નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેત ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. દેશના કેટલાક રાજ્યોમં કોરોનાની સ્થિતિ કાબુમાંથી બહાર જઈ રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં લોકડાઉનના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના નવા 72,330 કેસ નોંધાયા છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન 459 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યાંક 1,62,927 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સક્રિય કેસની વાત કરવામાં આવે તો હાલ દેશમાં 5,84,055 કેસ નોંધાયેલા છે. આ સાથે જ દેશમાં…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
મુંબઈઃ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ જગતની અનેક હસ્તીઓ એનસીબીના હાથે ચડી છે ત્યારે અભેનાતા એઝાઝ ખાન પણ એનસીબીના ઝપટે ચડ્યો છે. મંગળવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એઝાઝ ખાનને મુંબઇ એરપોર્ટથી અટકાયતમાં લીધા હતાં. ડ્રગ્સ કેસમાં એક્ટર અને બિગ બોસ સ્પર્ધક એઝાઝ ખાનની આઠ કલાકથી પૂછપરછ બાદ બુધવારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેને મુંબઇની કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂ કરતાં સમયે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એઝાઝ અંગે ઘણાં ખુલાસા કર્યા હતાં. ગત અઠવાડિયે ડ્રગ્સ મામલે ધરપકડ થયેલાં શાદાબ બટાટા અને એઝાઝ વચ્ચે સંબંધ હતા. NCB બંનેને આમને સામને બેસાડી પૂછપરછ કરવાં ઇચ્છે છે. એ માટે એઝાઝની…
ફ્રાંસઃ કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બીજી વખત પોતાની ઝપેટમાં લીધું છે ત્યારે ફ્રાંસમાં કોરોના વાયરસે પોતાનો પ્રકોપ વઘતા ફ્રાંસના રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં ચાર અઠવાડિયાનું લૉકડાઉન લગાવી દીધું છે. શાળાઓને ત્રણ અઠવાડિયા માટે બંધ કરવામાં આવી. હાલ ફ્રાંસમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર ચાલી રહી છે. જેના લીધે ભારે ખાનાખરાબી સર્જાઈ છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ મેક્રોએ કહ્યું કે, જો નક્કર પગલા નહિ ભરાય તો કોરોના પરથી કાબૂ ગુમાવી દઈશું. ફ્રાંસમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જીવન જરૂરિયાત સામાનની દુકાનો ખોલવાની મંજૂરી મળશે. ઓફિસ જવાને બદલે લોકોએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. આ દરમિયાન 10 કિલોમીટરની ત્રિજ્યામાં જવા પર રોક લગાવવામાં આવી છે. આમ…
અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો વધતો જાય છે ત્યારે આગામી દિવસોમાં લોકોને વધારે શેકાવા માટે તૈયાર રહેવું પડશે. આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં ધરખમ વધારો થવાની આગામી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 5 દિવસ સુધી ગરમીમાં વધારો થઈ શકે છે.આપને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક દરમ્યાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ , પોરબંદર અને રાજકોટમાં આગામી 48 કલાક દરમ્યાન હિટવેવની આગાહી છે સૌરાષ્ટ્ર-કચ્છની સાથે રાજ્યના અન્ય જિલ્લામાં પણ વધશે ગરમીનો પારો વધશે. ઉલ્લેખનીય છે કે હોળીની જ્વાળા કઈ દિશામાં જાય છે તેના પરથી વરસાદનો અંદાજ લગાવવાની વર્ષોથી પરંપરા ચાલી આવી છે. અંબાલાલ પટેલની આગાહી છે…
રાજકોટઃ અત્યારે ઘરેલું હિંસા અને દહેજના કિસ્સાઓ છાસવારે સામે આવતા રહે છે. પૈસાના લોભિયા સાસરિયાઓ પરિણીતાઓ ઉપર અનેક પ્રકારના અત્યાચાર કરતા હોવાની ઘટનાઓ બને છે ત્યારે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક પરિણીતા ન્યાયની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા કૈલાસધારા પાર્ક શેરી નંબર-3માં માતાપિતાના ઘરે રહેતી બિન્ની શાહ નામની શિક્ષિકાએ મહેસાણાના વિસનગરમાં રહેતા પતિ જીગ્નેશ શાહ, સસરા રાજેન્દ્રભાઈ માધવલાલ શાહ તેમજ સાસુ જ્યોત્સનાબેન શાહ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ મહિલા પોલીસને જણાવ્યું છે કે, તેણીએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ તે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2019માં તેના…
નવી દિલ્હીઃ સરકાર તરફથી સામાન્ય માણસો માટે સારા સમાચાર મળી રહ્યા છે. સરકારે બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સવારે એક ટ્વીટમાં આ માહિતી આપી. દેશના કરોડો લોકો માટે આ એક મોટી રાહત સમાચાર છે. 1 એપ્રિલની સવાર આમ આદમી માટે ખુશખબર લાવી છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર હવે તે જ જુના દરેજ વ્યાજ ફરીથી ઉપલબ્ધ રહેશે. આ અગાઉ બુધવારે સરકારે 1 એપ્રિલ 2021થી સ્મોલ સેવિંગ સ્કીમ્સ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ નાણાં પ્રધાને કહ્યું કે હવે…
મુંબઈઃ કોરોના વાયરસે દેશ અને દુનિયાને ફરીવાર હચમાવી દીધું છે. ત્યારે કોરોના હવે બોલીવૂડ તરફ વળ્યો છે એક પછી એક મોટી સેલિબ્રિટીઓને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. કોરોનાના કારણે અનેક ફિલ્મોની શૂટિંગ ઉપર અસર થઈ રહી છે. ત્યારે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની પણ ચાલુ શૂટિંગ દરમિયાન તબિયત બગડતા શૂટિંગ છોડીને મુંબઈ આવી ગયો હતો. સિદ્ધાર્થ છેલ્લા કેટલાક અઠવાડિયાઓતી લખનૌની આસપાસના સ્થળોએ ફિલ્મ મિશન મજનૂનું શૂટિંગ કરી રહ્યો હતો. ફિલ્મના સેટ પરના લોકોએ જણાવ્યું હતું, શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થની તબિયત ખરાબ થઇ ગઇ હતી. આ પછી તેણે પોતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. અને એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ છતાં સિદ્ધાર્થ ફિલ્મની શૂટિંગ…
અમદાવાદઃ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ ચરમસીમાએ પહોંચી ગયો છે. બીજી તરફ સોશિયલ મીડિયાનો દુરઉપયોગ પણ એટલો જ વધી ગયો છે. છાસવારે યુવતીઓ સોશિયલ મીડિયાનો ભોગ બની હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદના કૃષ્ણનગરમાંથી સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત ઓકટોબર મહિનામાં તેના ઈન્સ્ટાગ્રામ આઇડી પર એક ફ્રેન્ડ રિકવેસ્ત આવી હતી. જે ફ્રેન્ડ રીકવેસ્ટ તેને સ્વીકારી હતી. જે બાદમાં આ આઇડીધારક વારંવાર મેસેજ કરીને યુવતીને વાત કરવા માટે જણાવતો હતો. યુવતીએ તેની સાથે વાત નહિ કરીને અનફોલો કર્યો હતી. જોકે, આમ…
નવી દિલ્હીઃ સામાન્ય રીતે અત્યારે તમને કોઈ પુછે કે કોઈ કિંમતી વસ્તુ કઈ? તો તમારા મનમાં સોના-ચાંદી, હીરા જવેરાત અને કિંમતી પથ્થરોના નામ આવે પરંતુ જો તમને કોઈ કહે કે સોના ચાંદી કરતા પણ મોંઘી શાકભાજી પણ આવે છે તો તમારી આંખો પહોળી ચોક્કસ થઈ જશે. યુરોપમાં હોટ શૂટ નામની શાકભાજી થાય છે. જેની એક કિલોનો અંદાજીત ભાવ 1 લાખ રૂપિયાની આસપાસ છે. આ શાકભાજી ખુબ જ ઉપયોગી અને મોંઘી પણ એટલી જ છે. આ શાકભાજીને ખાસ ઓર્ડર આપીને ખરીદી શકાય છે. આ શાકભાજીનો દેખાવ ઘાસ જેવો હોય છે. આ શાકભાજીની ગણતરી વિશ્વની સૌથી મોંઘી શાકભાજીમાં થાય છે.બીજી તરફ આ…
રાજકોટઃ પતિ પત્ની વચ્ચે ઘર કંકાસના કારણે ઝગડા થવા સામાન્ય બની જાય છે. જોકે મહિલાઓને રક્ષણ આપવા માટે અભયમ સેવા કાર્યરત છે. પીડિત મહિલાઓ અભયમની મદદ લઈ પોતાના ઉપર થતાં અત્યાચારોથી બચી શકે છે. જોકે, અભયમ સામે ક્યારેક વિચિત્ર કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી જાનકી નામની (નામ બદલ્યું છે) મહિલાએ દસ વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી મહિલાને તેના પતિ વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થતાં હોવાના કારણે મહિલાએ છૂટાછેડા લેવાની માંગ કરી હતી. ત્યારે સમગ્ર મામલે મહિલાએ…