પનની પુત્રી વિદ્યા રાની ને ભાજપ પક્ષની મોટી જવાબદારી સોંપવામાં આવતા સ્થાનિક રાજકારણ માં ભુકંપ આવ્યો છે ,આપને જણાવી દઈએ કે ચંદનચોર વિરપ્પનની પુત્રીને ભાજપે તામિલનાડુ યુવા મોરચાની ઉપાધ્યક્ષ નું પદ સોંપી સન્માન કરાયું છે અને હવે તે તમિલનાડુ માં ભાજપ નું નેતૃત્વ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે તામિલાનાડુમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે ભાજપે અહીંયા કાર્યકારી સમિતિમાં મોટા ફેરફાર કર્યા છે.ભાજપે વિરપ્પનની પુત્રી વિદ્યા રાનીને ભાજપના યુવા મોરચાની ઉપાધ્યક્ષ બનાવી છે. વિદ્યા ચાલુ વર્ષે જ ભાજપમાં જોડાઈ ગઈ છે અને…

Read More