Author: mohammed shaikh

Screenshot 20230428 164513 Dailyhunt

માફિયા અતીક અહેમદના પુત્ર અલી અહેમદ દ્વારા એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. માફિયા અતીક અહેમદના પુત્ર અલી અહેમદ દ્વારા જારી કરાયેલ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અલી અહેમદ જુલાઈ 2022થી નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે,તેમના નામે જારી કરાયેલા આ પત્રમાં અતીક અહેમદ અને અશરફની હત્યા માટે ભાજપ અને સપાને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ મુસ્લિમોને નાગરિક ચૂંટણીમાં એક થઈને મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. જો કે કઇ પાર્ટીને વોટ આપવો તે લખ્યું નથી. હમણાં જ લખવામાં આવ્યું છે કે તમે જાણો છો કે તમારે કોને મત આપવાનો…

Read More
Screenshot 20230428 153853 Chrome

રાજ્યમાં કાલે સુરેન્દ્રનગર , કડી વગરે જગ્યાએ વરસાદ થયા બાદ આજે બનાસકાંઠા, પાટણ વગરે વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, કચ્છ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં આજે વરસાદની આગાહી છે અને કેટલાક સ્થળોએ વરસાદ ચાલુ છે ત્યારે હજુપણ બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે તા.29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, દાહોદમાં વરસાદની આગાહી છે. તો ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે તા.30મી એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, કચ્છમાં ભારે પવન સાથે વરસાદ…

Read More
Screenshot 20230428 111918 Chrome

એક સમય એવો હતો કે જ્યારે લોકોને મીડિયા ઉપર પોતાની જાત કરતા પણ વધુ ભરોસો હતો પણ આજકાલના મીડિયા માટે લોકોમાં ભરોસો રહ્યો નથી અને લોકો આવા મીડિયાને ‘ગોદી’ મીડિયા કે દલાલ મીડિયા અથવા બિકાઉ મીડિયા નામ આપી રહયા છે. આ બધા વચ્ચે આખી દુનિયા સામે જે સત્ય બહાર આવ્યું તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને બુધવારે રાત્રે જે પ્રેસ કોન્ફરન્સ કરી તે ફિક્સ હોવાની વાતનો પરપોટો ફૂટી ગયો હતો. બાઇડન જ્યારે મીડિયાના સવાલોના જવાબ આપવા પહોંચ્યા તે વખતે તેમના હાથમાં એક કાગળ હતો જેમાં પ્રશ્નો પહેલાથી જ લખેલા હતા જેના રાષ્ટ્રપતિએ શું જવાબ આપવાના છે તે લખેલું હતું. અમેરિકી રાષ્ટ્રપતિની…

Read More
Screenshot 20230428 105605 Chrome

બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા આવ્યા હોવાના અહેવાલો છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. બનાસકાંઠાના જિલ્લામાં 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6:29 મિનિટની ત્રણથી ચાર સેકન્ડ સુધી ધરતી ધ્રુજતા લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ભૂકંપનો આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ડીસા પાસે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Read More
Screenshot 20230428 104121 Chrome

ગુજરાતમાં યોજાનાર શિક્ષક સંઘના કાર્યક્રમમાં હાજર રહેશે PM મોદી,તડામાર તૈયારીઓ શરૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.12મી મે ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહયા હોય તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, વિગતો મુજબ વડાપ્રધાન મોદી ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર છે. અખીલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ખાસ હાજરી આપનાર હોય શિક્ષણ જગતમાં આ કાર્યક્રમ માટે ઉત્સુકતા જોવા મળી રહી છે. મહત્ત્વનું છે કે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે શિક્ષક સંઘનું 29મું અધિવેશન યોજાનાર છે જે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને માનવામાં આવે છે કે આ…

Read More
Screenshot 20230428 102140 Chrome

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકની ચૂંટણીપ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઝેરી સાપ કહેતા રાજકારણ ગરમાયું છે અને ગુજરાતમાં સીઆર પાટીલ નારાજ થઈ ગયા છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મલ્લિકા અર્જુનના આ નિવેદન બાદ પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં તેઓએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ કર્ણાટકમાં હાર ભાળી ગયા છે તેથી તેઓ પ્રધાનમંત્રી સામે અશોભનીય વાણી વિલાસનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ પ્રકારની વાણી રાષ્ટ્રીય પાર્ટીના નેતાને શોભે નહીં. સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસના નેતાઓ વારંવાર અભદ્ર ટિપણી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.…

Read More
Screenshot 20230428 093829 Chrome

રાજ્યમાં પેપર લીક સહિતના કૌભાંડોને બહાર લાવનાર યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ ભાવનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હોય જેના વિરોધમાં ગોંડલના સર્વે જ્ઞાતિના આગેવાનો, યુવાનો, વાલીઓ સમાજના વડાઓ દ્વારા બનેલા સરકારી ભરતી યોજના રજૂઆત સમિતિ દ્વારા યુવરાજસિંહનાં સમર્થનમાં આવેદન પત્ર અપાયું હતું. યુવરાજસિંહ ઉપર ખોટી રીતે બનાવટી આક્ષેપો ઉભા કરી જો ફસાવવાની કોશિશ થતી હોય તો એની સામે વિરોધ દર્શાવી સૌ યુવરાજસિંહની સાચી, સારી બાબતોની સાથે હોવાની વાત કરી અને ભવિષ્યમાં જે કૌભાંડો કરે છે તેને સજા આપવી, ખોટા માણસોને પકડી, તેને દૂર કરવા માગણી કરી છે.

Read More
Screenshot 20230428 091503 Chrome

સ્માર્ટ હેકર્સ હવે ખુલ્લી દાદાગીરી કરી ખંડણી માંગી રહયા છે,યુપી રોડવેઝની સાઈટ છેલ્લા બે દિવસથી હેકર્સના નિયંત્રણમાં છે, હેકર્સે તેને પરત કરવા બિટકોઈન્સમાં 40 કરોડની ખંડણી માંગી રહયા છે. જોકે, ખંડણી ન આપોતો પણ આ સાઈટને પુનઃસ્થાપિત કરવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે. ભારતમાં સરકારી વેબસાઈટ હેક થઈ રહી છે અને તે સાઈટોને હેકરોના હાથમાંથી મુક્ત કરવામાં અઠવાડિયા લાગી રહ્યા છે. સત્ય એ છે કે આજે પણ ભારતમાં સાયબર હુમલાને લઈને કોઈ કડક કાયદો નથી કે જેના હેઠળ સજા થઈ શકે. આ મહિનાની શરૂઆતમાં, ભારત સરકારે આવી 12,000 વેબસાઇટ્સની યાદી બહાર પાડી હતી જે હેકર્સના નિશાના પર હતી. ગયા…

Read More
Screenshot 20230428 083250 Chrome

કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરી સાપ કહીને વિવાદ છેડી દિધો છે, ગુરુવારે કર્ણાટકના કલબુર્ગીમાં ચૂંટણી સભાને સંબોધતાં ખડગેએ કહ્યું- પીએમ મોદી ઝેરીલા સાપ છે, આ ઝેર એવું હોય જો તમે એને ચાખશો તો તમારું મોત થઈ જશે. જોકે આ નિવેદનથી ઉભા થયેલા વિવાદ બાદ ખડગેએ સ્પષ્ટતા કરી હતી કે મેં પીએમ મોદી વિશે આવું નથી કહ્યું પણ મારો કહેવાનો મતલબ એ હતો કે મોદીજીની વિચારધારા સાપ જેવી છે, તેને ચાખવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેને પાર્ટી અધ્યક્ષ બનાવ્યા, પરંતુ તેમને કોઈ અધ્યક્ષ માનતું નથી. પીએમ મોદી…

Read More
Screenshot 20230427 134751 Chrome

રાજકોટમાં પાલિકામાં વિપક્ષના માત્ર 2 કોર્પોરેટર હોવાથી કચેરીમાં ખાતે આવેલ વિપક્ષ કાર્યાલય શાસકપક્ષ દ્વારા પરત લેવામાં આવતા અને વિપક્ષ નેતાની કાર પણ છીનવી લેવામાં આવતા આખરે આજે સવારે વિપક્ષનાં નેતા ભાનુબેન સોરાણી આજે સામાન્ય નાગરિકની જેમજ રીક્ષામાં કચેરી ખાતે આવ્યા હતા અને પાલિકાના બગીચામાં કાર્યાલય ખોલી લોકોની ફરિયાદ સાંભળી હતી. ભાનુબેન સોરાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપના રાજમાં ચાલતા ભ્રષ્ટાચાર અમે ખુલ્લા પાડવાનું કામ કરતા ભાજપે અમારી પાસેથી કાર્યાલય અને કારની સુવિધાઓ છીનવી લીધી છે. અમે કાર્યાલયનાં બદલે બેસવા માટેની જગ્યા માંગી હતી. પરંતુ તે પણ નહીં આપવામાં આવતા અહીં બગીચામાં બેસીને લોકોની ફરિયાદ સાંભળવાનું શરૂ કર્યું છે. હું…

Read More