Author: mohammed shaikh

Screenshot 20230618 210832 Chrome

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે ક્યારનીય તૈયારીઓ શરૂ કરી દિધી છે અને બીજી તરફ કોંગ્રેસે પણ ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપી છે અને આજે તેઓ ચાર્જ સંભાળવાના હતા પણ આજે ચાર્જ સંભાળવાનું તેઓએ મુલતવી રાખ્યું હતુ અને આવતીકાલે ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. શક્તિસિંહે આજે ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે પદયાત્રા કરી હતી,આજે તે પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ચાર્જ વિધિવત રીતે સંભાળશે તેવું નક્કી હતું પરતું છેલ્લી ઘડીએ આજે ચાર્જ સાંભળવાનું શક્તિસિંહ ગોહિલે મુલતવી રાખ્યું હતું. આજે 18 જુનને રવિવારે સવારે 10 વાગ્યાનો ભજન અને પદયાત્રાનો કાર્યક્રમ રાખ્યો હતો. આજે રવિવારે સવારે 10 કલાકે ગાંધી…

Read More
Screenshot 20230618 125319 Chrome

ચક્રવાતી તોફાન બિપરજોય હવે રાજસ્થાનમાં તબાહી મચાવી રહ્યું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે અને સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બાડમેર, સિરોહી અને જાલોરમાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. આ તોફાની તબાહીના કારણે 500થી વધુ ગામડાઓ પ્રભાવિત બન્યા છે જ્યાંએનડીઆરએફ-એસડીઆરએફની ટીમો બચાવ કામગીરી કરી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી શકે છે. ચક્રવાતી તોફાન બિપરજોયની અસરને કારણે બાડમેરમાં શરૂ થયેલો…

Read More
Screenshot 20230618 123819 Chrome

રાજ્યમાંથી વાવઝોડું પસાર થયા બાદ તેની અસર હેઠળ કેટલાક વિસ્તારમાં આગાહી મુજબ ભારે વરસાદ પડ્યો છે, છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ તેમજ પાલનપુર-દાંતીવાડામાં 6-6 ઈંચ વરસાદ ખાબકતા નદીઓ બે કાંઠે થતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર બન્યા છે. અમીરગઢના વીરમપુરથી ભાટવાસની હદમાં આવેલા ચનવાયા ગામના રોડનું નાળું તૂટી જતાં ત્રણ ગામો સંર્પક વિહોણા બન્યાં હતા,ભારે વરસાદને પગલે ધાનેરાના આલવાડા ગામના વહેણમાં 8 લોકો ફસાયા હતા. જેમાંથી 7 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એકનું મોત થયું છે અને મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ધાનેરાના જોડિયા ગામમાં પાણી ઘૂસતા 15થી વધુ પશુનાં કરૂણ મોત થયાના અહેવાલો છે. ધાનેરાના જડિયા…

Read More
Screenshot 20230618 105759 Chrome

કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે નિવેદન આપ્યું છે કે જયારથી કાશ્મીરમાં  કલમ 370 અને કલમ 35A રદ થઈ ત્યારથી સમસ્યાઓ વધી ગઈ છે જેથી હવે આ મામલે ફરી ચર્ચા થવી જરૂરી છે. કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સમસ્યાઓ છે. તેમના ઉકેલ માટે કલમ 370 અને કલમ 35A પર ચર્ચા થવી જોઈએ. જણાવી દઈએ કે, ઐયર હાલ દિલ્હીમાં છે. અહીં તેમણે પત્રકારો સાથે વાત કરી હતી જ્યારે પત્રકારોએ ઐય્યરને જમ્મુ-કાશ્મીર વિશે સવાલ પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે દરેક બાબતથી સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરમાં સમસ્યાઓ છે. અહીંની સમસ્યાઓના ઉકેલની શરૂઆત કલમ 370 પર ચર્ચા કરીને કરી શકાય છે. તેમણે કહ્યું કે…

Read More
Screenshot 20230618 104703 Chrome

વડોદરા શહેરમાં રોજના બહારના રાજ્યોમાંથી 7000 કિલો નકલી પનીર ઠલવાઇ રહ્યું છે અને લોકો આરોગી રહ્યાનો ધડાકો કરી રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર અને નકલી પનીર સામે અવાજ ઉઠાવનાર વડોદરાના પનીરના મેન્યુફેક્ચરિંગ યુનિટનાજ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરતા આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે. વડોદરાના શ્રી સાંઈનાથ મિલ્ક સપ્લાયર, અમૃતમ ફૂડ પ્રોડક્ટ્સ અને દ્વારકેશ ડેરીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં બહારના રાજ્યોમાંથી રોજના 7000 કિલો જેટલું આવતું પનીર નકલી હોવાની દલીલ સાથે પનીરના ઉત્પાદન એકમોના વેપારીઓએ પત્રકાર પરિષદ યોજી તંત્રને કાર્યવાહી કરવા અપીલ કરી હતી. દરમિયાન આ નકલી પનીરનો…

Read More
Screenshot 20230618 101743 Chrome

દાહોદમાં બુટલેગરોનો પોલીસ પર હિંચકારો હુમલો થયો છે અને બેફામ બનેલા બુટલેગરોએ પોલીસ ઉપર ફાયરિંગ કરી પોલીસની ગાડી સળગાવી મુકતા સમગ્ર રાજ્યના પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી ગઇ છે. રાજ્યમાં દારૂનો ધંધો જોરદાર ખીલ્યો છે અને કરોડોનો દારૂ વેચાઈ રહ્યો છે અને હવેતો બુટલેગરો પોલીસને પણ ગણકારતા નથી આ બધા વચ્ચે એક સનસનાટી ભર્યા સમાચાર સામે આવી રહયા છે જેમાં દાહોદના સાગટાળાના કાળીયાકુવા રોડ ઉપર દારૂ ભરેલી ગાડી પોલીસે રોકવાની કોશિશ કરતા ઉશ્કેરાયેલા બુટલેગરોએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતુ અને પોલીસની ગાડી સળગાવી દીધી હતી. વળતાજવાબમાં પોલીસે પણ સ્વ બચાવમાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મધ્યપ્રદેશના અલીરાજપુર, કઠીવાડા અને ગુજરાતના…

Read More
Screenshot 20230618 095859 Chrome

વડોદરામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન બનેલા પથ્થરમારાના બનાવમાં ઝડપાયેલા આરોપીઓએ સિટી પોલીસ મથકમાં બ્લેડ મારવાની ઘટનમાં ત્રણેયને હોસ્પિટલમાંથી સીધા પાસા હેઠળ અમદાવાદ, મહેસાણા તથા હિંમતનગર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. વિગતો મુજબ સજ્જાદ ઉર્ફે સહજાદ શેખ, સુફીયાન ઉર્ફે અલ્લા અલ્લા પઠાણ અને હાસીમ ઉર્ફે લલ્લો પઠાણને જ્યારે સિટી પોલીસ મથકે બોલાવાયા તે વખતે સજ્જાદે બંને હાથ પર બ્લેડ મારી બૂમો પાડી હતી કે, હું મરી જઇશ, પણ પાસામાં નહીં જાઉં. જ્યારે સુફિયાને પણ હું પણ પાસામાં નહીં જાઉં, તેમ કહી તાવીજ વડે હાથ અને ગળામાં ઇજા પહોંચાડી હતી. આરોપીઓ સામે સિટી પોલીસે ઇપીકો 309 મુજબ પણ ગુનો નોંધાયો હતો. દરમિયાન…

Read More
Screenshot 20230618 092803 Chrome

–GCERT પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત સતત એકલા હાથે આજના શિક્ષણ મુદ્દે સવાલો ઉઠાવતા રહયા છે અને ભાવિ પેઢી ની ચિંતા કરતા રહયા છે ત્યારે તેઓના અભિયાનમાં જોડાવું સૌની ફરજ છે રાજ્યમાં ખાનગીકરણની આંધળી દોટમાં શિક્ષણ સામે સવાલો ઉઠ્યા છે અને સરકારની બેદરકારીને લીધે ગ્રાન્ટેડ શાળાઓનો મૃત્યઘંટ વાગવા લાગ્યો છે આ માટે સૌએ ચિંતન કરવું પડશે. GCERT પૂર્વ નિયામક નલિનભાઈ પંડિત સતત એકલા હાથે આજના શિક્ષણ મુદ્દે સવાલો ઉઠાવતા રહયા છે અને ભાવિ પેઢી ની ચિંતા કરતા રહયા છે કે આજની પેઢી નું બાળક આવતી કાલ નો દેશ નો નાગરિક છે તેઓ માં પાયા ના શિક્ષણ ની તાતી જરૂર છે અને…

Read More
Screenshot 20230618 085402 Chrome

ગુજરાતના ઇતિહાસમાં સૌથી કપરાં સમયમાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસને મજબૂત કરવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલને સોંપાઇ છે. ત્યારે આજે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળશે. સવારે 10 વાગ્યે કોંગ્રેસ ભવન ખાતે શક્તિસિંહ ગોહિલનો શપથગ્રહણ સમારોહ યોજાશે. તેઓ આજે કોંગ્રેસના કાર્યકરો અને તેમના સમર્થકો સાથે ગાંધી આશ્રમથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રા કરશે અને ત્યાર બાદ વિધિવત રીતે કાર્યભાર સંભાળશે. આ પદયાત્રામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા 9 જૂનના રોજ શક્તિસિંહ ગોહિલની પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવ્યા બાદ આજે સત્તાવાર રીતે પદભાર સંભાળશે રાજ્યમાં આગામી સમયમાં આવી રહેલી 70 થી વધુ નગરપાલિકાઓ…

Read More
Screenshot 20230618 083304 Chrome

ગુજરાતમાં ગોધરા રમખાણો સબંધી ચાલતા કેસમાં પુરાવાના અભાવે 35 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. વિગતો અનુસાર ટ્રાયલ કોર્ટે 2002 પછીના ગોધરા રમખાણો સંબંધિત ચાર કેસમાં 35 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટના મતે, આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા નહોતા અને આરોપીઓ કેટલાક સ્યુડો-સેક્યુલર મીડિયા અને રાજકારણીઓના પ્રચારનો ભોગ બન્યા હતા. આ એવા આરોપીઓ છે કે તેમાં ડૉક્ટરો, પ્રોફેસરો, શિક્ષકો અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાની હાલોલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ હર્ષ બાલકૃષ્ણ ત્રિવેદીની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી. 20 વર્ષ પહેલા જ્યારે ટ્રાયલ શરૂ થઈ ત્યારે 52 લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. તેમાંથી 17ના…

Read More