Author: mohammed shaikh

Screenshot 20230416 152806 Chrome

અમદાવાદની નામદાર કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહને સમન્સ જારી કર્યા છે,આ સમન્સ માનહાનિના કેસમાં જારી કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, ગુજરાત યુનિવર્સિટીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાન મોદીની ડિગ્રીના મુદ્દે યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા. પોલીસે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદ પરથી આઈપીસીની કલમ 500 હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આનાથી પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે. જેના પર અમદાવાદ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવટિયાએ…

Read More
Screenshot 20230416 140811 Chrome

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 83 વર્ષના વૃદ્ધ અકબર અહેમદ કાદરીએ બે બાળકો સાથે વારાફરતી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં કેસ ચાલી જતા ધોરાજી સેશન કોર્ટે વૃદ્ધને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ વૃદ્ધ સામે જે તે સમયે ઉપલેટા પોલીસમાં પોક્સો અને કલમ 377 મુજબ ગુનો દાખલ થયો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આ મુજબ ચુકાદો આપ્યો છે. સમગ્ર ઘટનાનો તે સમયે ભોગ બનનાર એક બાળકે મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી લીધો હતો. જે મહત્ત્વનો પુરાવો બની રહ્યો હતો. ઉપલેટા શહે૨માં ફરિયાદીએ એવી ફરિયાદ આપી હતી કે તેમના 12 વર્ષના પુત્ર અને તેમના મિત્રના પુત્રને આરોપી અકબર અહેમદ કાદરીએ પોતાના ઘરે…

Read More
Screenshot 20230416 135616 Chrome

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBI દ્વારા દારૂનીતિ કેસમાં પૂછપરછ ચાલુ છે ત્યારે બીજી તરફ અરવિંદ કેજરીવાલની CBI પૂછપરછનો વિરોધ કરી રહેલા AAPના ત્રણ ધારાસભ્યો સહિત અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરવામાં આવી છે. દરમિયાન AAPએ ટ્વીટ કર્યું,કે ધારાસભ્ય વિનય મિશ્રા, વિશેષ રવિ અને અખિલેશ પાટી ત્રિપાઠી સહિત અનેક ધારાસભ્યોને મોદીજીની પોલીસે કસ્ટડીમાં લીધા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે સવારે 11.10 કલાકે દારૂ નીતિ કેસમાં પૂછપરછ માટે CBI ઓફિસ પહોંચ્યા હતા. તેમણે પહેલાં રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી દિલ્હી સરકારના અનેક મંત્રીઓ, પાર્ટીના સાંસદો અને પંજાબના સીએમ ભગવંત માન તેમને CBI ઓફિસ સુધી મૂકવા ગયા હતા. આ…

Read More
Screenshot 20230416 135157 Chrome

અતીક અહેમદ મર્ડર કેસમાં પોલીસ તે એન્ગલ ઉપર પણ તપાસ કરી રહી છે કે કેટલાક સફેદપોશ પોતાના નામો જાહેર ન થાય તે માટે સોપારી કીલીંગ કરાવ્યું હોય શકે છે. અતિકે રિમાન્ડ દરમિયાન ઘણા સનસનાટીભર્યા ખુલાસા કર્યા હોવાનું કહેવાય છે અને પ્રયાગરાજ સહિત સમગ્ર યુપીમાં તેના કાળા નાણાના આધારે બનેલા આર્થિક સામ્રાજ્યમાં ભાગીદાર તરીકે ઘણા મહાનુભાવોના નામ આપ્યા હતા. આ એવા નામ છે જેમણે પોતાની કંપનીઓમાં અતીકના કાળા નાણાનું રોકાણ કર્યું છે. આવી બસોથી વધુ સેલ કંપનીઓ શોધી કાઢવામાં આવી હતી. અતીકની કમાણી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં ખર્ચ કરનારાઓ ઉપરાંત ઘણા વ્હાઇટ કોલર લોકોને પણ અસર થઈ હતી. અતીકે આવા પચાસથી વધુ…

Read More
Screenshot 20230416 133348 Chrome

અતીક અહેમદ અને અશરફનું પોસ્ટમોર્ટમ શરૂ થઈ ગયું છે. બંનેના મૃતદેહ અતીકના સાળા અને તેના પિતરાઈ ભાઈને સોંપવામાં આવશે. બીજી તરફ હત્યાનો રિપોર્ટ લઈને ડીજીપી સીએમ હાઉસ પહોંચી ગયા છે. માફિયા અતીક અને અશરફના મૃતદેહોને આજે ચકિયા કસારી મસારી સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. બંને મૃતદેહોને સ્વરૂપરાણી નેહરુ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ હાઉસમાં રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેને આજે જ દફનાવવામાં આવશે, આ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. અતીક અહેમદના પુત્ર અસદ અહેમદના મૃતદેહને શનિવારે જ દફનાવવામાં આવ્યો હતો. અસદનું એન્કાઉન્ટર 13 એપ્રિલે ઝાંસીમાં થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 15 એપ્રિલના રોજ અતીક અહેમદના પૈતૃક ઘર ચકિયા…

Read More
Screenshot 20230416 130750 Chrome

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલ માંડવા ગામે પહેલા ક્વોરીનો વિરોધ અને હવે કથિત વહીવટ થઈ જતા કવોરી ચાલુ કરવા ઘીના ઠામમાં ઘી પડી ગયાની ચર્ચા વેગવંતી બની છે અને તે માટે ગ્રામસભામાં ‘લીલી ઝંડી’આપવા ચક્રો ગતિમાન થયાની વાત સબંધિત વર્તુળોમાં હવાની જેમ પ્રસરી છે. માંડવા ગામે ખાતા નં :-૮૨૬ અને સરવે નં:-૧૫૪૭ વાળી બિનખેતીની જમીન ઉપર કવોરી પ્રોજેકટ ઉભો કરવા મામલે ભારે વિરોધ વંટોળ ઉઠ્યા બાદ હવે માત્ર દોઢ મહિનામાં જ ત્રીજી ગ્રામ સભા બોલાવવા અંગે સબંધિતોમાં વાટાઘાટો શરૂ થઈ છે અને હવે ક્વોરી ચાલુ કરવા માટે ગતિવિધિ શરૂ થઈ હોવાનું કહેવાય છે. કવોરીના સંચાલકોએ સરપંચ સહિત કેટલાક ચોક્કસ લોકોને…

Read More
Screenshot 20230416 120003 Chrome

કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવા પર નિશાન સાધ્યું હતું. કહ્યું કે, ગુજરાતમાં ભાજપના 30 વર્ષના શાસનમાં મોદી 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા, પરંતુ એકપણ શાળાની હાલત સુધરી નથી. દિલ્હીની AAP સરકારે 5 વર્ષમાં સરકારી શાળાઓની કાયાપલટ કરી છે. તેમણે કહ્યું કે બીજેપી AAPને સાઇડલાઇન કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે પહેલા સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાને જેલમાં મોકલ્યા. હવે તેમની ધરપકડ કરવા માંગે છે. અરવિંદ કેજરીવાલે આજે રવિવારે સવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે CBIએ આજે ​​મને બોલાવ્યો છે. હું તેમના પ્રશ્નોના સાચા જવાબ આપીશ. જ્યારે તમે કંઈ ખોટું કર્યું નથી તો શું છુપાવવું. ભાજપ પર નિશાન સાધતા…

Read More
Screenshot 20230416 115013 Chrome

અતીક અને અશરફની હત્યા કરનારા લવલેશ તિવારી,અરુણ મૌર્ય અને સન્ની નામના શૂટરોએ 9 એમએમ પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. સ્થળ પરથી ત્રણ 9 એમએમ પિસ્તોલ મળી આવી હતી. આ સાથે 9 એમએમ કારતુસના 11 કિઓસ્ક પણ મળી આવ્યા છે. ઘટના બાદ જે બાબતો સામે આવી છે તેના પરથી એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આમાં કોઈ મોટી સોપારી કિલર ગેંગનો પણ હાથ હોઈ શકે છે. હકીકતમાં, સૂત્રોનું કહેવું છે કે સ્થળ પરથી મળી આવેલા ત્રણ હથિયારોમાંથી એક ઈટાલિયન પિસ્તોલ છે, જેની કિંમત પાંચ લાખથી વધુ હોવાનું કહેવાય છે. આવા હથિયારોનો ઉપયોગ પ્રોફેશનલ ગેંગ જ કરે છે. આવી સ્થિતિમાં…

Read More
Screenshot 20230416 113421 Chrome

યુપીના પ્રયાગરાજમાં શનિવારે રાત્રે અતીક અહેમદ અને અશરફની હત્યાને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. જ્યાં યુપીમાં આ ઘટનાને લઈ AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યુપી સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હું શરૂઆતથી જ કહી રહ્યો છું કે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર કાયદાની મર્યાદામાં સરકાર ચલાવી રહી નથી, પરંતુ બંદૂકના શાસન પર ચલાવી રહી છે અને તે 2017 થી ચાલુ છે. તેણે કહ્યું કે આ એક હત્યા હતી. ઓવૈસીએ કહ્યું કે આ ઘટના યુપીમાં કાયદાના શાસન પર પણ સવાલો ઉભા કરે છે. શું આ ઘટના બાદ લોકોને બંધારણ અને કાયદામાં વિશ્વાસ રહેશે ખરો? ઓવૈસીએ કહ્યું કે એવું નથી કે…

Read More
20230416 110639 scaled

વલસાડના ડુંગરી ગામમાં વેફર બનાવતી એક કંપનીએ કેમિકલયુક્ત પાણી નહેરમાં છોડતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમિકલવાળુ પાણી નહેરમાં છોડવામાં આવતા આ પાણી હવે સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે વેફર કંપનીએ કેમિકલયુક્ત પાણી નહેરમાં છોડ્યું છે. જે અંગે ખેડૂતોએ સ્થાનિક તંત્ર અને GPCBને જાણ કરી કેમિકલયુક્ત પાણી છોડતી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ખેડૂતોએ સિંચાઈ વિભાગ અને GPCBને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે. કંપની દ્વારા વારંવાર આ રીતે પ્રોસેસ કર્યા વગરજ પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને અગાઉ પણ પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે ખેડૂતો…

Read More