કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

અમદાવાદ: નવરંગપુરા પોલીસે બાતમીના આધારે મર્સિડીઝ કારમાં શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ કરતા શખસ ની 30.30 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ક્રિકેટ સટ્ટાની સાથે સાથે શેરબજાર ના ડબ્બા ટ્રેડિંગ નો પણ કાળો કારોબાર ખૂબ ચાલી રહ્યો છે. અનેક એવા કિસ્સા સામે આવ્યા હતા જેમાં પોલીસના આશિર્વાદથી મોટી માછલીઓ બચી જતી હતી જયારે નાની માછલીઓ પર પોલીસ જાળ બિછાવતી હતી. ત્યારે નવરંગપુરા પોલીસે આવા જ ડબ્બા ટ્રેડિંગ કરતા એક શખ્શની ધરપકડ કરી છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સી.જી રોડ ગીરીશ કોલ્ડડ્રિંક ચાર રસ્તા પાસે પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ મર્સિડીઝ…

Read More

પાટણઃ પાટણ જીલ્લામાં બનેવીના હાથે સાળાની હત્યા થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પાટણ તાલુકાના ભૂતિયાવાસણા ગામે રિસાઈને પિયરમાં રહેતી પત્નીને તેડવા ગયેલા માડોત્રી ગામના મહિલાના પતિએ ઉશ્કેરાઈ જઈને તેના સાળા ને છાતીમાં છરીનો ઘા મારતા ગંભીર હાલતમાં ધારપુર અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકની બહેને તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે પાટણ તાલુકાના ભૂતિયાવાસણા ગામના મનજી શંકરજી પરમારની દીકરી ભાવનાબેનના લગ્ન પાટણ તાલુકાના માંડોત્રી ગામે પરમાર ચંદ્રકાંત મઘાભાઈ સાથે 25 વર્ષ અગાઉ થયા હતા જેમાં તેમને 13 અને 17 વર્ષના બે દીકરા અને 21 વર્ષની એક દીકરી…

Read More

ગાંધીનગરઃ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દર્દીઓની સંખ્યમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગી રહી છે. આ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અધિકારીઓનો ઉધડો લીધો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહે, કોરોના મહામારી સામેની લડાઈમાં જોડાયેલા ગુજરાતના સનદી અધિકારીઓના કલાસ લીધા હતા. ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધા હોવા છતા અસુવિધા હોવાનુ ચિત્ર કેમ ઉપસી રહ્યુ છે તેવો સવાલ કર્યો હતો. યોગ્ય આયોજનના અભાવે જ આ પરીસ્થિતિ સર્જાઈ હોવાનુ કહીને, અમિત શાહે અધિકારીઓને કેટલાક સુચનો પણ કર્યા હોવાનુ સૂત્રો જણાવી રહ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન હોલમાં DRDO દ્વારા બનાવાયેલી 900 બેડની હંગામી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતુ.…

Read More

બનાસકાંઠા: અત્યારે કોરોના વાયરસના કારણે લોકો ટપોટપ મરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પુત્રને જન્મ આપ્યા બાદ કોરોનાગ્રસ્ત માતાએ હંમેશા માટે આંખ મીચી દીધી હતી. બનાસકાંઠામાં ધનિયાવાડા ગામની 24 વર્ષીય યુવતીને કોરોના ભરખી જતાં પરિવારમાં માતમ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાગ્રસ્ત યુવતીનું ડિલિવરી દરમિયાન કરૂણ મોત થયું હતું .જ્યારે બાળકની તબિયત નાજુક હોવાથી પાટણની ધારપુર હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યાર સુધી અનેક લોકોને કાળમુખો કોરોના ભરખી ગયો છે. જેમાં દાંતીવાડાના ધનિયાવાડા ગામની એક યુવતીનો પણ સમાવેશ થાય છે. ધનિયાવાડા ખાતે રહેતા સરોજબેનના લગ્ન બે વર્ષ પૂર્વે સમાજના રીતરિવાજ…

Read More

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ દેશમુખ સામે ફરિયાદ દાખલ કરો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત મુંબઈમાં દેશમુખના અનેક ઠેકાણા પર દરોડાં કરવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. શુક્રવારે જ સીબીઆઈ તેમની સામે પ્રારંભિક તપાસ પૂર્ણ કરીને કેસ દાખલ કરી દીધો હતો. જે બાદમાં શનિવારે સવારે સીબીઆઈએ તેમના વિવિધ ઠેકાણા પર દરોડાંની કાર્યવાહી આરંભી દીધી હતી. ઉલ્લેખનીય કૌંભાડના આરોપસર કરવામાં આવેલી અરજીની સુનાવણી તરતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે, અનિલ દેશમુખ રાજ્યના ગૃહમંત્રી હોવાથી પોલીસ તેમની સમક્ષ નિષ્પક્ષ તપાસ નહીં કરી શકે. આથી આ કેસની તપાસ સીબીઆઈને…

Read More

નવી દિલ્હીઃ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સારા સમાચાર મળી રહ્યા છે. લાંબા સમય બાદ આપણા બધા માટે રાહતના સમાચાર છે. દેશમાં કોરોના દર્દીઓની રિકવરીની ગતિ એક દિવસમાં 111.20% વધી છે. શુક્રવારે 24 કલાકની અંદર રેકોર્ડ 2 લાખ 20 હજાર 382 લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં એક દિવસમાં સ્વસ્થ થતાં દર્દીઓની દુનિયામાં આ સૌથી મોટો આંક છે. આ પહેલાં ગુરુવારે એક દિવસમાં રેકોર્ડ 1 લાખ 98 હજાર 180 લોકો સાજા થયા હતા. બુધવારે 1.92 લાખ લોકો સાજા થયા હતા. જોકે ચિંતાની વાત છે કે કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. શુક્રવારે દેશમાં રેકોર્ડ 3 લાખ 44 હજાર 949 નવા દર્દીઓ…

Read More

વૉશિંગટન: કોવિડ-19થી સાજા થયેલા લોકોમાં વાયરસ હોવાનું માલુમ થયાના છ મહિનામાં મોતનું જોખમ વધારે હોય છે. આમાં એવા લોકો પણ શામેલ હોઈ શકે છે જેમને કોરોના માલુમ પડ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી ન હોય. આ જાણકારી કોરોના અંગે અત્યારસુધીનો સૌથી વિશાળ અભ્યાસમાં સામે આવી છે. નેચર પત્રિકામાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં અધ્યયનકર્તાનું કહેવું છે કે આગામી વર્ષોમાં દુનિયાની વસ્તી પર આ બીમારીનો મોટો ભાર આવવાનો છે. અમેરિકામાં વૉશિંગટન યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ મેડિસનના અભ્યાસકર્તાએ કોવિડ-19 સંબંધમાં વિવિધ બીમારીની એક યાદી ઉપલબ્ધ કરાવી છે, જેનાથી કોરોના મહામારીને પગલે લાંબા સમયમાં ઊભી થનારી મુશ્કેલીની એક મોટી તસવીર પણ ઊભરીને સામે આવે છે.…

Read More

જૂનાગઢ : જૂનગાઢ અને ગીર પંથક કેરીઓ માટે જાણિતો છે ત્યારે અહીના ખેડૂતો કેરી અંગે અવનવા પ્રયોગો કરતા રહે છે. માળિયા હાટીના તાલુકાના જલંધર ગામ ના ખેડૂતે નવી કેરી ની જાત નું સફળ ઉત્પાદન કર્યું છે ટોમી એટકીન્સ નામની કેરીનું કર્યું છે ઉત્પાદન. જાંબલી કલર વાળી કેરી જોવા મળે છે અમેરિકાના ફ્લોરીડા વિસ્તારમાં આ કેરી થાય છે આ કેરીમાં 75 % ખાંડ નું પ્રમાણ ઓછુ હોય છે જેને લઇ ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. અને ખેડૂત માત્ર ઓર્ગેનિક ખેતી કરવા આપે છે ભાર. હાલના સમય માં પરંપરગત કેરી ની ખેતી સાથે કેરીની નવી જાતનું સફળ ઉત્પાદન ખેડૂતો કરી રહ્યો છે…

Read More

નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં ઑક્સીજનની અછતને પગલે હાહાકાર મચી ગયો છે. આ દરમિયાન પીએમ મોદીએ કોરોનાના કેસ વધુ હોય તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય લોકો સાથે મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન ઑક્સીજનની અછતનો મુદ્દો ઉઠ્યો હતો. આ દરમિયાન દિલ્હીની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પ્રશ્નો કર્યો હતો કે, જો દિલ્હી માટે આવી રહેલું ઑક્સીજનનું ટેન્કર કોઈ રોકી લે તો મારે કેન્દ્ર સરકારમાં કોની સાથે વાત કરવી જોઈએ? ઉલ્લેખનીય છે કે દિલ્હી માટે આવી રહેલા ઑક્સીજનના ટેન્કરોને ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં રોકવામાં આવ્યા હોવાના સમાચાર છે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે ત્રણ માંગ કરી…

Read More

અમદાવાદ: કોરોના કાળમાં લોકોની સેવા માટે તમામ લોકો આગળ આવી રહ્યા છે ત્યારે કથાકાર મોરારિબાપુ પણ કોરોના દર્દીઓના વ્હારે આવ્યા છે. મોરારિબાપુએ દર્દીઓની સારવાર માટે એક કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. સમગ્ર ભારત કોવિડ-19ની ઘાતક લહેરની સામે ઝઝુમી રહ્યું છે તથા દરેક રાજ્યોની સરકારો, એનજીઓ, સેવાભાવી સંસ્થાઓ અને પ્રત્યેક વ્યક્તિ પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરીને કોરોના સામેની લડાઇને બળ આપી રહ્યાં છે. હાલ દેશભરમાં ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ સહિતની ગંભીર સમસ્યાઓ સર્જાઇ છે ત્યારે કથાકાર મોરારિબાપૂએ અમરેલી જિલ્લાના રાજૂલા, ભાવનગર, સાવરકૂંડલા, મહૂવા અને તળાજા તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 1 કરોડની સહાય કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હાલની વિકટ…

Read More