કવિ: Shakil Saiyed - Political Editor

Gujarat: ગુજરાતમાં 7 મેના રોજ 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાતમાં હવે 26 નહીં પણ 25 બેઠકો પર ચૂંટણી માટે મતદાન યોજવામાં આવશે. સુરત લોકસભાની સીટ ભાજપે બિનહરીફ જીતી લીધી છે અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. સાતમી મે ના રોજ રાજ્યની 25 માંથી 7 બેઠકો પર ભારે રસાકસી જોવા મળે તેવી સ્થિતિ છે. આ સાત બેઠકમાં (1) રાજકોટ (2) બનાસકાંઠા (3) વલસાડ (4) ભરૂચ, (5)જૂનાગઢ (6) ભાવનગર( 7) સાબરકાંઠાનો સમાવેશ થાય છે. રાજકોટ રાજ્યની આ 7 બેઠકોની વાત કરીએ તો સૌ પ્રથમ બેઠક રાજકોટ છે. જેમાં ભાજપે આ બેઠક પર કેન્દ્રીય…

Read More

Gujarat: અમિત શાહના ફેક વીડિયો વાયરલ કરનાર બે લોકો ઝડપાયા છે. અમદાવાદ સાઈબર ક્રાઈમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપ્યો છે. આર.બી. બારિયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી. ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી, તે ઉપરાંત સતિષ વણસોલાની પણ ધરપકડ કરાઈ છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ભાષણને ખોટી રીતે રજૂ કરનારની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સાઈબર ક્રાઈમે પોસ્ટ વાયરલ કરનારને ઝડપ્યો છે. તેમાં આર.બી. બારિયા નામની પ્રોફાઈલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી, જેમાં ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી. સતિષ વણસોલા અને આર.બી. બારિયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સતિષ…

Read More

Accident:અમેરિકામાં ભયાનક કાર અકસ્માતમાં ગુજરાતની ત્રણ મહિલાઓના મોત થયા છે. આ ત્રણેય મહિલાઓ રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ અને મનીષાબેન પટેલ ગુજરાતના આણંદ જિલ્લાની રહેવાસી હતી. સાઉથ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં તેમની એસયુવી કાર પુલ પરથી નીચે રોડવે પર પડી ત્યારે મહિલાઓનું મૃત્યુ થયું હતું. ગ્રીનવિલે કાઉન્ટી કોરોનર ઑફિસના અહેવાલો અનુસાર, SUV I-85 પર ઉત્તર તરફની મુસાફરી કરતી વખતે તમામ લેનમાં ફરતી હતી, પછી લેન પરથી ઉતરી ગઈ હતી અને પુલની વિરુદ્ધ બાજુના ઝાડ સાથે અથડાતા પહેલા ઓછામાં ઓછા 20 ફૂટ હવામાં કૂદી ગઈ હતી. ચીફ ડેપ્યુટી કોરોનર માઈક એલિસે કહ્યું કે સ્પષ્ટ છે કે તેઓ પોસ્ટ કરેલી સ્પીડ લિમિટ કરતા વધારે…

Read More

Valsad:કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ગુજરાતના વલસાડમાં જાહેર સભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર તીખાં વાર કર્યા હતા. પ્રિયંકાએ બેરોજગારી, મોંઘવારી મામલે મોદી સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું કે મોંઘવારીએ કમર તોડી નાખી છે, પરંતુ મોદી સરકારે ખાલી ચૂંટણી આવી ત્યારે ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે. પ્રિયંકાએ એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓ સતત મોદીનું નામ લઈ કહે છે કે મોદીએ એક ચપટી વગાડી વિશ્વમાં ચાલતા યુદ્ધને રોકી દીધા તો મોદી એક ચપટી વગાડી તમને રોજગાર કેમ નથી આપતા. તેમણે જણાવન્યું કે તમને માત્ર પાંચ કિલો રાશન આપી દેવામાં આવે છે, પરંતુ તમારા સંતાનોના ભવિષ્યનું શું, તેમના…

Read More

Gujarat:પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી સુરત થી વલસાડ બાય રોડ નીકળ્યા હતા. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રહ્યા હાજર હતા. વલસાડ જિલ્લા પ્રમુખ સાથે થઈ વાતચીત થઇ હતી. પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટથી ધરમપૂર આવા રવાના થયા. હેલિકોપ્ટર માં ખામી સર્જાતા તેઑ બાય રોડ નીકળ્યા હતા. પ્રિયંકાની સભામાં 30 હજાર લોકો હાજર રહ્યાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામા આવ્યો છે. સુરત એરપોર્ટ પર કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધીનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાએ સુત્તરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું. સુરત એરપોર્ટ પર અસલમ સાયકલવાલા, અશોક કોઠારી, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ પણ હાજર રહ્યા…

Read More

Gujarat: રાજ્યભરમાં લોકસભાની ચુંટણીના ધમધમાટ વચ્ચે સુરતમાં આવતીકાલે આમ આદમી પાર્ટીના ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા સહિત પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના 200થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે. એક પખવાડિયા પહેલાં જ આમ આદમી પાર્ટીને અલવિદા કહેનારા આ બંને આગેવાનો ભાજપમાં જોડાશે તે અંગેના તર્ક – વિતર્કો શરૂ થઈ ચુક્યા હતા. જેને પગલે હવે આ ચર્ચા પર પણ પૂર્ણ વિરામ મુકાઈ ચુક્યું છે અને આવતીકાલે વિધિવત ધાર્મિક અને અલ્પેશનો ભાજપમાં વાજતે ગાજતે પ્રવેશ થશે. વિધાનસભાની ચુંટણીમાં વરાછા અને ઓલપાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધાર્મિક માલવીયા અને અલ્પેશ કથીરિયાનો કારમો પરાજય થયો હતો. પાટીદાર અનામત આંદોલનને કારણે…

Read More

Surat:સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના વિવાદાસ્પદ ઉમેદવાર નિલેશ કુંભાણીને ભારે વિવાદ વચ્ચે કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતની લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ રદ્દ થયા બાદ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમનો આજ દિન સુધી કોઈ સંપર્ક થયો નથી. કોંગ્રેસ દ્વારા આટલા દિવસો સુધી તેમના ખુલાસાની રાહ જોવામાં આવી હતી અને હવે અંતે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાની સાથે જણાવવામાં આવ્યું હતું કે, સૌરાષ્ટ્રના અનેક પાટીદારો માટે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી સાથે તેમને પાર્ટીએ લોકસભા બેઠક માટેની…

Read More

Surat: લોકસભા બેઠક સુરતના કોંગ્રેસનાં ઉમેદવાર નિલેષ કુંભાણી અત્યારે ભૂગર્ભમાં ઉતારી ગયા છે. નિલેષ કુંભાણી વિરુદ્ધ સુરત શહેરમાં પોસ્ટર્સ લાગ્યા છે અને કરોડો રૂપિયાના વાપરીને તેમણે બેસાડી દીધાં હોવાના આરોપ પણ થઈ રહ્યા છે ત્યારે કુંભાણીના પત્ની નીતા હવે સામે આવ્યા છે.ઉલ્લેખનીય છે કે કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થયું ત્યારથી તેઓ તો લાપતા છે જ પણ ત્રણ દિવસથી ઘર પણ બંધ હતું. આજે નીતા બહેન સામે આવીને કહે છે કે,’તેના પતિ ગાયબ નથી,તેઓ પોતાના વકીલ સાથે આ મામલાને નિપટાવવા અને લડી લેવાની રણનીતિમાં રોકાયેલા છે. તેણીએ ઉમેર્યું કે નિલેષનું ફોર્મ ભાજપે એક કાવતરાથી રદ્દ કરાવ્યુ છે. જેમાં કોંગ્રેસનાં જ કેટલાક…

Read More

Lok Sabha Election: બીજા તબક્કાની હાઈપ્રોફાઈલ બેઠક પર વાયનાડમાં રાહુલ ગાંધીની પરીક્ષા થશે, જ્યારે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને બે પૂર્વ મુખ્યમંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગશે. આવતીકાલે 26 એપ્રિલે રાજસ્થાનના બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોનું ભાવિ પણ જનતા નક્કી કરશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા ત્રીજી વખત કોટાથી ચૂંટણી લડી રહ્યા છે. મથુરાથી હેમામાલિની અને મેરઠથી લડતા અરૃણ ગોવિલ પર સૌની નજર છે. લોકસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. 24મી એપ્રિલની સાંજથી ઝુંબેશ બંધ થઈ ગઈ છે. 12 રાજ્યોની 88 લોકસભા સીટો પર મતદાન થશે. આ બેઠકો માટે કુલ 1206 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં ઘણાં દિગ્ગજ નેતાઓની વિશ્વસનિયતા પણ દાવ…

Read More

Gujarat: ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થનાર હોઈ હવે વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા પ્રચાર માટે કાર્પેટ બોમ્બીંગના આયોજનો થયા છે. લોકસભા ચૂંટણી-2024 ના બીજા તબક્કાનું મતદાન પુરૃં થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ પોતાના કાર્પેટ બોમ્બિંગનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે. વડાપ્રધાન પહેલી અને બીજી મે એમ બે દિવસમાં જ 6 જાહેરસભાઓ ગજવશે અને સંભવતઃ વડોદરામાં રોડ શો પણ કરી શકે છે. વડાપ્રધાનના પ્રવાસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્રણ દિવસ પોતાના હોમ સ્ટેટમાં ભાજપના પ્રચાર માટે…

Read More