Author: mohammed shaikh

Screenshot 20230426 084940 Chrome

નકલી અધિકારી કિરણ પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ પૂર્ણ થયા બાદ ફરી તેને જમ્મુ કાશ્મીર પોલીસ આવીને લઈ ગઈ છે અને ત્યાં જેલભેગો કરાયો છે. અમદાવાદના નકલી અધિકારી કિરણ પટેલ ગુજરાત પોલીસની પૂછપરછ અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી તેને જમ્મુ-કાશ્મીર લઈ જવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ કિરણ પટેલને લેવા અમદાવાદ આવી હતી અને ફરી જમ્મુ-કાશ્મીરમાં જેલભેગો કર્યો છે. એક સમયે નકલી અધિકારી બનીને ઝેડ પ્લસ સિક્યોરિટીમાં જવાનોને રાખી કાશ્મીરમાં વટ મારી ફોટા સોશ્યલ મીડિયામાં શેર કરનાર કિરણ પટેલને હવે કાશ્મીર જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં કિરણ પટેલની જામીનની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ કાશ્મીરના કેસમાં…

Read More
Screenshot 20230426 083310 Chrome

સંઘ પ્રદેશ દમણ અને દાદરા તથા નગર-હવેલીમાં  PM મોદીએ રૂ.4800 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતું. નરેન્દ્ર મોદીએ સેલવાસમાં જનસભાને સંબોધન કર્યા બાદ દેવકા બીચ પર પાંચ કિમી લાંબા સી વ્યૂ રોડનું લોકાર્પણ કર્યું હતુ અને દમણમાં 16 કિમી લાંબો રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદી સંઘપ્રદેશની મુલાકાત દરમિયાન આજે સંઘપ્રદેશને 4800 કરોડથી વધુનાં 95 વિકાસ કામોની ભેટ આપી હતી.. જેમાં દાદરા અને નગર હવેલીમાં 993 કરોડના 27 પ્રોજેક્ટનું લોકાર્પણ અને 1797 કરોડના નવા 25 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દમણમાં 481 કરોડના 18 પ્રોજેક્ટનું લોકાર્પણ 1000 કરોડના 19 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દીવના 531…

Read More
Screenshot 20230426 080948 Dailyhunt

માદક દ્રવ્યની તસ્કરીના કેસમાં ગુજરાત ATS દ્વારા લોરેન્સ બિશ્નોઈને ગુજરાતના કચ્છમાં લવાયા બાદ નલિયા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. લોરેન્સની કસ્ટડી હવે ગુજરાત એટીએસે લીધા બાદ હવે તેની ડ્રગ્સ મામલે સઘન પૂછપરછ કરાશે. રૂપિયા 600 કરોડના 120 કિલો હેરોઇનના કેસમાં લોરેન્સનું નામ ખુલ્યા બાદ કચ્છ જિલ્લામાંથી સાત મહિના પહેલાં ઝડપાયેલા 195 કરોડના ડ્રગ્સ કેસમાં પાકિસ્તાનથી આવેલા કન્સાઈમેન્ટ મામલે પણ લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન સામે આવતા ગુજરાત ATS માદક દ્રવ્યની તસ્કરીના કેસમાં બિશ્નોઈની પૂછતાછ કરી રહી છે. કચ્છ જિલ્લામાંથી સાત મહિના પહેલાં ઝડપાયેલા 195 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ તિહાર જેલમાંથી લૉરેન્સનો કબજો લીધો…

Read More
Screenshot 20230426 080600 Chrome

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના પીઢ નેતા પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. તેઓએ મોહાલીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતા. એક અઠવાડિયા અગાઉ શ્વાસની તકલીફની થતાં તેઓને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન થયુ હતું. મહત્વનું છે કે ગત સપ્તાહે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બાદલની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી દિવંગત પ્રકાશ સિંહ બાદલના અંતિમ સંસ્કાર તેમના પિતૃક વતન બઠિંડાના બાદલ ગામમાં કરાશે. પંજાબના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા પ્રકાશ સિંહ બાદલ અકાલીના દિગ્ગજ નેતા અને…

Read More
Screenshot 20230426 075219 Chrome

રાજ્યમાં આજથી ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,આજે સવારથી કેટલાક વિસ્તારમાં આકાશમાં વાદળો જોવા મળી રહયા છે પરિણામે કાળઝાળ ગરમીમાં થોડી રાહત જણાઈ છે. રાજ્યમાં ભારે ગરમીના પ્રકોપ વચ્ચે આજથી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યમાં આજે કમોસમી વરસાદ પડી શકે છે. અગામી ત્રણ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે તા.26 થી 29 એપ્રિલ દરમિયાન વરસાદ પડશે અને માવઠું પડતાં જ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટતા…

Read More
Screenshot 20230423 221230 Dailyhunt

રાજ્યમાં ડમીકાંડ કૌભાંડ બહાર લાવનાર યુવરાજસિંહની ધરપકડ અને 7 દિવસના રિમાન્ડ લેવાની ઘટના વચ્ચે ભાવનગરમાં ડમી કાંડના છ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામ 6 આરોપીને જેલમાં મોકલી અપાયા છે. આ આરોપીઓમાં વિપુલ અગ્રાવત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા અને રાહુલ લીંબડીયાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડમીકાંડમાં આ સાથેજ અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓ જેલ હવાલે કરાયા છે. 6 આરોપીઓની ભાવનગર SITએ ગુરૂવારે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા અને રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ડમીકાંડના વધુ બે આરોપીની પણ ધરપકડ કરાઈ…

Read More
20230423 214824 scaled

રાજ્યમાં કૌભાંડ બહાર લાવી તખરાટ મચાવનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની રાત્રે દોઢ વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારે પત્રકાર પરિષદ યોજી હતી અને તેઓ પાસે પુરાવા હોવાની વાત કરી છે. યુવરાજસિંહ ઉપર આઇપીસી કલમ 386, 388 અને 120બી મુજબ નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ ઉપર લેવાયા છે ત્યારે આ બધા વચ્ચે લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે અને યુવરાજસિંહના સમર્થનમાં લોકો કોમેન્ટ કરી રહયા છે. જ્યારે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે યુવરાજસિંહ ઉપર ખંડણી માંગવાનો અને પૈસા લેવાનો આક્ષેપ છે તે ખંડણીના ગુનામાં ફરિયાદી ખુદ SOG પોલીસ અધિકારી…

Read More
Screenshot 20230423 204347 Chrome

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમનાં પવન ફુંકાતા હવામાન વિભાગે આગાહી કરી છેકે આગામી તા.24 અને 25 એપ્રિલે હીટવેવની અસર રહેશે ત્યારબાદ વરસાદ પડશે. આગામી 3 થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવા સાથે રાજ્યના તાપમાન 41 થી પાર થવાની શક્યતા વ્યક્ત થઈ છે. રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફુંકાઈ રહયા હોય આગામી 3 થી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધતા મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી પહોંચવાની શકયતા છે. જેમાં આગામી 2 દિવસ કચ્છમાં ભારે ગરમી પડશે. જોકે, ત્યારબાદ તા.…

Read More
Screenshot 20230423 173446 Chrome

ભાવનગરના 301માં સ્થાપના દિનની તા. 22 ,23, 24 એપ્રિલ એમ ત્રિ- દિવસીય વેવિધ્યસભર રંગદર્શી કાર્યક્રમો વચ્ચે ‘ભાવનગર કાર્નિવલ-  2023’નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભાવનગરની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરી 301માં પ્રવેશ પ્રસંગે આજરોજ ભાવનગર ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ, સાંસદ ભારતીબેન શિયાળ, શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા અન્ય મહાનુભાવો હાજર રહયા હતા અને મહારાજા ભાવસિંહજી, રાજવી પરિવારના સમાધિ સ્થળ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બોરતળાવ ખાતે કાર્નિવલમાં કૈલાસ વાટીકા ખાતે જીગ્નેશ કવિરાજ, ઉર્વશી રાદડિયા, સુખદેવ ધામેલીયાના લોક સાહિત્ય, લોકસંગીત, હાસ્યરસના કાર્યક્રમની રમઝટ રહેશે. આ સાથે ભાવનગરના 301માં સ્થાપના…

Read More
Screenshot 20230423 170556 Chrome

રાજ્યમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની પોલ ખોલનાર યુવરાજસિંહ હવે પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તેઓ ઉપર પણ તોડ પાણી કરવાના આરોપ લાગ્યા છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ કહ્યું કે યુવરાજસિંહે જે પણ નામો જાહેર કર્યા તે તમામ નામો ઉપર તપાસ કરવામાં આવી છે. એ એવા નામો કે જે લોકો ખોટી રીતે પરીક્ષામાં જોડાયા હતા. તે તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ સાચું કામ કરવા સાથે ખોટું કામ કરવાની કોઈને સત્તા આપવામાં આવી નથી. કોઈપણ ગુનેગારોને સેટલમેન્ટ કરીને બચાવવાનો પ્રયાસ કરશો તો એ યોગ્ય ગણાશે નહીં. તમામ લોકો ઉપર યોગ્ય પ્રકારે પગલાંઓ ભરવામાં આવશે. માહિતી આપીને…

Read More