કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે. રોજે રોજ કૂદકેને ભૂસકે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે પહેલી માર્ચથી 15 માર્ચની વચ્ચે 16 રાજ્યોના કુલ 70 જિલ્લામાં કોવિડ-19 ના દર્દીઓની સંખ્યામાં 150 ટકાની વૃદ્ધિ થઈ. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે તેમાંથી મોટાભાગના જિલ્લા પશ્ચિમ અને ઉત્તર ભારતના છે. તેઓએ જણાવ્યું કે, 16 રાજ્યોના લગભગ 70 જિલ્લામાં 1થી 15 માર્ચની વચ્ચે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 150 ટકાની વૃદ્ધિ જોવા મળી અને 17 જિલ્લામાં 100-150 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ભારતમાં કુલ 3 કરોડ 71 લાખથી વધુ કોરોના વેક્સીનના ડોઝ…

Read More

ભાવનગરઃ દુષ્કર્મની ઘટનાઓ રાજ્યમાં રોજેરોજ બનતી રહે છે ત્યારે ભાવનગરમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં પોતાની પ્રેમજાળમાં ફસાવીને આરોપીએ યુવતી પાસેથી 10 તોલા સોનું પણ પડાવી લીધી હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મળતી માહિતી પ્રમાણે તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સગીરાના પિતાએ અહીંની ભવાની શેરીમાં રહેતા હુસેનઅલી નૌશાદઅલી વિરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે પ્રમાણે ફરિયાદીની સગીર વયની દીકરી લૉકડાઉન પહેલા ધો. 12માં અભ્યાસ કરતી હતી. તે સમયે આરોપી હુસેનઅલી વિરાણી તેણીનો પીછો કરતો હતો. એટલું જ નહીં તે સગીરાનાં ઘર પાસે પણ…

Read More

ઓડિશાઃ અત્યારે સમગ્ર દેશમાં મોટાભાગના મોટા શહેરોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ ઈ મેમો આપતી હોય છે. પરંતુ આવા ઈ મેમોમાં અનેક છબરડા થતાં જોવા મળતા હોય છે. ક્યારેક બાઈક સવારને સીટ બેલ્ટ ન પહેરવા બદલ અથવા તો કાર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવતો હોય છે. આવો જ એક કિસ્સો ઓડિશાના ગંજમ જિલ્લામાં સામે આવ્યો છે. અહીં એક ટ્રક ડ્રાઇવરને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ તેનું કારણ જાણશો તો તમારા હોશ જ ઊડી જશે. ટ્રક ડ્રાઇવરને હેલ્મેટ ન પહેરવાના કારણે ફટકારવામાં આવેલા દંડના સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઇ મુજબ,…

Read More

વેસ્ટ યોર્કશાયરઃ આપણને બોલિવૂડની ગજની ફિલ્મ તો યાદ જ હશે જેમાં અભિનેતા આમીરખાનને માથામા ઈજાઓ પહોંચ્યા બાદ મેમરી લોશ થતો હતો. જોકે, આ ફિલ્મની વાત થઈ આવી જ એક યુવતી રિયલ લાઈફમાં પણ છે. 21 વર્ષીય આ યુવતી ગજની ફિલ્મ જેવું જ રિયલ લાઈફનું કિરદાર છે. 21 વર્ષની એક ટિકટોકરની પણ કંઈક આવી જ વાત છે. મેગન જૈક્સન નામની આ યુવતિ એક દુર્લભ બિમારીમાંથી પસાર થઈ રહી છે. જેના કારણે પોતાની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફમાં પણ ઘણી પરેશાની આવી રહી છે. મેગનને પાંચ વર્ષ પહેલા ફંક્શનલ ન્યુલોજિકલ ડિસઓર્ડર થયો હતો. મેગન જ્યારે પણ ઘણી ઉત્સાહીત થઈ જાય છે અને જોરથી…

Read More

કોલકાત્તાઃ આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અહીં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પ્રચાર પણ પોતાની ચરમ સીમા ઉપર છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો ઉપર હુમલો થવો સ્વાભાવીક બની જાય છે. ત્યારે ઉત્તરી 24 પરગણાના જગદલ ખાતે ક્રુડ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 3 લોકો ઘાયલ થયા છે. હુમલો થયો તે સ્થળ ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરથી સાવ નજીક આવેલું છે જેથી ભાજપ ચૂંટણી પંચ સમક્ષ આ હુમલાની ફરિયાદ કરશે બૈરકપુરથી ભાજપના સાંસદ અર્જુન સિંહે જણાવ્યું કે, 3 લોકોએ તેમના…

Read More

અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી અમદાવાદ શહેરની મુખ્ય ગણાતી પરિવહન સેવાઓ AMTS અને BRTS બસ સેવાઓ બંધ કરી દીધી છે. પરંતુ આ નિર્ણયથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ટાણે જ આ પ્રકારનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ મૂંજાયા છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપવા કરતા પરીક્ષા કેન્દ્ર પર કેવી રીતે પહોંચવું તે વિદ્યાર્થીઓ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેવાનું છે. પરીક્ષા સમયે જ સીટી બસો બંધ કરવાના નિર્ણયનો વિરોધ વિદ્યાર્થી સંગઠનોએ નોંધાવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આજથી ગુરુવારથી પરીક્ષા શરૂ થઈ રહી છે. BA, Bcom, BSc સહિત વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ફસ્ટ સેમિસ્ટરની પરીક્ષા યોજાવાની છે.…

Read More

જામનગરઃ જામનગરના 2018માં બનેલા કિરીટ જોશી હત્યા કેસમાં જામનગર પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનનું નામ ઓપરેશન રેડ હેન્ડ રાખવામાં આવ્યું આ ઓપરેશન અંતર્ગત જામનગર પોલીસે કોલકાત્તાની સ્થાનિક પોલીસની મદદ લઈને નદી કિનારેથી મુખ્ય ત્રણ આરોપીઓને પકડીને જામનગર લાવ્યા હતા. જામનગરમાં 28 એપ્રિલ 2018ની રાત્રે ટાઉનહોલ જેવા પોશ વિસ્તારમાં આવેલા જ્યોત ટાવર પાસે રસ્તા પર જ વકીલ કિરીટ જોશીની સરાજાહેર છરીના ઉપરાછાપરી ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હતી. જામનગરના ચકચારી ઈવા પાર્કના જમીન કૌભાંડનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની હત્યા થતાં જ શંકાની સોઇ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ઉપર ટંકાઈ હતી. જયેશ પટેલના ઈશારે વકીલ કિરીટ જોશીની…

Read More

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન અને તોફાની બેટ્સમેન આઈસીસી ટી 20 રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. એટલે કે, તે ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વનડે અને ટી 20 માં ટોપ -5 રેન્કિંગમાં સામેલ કરનાર એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને છેલ્લી બે ટી -20માં ઈંગ્લેન્ડ સામે 73 અને 77 રનની અણનમ ઇનિંગ રમવાનો ફાયદો થયો છે. કોહલીએ 7 રેટિંગ્સ પોઇન્ટ મેળવ્યા છે અને હવે તેના 744 પોઇન્ટ છે. બીજી તરફ, ભારતીય ઓપનર કેએલ રાહુલને ઇંગ્લેન્ડ સામેની ટી -20 શ્રેણીમાં બે વખત આઉટ થવાના કારણે નુકસાન સહન કરવું પડ્યું છે. તે ટી -20 રેન્કિંગમાં એક સ્થાન…

Read More

સુરતઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ જે પ્રકારે દારૂ પકડાય છે અને દારૂ પાર્ટીઓ ઝડપાય છે એના પરથી લાગે છે કે દારૂબંધ નામ માત્રની છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ આવતો પોલીસ પકડે છે. અને દારૂબંધીના કાયાદાના લીરેલીરા ઉડાવતા લોકોને પણ પોલીસ પકડતી હોય છે. ત્યારે સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ અલથાણ-પાંડેસરા ખાડી બ્રિજ નજીક કેશવ પાર્ટી પ્લોટ આવે છે. અહીંયા ગતરોજ એક શ્રીમંત કાર્યક્રમમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યાની જાણકારી પોલીસને મળી હતી. જોકે, ખટોદરા પોલીસે આ પાર્ટી પ્લોટમાં દરોડા પાડ્યા હતા અને અહીંયા દારૂની મહેફિલ માણતી 3 મહિલા સાથે 10 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આ પાર્ટી પ્લોટમાંથી…

Read More

જૂનાગઢઃ લગ્ન વાંચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવીને લગ્ન બાદ લૂંટી ફરાર થતી લૂંટેરી દુલ્હન સહિત 5 આરોપીઓ ઝડપાયા છે. પકડાયેલા આરોપીઓ ભરત રાજગોર અને અનિરુદ્ધસિંહ આ પ્રકારનું રેકેટ ચાલવતા હોવાની હકીકત જૂનાગઢ પોલીસને મળતા પોલીસે છટકું ગોઠવીને લૂંટેરી દુલ્હન સહીત 5 આરોપીને પકડી પાડીને ધોરણસરની કાર્વયાહી હાથ ધરી છે. જૂનાગઢ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે છટકું ગોઠવીને રાજકોટના પોપટપરા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં આરોપી ભરત રાજગોર સામે લગ્ન માટે પ્રસ્તાવ મુકતા લુટરી દુલ્હન ભગવતી ઉર્ફે અંજલિ અને તેની માતા ધનુબેન કુબેર નગર અમદાવાદ તેમજ અનિરુદ્ધસિંહ ઉખારલા ગામ ઘોઘા જિલ્લોભાવનગરમાં રહેતા હોય તેવો રાજકોટ મુકામે આવવા રવાના થયા હતા.જે રાજકોટ આવતાની…

Read More