સુરતઃ માતા-પિતા પોતાના સંતાનોને કોઈ બાબતમાં ઠપકો આપે છે ત્યારે કેટલાક સંતાનો માતા-પિતાની વાતનું ખોટું લગાડીને ઘરેથી નીકળી જતા હોય છે. ત્યારે સુરતની એક કિશોરીને માતાના ઠપકાનું માઠું લગાડીને ઘરેથી નીકળવું ભારે પડ્યું હતું. શહેરના લીંબાયત વિસ્તારમાં ઘરકામ કરવા બાબતે પરિવારે ઠપકો આપતા ઘરેથી ચાલી નીકળેલી ધોરણ-8માં અભ્યાસ કિશોરીને પાડોશી યુવાન લગ્નની લાલચ આપીને નજીકના કારખાના લઈ ગયો હતો. અહીં પાડોશી યુવાને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં તેને તરછોડી દીધી હતી. કિશોરીએ ઘરે આવીને તેની સાથે બનેલી ઘટના વિશે વાત કરતા પરિવારના સભ્યોએ યુવતીને સાથે રાખીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. સુરતમાં સતત દુષ્કર્મની ફરિયાદો સામે આવે છે.…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
મોરબી : મોરબી નજીક આવેલ પંચાસર ગામે 20 માર્ચ 2018ના રોજ પ્રૌઢની હત્યા કરવાના કેસમાં તમામ છ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હતો. જમીનમાંથી માટી ભરવા મામલે થયેલી તકરારમાં ફરિયાદી પરાક્રમસિંહ ખુમાનસિંહ ઝાલા ઉ.29 સહિતના લોકો પંચાસરમાં પોતાના મકાનની છત ભરાતી હોય ત્યાં બેઠા હતા ત્યારે એ સમયના મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રહેલા નરેન્દ્રસિંહ નાથુભા ઝાલા, વિક્રમસિંહ નાથુભા ઝાલા, રાજમહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા, સહદેવસિંહ બાલુભા ઝાલા, હિતુભા બલુભા ઝાલા, અને અરવિંદસિંહ નટુભા ઝાલા સહિતના ઈસમોએ પિસ્તોલ અને 3 બાર બોરની બંદૂકો સાથે ધસી જઇ હવામાં ફાયરિંગ કરી સહદેવસિંહ તેજુભા ઝાલા ઉ. 48ની હત્યા કરી હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તમામ આરોપીઓની…
રાજકોટઃ રાજકોટ શહેરમાં એક કરુણ ઘટના બનવા પામી છે. અહીં એક જ પરિવારના પિતા-પુત્રી-પુત્રએ ઝેરી દવા પીધી હતી. જોકે ત્રણેની હાલત ગંભીર થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પુત્રનું મોત નીપજ્યું હતું. જેના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતાએ પોતાના બંને પુત્ર અને પુત્રીને કોરોનાની દવા કહીને ઝેર પીવડાવી દીધું હતું. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના નાનામોવા રોડ પર શાસ્ત્રીનગર સામેના શિવમ પાર્ક શેરી નંબર 2 માં વિધાતા નામના મકાનમાં રહેતા કર્મકાંડ કરીને પોતાનું ગુજરાન ચલાવતા કમલેશભાઈ રામકૃષ્ણ ભાઈ લાબડીયાએ રાત્રિના સમયે પુત્ર અંકીત લાબડીયા અને પુત્રી કૃપાલી લાબડીયાને કોરોના ની દવા…
કોલકત્તાઃ પશ્વિમ બંગાળ વિધાસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીએ જંગી બહુમતી જીતી હતી. પરંતુ આ ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામો પણ આવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 77 બેઠકો હાંસલ કરી છે. ભાજપે જીતેલી ઘણી બેઠકો પૈકી કેટલીક બેઠકો પરની જીતની ચર્ચા સોશિયલ મિડીયામાં થઈ રહી છે. નંદીગ્રામની લડાઇમાં મમતાને પરાજિત કરનાર શુભેન્દુ અધિકારી ભાજપના છાવણીમાં હીરો બનીને ઉભરી આવ્યા છે. આ સિવાય ભાજપમાંથી ચૂંટણી જીતીને એક સામાન્ય મહિલા ચંદના બાઉરીનું સોલતારા વિધાનસભા મતવિસ્તારમાંથી પણ વિધાનસભામાં પહોંચ્યા અંગેની ચર્ચા થઈ રહી છે. દૈનિક વેતન મેળવતા મજૂરની પત્ની 30 વર્ષીય ચંદના બાઉરીનો કિસ્સો સાંભળીને દરેક લોકો અચરજ પામી ઉઠ્યા છે. ચંદના બાઉરીએ તૃણમૂલ…
મુંબઈઃ કોરોના વાયરસ મહામારી દરમિયાન બોલિવૂડ ખુબજ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એક વર્ષમાં ઘણી ફિલ્મી હસ્તીઓ કોરોનાનો શીકરા થઇ ગય છે. ત્યારે હાલમાં વધુ એક એવાં સમાચાર આવ્યાં છે કે, ફિલ્મ એક્ટ્રેસ મીનાક્ષી શેષાદ્રી પણ કોરોનાની ચેપટમાં આવી ગઇ છે અને તેમનું નિધન થઇ ગયુ છે. મીનાક્ષી શેષાદ્રી અંગે આ ખબર ફેસબૂક પર વાયરલ થઇ રહી છે. 80નાં દાયકાની આ ટોપ એક્ટ્રેસ અંગે વાયરલ થયેલાં આ સમાચારની હજુ સુધી પુષ્ટિ થઇ નથી. જેમ આ સમાચાર આવ્યાં છે ત્યારથી તેમનાં ફેન્સ શ્રદ્ધાંજલિ આપી રહી છે. જોકે, મીનાક્ષી શેષાદ્રીનાં નિધનની ખબરમાં કેટલી સત્યતા છે તેની પુષ્ટિ થઇ નથી. પણ મીનાક્ષી…
મુંબઈઃ એક સમયે માણસની સામાન્ય જરૂરિયાત રોટલી-કપડા અને મકાન માનવામાં આવતી હતી. પણ કોરોના મહામારીની આ બીજી વેવએ એવી પરિસ્થિતિ પેદા કરી દીધી છે કે, , હોસ્પિટલમાં બેડ અને ઓક્સીજનની બોટલ લોકોની ના છુટકે જરૂરિયાત થઇ ગઇ છે. એવામાં એક્ટર સોનૂ સૂદ લોકોને ‘જીંદગીનું બિસ્તર’ આપવાની મહેનતમાં લાગી ગયો છે. સોનૂ સૂદે અડધી રાત્રે ઘણાં પેશન્ટ્સને મદદ કરી બેડ અપાવવા અને સોશિયલ મીડિયા પર તેની માહિતી પણ શેર કરી છે. હૈદરાબાદથી લઇ મથુરા સુધી અને દેહરાદૂનથી લઇ લખનઉ સુધી, સોનૂ તેની એનજીઓનાં માધ્યમથી દેશભરમાં દર્દીઓને ઓક્સીજન અને હોસ્પિટલમાં બેડ અપાવવા પ્રયાસ કરી રહ્યો છે. હૈદરાબાદમાં એક 48 વર્ષની મહિલાને વેન્ટિલેટર…
હેલ્થ ડેસ્કઃ સ્વસ્થ જીવન જીવવા માટે દરેક અંગ સ્વસ્થ હોવા ખૂબ જ જરૂરી છે. હ્રદયથી લઈને લિવર સુધી અને મસ્તિષ્કથી લઈને ફેંફસા સુધી દરેક અંગ સ્વસ્થ રીતે કાર્યરત હોવા જરૂરી છે. દેશમાં કોરોનાની પરિસ્થિતિ જોઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. કોરોના ફેફસા પર અસર કરે છે, તેથી ફેંફસા મજબૂત હોવા જરૂરી છે, જેથી કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકાય. શરીરની દરેક એક્ટિવિટી ઓક્સિજન પર નિર્ભર છે અને ફેંફસા શરીરને ઓક્સિજન આપવાનું કામ કરે છે. ફેંફસાને સ્વસ્થ રાખવા માટે એક્સરસાઈઝ કરવી ખૂબ જરૂરી છે. એક્સરસાઈઝ કરવાથી ફેંફસા વાયુપ્રવાહ અને ઓક્સિજનના સ્તરને મેનેજ કરવા માટે વધુ યોગ્ય રીતે કાર્ય કરે છે. અહીંયા…
મુંબઈ: અત્યારે દેશમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ મુંબઈની છે જોકે, જૂન સુધીમાં મુંબઈની સ્થિતિ સામાન્ય થઈ જોવાનું એક રિપોર્ટમાં દાવો કર્યો છે. શરત એટલી જ છે કે રસીકરણ ખૂબ ઝડપથી ચાલુ રહે અને કોરોના વાયરસનો કોઈ નવું વર્ઝન ન આવી જાય. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટીમે પોતાના વિશ્લેષણ બાદ આવો દાવો કર્યો છે. મુંબઈમાં કોરોના વાયરસની બીજી લહેર અંગે ઝીંણવટપૂર્વક સંશોધન કરી રહેલા નિષ્ણાતોએ એક ગણિતીય મૉડલને આઘારે એવી ભવિષ્યવાણી કરી છે કે મેના પ્રથમ અઠવાડિયામાં કોવિડ-19થી થતાં મોતમાં પીક આવી શકે છે. પહેલી જૂલાઈ સુધી શહેરમાં સ્કૂલો ખોલવાની સ્થિતિ આવી જશે. દાવો કરવામાં આવ્યો છે કે…
કોટા: કોરોનાની ભયંકર પરિસ્થિતિ વચ્ચે આત્મહત્યાની રોજેરોજ ઘટના બની રહી છે ત્યારે રાજસ્થાનમાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોરોના પોઝિટિવ દંપતીએ આપઘાત કરી લીધો હતો. દંપતીએ એટલા માટે આપઘાત કરી લીધો હતો કે તેમને ડર હતો કે ક્યાંક તેમનું સંક્રમણ તેના પૌત્રને ન લાગી જાય. આ કારણે બંનેએ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણકારી મળતા જ હાહાકાર મચી ગયો હતો. આ વાત જાણીને દંપતીના પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ થોડા વર્ષે પહેલા તેના દીકરાને ગુમાવ્યો હતો. હવે તેઓ ન્હોતા ઈચ્છી રહ્યા કે તેનો પૌત્ર કોરોના બીમારીનો ભોગ બને. પોલીસ…
ભરૂચ: કોરોનાની વિકટ પરિસ્થિતિમાંથી કોરોના લોકોના સ્વજનો ટપોટપ મોતને ભેટી રહ્યા છે ત્યારે લોકો નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં લોકો પોતાનું માનસિક સમતુલન ગુમાવી બેશતા હોય છે. અને આત્મહત્યા જેવા પગલાં પણ ભરતા હોય છે. આવી જ એક ઘટના ભરૂચના અંકલેશ્વરમાં જોવા મળી હતી. અહીં એક વ્યક્તિએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ તેને બચાવી લીધો હતો. આપઘાતના પ્રયાસ પહેલા વ્યક્તિએ બ્રિજ પરથી ચલણી નોટો ઉડાવી હતી. આ અંગેનો વીડિયો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિએ માનસિક તાણમાં આવીને આવું પગલું ભર્યું હતું. ‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’ એવું કહીને વ્યક્તિએ બ્રિજ…