Author: mohammed shaikh

Screenshot 20230624 120916 Chrome

વડોદરામાં ચોમાસા દરમિયાન મગરો રહેણાંક વિસ્તારમાં ઘૂસી જવાની ઘટનાઓ શરૂ થઈ જાય છે ત્યારે વડોદરા નજીક આવેલ સુખલીપુરા ગામમાં રહેણાંક ઘર પાસે 12 ફૂટ લાંબો મહાકાય મગર ઘૂસી આવતા લોકો ગભરાઈ ગયા હતા દરમિયાન ગ્રામજનોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને જાણ કરતા રેસ્ક્યુ ટીમ દ્વારા મગરનું ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. રાત્રિના 3 વાગ્યાના અરસામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ ભાઈ ઉપર સુખલીપુરા ગામના સરપંચનો ફોન આવ્યો હતો કે,તેઓના ગામમાં ભરવાડ વાસ પાસે એક મહાકાય મગર આવી ચડ્યો છે.જે કોલ મળતા જ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત, કિરીટ રાઠોડ, અશોક વસાવા, હાર્દિક પવાર…

Read More
Screenshot 20230624 111241 Chrome

રાજ્યમાં ફિક્સ પેના કર્મચારીઓ દ્વારા ફિક્સ પગારની પુનઃ સમીક્ષા કરવા માટે માંગ ઉઠવા પામી છે. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખી રજુઆત કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે ફિક્સ પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. મહત્વનું છે કે છેલ્લા છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો છે અને તેઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ વાતને લઈ હવે ફિક્સ પે ના કર્મચારીઓ પણ પગાર વધારવાની માંગ કરી રહયા છે અને હવે ફિક્સ પેના પગાર મુદ્દે પુનઃ સમીક્ષા કરવા માટે માંગ કરી રહયા છે. આવા કર્મચારીઓનું કહેવું છે કે પગાર માં છેલ્લાં…

Read More
Screenshot 20230624 103840 Chrome

રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ ભારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ બન્યા હતા. ગોધરામાં ભારે વરસાદ પડતાં અંકલેશ્વર મહાદેવ, લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવાવ વિસ્તાર, શહેરા ભાગોળ, સિંધુરી માતા મંદિર, આદ્ય મહેશ્વરી સોસાયટી, સિંધી ચાલી ખાડી ફળિયા, ચિત્રાખાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને કેટલાક વિસ્તારમાં ગટર લાઈન બ્લોક થઈ જતા ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું હતુ. ગોધરા શહેરના આદ્ય મહેશ્વરી સોસાયટી અને વાલ્મિકીવાસ ખાતે પસાર થતી વરસાદી કાસની કેનાલમાં ભારે પાણી વહેતા થયા હત અને સતત બે કલાક સુધી ચાલુ રહેલા અવિરત વરસાદને પગલે સોસાયટી…

Read More
20230624 102313

અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનરશ્રી પ્રેમવિર સિંઘ, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી એમ.એસ. ભરાડા તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી એ.એમ. મુનિયા દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સોસાયટી ખાતે પોતાના મકાનમાં રહેતા અને નરોડા ખાતે ફ્લેટ ધરાવતા, આઇટી વિભાગમાં કામ કરતા યુવાન પોતાની ડોકટર પત્ની સાથે જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાનું મકાન એક પોતાના પરિચિત મારફતે ભાડુઆતને મકાન ભાડે આપેલ હતું. પોતાના પાસે પોતાના મકાન ભાડે આપી, ભાડાની…

Read More
20230624 100112

વડોદરામાં વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે અને ચોમાસામાં હવે જર્જરિત મકાનો લોકો માટે જોખમ રૂપ બન્યા છે ત્યારે વડોદરાના વાઘોડિયા રોડ પર વર્ષ 2010-11માં બનેલ બીએસયુપી આવાસનાં 356 મકાનો ખંડેર બન્યા છે અને માત્ર 12 વર્ષમાં જ ખખડધજ થઈ ગયેલા આવાસ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહયા છે. આ અંગે લોકોના વિરોધ બાદ આખરે પાલિકાની એફોર્ડેબલ હાઉસિંગની ટીમ અને સ્થાનિક કાઉન્સિલરના નિરીક્ષણ દરમિયાન 11 ટાવરનાે દરેક ચોથો માળ જર્જરીત હોવાનું અને સળિયા કટાઈ ગયા 11 ટાવરના 44 મકાનોના સ્લેબના સળિયા સડી જતા આ આવાસો ભયજનક બન્યા હોવાનું સામે આવ્યુ છે. હજુ બે દિવસ પહેલા જ પંખા સાથે છતના પોપડા વૃદ્ધા પર પડતા…

Read More
Screenshot 20230624 093511 Chrome

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહી મુજબ વડોદરા,વલસાડ સહિત અનેક વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. રાજ્યમાં પાંચ દિવસ વરસાદ પડવાની થયેલી આગાહી વચ્ચે આજે મોટાભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરામાં વહેલી સવારે વીજળીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા શહર સહિત આસપાસના વાઘોડિયા, ડભોઈના ઝારોલા, વાગા, શિનોર ચાર રસ્તા, એસટી ડોપો, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં મહેસાણા, વડોદરા,…

Read More
Screenshot 20230624 090907 Chrome

જામનગરમાં રહેણાંક મકાન તૂટી પડવાની ઘટના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કરી તાત્કાલિક સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી એ ટ્વીટ કરી જણાવ્યુ હતું કે આ દુઃખદ ઘટનાથી અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50000 ની સહાય કરશે. જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એપાર્ટમેન્ટના એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા આ મૃતકોના મિત્તલબેન જયપાલ સાદિયા (35 વર્ષ),જયપાલ રાજુભાઈ સાદિયા (35 વર્ષ),શિવમ જયપાલ સાદિયા (4 વર્ષ)નો સમાવેશ…

Read More
Screenshot 20230619 085707 Chrome

ભાવનગરમાં આષાઢી બીજ ના રોજ નીકળનાર રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 10 જિલ્લાની પોલીસ ટુકડીઓ ફરજ બજાવશે. પોલીસ કર્મચારીઓને નોકરીના પોઇન્ટ તેમજ રહેવાની વ્યવસ્થા ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત SRPની ટુકડીઓ તેમજ CISFના જવાનો ભાવનગર પહોંચી ગયા છે. ભાવનગર પોલીસ દ્વારા બહારથી આવેલા પોલીસ જવાનોને તેમની નોકરીઓની વહેંચણી તેમજ પોઈન્ટની જવાબદારી આપી દેવામાં આવી છે. ભાવનગર શહેરમાં રથયાત્રાના બંદોબસ્ત માટે અમરેલી, બોટાદ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ તેમજ પીટીસી જુનાગઢ સહિત 10 જિલ્લાની પોલીસ ફરજ બજાવશે. ભાવ નગરમાં નિકળનાર 38મી રથયાત્રા દરમિયાન પેરામિલિટરી, સીઆરપીએફ, સીઆઇએસએફ, ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ તેમજ પોલીસ કર્મચારીઓ…

Read More
Screenshot 20230619 084213 Chrome

વડોદરામાં રામ નવમીના દિવસે ધાર્મિક યાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસ હવે એલર્ટ છે અને આવતી કાલે નિકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોઈ તોફાની તત્વો કાંકરીચાળો ન કરે તે માટે પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘે કડક કાર્યવાહીનો આદેશ આપતા દૂધવાળા મહોલ્લા કે પછી ભૂતકાળમાં પથ્થરમારો કરનારા 500થી વધુ તોફાનીને પોલીસે ઓળખી કાઢી 7 દિવસથી આરોપીઓના ઘરે જઈને પોલીસ તપાસ કરી રહી છે. રથયાત્રા પૂર્વે વાડી, પાણીગેટ, રાવપુરા સહિતના અશાંત વિસ્તાર ધરાવતા પોલીસ મથકોના પીઆઈને તેમના વિસ્તારમાં પથ્થરમારો અને ભાંગફોડ પ્રવૃત્તિ કરનાર તત્વોને ઓળખી તેમના ઘરે રોજ પોલીસ મોકલી તપાસ કરવા જણાવતા પોલીસ હરકતમાં આવી છે. 20 જૂને નીકળનારી રથયાત્રા માટે પોલીસ કમિશનર…

Read More
Screenshot 20230619 081946 Chrome

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવા લાગ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ સમિતિનો તાજ શક્તિસિંહ આજે સંભળનાર છે ત્યારે બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણ ચાલુ રહેવા પામ્યુ છે. ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી આજે ભાજપમાં જોડાનાર છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ગોવા રબારી આજે ભાજપમાં જોડાશે. ડીસા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ગોવા રબારી ભાજપમાં વિધિવત રીતે જોડાઈ જશે ગોવા રબારીની સાથે થરાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 4 કોર્પોરેટરો તેમજ અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. ડીસા શહેર પ્રમુખ તેમજ તાલુકા પ્રમુખે પણ કોંગ્રેસમાંથી રાજીનામા…

Read More