ચાઈના સરહદ અને પાકિસ્તાન માં પણ ચાઈના પોતાના લશ્કરી અડ્ડા બનાવી રહ્યું છે ત્યારે દુશ્મનો ની ચાલ નિષ્ફળ બનાવવા અને ભારત ને સુરક્ષિત કરવા માટે દેશ ના રક્ષા મંત્રાલયે રશિયા પાસેથી 33 ફાઈટર જેટ ખરીદવાના પ્રસ્તાવને મજૂરી આપી છે. 18 હજાર 148 કરોડ રૂપિયાના આ પ્રપોઝલ અંતર્ગત રશિયા પાસેથી 12 સુખોઈ-30 MKI અને 21 મિગ-29 ખરીદવામાં આવશે. આ સિવાય દેશ પાસે હાલ ઉપલબ્ધ 59 મિગ-29ને અપગ્રેડ પણ કરવામાં આવનાર છે. રક્ષા મંત્રાલયે નેવી અને એરફોર્સ માટે 248 અસ્ત્ર એર ટૂ એર મિસાઈલ ખરીદવાની મજૂરી આપી છે.સાથે સાથે ડીઆરડીઓને એક હજાર કિલોમીટર સુધી હુમલો કરનારી ક્રૂઝ મિસાઈલ ડેવલોપ કરવાની પણ મંજૂરી…
કવિ: Halima shaikh
આખા વિશ્વમાં ફેલાયેલા ચેપી રોગ કોરોના ની વેકસીન બનાવવા દુનિયાભરમાં વૈજ્ઞાનિક કામે લાગ્યા છે ત્યારે ભારતે આ રસી બનાવી લેવામાં સફળતા મેળવી લીધી છે,અમદાવાદની ઝાયડસ કેડિલાને કોરોના રસીના ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. હવે ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી તૈયાર કરી લીધી છે અને આ રસીને હ્યુમન ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી છે. અમદાવાદની ઝાયડસ કેડિલા હ્યુમન ક્લીનિક્લ ટ્રાયલ કરવા માટે DCGIએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે પછીના તબક્કા માં ઝાયડસ કેડિલાની કોરોના રસી હ્યુમન ક્લીનિકલ ટ્રાયલમાં પાસ થઈ ગઈ તો વિશ્વના અનેક દેશોમાં તેની મોટી માંગ ઉભી થશે અને ભારત સહિત ગુજરાત નું નામ દુનિયાભર માં એક ઇતિહાસ સર્જશે. ભારતની…
વલસાડ શહેરમાં કોરોના ની સ્થિતિ વકરતા માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટનીંગ સહિત ના નિયમો નું પાલન કરાવવા જિલ્લા સમાહર્તા દ્વારા અપાયેલી સૂચના બાદ પાલિકાની ટીમ દ્વારા વલસાડ માં કડક ચેકિંગ હાથ ધરાયું હતું.જે કામગીરી દરમ્યાન માસ્ક પહેર્યા વિનાના 36 વેપારી દંડાયા હતા.આ વેપારીઓને કુલ રૂ.7,200નો દંડ ફટકારવા માં આવ્યો હતો. વલસાડમાં કોરોના પોઝિટિવ કેસો વધવા માડતાં સંક્રમણથી બચવા માટે વેપારીઓ ને નિયમોનું પાલન કરાવવા કલેકટરના જાહેરનામા હેઠળ નગરપાલિકાના શોપ્સ ઇન્સપેક્ટર રમણભાઇ રાઠોડની આગેવાની તથા સંકલન હેઠળ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી.પાલિકાની ટીમે વલસાડના સ્ટેડિયમ રોડ,હાલર રોડ અને સ્ટેશન રોડ પર દૂકાનોનું ચેકિંગ હાથ ધરતાં માસ્ક પહેર્યા વિના વેપારીઓ નજરે પડ્યા હતા.આ…
ભગવાન રામનાજન્મસ્થળ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામમંદિરનું નિર્માણ શ્રાવણ માસમાં શરૂ થશે, આ પ્રસંગે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપી દેવાયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ અને મહામંત્રી ચંપત રાયે વડા પ્રધાન ને તે શ્રાવણ માસમાં અયોધ્યા આવીને તેઓ મંદિર નો પાયો નાખે તે માટે પત્ર લખ્યો છે અને જો તે મુજબ રૂબરૂ ન અવાય તો વીડિયો કોન્ફરન્સિંગથી ભૂમિપૂજન કરી કરવા આગ્રહ કરાયો છે. અયોધ્યામાં સાતથી આઠ હજાર મંદિર છે. પાંચ લાખથી વધુ વસતીવાળી નગરી અયોધ્યા વિશે કહેવાય છે કે અહીં દરેક ઘરમાં મંદિર અને દરેક મંદિરમાં ઘર છે. વિહિપના સ્થાનિક પ્રવક્તા શરદ જૈન કહે છે…
ફિલ્મીદુનિયા માં ખુબજ લોકપ્રિય કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈ ખાતે શુક્રવારે મોડીરાત્રે કાર્ડિયેક એટેક આવતા નિધન થયું જતા બોલિવૂડ માં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તેઓ 71 વર્ષના હતા. સરોજ ખાન ને શ્વાસ લેવામાં મુશ્કેલી થતા તેમને 17 જૂનથી મુંબઇના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તબીયત વધુ લથડતા સરોજ ખાને રાત્રે 1.52 મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. જેઓની અંતિમવિધિ મુંબઈના ચારકોપ કબ્રિસ્તાનમાં તેમના સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. બોલિવુડ માં ખુબજ જાણીતા આ કોરિયૉગ્રાફર ડાયાબિટીઝ સહિત ની બીમારીઓ થી પીડાતા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેઓ…
એક આઘાતજનક ઘટના માં મ્યાંમારનાં કચિન વિસ્તારમાં ચાલુ રહેલા અતિભારે વરસાદ ને લઈ અહીં સ્થિતિ અતિ વિકટ બની છે અને વરસાદ વચ્ચે સવારે ભેખડ ધસી પડતા લગભગ 113 મજૂરોનાં મોત થઇ ગયા ના અહેવાલ છે. જ્યારે હજુપણ અનેક મજૂરો હજુ દટાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મ્યાંમાર ફાયર બ્રિગેડ ના સૂત્રો એ જણાવ્યું કે અત્યારે 113 મૃતદેહોને બહાર કાઢવામા આવ્યા છે, જ્યારે અન્ય ગુમસુદાઓ ની તપાસ ચાલી રહી છે. સૂચનાં મંત્રાલયનાં એક સ્થાનિક અધિકારી ટાર લિંગ માઉંગે કહ્યું કે, અત્યારે અમે 100થી વધારે મૃતદેહો શોધ્યા છે. હજુ ઘણા મૃતદેહો કીચડમાં ફસાયેલા છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. આ વિસ્તારમાં છેલ્લા…
ગુજરાત માં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહી કરાઈ છે તા.4થી 6 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થઈ છે અને આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નું આગમન થશે. હાલ માં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદી માહોલ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ના અહેવાલ છે,હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આગામી તા.4 થી 6 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની સંભવના વ્યક્ત થઈ છે. આ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. દક્ષિણ…
વલસાડ પંથક માં કોરોના ની સ્થિતિ વિકટ બની રહી છે ત્યારે આ બધા વચ્ચે એક મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. કેડિલા ફાર્માના ધોળકા સ્થિત પ્લાન્ટમાં કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત કર્મચારીઓનો બ્લાસ્ટ થયા બાદ અન્ય એક દવા બનાવતી દાનહ ની સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત બન્યા હોવાની ખબર છે. જેના કારણે આખો પ્લાન્ટ બંધ કરવાની નોબત આવી છે. વલસાડ નજીક સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોના વિસ્ફોટ થયો છે અને એક દવા બનાવતી કંપની સન ફાર્મા માં એક સાથે 14 કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા આખો પ્લાન્ટ તાત્કાલીક અસર થી બંધ કરી દેવામાં આવ્યો છે. સન ફાર્મા કંપનીના ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં ફરજ…
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ભક્તિકિશોર સ્વામી ની પ્રેમલીલા એ આજકાલ ભારે ચર્ચા જગાવી છે અને તેઓએ મહિલા ફ્રેન્ડ સાથે જે રીતે ચેટિંગ કર્યું છે તેના સ્ક્રીન શોટ સોશ્યલ મીડીયા માં વાયરલ થતા ભારે ચકચાર મચી ગઇ છે.વોટ્સએપ માં આ સાધુ મહારાજ કોઇ સંસારી યુવાન ને શરમાવે તેવી ભાષા માં બીભત્સ વાતો કરતા હોવાના મેસેજ વાઇરલ થતાં સાધુની પાપલીલા જાહેર થઇ છે. વાયરલ ચેટિંગ ને લઇને સંપ્રદાયની છબી ખરડાઇ છે તેઓ પોતાની ગર્લફ્રેંડ ને કિસ આપશો ને… કેટલી કિસ આપશો ? વગરે વાત કરી રહ્યા છે. યુવતી જ્યારે કહે છે કે ખાલી કિસ બીજું નઈ ત્યારે સ્વામી કે છે પ્રેમથી જે મળે…
દેશમાં દરવર્ષે ગણેતોસવ દરમ્યાન ઠેરઠેર ભગવાન ગણેશજી ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવે છે જેમાં દેશમાં સૌથી વધુ જાણિતા મુંબઈ ના શ્રીગણપતિ લાલબાગના રાજાનુ ચાલુ વર્ષે કોરોનાને લીધે સ્થાપન થશે નહીં. કેમકે મુંબઈ માં જ્યાં ‘લાલબાગચા રાજા’ની મૂર્તિ સ્થાપિત થાય છે તે જગ્યાથી બિલકુલ નજીક કન્ટેનમેન્ટ એરિયા આવેલો છે. છેલ્લા 86 વર્ષમાં આ પ્રથમ વખત ‘લાલબાગના રાજા’ બિરાજમાન થશે નહીં. વર્ષોથી ચાલી આવતી પરંપરા કોરોના ને કારણે પ્રથમવાર ખેરવાઈ છે. આ અંગેનો નિર્ણય લેવા માટે આશરે 1,200 સભ્યોની લગભગ ત્રણ કલાક ચાલેલી ઝૂમ મીટિંગ માં ચર્ચા દરમ્યાન આ નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં આ વર્ષે લાલબાગના રાજાનું સ્થાપન નહીં કરવાનો…