પટનાઃ સામાન્ય રીતે હાથ ઉંચો કરો અને બસમાં બેસો એવું સૂત્ર ગુજરાતની સરકારી બસો ઉપર જોયું જ હશે. પરંતુ તમે ક્યારે વિચાર કર્યો હશે કે હાથ ઉંચો કરીને વિમાન પણ ઊભું રહે અને તેમાં બેશીને મુસાફરી પણ કરી શકાય. જી હા આવી જ એક અજીબોગરીબ ઘટના ઉત્તર પ્રદેશમાં સામે આવી છે. અહીં રામનગરી અયોધ્યામાં આ મામલો બન્યો હતો. અહીં રન વે ઉપર દોડતા વિમાનને હાથ ઉંચો કરીને ઉભું રાખ્યું હતું અને મુસાફર વિમાનમાં બેશી ગયો હતો. હકીકતમાં જોઈએ તો, પહેલા તો એક પ્રાઈવેટ પ્લેન મુસાફરોને લઈને અયોધ્યા જિલ્લાની હવાઈ પટ્ટી પર પહોંચ્યું. અહીં નક્કી થયુ કે, આ પ્લેન પાછુ સાંજે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાની નાપાક હરકતમ કરતા રહે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ થવા સામાન્ય છે. ત્યારે રાજ્યના ડીજીપી દિલબાગસિંહે મોટો ઘટસ્ફોટ કર્યો છે. ડીજીપી પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં હજી 200 આતંકવાદીઓ સક્રિય છે. તેમણે એમ પણ કહ્યું છે કે પીઓકે અને પાક. સરહદે 250 જેટલા આતંકીઓ હજુ ઘુસણખોરી માટે તૈયાર બેઠા છે. જેની સામે કાર્યવાહી માટે સૈન્યને પણ સતર્ક કરી દેવામાં આવ્યું છે. સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે હાલ જેટલા આતંકીઓ કાશ્મીરમાં એક્ટિવ છે તેની સંખ્યા આગામી દિવસોમાં ઘટી શકે છે કેમ કે સૈન્ય દ્વારા આક્રામક ઓપરેશન ચાલી રહ્યા છે. ડીજીપીએ કહ્યું હતું કે ગત વર્ષે પાક. સરહદે…
પંજાબઃ દેશમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. જેમાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આવી જ અકસ્માતની ઘટના લુધિયાણા બની છે. જ્યાં હિમાચલ પ્રદેશમાં માતા ચિંતાપૂર્ણીના દર્શન કરીને પરત પંજાબ આવી રહ્યા હતા ત્યારે ફૂલ સ્પીડ કાર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બે ડોક્ટર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવતી ગંભીર રીતે ગાયલ થતાં સારવાર અર્થે મોકલી આપી હતી. મૃતક એકબીજાના સગા-વહાલા હતા. બીજી તરફ દુર્ઘટના બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે ટ્રક ચાલકની વિરુદ્ધ કેસ નોંધી તેની શોધખોળ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ ડૉ.…
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 શ્રેણી રમાઈ રહી છે. પહેલી મેચમાં કારમી હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ રવિવારે રમાયેલી બીજી મેચમાં બદલો લીધો હતો. અને ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને બીજી મેચ પોતાના નામે કરી હતી. ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતાં 6 વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ લક્ષ્યને 17.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધું. ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરી રહેલા ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી અને 56 રન ફટકાર્યા. કેપ્ટન વિરાટ કોહલીએ પણ અણનમ 73 રનની સ્ફોટક ઇનિંગ રમી. ચાલો જાણીએ ટીમ ઇન્ડિયાના જીતના કારણો.. પહેલું કારણ- ભારતમાં ટોસ હંમેશા અગત્યનો રહે છે. પહેલી…
મોરબીઃ નાની નાની બાબતોમાં થયેલી બોલાચાલી ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે. અને હત્યા સુધી પહોંચી જતી હોય છે. આવી જ એક ઘટના મોરબીના હળવદમાં બની હતી. અને મસ્તી માટે ભેગા થયેલા મિત્રો વચ્ચે બબાલ થઈને પછી મિત્રના હાથે જ મિત્રની હત્યા થયાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસે આ ઘટનામાં પાંચ પૈકી બે શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે. ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે મોરબીના હળવદ ખાતે રવિવારે મોડી સાંજે યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદ જીઆઈડીસી નજીક આવેલી પાનની દુકાને મોડી સાંજે મૃતક યુવાન અવેશ જંગિયા, આરીફ જામ, હૈદર મોવર, કાસમ ઈસા કાજડિયા,…
અમદાવાદઃ ચૂંટણી પછી ગુજરાતમાં કોરોના વાયરસે માજા મુકી છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 810 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને ખેડામાં 1-1 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. ગુજરાતના સુરત અને અમદાવાદમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે. રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4422 એક્ટિવ કેસ છે. તો હાલ 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને…
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણીના હાથમાં આપ્યા બાદ હવે દેશના બીજા ત્રણ એરપોર્ટને પણ ખાનગી હાથમાં આપવાની તૈયારીઓ કરી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર બેંગલુરૂ, હૈદરાબાદ અને દિલ્હીમાં પોતાની રહેલી ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. અસેટ મોનિટાઈઝેન દ્વારા 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક પુરો કરવા માટે આ ભાગીદારી વેચી દેશે. સરકારે તમામ સરકારી કંપનીઓની સંપત્તિઓ વેચીને વધારાના નાણા એકઠા કરવા માગે છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આ ઉપરાંત સરકારે 13 અન્ય એરપોર્ટની ઓળખાણ પણ કરી રાખી છે. જેનું ફિસ્ક્લ ઈયર 2021-22માં ખાનગીકરણ કરવામાં આવશે. દિલ્હી, મુંબઈ, એરપોર્ટનું કામકાજ જોતા જોઈન્ટ વેંચરમાં રોકાણ માટે…
ગોરખપુરઃ એક કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે પ્રેમમાં ઉંમર કે કોઈ નાત જાત જોવાતી નથી. આ કહેવત ને સાચી પુરવાર કરતી એક ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. અહીં એક પરિણીત મહિલાને માત્ર 16 વર્ષના તરુણ સાથે પ્રેમ થયા છે. અને બંને જણા ભાગી જાય છે. પરિણીત મહિલાને ત્રણ બાળકો પણ છે. ત્યારે આ કિસ્સો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તરુણની માતાએ પોતાના પુ્ત્રની અપરણની ફરિયાદ નોંધાવી છે જ્યારે મહિલાના પતિએ મહિલાની ગાયબ થયાની ફરિયાદ નોંધાવી છે. બંને અંગે પોલીસ વધુ તપાસ હાથધરી છે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના કેપિયરગંજ પોલીસ સ્ટેશનના એક ગામમાં મહિલાને 16 વર્ષના કિશોર…
કડીઃ મહેસાણા જિલ્લાના કડી શહેરમાં સંબંધોને લાંછન લગાડો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં માત્ર 32 દિવસની બાળકીનું ગળું દબાવીને હત્યા કરવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. જેના પગલે બાળકીના માતા-પિતા અને દાદા-દાદી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. નાનકડી બાળકીનું ગળું દબાવીને હત્યા કરવાનો ખુલાસો ડોક્ટરોની પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. આ આખા બનાવમાં પ્રકાશ પાડતા પોલીસે જણાવ્યું કે, કડી પોલીસ સ્ટેશનમાં એક બાળકીનું 22-12 -2019ના રોજ અકસ્માતે મોત જાહેર થયું હતું. જેમા મિષ્ટી નામની એક માસ અને બે દિવસની દકરીના ગળાના ભાગે લાલ ચિન્હો હતા અને તેના મૃત્યુંની જાહેરાત થઇ હતી. જે બાદ પોલીસે અકસ્માતે ગુનો…
બોટાદ : ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એસ.પી.સ્વામીને છ જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ મળી છે. બોટાદ ડે. કલેકટરે 6 જિલ્લામાથી તડીપાર કરવાની નોટીસ સંતોમાં ચકચાર મચી છે. આ નોટિસનો તેમને માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવા જણાવાયું છે. આ ઉપરાંત વાઈરલ વીડિયો બાબતે મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ એસ.પી. સ્વામી વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે. આ સમગ્ર મામલે એસપી સ્વામીએ સીબીઆઈ તપાસની માંગણી કરી છે. મંદિર મામલે હાઈકોર્ટે મા કેસ શરૂ છે જે બાબતે ડી.વાય.એસ.પી નકુમ દ્વારા કેસો પરત ખેંચવા દબાણ કરવામા આવી રહ્યુ છે તેવા આક્ષેપો સાથે આ સમગ્ર મામલાની તપાસ સી.બી.આઈને સોંપવામાં આવે તેવી માંગ એસ.પી.સ્વામીએ…