મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી અને મિસ ઇન્ડિયા પેસિફિક રહી ચુકેલી એક્ટ્રેસ દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરી લીધા છે ત્યારે હવે દિયા વૈભવની પત્ની થઈ ગઈ છે. લગ્નનાં તુરંત બાદ બિઝી શેડ્યુલને કારણે બંને હનીમૂન પર જઇ શક્યા ન હતાં. હવે લગ્નનાં એક મહિના બાદ બંને માલદીવ્સ પહોંચ્યા છે. જ્યાં તે તેમનો ગોલ્ડન ટાઇમ વિતાવી રહ્યાં છે. દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. લગ્નની તસવીરો બાદ તેણે માલદીવ્સની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરો શેર કરતાં તેણે લખ્યું છે કે, હિન્દ મહાસાગર અને અવિશ્વસનીય લોકો. અહીં અમે નિરપેક્ષ…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
નવી દિલ્હીઃ ભારત અને ચીન સરહદે પૈંગોંગ સરોવરમાં એક વર્ષ સુધી ચાલેલા તણાવ બાદ બન્ને દેશની સેના વચ્ચે થયેલી વાતચીત બાદ ચીને પોતાની સેના પાછી ખસેડી લીધી છે. LACની વર્તમાન સ્થિતિ પર આર્મી ચીફ નરવણેએ જણાવ્યું કે પૈગોંગ સરોવરથી ચીની સેના હટ્યા બાદ ખતરો ઘટ્યો છે. પણ સમાપ્ત નથી થયો. ભારતીય વિસ્તારોમાં ચીનનો કબજો નથી. સેનાની તૈનાતી ગત વર્ષની જેમ યથાવત છે. LAC પર આપણે તમામ ઉદ્દેશમાં સફળ થઈશું. નરવણેએ જણાવ્યું કે પહેલા જે ભાગ પર ભારતનું નિયંત્રણ હતું ત્યાં ચીનનો કબજો નથી. પર્વતીય ક્ષેત્રની સ્થિતિ વિશે જણાવતા નરવણેએ કહગ્યું કે કેટલાક ક્ષેત્રમાં સૈન્ય શક્તિ એમ જ છે જે રીતે…
કચ્છઃ ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સામાન્ય બાબતોને લઈને ઝઘડા થતા હોય છે પરંતુ કચ્છ જિલ્લાના ભુજમાં ગેરકાયદે પેટ્રોલ વેચાત વેપારીનો પેટ્રોલનો ભાવ વધારે પડતા ગ્રાહક અને પેટ્રોલ વેચનાર વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને કેબીનવાળાએ ગ્રાહકને જાહેર રસ્તા ઉપર જ જીવતો સળગાવ્યો હતો. આ ઘટનાના પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. દાઝેલા યુવાનને 108 એમ્યુલન્સથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબીય વધુ લથડતાં અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગુરુવારે બપોરે સવા વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ભુજના કૈલાસનગરમાં રહેતા 40 વર્ષીય પરેશભાઇ દામજીભાઇ પરમારંરઘુવંશીનગર ચોકડી પાસે પાનબીડી સાથે…
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો આતંક ફરી એક વખત ટોચ પર છે. કોરોનાના કેસ મામલે ભારત વૈશ્વિક દેશોની યાદીમાં આગળ વધી રહ્યું છે. ભારતમાં કુલ 5 કરોડ 55 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 59,118 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 257 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,18,46,652 થઈ ગઈ છે. કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 12 લાખ 64 હજાર 637 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 32,987 દર્દીઓને ડિસ્ચાર્જ…
અમદાવાદઃ પ્રેમ પ્રસંગમાં મારામારી થવી સામાન્ય બાબત છે. જ્યારે પ્રેમ સંબંધમાં હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ પણ બનતા રહે છે. અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં કારમાં આવેલા ચાર લોકોએ યુવકને ગાળો બોલીને માર માર્યો હતો. એટલું જ નહીં અવાવરું જગ્યાએ લઈ જઈને લોખંડની પાઈપ અને લાકડાના દંડા વડે ગુપ્ત ભાગે સહિત શરિરના અન્ય ભાગોમાં પણ માર માર્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી. બનાવની વિગતે વાત કરીએ તો ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, 24મી માર્ચના દિવસે સાંજે સાતેક વાગ્યાની આસપાસ તે યારા કા ઢાબાની સામે આવેલી સરકારી ચાવડી પાસે…
પૂણેઃ અત્યારે પૂણેમાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સિરિઝ રમાઈ રહી છે. શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વિજય મેળવ્યો હતો. ત્યારે પોતાની હારમાંથી શીખીને ટીમ ઈંગ્લેન્ડ ભારતીય ટીમની નબળાઈઓનો ભરપુર ફાયદો ઉઠાવી બીજી મેચમાં જીત મેળવી શકે છે. પહેલી વનડેની ભૂલોમાં સુધાર કરીને ટીમ ઈન્ડિયા પર વળતો હુમલો કરવો કરી શકે છે. આમ તો ટીમ ઈન્ડિયાએ પહેલી વનડેમાં જીત ચોક્કસ મેળવી છે પરંતુ ચાર એવી નબળાઈઓ જોવા મળી જેનો ફાયદો મહેમાન ટીમ બીજી વનડેમાં ઉઠાવી શકે છે. પહેલી કમજોરીઃ નવી ઓપનિંગ જોડી- ઈંગ્લેન્ડની વિરુદ્ધ બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા નવી ઓપનિંગ જોડીની સાથે ઉતરી શકે છે. રોહિત શર્મા પહેલી…
આગરાઃ સામાન્ય રીતે પ્રેમમાં પાગલ પ્રેમીઓ જ યુવતીઓ ઉપર એસિડ અટેક કરવાની ઘટનાઓ અંગે આપણે સાંભળી હશે. પરંતુ ઉત્તર પ્રદેશમાં ઉલટી ગંગા સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં પ્રેમીના લગ્ન નક્કી થતાં પ્રેમિકાએ તેજાબ એસિડ એટેક કર્યો હતો. જોકે, ગંભીર રીતે દાઝેલા પ્રેમીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ આગરા શહેરના હરીપર્વત પોલીસ મથકની હદમાં ઘટી છે. અહીંયા દેવેન્દ્ર કુમાર નામના એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જોકે, દેવેન્દ્રનું મૃત્યુ તેની પ્રેમિકા દ્વારા ફેંકવામાં આવેલા એસિડથી થયેલી ઇજાઓની સારવાર દરમિયાન થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ દેવેન્દ્ર તેની પ્રેમિકા સોમના સાથે સાથે લીવ-ઇનમાં રહેતો હતો. દેવેન્દ્ર અને સોમના આ એસિડ…
મુંબઈઃ ઉનાળો શરૂ થતાં જ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે મુંબઈમાં મોલની અંદર આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા. આ હોસ્પિટલમાં 70થી વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે આગ મોલના ત્રીજા માળે આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં લાગી હતી. આ હોસ્પિટલમાં મોટાભાગે કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગની ઘટના અંગે બીએમસીએ તપાસના આદેશ આપ્યા હતા. મળતી જાણકારી મુજબ, મુંબઈના ભાંડુપ વિસ્તારમાં સ્થિત ડ્રીમ મોલમાં ગુરુવાર મોડી રાત્રે આગ લાગવાની સૂચના મળી. ત્યારબાદ આગ પર કાબૂ મેળવવા માટે 20થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી.…
ઢાકાઃ દેશના વડાપ્રધાન મોદી પોતાના વિદેશ પ્રવાસ માટે વિપક્ષના નિશાના ઉપર આવતા રહે છે ત્યારે કોરોના કાળ વચ્ચે નરેન્દ્ર મોદી ફરીથી વિદેશ પ્રવાસ ખેડી રહ્યા છે. નરેન્દ્ર મોદી આજથી શુક્રવારથી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે ગયા છે. પીએમ મોદી 497 દિવસ બાદ કોઈ વિદેશી પ્રવાસ પર છે. આ પહેલા તેઓ નવેમ્બર 2019માં બ્રાઝીલના પ્રવાસે ગયા હતા. ગયા વર્ષથી પીએમ દુનિયાના મહત્ત્વના કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ હિસ્સો લઈ રહ્યા છે. બાંગ્લાદેશે ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન નવી દિલ્હી અને ઢાકાની વચ્ચે ઓછામાં ઓછી પાંચ સહમતિ પત્રો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશની સ્વતંત્રતાની સ્વર્ણ જયંતી…
અમેરિકાઃ જંગલી પ્રાણી સાથે ફોટો પડાવવા માટે ક્રેઝી લોકો કંઈપણ કરી છૂટે છે. પરંતુ ક્યારે પોતાની આવી ભૂલો મોટી મુશ્કેલીઓ નોંતરે છે અને અકસ્માતનો ભોગ પણ બને છે. ત્યારે આવી જ એક ઘટના અમેરિકાના સાન ડિએગો ઝૂમાં પણ બની હતી. અહીં એક પિતા તેની બે વર્ષની બાળકી સાથે ઝૂમાં ગયા હતા. તેમણે હાથીના વિસ્તારમાં પ્રવેશ કર્યો. છોકરી ખોળામાં હતી. હાથી પાછળથી આવ્યો અને સમયસર પિતા બાળકી સાથે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા. જોકે ભાગતી વખતે એક વખત બાળકી નીચે પડી ગઈ હતી. આ ખતરનાક ઘટના અમેરિકાના સાન ડિએગો ઝૂમાં બની છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો…