કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

ફરીદાબાદ: યુવક-યુવતીઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાવવો સામાન્ય છે. પરંતુ ક્યારેક પ્રેમ સંબંધ લગ્નમાં ફેરવાર એ શક્ય બનતું નથી ત્યારે આવા સંબંધોનો કરુણ અંજામ પણ આવતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના હરિયાણાના ફરીદાબાદમાંથી સામે આવી હતી. ફરીદાબાદના વલ્લભગઢ સેક્ટર-7 પોલીસ મથક હેઠળ આવતા એક વિસ્તારમાં એક હોટલમાં 24 વર્ષીય નર્સની યુવકે ગળું દબાવીને હત્યા કરી નાખી છે. યુવતી વલ્લભગઢના એક નર્સિંગ હોમમાં નર્સ તરીકે કામ કરતી હતી. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસે લાશનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. હત્યાનું કારણ યુવક અને યુવતી વચ્ચે લગ્નને લઈને થયેલો ઝઘડો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં…

Read More

નવી દિલ્હીઃ અત્યારે કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશ ઉપર કોરોનાનું સંકટ છવાયું છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડો. નવજોત દાહિયાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી રાજ્યોમાં રાજનીતિક રેલીઓનું આયોજન અને કુંભના આયોજનની મંજૂરી આપવા માટે કોરોના વાયરસના સુપર સ્પ્રેડર કહ્યા હતા. ધ ટ્રીબ્યૂન અનુસાર દહિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે તંત્ર કોવિડ-19ના નિયમોને અનિવાર્ય બનાવવા માટે સખત મહેનત કરે છે ત્યારે પીએમ મોદીએ મોટી રાજકીય રેલીઓ સંબોધીત કરવા માટે સહેજ પણ સંકોચ કર્યો નહીં. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર દહિયાએ કહ્યું કે જ્યારે જાન્યુઆરી 2020માં ભારતમાં કોરોના વાયરસનો પહેલો દર્દી મળ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદીએ…

Read More

રાજકોટઃ ગુજરાત પોલીસ બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવવા માટે હંમેશા સક્રીય રહે છે ત્યારે ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં વિદેશી દારૂના કટિંગ સમયે એલસીબી પોલીસે દરોડો પાડી 7,648 બોટલ કિંમત રૂપિયા 24,04,800 અને ત્રણ વાહન મળી 40,41,900 રૂપિયાના મુદ્દામાલ સાથે આઠ શખ્સોની ધરપકડ કરી છે. તમામ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટઃ ગુજરાતમાં દારુબંધી હોવા છતાં છારવારે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતો હોય છે ત્યારે રાજકોટના ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં વિદેશી દારૂના કટિંગ સમયે એલસીબી પોલીસે દરોડો પાડી 7,648 બોટલ કિંમત રૂપિયા 24,04,800 અને ત્રણ વાહન મળી 40,41,900 રૂપિયાના મુદ્દામાલ સાથે આઠ શખ્સોની ધરપકડ કરી છે. તમામ વિરુદ્ધ પોલીસે…

Read More

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર ભારતના લોકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. કોરોના વાયરસ અલગ અલગ રૂપ ધારણ કરી રહ્યો છે. બીજી તરફ કોરોના સામે લડવા માટે વૈજ્ઞાનિકોએ કોરોના સામે લડવા માટે કોરોના વેક્સીન પણ બનાવી છે. પરંતુ વેક્સીનને લઈને લોકોમાં અલગ અલગ ભ્રમણા ફેલાઈ રહી છે. અત્યારે કોરોનાની વિરુદ્ધ રસીકરણમાં કોવિશીલ્ડ અને કોવેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક સ્ટડી મુજબ, આ બંને વેક્સીન કોરોના વાયરસના ભારતીય સ્વરૂપની વિરુદ્ધ પણ પ્રભાવી છે. રસીકરણ બાદ સંક્રમણની સ્થિતિમાં વ્યક્તિમાં હળવા લક્ષણ સામે આવે છે. વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદહેઠળ આવનારા જીનોમિક્સ અને એકીકૃત જીવવિજ્ઞાન સંસ્થાનના નિદેશક અનુરાગ અગ્રવાલે એક સ્ટડીના…

Read More

દિસપુરઃ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય આસામમાં બુધવાર વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી આ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આસામથી શરૂ થઇને આ ભૂકંપના આંચકા સમગ્ર રાજ્ય, ઉત્તર બંગાળ અને ઉત્તર-પૂર્વના કેટલાક હિસ્સામાં અનુભવાયા. તેની પર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આસામમાં ભીષણ ભૂકંપ અનુભવાયો છે. હાલ વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીથી મળતી જાણકારી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 હતી. તેની શરૂઆત રાજ્યના તેજપુરથી થઈ હતી. સીસ્મોલોજી સેન્ટર મુજબ, પહેલો ભૂકંપ સવારે 7:51 વાગ્યે અને તેની થોડી મિનિટો બાદ વધુ બે આંચકમ અનુભવાયા. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી…

Read More

પાંગીઃ કોરોનાના કપરા સમયમાં લોકો પીડિતોની મદદ માટે આગળ આવીને માનવતા દાખવી રહ્યા છે ત્યારે હિમાચલ પ્રદેશમાં માનવતાને શર્મસાર કરે એવી ઘટના પ્રકાશમાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં પાંચ જેટલા મજૂરોને સુલભ શૌચલયમાં આઇસોલેટ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વાતની જાણકારી મળતા મીડિયા ત્યાં દોડી ગયું હતું. જોકે, તંત્રને જાણ થતાં મીડિયા પહોંચે તે પહેલા જ પાંચેય મજૂરોને બીજે ખસેડી દેવામાં આવ્યા હતા. આ અંગેની કેટલીક તસવીર મીડિયામાં વહેતી થઈ છે. આ પાંચેય મજૂરોને એક કોન્ટ્રાક્ટર તરફથી શહેરમાં લાવવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશના પાંગીમાં કોન્ટ્રાક્ટરો કામ કરવા માટે બહારથી મજૂરો લાવે છે. તાજેતરમાં કોન્ટ્રાક્ટર 20 મજૂરોને લાવ્યો હતો.…

Read More

અમદાવાદઃ ભરઉનાળે મંગળવારે રાત્રે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કાળઝાર ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પ્રસરી હતી. અને લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં વીડળી પણ ડૂલ થઈ ગઇ હતી. તો હવામાન વિભાગની આગાહીપ્રમાણે, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 40 કિ.મી.ની ઝડપે પવન સાથે મધ્યમથી હળવા વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, બુધવારે બનાસકાંઠા, પાટણ, ડાંગ, વલસાડ, નવસારી, રાજકોટ, અમરેલી, જુનાગઢ, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ગુરુવારે કચ્છ, રાજકોટ, અમરેલી, જુનાગઢમાં ઉપરાંત શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, કચ્છમાં, શનિવારે બનાસકાંઠા,પાટણ, આણંદ,…

Read More

દમણઃ અત્યારે કોરોનામાં હોસ્પિટલો અને કોરોના દર્દીઓની સ્થિતિ ખરાબ છે ત્યારે આવી સ્થિતિમાં દમણમાં કોરોના દર્દીના સ્વજને હોસ્પિટલને સળગાવી દેવાની ધમકી આપીને હોબાળો મચાવ્યો હતો. પોતાના સ્વજનની તબિયત લથડતા દર્દીના પરિવારજનો ખૂબ રોષે ભરાયા હતા.અને રોષ વ્યક્ત કરવા હોસ્પિટલમાં ધમાલ કરી હતી. સાથે જ રોષે ભરાયેલા દર્દીના સ્વજનોને હોસ્પિટલના સ્ટાફ સાથે ગાળાગાળી કરી અને ઝપાઝપી કરી તોડફોડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતાં દમણ પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને ભારે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. હોસ્પિટલમાં અનેક દિવસોથી દાખલ દર્દીની તબિયત લથડતાં રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફને સાથે મારામારી પણ કરી હોવાની વાત બહાર આવી છે.…

Read More

રાજકોટઃ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં પેશન્ટને દાખલ કરવું જ પડશે તેમ કહી તબીબ અને તેના સ્ટાફને માર માર્યો હોવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આ અંગેને સીસીટીવી પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંસ્કાર કુંજ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવનાર અમર કાનાબારે એ ડિવિઝન પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, “રવિવારની રાત્રે હું દસ વાગ્યા આસપાસ હોસ્પિટલમાં હાજર હતો. આ સમયે રિસેપ્શનમાં તેજસ ગોસ્વામી અને જયદીપ ડોડીયા નામના કર્મચારીઓ બેઠા હતા. ત્યારે જયદીપ ડોડીયાનો મને ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું કે સાહેબ આપ નીચે આવો. ત્રણ…

Read More

સુરતઃ શહેરના અમરોલી ઈન્દીરાનગર નવા હળપતિવાય પાછળ તાપી નદીના પાળા પાસેથી 13 દિવસ પહેલા મળી આવેલ કતારગામના યુવકની લાશ પ્રકરણમાં પોલીસે ગઈકાલે પીઍમ રિપોર્ટના આધારે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ ધનમોરા મગનનગર-૨ મહાદેવ ઍપાર્ટમેન્ટમાં રહેતા સંદિપ ભરતભાઈ સોનવણે (ઉ,વ.35)ની ગત તા 13મીના રોજ સાંજે પાંચ વાગ્યે અમરોલી ઈન્દીરાનગર નજીક નવા હળપતિવાસ પાછળ તાપી નદીના પાળાની પાછળથી લાશ મળી આવી હતી. બનાવ અંગે જેતે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી સંદિપભાઈના મૃતદેહને પીઍમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન ગઈકાલે પીઍમ રિપોર્ટ આવ્યો હતો જેમાં તેને કોઈ હથીયારથી માથા અને શરીરના ભાગે…

Read More