કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

રાજકોટઃ રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં માત્ર ચાર દિવસ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલી યુવતીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હજીતો હાથોની મહેંદીનો રંગ ઉડ્યો નથી તો પૂર્વે જ નવોઢાએ પોતાનું જીવન ટૂંકાવી દુનિયાને અલવિદા કહ્યું હતું. રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ ઉપર આવેલા ઓમ નગર શેરી નંબર 2 માં રહેતી માનસી બેન ભાવિન ભાઈ સરવૈયા નામની 24 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ભાભીએ આપઘાત કરી લીધાની જાણ સૌપ્રથમ તેમના નણંદને થઈ હતી. ભાભીની લાશ લટકતી જોઈ નણંદે દેકારો મચાવી દેતા પરિવારજનો એકઠા…

Read More

અમદાવાદ: કોરોના કહેરમાં અમદાવાદમાં હોસ્પિટલોમાં બેડની અછત વચ્ચે જીએમડીસી ગ્રાઉન્ડમાં ધન્વંતરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યકરત ધન્વંતરી હૉસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધા માટે દાખલ થવાની પ્રક્રિયા વધુ સરળ કરવામાં આવી છે. જે પ્રમાણે હવે ક્રિટીકલ દર્દીઓને સીધો જ પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત એક ‘ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ’ પણ બનાવવામાં આવી છે. જે અહીં આવતા દર્દીઓની તપાસ કરીને જરૂર પડે તો અંદર રહેલા ડૉક્ટરો સાથે સંકલન કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં મદદ કરશે. ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હૉસ્પિટલમાં દર્દીઓની ઉત્તમ સુવિધાઓ…

Read More

અમદાવાદ: પરિણીતાઓ ઉપર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે અમદાવાદમાં પણ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરના મણીનગરમાં રહેતી એક યુવતીએ તેના સાસુ-સસરા, પતિ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે તેની સાસુ તેને જમવાનું સમયસર આપતા ન હતા અને જમવા બેસે ત્યારે ‘ઓછું જમજો, તમારે પાતળું થવાનું છે’ કહીને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં નણંદ પણ આવા મ્હેંણા મારી યુવતીના લગ્ન બાદ ત્રાસ આપતી હતી. જ્યારે પતિ પણ મારઝૂડ કરી ત્રાસ આપતો હોવાથી યુવતીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના મણીનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં બાપુનગર…

Read More

મેસેચ્યુસેટ્સઃ વિશ્વની સૌથી જૂની વ્હિસ્કી ખરીદવા માંગતા હો, તો ટૂંક સમયમાં તેની બોલી લાગવાની છે. પરંતુ હા આ માટે તમારે સારી કિંમત ચૂકવવી પડશે. તો ચાલો જાણીએ તેની કિંમતથી માંડીને હરાજી સુધી બધું જ. અમેરિકન પ્રાંત મેસેચ્યુસેટ્સના બોસ્ટનમાં વિશ્વની સૌથી જૂની વ્હિસ્કી બોટલની હરાજી કરવામાં આવી રહી છે. આ જુની વ્હિસ્કીની ઓનલાઇન હરાજી 22 થી 30 જૂન દરમિયાન થવાની છે. અહેવાલો અનુસાર 40,000 ડોલર સુધીની બોલી લાગી શકે છે. આ વ્હિસ્કીનું ઉત્પાદન 1762 થી 1802ની વચ્ચે અમેરિકાના જ્યોર્જિયા, લાગ્રાંજ શહેરમાં થયું હતું. જ્યોર્જિયા યુનિવર્સિટી અનુસાર, આ વ્હિસ્કી ઓછામાં ઓછી 200 થી 250 વર્ષ જૂની છે. હરાજી કરનાર સ્કીનર કહે છે…

Read More

નવી દિલ્હીઃ અત્યારે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. દુનિયા આખી કોરોનાના ભય હેઠળ જીવી રહી છે ત્યારે વૈજ્ઞાનિકોએ બીજા મોટા ખતરાની ચેતવણી આપી છે. નવા અહેવાલમાં દાવો થયો હતો કે દુનિયાભરમાંથી દર વર્ષે 328 અબજ ટન બરફ પીગળી જાય છે. છેલ્લાં 20 વર્ષની સેટેલાઈટ ઈમેજનો અભ્યાસ કરીને તારણ રજૂ થયું હતું કે દર વર્ષે 31 ટકાના દરે બરફ પીગળી રહ્યો છે. 15 વર્ષ પહેલાં આવી સ્થિતિ ન હતી. જો આવી સ્થિતિ રહેશે તો દુનિયાની જળસપાટી વધારે ઊંચી આવી જશે. સાયન્સ મેગેજિન નેચરમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં દાવો કરાયો હતો કે દર વર્ષે 297,556,594,720,000 કિલો બરફ પીગળી જાય…

Read More

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ એટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયુ છે. તે ગત દિવસોમાં કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓ 91 વર્ષના હતા. છેલ્લા થોડા દિવસોમાં તેમની તબિયત વધારે ખરાબ થતાં શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જો કે, તેમના પરિવાર તરફથી હજૂ સુધી કોઈ નિવેદન આવ્યુ નથી. સોલી સોરાબજી બે વાર દેશના એટોર્ની જનરલ રહી ચુક્યા હતા. પહેલી વાર 1989થી 90 અને ફરી 1998થી 2004 સુધી. સોલી સોરાબજદીનું આખુ નામ સોલી જહાંગીર સોરાબજી હતુ. તેમનો જન્મ 1930માં બોમ્બેમાં થયો હતો. તેમણે 1953માં બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટમાં સીનિયર એડવોકેટ તરીકે નિમણૂંક થયા. 7 દાયકાઓ સુધી…

Read More

સુરતઃ કોરોનાના કપરા સમયમાં રેમડેસિવીર ઈન્જેક્શનની માંગ વધતા આ ઈન્જેક્શનની કાળા બજાર કરવા લોકો અચકાતા નથી. ત્યારે તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજાર કરનાર છ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ચાર આરોપીને જેલના હવાલે કરી દીધા હતા. હાલ કોરોના મહામારી વચ્ચે તબીબોની જરૂર હોવાને કોર્ટે બંને આરોપી તબીબોને કોવિડ હૉસ્પિટલમાં 15 દિવસ સેવા આપવાની શરત સાથે જામીન આપ્યા હતા. જો, બંને ડૉક્ટર કોવિડ હૉસ્પિટલમાં સેવા નહીં કરે તો તેમના જામીન નામંજૂર કરવાનો આદેશ કોર્ટે કર્યો છે. રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર મામલે આ પ્રકારની સજા પ્રથમ વખત ફટકારવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે…

Read More

જેરુસલેમઃ ઇઝરાયરલમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. ઈઝરાયલમાં શુક્રવારે બોનફાયર ફેસ્ટિવલમાં ભાગદોડ થતાં 38 લોકોનાં મોત થવાના અહેવાલ છે. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર અલગ-અલગ હૉસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઘટનાને મોટી આપત્તિ કરાર કરી છે. વડાપ્રધાને કહ્યું કે અમે ઘાયલ થયેલા લોકોના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યા છીએ. અત્યાર સુધીની જાણકારી મુજબ, માઉન્ટ મેરનમાં સ્ટેડિયમની સીટો તૂટીને પડી, જેના કારણે સ્ટેડિયમમાં ભાગદોડ થઈ ગઈ. નોંધનીય છે કે, ઈઝરાયલમાં જે સ્થળે દુર્ઘટના થઈ છે, તે ટોમ્બને યહુદીઓનું દુનિયાનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. જે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે હજારો…

Read More

નવી દિલ્હીઃ કોરોના પોતાની ચરમ સીમા ઉપર છે. ત્યારે દેશમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,86,452 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3498 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,87,62,976 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 15,22,45,179 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાના કારણે લોકો ટપોટપ મરી રહ્યા છે. કોરોનાના વધતા કેસોની વચ્ચે કોવિડ-19થી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ વધતી જઈ રહી છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત…

Read More

નવસારી : કોરોનાનો ગુજરાત ઉપર આતંક વર્તાઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે રાત્રી કર્ફ્યૂ આપવામાં આવ્યું છે. સરકારે 29 શહેરોમાં અનેક પ્રતિબંધો લગાવ્યા છે ત્યારે નવસારીમાં પણ પ્રતિબંધો લાગ્યા છે. જોકે, પોલીસ અને સરકારની વારંવારની સૂચનાઓ છતાં લોકો જાણે કે સુધરવાનું નામ ન લેતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન ગઈકાલે રાત્રે વીજલપોરમાં યોજાઈ રહેલા એક લગ્ન પ્રસંગમાં પોલીસ વગર આમંત્રણે મહેમાન બની ત્રાટકી હતી. નવસારી જિલ્લાના વિજલપોરીના આકારપાર્ક ખાતે એક લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં રાત્રિના કર્ફ્યૂના સમયે પણ જમણવાર યોજાઈ રહ્યો હોવાની જાણ થતા જ પોલીસનો કાફલો મહેમાન બનીને ત્રાટક્યો હતો. રાત્રિ કર્ફ્યૂમાં પ્રસંગો…

Read More