કોરોના માં જનતા ની કમ્મર તૂટી ગઈ છે અને ઘરમાં પૈસા નથી ત્યાંજ હવે સ્કૂલ ફી,મકાન ભાડા, લાઈટ બિલ સહિત ઘરમાં ખૂટી પડેલા ડબ્બાઓ માં અનાજ નથી ત્યારે ગ્રાઉન્ડ પર તરતજ હેલ્પ કરવામાં સરકાર ની નિષ્ફળતા સામે લોકો માં નારાજગી છવાઈ ગઈ છે અને તેમાંય ઝાંઝવા ના જળ જેવી ટીવી સહાય ડિકલેર કરી હાથ ઊંચા કરનાર સરકાર સામે લોકો માં આક્રોસ જોવા મળી રહ્યો છે એમાંય વળી મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી એ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરીને સોશિયલ મીડિયા માં જાહેરાત કરી હતી કે લોન લેવા કોઈ ગેરેન્ટર નહિ પણ સરળ પ્રક્રિયા હશે અને માત્ર અરજી કરવાથી રૂ. 1…
કવિ: Halima shaikh
દુનિયાભરમાં કોરોના નો કહેર યથાવત છે અને લોકડાઉન ની સ્થિતિ છે ત્યારે મુસ્લિમો ના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-ફિત્રની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે,પી.એમ મોદી અને રાષ્ટ્રપતિ એ ઈદ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે,હાલ કોરોના ની મહામારી માં નમાજ મસ્જિદ અથવા ઈદગાહ પર નહીં પરંતુ ઘરે જ અદા કરાઈ છે. જોકે આવું પહેલીવાર થયું છે અને આવી સ્થિતિ ઉભી થાય ત્યારે ઘરે કઇ રીતે નમાજ પઢી શકાય છે, તેની સાચી પ્રક્રિયા ટોચના ધર્મગુરુઓ મૌલાના કાજી ના જણાવ્યા મુજબ ઈસ્લામ ઘરે આવી સ્થિતિ માં નમાજ પઢવાની મંજૂરી આપે છે. મોટી બીમારી, યુદ્ધ કે કોરોનાવાયરસ જેવી પરિસ્થિતિમાં જેવી રીતે બધી નમાજ ઘરે જ…
વલસાડ જિલ્લા માં કોરોના નો કહેર વધતો જઇ રહ્યો છે,ત્યારે વાપી માં આજે વધુ બે કેસ સામે આવ્યા છે. ગત સપ્તાહે કોરોના પોઝીટીવ નોંધાયેલ રવિ જેસવાલ ના માતા પિતા નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેમાં રવિ ના પિતા 59 વર્ષીય ગોરખપ્રસાદ વિષ્ણુનાથ જેસવાલ ડાયાબિટીસના દર્દી છે અને માતા 55 વર્ષીય દયાંતીદેવી જેસવાલ ડાયાબીટીસ અને બ્લડપ્રેસર ના દર્દી હોઈ તેમને પુત્રનો ચેપ લાગ્યા ની શંકા છે. આ બન્ને ચલા સ્થિત સતાધાર સોસાયટીમાં રહે છે પુત્ર ને પોઝીટીવ આવતા તેના માતાપિતાને અટગામ ખાતે ના સામુહિક આરોગ્ય કેન્દ્ર માં કોરિન્ટિન કરાયા હતા પરંતુ તેમને તકલીફ વધતા વલસાડ સિવિલ માં લવાયા હતા જ્યાં સેમ્પલ…
લોકડાઉન માં પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે મોજ મસ્તી કરવા તેના ફ્લેટ માં નેતા ઘુસી ગયા પણ કોઈ ટીખલખોરે ડોરબેલ વગાડી મુક્તા નેતાજી ની મજા બગડી હતી અને બાલ્કની માંથી દોરડું બધી ઉતરવા જતા નીચે પટકાતા હાડકા ખોખરાં થઈ ગયા હતા અને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા હતા જોકે , ડોરબેલ કોણ મારીને ભાગી ગયું તે જાણી શકાયું ન હતું. વિગતો મુજબ હરિયાણા ના પંચકુલા ના ભાજપ ના નેતા ચંદ્રપ્રકાશ કથુંરિયા લોકડાઉન માં પોતાની મહિલા મિત્ર યાદ આવતા તેઓ ચંદીગઢ પહોંચી ગયા હતા અને એપાર્ટમેન્ટ ના બીજા માળે રહેતી ગર્લફ્રેંડ ના ફ્લેટ માં ઘુસ્યા હતા બીજી તરફ કોઈને આ વાત ની ખબર…
અમદાવાદ માં કોરોના ની સ્થિતિ માં લોકો નું રક્ષણ કરી રહેલા વધુ એક પોલીસકર્મી નું મોત થતા પોલીસ કર્મચારીઓ નો મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ મથક માં ફરજ બજાવતા ASI ગિરીશ બારોટ નું કોરોના ને કારણે સારવાર દરમ્યાન કરુંણ મોત થયું હતું. છેલ્લા ચાર દિવસ પહેલા ગિરીશ ભાઈ નો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો જેથી તેઓ ને તાત્કાલિક અમદાવાદ ની એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું કોરોના ને કારણે કરુંણ મોત થઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ના આજ કૃષ્ણનગર પોલીસ મથક માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત ભાઈ નું પણ કોરોના થી મોત…
લોકડાઉન આવતા લોકો બેકાર થઈ ગયા છે બધું ઠપ્પ થઈ ગયું છે ત્યારે શાળા ની ફી, મકાન ભાડા, લાઈટ બિલ અને વિવિધ હપ્તા ના ટેંશન લોકો ઉપર હાવી થઈ ગયા છે. ત્યારે સરકાર ને ગ્રાઉન્ડ ઉપર આ બધી સમસ્યાઓ માં તત્કાળ રાહત ની માંગ ઉઠી રહી છે પરંતુ કમનસીબે એવું થયું નથી. આ બધા વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા માં પારડી તાલુકા માં આવેલ મોટા વાઘછીપા સાર્વજનિક કેળવણી મંડળ ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ શાળા ના સંચાલકો વાલીઓ ની વેદના સમજી આગળ આવ્યા છે અને એક્સાથે 900 વિદ્યાર્થીઓ ની ફી માફ કરી દેતા લોકો આ સ્કૂલ ના નિર્ણય થી અભિભૂત…
કોરોના ના કહેર વચ્ચે લોકડાઉન માં પાન ,બીડી ,સિગારેટ,135 તમાકુ ની ફાકી માવા,ગુટખા ના ભાવો રાતોરાત બમણા નહિ પરંતુ ત્રણ ઘણા થઈ ગયા છે અને કેટલાય લોકો એ રિતસર કમાણી નો ધંધો ચાલુ કરી દીધો છે ત્યારે કાળા બજાર કરનાર તત્વો ઉપર કોઈનો કંટ્રોલ નહિ હોવાનું જણાય રહ્યું છે તેવે સમયે હાલ માં લોકડાઉનમાં પાનના ગલ્લાઓ ને મુક્તિ મળી હોવા છતાં પાન-બીડી, તમાકુના ધૂમ કાળાબજાર વચ્ચે ભાજપના નેતા વ્યસનીઓની વ્હારે આવ્યા છે. રાહત દરે જીવનજરૂરી ચીજોનું વિતરણ તો લોકોએ સાંભળ્યું છે પરંતુ વાંકાનેરમાં પાન-બીડી, તમાકુનું ટાઉનહોલમાં રાહતદરે વિતરણ પાલિકાના સહયોગથી કરાયું હતું. આજે વાંકાનેર ના પૂર્વ નગરપતિ તથા ભાજપના જીતુભાઈ…
કોરોના કહેર વચ્ચે સમગ્ર રાજ્ય માં લોકડાઉન ચાલુ હોય જેમાં અમુક ધંધા માટે થોડીક છૂટ અપાઈ છે પરંતુ પાન મસાલા,તમાકુ,બીડી,સિગારેટ સહિત ની કેટલીક વસ્તુઓ ના વેચાણ સદંતર બંધ હોવાથી વ્યસનીઓ ની તલપ જતા કેટલાક તત્વો ખાનગી રાહે આવી વસ્તુઓ લાવી કાળા બજાર માં વેંચતા હોઈ હાલ આ બાબતે કેટલાક કાળા બજારીયાઓને ઘી કેળા જોવા મળી રહ્યા છે ત્યારે એક નવો શબ્દ આવ્યો છે અને તે છે લૂંટલેવર…. લૂટલેગર..!! જેમ કોરોના એક નવું નામ વિશ્વ સમક્ષ આવ્યું, નવા જ પ્રકારની મુસીબતો આવી અને એક નવી પરિસ્થિતિમાંથી વિશ્વને પસાર થવું પડ્યું તેવી જ રીતે આ મહામારીમાં આ એક નવી પ્રજાતિનો ઉદભવ થયો…લૂટલેગર…
અમદાવાદ માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે,અને સિવિલ માં મરનાર કોરોના ના દર્દીઓ ના દાગીના સહિત કિંમતી વસ્તુઓ ની ચોરીની ફરિયાદો કેટલાય સમય થી ઉઠી રહી હતી.ત્યારે લાશો ઉપર થી દાગીના ની ચોરી કરનાર બે ઈસમી ની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ માં 1200 બેડ ની કોવિડ 19 હોસ્પિટલમાં મરનાર કોરોના ના દર્દીઓ ના દાગીના ચોરનાર બે ઈસમો ની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા ઈસમો માં અમિત શર્મા અને રાજ પટેલ નો સમાવેશ થાય છે આ બન્ને ઈસમો સેનેટરાઈઝ કરવાના બહાના હેઠળ પીપીઈ કીટ પહેરી કોવિડ હોસ્પિટલમાં માં ઘૂસીને શબો ઉપર થી સોના ના દાગીના અને સ્ટાઈલિશ વસ્તુઓ ની ચોરી…
આજની વાસ્તવિકતા એવી રહી છે કે હવે સારો પત્રકાર પણ કોઈ જગ્યા જાય તો પણ તોડ કરવા આવ્યો હશે એમ માની લોકો દૂર ભાગવા માંડ્યા છે એટલુંજ નહિ પણ સોશ્યલ મીડિયા માં તો હવે પબ્લીકે ‘ગોદી’ મીડિયા એવું નામ પણ આપી દીધું છે ત્યારે અમુક તત્વો ના કારણે મીડિયા બદનામ થઈ ગયું છે ત્યારે અવાજ એક કિસ્સા માં વલસાડ લીલાપોર ગ્રામપંચાયતમાં છેલ્લા 5 વર્ષથી RTI કરીને પરેશાન કરતા એક સાપ્તાહિકના પત્રકારને એક રાજકીય નેતા ના પીએ એ મેથીપાક આપ્યો હતો જોકે ,પત્રકાર પણ માફી માંગવામાં શાણપણ સમજી ભાગી ગયો હતો. વલસાડ પંથક માં એક સાપ્તાહિકના પત્રકારે પંચાયતોમાં RTI કરીને છેલ્લા…