આજથી એટલે કે અષાઢ સુદ અગિયારસ થી બાળાઓ ના ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત નો પ્રારંભ થયો છે , પ્રાચીન શિવપુરાણની કથા માં વર્ણન મુજબ હિમાલયની પુત્રી માં પાર્વતીએ ભગવાન શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યા હતા. અને આ વ્રત દ્વારા જ માં પાર્વતીજી ની મનોકામના પૂર્ણ થઈ હતી. આમ આપણા પ્રાચીન ધર્મગ્રંથ ના આધારે ત્યારથી કુમારિકાઓ પોતાના સારા જીવનસાથી ની પ્રાપ્તિ માટે અને સારા જીવન પ્રાપ્તિના શુભ હેતુથી પરંપરાગત રીતે આ વ્રત કરે છે અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું ગૌરી વ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયા પાર્વતી વ્રત સતત પાંચ વર્ષ સુધી…
કવિ: Halima shaikh
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને બાય બાય કરીને 8 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ ભાજપ ને સમર્થન કર્યા પછી ના ઘટનાક્રમ માં પાંચ પૂર્વ ધારાસભ્યો સત્તાવાર રીતે ભાજપ નો કેસ ધારણ કરી લીધો છે અને આ પૂર્વ ધારાસભ્યો હવે પેટા ચૂંટણીમાં ટીકિટ માટે હવે સચિવાલયમાં મંત્રીઓની ચેમ્બરમાં આંટાફેરા મારી રહ્યા છે. ચર્ચાતી વાતો મુજબ ભાજપમાં જોડાવા છતાં ચારથી પાંચ પૂર્વ ધારાસભ્યોને ટીકિટ મળવા ના કોઈજ ચાન્સ નથી તેમછતાં તેઓ કોઇને કોઇ કામ લઇને લોબીંગ કરવા માટે મંત્રીઓને ખુશ કરવા સચિવાલયમાં દેખાઈ રહ્યા છે. હાલમાં પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમાભાઇ પટેલ અને જે.વી.કાકડીયા પોત પોતાની રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હોવાની વાત છે.…
આજે બાળાઓ ના મોળા વ્રત છે બાલિકાઓ પાંચ દિવસ મોળું ખાઈને વ્રત કરે છે ,આજે બુધવારે દેવપોઢી એકાદશી છે. શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુ એકાદશીએ ક્ષીરસાગરમાં યોગ નિદ્રા (શયન) માટે જાય છે અને ચાર મહિના સૂઈ જાય છે. તેથી તેને દેવશયની કે દેવપોઢી એકાદશી કહેવાય છે. જ્યારે આ સમયગાળાને ચાતુર્માસ કહેવાય છે. ચાતુર્માસ 1 જુલાઈથી શરૂ થશે. જ્યારે આગામી 134 દિવસ પછી 14 નવેમ્બર પછી શુભ અને માંગલિક કાર્યો થઈ શકશે. હિન્દુ ધર્મમાં, અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ તિથિના દિવસે દેવશયની એકાદશીનુ વ્રત કરવામાં આવે છે. તેને અષાઢી અગિયારસ કે હરિશયની એકાદશીના નામથી પણ…
ભાજપ શાસન માં હવે લોકશાહી ખતરા માં મુકાઈ ગઈ હોય તેવો માહોલ છે અને પોલીસ ની પણ દાદાગીરી વધી ગઈ હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે એક તરફ સરકાર જનતા ને કોરોના ની રાહત આપી શકી નથી અને ઉપર થી પેટ્રોલ અને ડીઝલ ના ભાવો વધારી દેતા જનતા ની સ્થિતિ કફોડી બની છે ત્યારે જનતા ને વિરોધ કરવાનો પણ અધિકાર નથી .સતત પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા અંગે વિરોધ કરી રહેલા રાજકોટ ના કૉંગ્રેસ ના આગેવાન ડો.રાજદીપ સિંહ જાડેજા ને પોલીસે ઘોડા ઉપર થી ઢસડી ને નીચે ખેંચી પોલીસ જીપ સાથે અથડાવી દીધા હતા અને પોલીસે તેંમની અટકાયત કરી…
કોરોના ફેલાવીને દુનિયા ને બાન માં લેનાર ચાઈના ને હવે સબક શીખવવા માટે દુનિયા ના દેશો એક થઇ રહ્યા છે જેમાં પ્રથમ ભારતે રાતોરાત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધા બાદ અમેરિકાએ પણ હવે હોંગકોંગ મામલે સીધી દરમ્યાનગીરી કરી અમેરિકન મૂળના અત્યાધુનિક રક્ષા સાધનો અને તકનીકીઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ મંગળવારે આ પ્રતિબંધોને જાહેર કર્યા છે. પોમ્પિયોએ ટ્વિટ કર્યું હતું કે આજે યુ.એસ. હોંગકોંગ પર સંરક્ષણ ઉપકરણો અને ડ્યુઅલ ઉપયોગ સંવેદનશીલ ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ મૂકવા જઇ રહ્યું છે. જો બેઇજિંગ હોંગકોંગને એક દેશ, એક સિસ્ટમ માને છે તો આપણે પણ નિશ્ચિત…
બાંગ્લાદેશ માં હોડી ડૂબતા 28 લોકો ના મોત થયા હતા ,ઢાકા નજીક આવેલ બૂઢીગંગા નદીમાં બે હોડી વચ્ચે અકસ્માત સર્જાતા એક હોડી ડૂબી જવાથી 28 લોકોના મોત થયા હતા. આ હોડીમાં 100થી વધુ લોકો સવાર હતા. 28 મૃતદેહ બહાર કાઢવામા આવ્યા છે. અમુક લોકોએ તરીને જીવ બચાવ્યો તો કેટલાક ને બચાવવામાં આવ્યા હતા. વહીવટીતંત્રએ જણાવ્યું છે કે બીજી હોડી સાથે અથડાવાથી આ દુર્ઘટના થઇ હતી. હજુ કેટલા લોકો ગુમ છે અને કેટલા બચાવવામાં આવ્યા છે તેની માહિતી નથી , મોર્નિંગ બર્ નામની હોડી ઢાકાથી મુંશીગંજ જઇ રહી હતી. સરદારઘાટ ટર્મિનલ પાસે તે મોયુર-2 નામની અન્ય હોડી સાથે ટકરાઈ ગઇ હતી.…
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા શરૂ થયા છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા સહિત રાજ્ય માં 5 દિવસ વરસાદની આગાહી અપાઈ છે હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી બે દિવસમાં વાવાઝોડા સાથે ભારે પવન ફુકાવવાની શક્યતા છે. મધ્યની સાથે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ આગામી પાંચ દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આગામી 4 દિવસ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામા…
દેશમાં કોરોના ની સ્થિતિ યથાવત છે અનલોક 1 પણ પૂરું થઈ રહ્યું છે હવે પછી શું પગલાં ભરવા તે સહિત ભારતીય બોર્ડર ઉપર લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે આજે એક વખત ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરવા જઇ રહ્યા છે ત્યારે તેઓ ના રાષ્ટ્રજોગ સંબોધન માં શુ નવું આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે આ સંબોધન પૂર્વે જ સરકારે ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે આ પગલું પણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવારની રાત્રે માહિતી આપવામાં આવી છે તે મુજબ મંગળવાર સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધશે. હવે દરેક લોકોની…
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર ફેક્ટરીમાં ગેસ લીક થવાની ઘટના બની છે અને આ ઘટનામાં બે કર્મચારીઓના કરુણ મોત થઈ ગયા છે અને ગેસ ગળતર માં અસરગ્રસ્ત ચારેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગેસ ગળતર ની ઘટના સેનર લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બની હતી અહીં બેન્જીમિડેલોજ ગેસ લીક થયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, જે લોકોના મોત થયા છે તેઓ સાઈટ પર હાજર હતા. બીજી કોઈ જગ્યાએ ગેસ ફેલાયો નથી, સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. અંદાજે બે મહિનામાં આ ત્રીજી વખત ગેસ લીક થવાની ઘટના થઈ છે. આમ વારંવાર બની રહેલા આવા ગંભીર બનાવો…
કોરોના પોઝીટીવ આવેલા કોંગ્રેસ અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી ની વડોદરા ની બેંકર્સ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી જ્યાં તેઓ ની સ્થિતિ વધુ ગંભીર જણાતાં તેઓ ને મોડીરાત્રે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ ને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતા વડોદરા ના માંજલપુર સ્થિત બેંકર્સ હાર્ટ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓ છેલ્લા અઠવાડિયાથી સારવાર લઇ રહ્યા હતા. ભરતસિંહ હાલ ઇન્ટરમીટર હાઈફલો ઓન ઓક્સિજન થેરાપી પર છે. ત્યારે વધુ સારવાર માટે એક કલ્લાકમાં વડોદરાથી અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે ભરતસિંહ સોલંકીને અમદાવાદ ખાતે સિમ્સ અંથવા ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી…