બિહારઃ થોડા વર્ષો પહેલા દિલ્હીના બુરાડીમાં એક સાથે એક જ પરિવારના 10 કરતા વધારે લોકોએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ચકચારી ઘટના બની હતી. જોકે, આવી જ એક દર્દનાક ઘટના બિહારમાં પણ પ્રકાશમાં આવી છે. અહીં એક જ પરિવારના 5 સભ્યોએ એક સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તેમાં પતિ-પત્ની સહિત 3 બાળકો સામેલ છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. આ ઘટના જિલ્લાના રાધોપુર પોલીસ સ્ટેશનના ગદ્દી ગામની છે. અહીં મોડી રાતે મિશ્રી લાલ શાહના ઘરમાંથી ખૂબ ખરાબ વાસ મારવા લાગી હતી. તેથી ગામના લોકોએ સરપંચને વાત કરી હતી. ત્યારપછી સરપંચે રાત્રે 9 વાગે…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
કઝાકિસ્તાનઃ સામાન્ય રીતે આપણે ઘરમાં કે ઓફિસમાં બેઠાબેઠા ઉંઘી જતા હોઈએ છીએ. પરંતુ જો તમને કોઈ એમ કહે કે લોકો રસ્તા ઉપર ચાલતા ચાલતા પણ પણ ઉંઘી જાય છે. અને એવા ઉંઘે કે ઢોલ નગારા વાગે તો પણ ન ઉઠે તો તમને ચોક્કસ નવાઈ લાગશે. પરંતુ આ વાત સાચી છે. આવી અજીબોગરીબ ઉંઘ ધરાવતા લોકો કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનથી 276 કીલોમીટર દૂર આવેલા કલાચી ગામના લોકોમાં છે. એટલું જ નહી ઉંઘ આવે ત્યારે સમય કે સ્થળનું ભાન રહેતું નથી. સ્કુલમાં ગયેલા છોકરાઓ હોય કે કામ પર ગયેલા પુરૃષો રસ્તામાં જ સુઇ ગયા હોવાના દાખલા બને છે. બે મિત્રો વહેલી સવારે છાપું…
નવી દિલ્હીઃ દેશમાં અત્યારે કોરોના વાયરસ ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે પણ કોરોના વાયરસના કેસોના ગ્રાફમાં ભારત ઉપર આવી રહ્યું છે. વિશ્વસ્તર ઉપર ભારત ત્રીજા નંબર ઉપર આવી ગયું છે. દેશના અમુક રાજ્યોમાં કોરોના વાયરસે ફરીથી ચિંતા વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24,882 નવા કેસ નોંધાયા છે. તેની સાથે 19,957 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર હાલ 96.8 ટકા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 140 લોકોનાં મોત થાય છે. હાલમાં દેશમાં…
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. કાશ્મીરમાં પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પણ કરાઈ હતી. કાશ્મીર વિશ્વવિદ્યાલયના પરિસરમાં આઝાદી બાદ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું. મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી બાદ કાશ્મીરમાં તિરંગો પકડનારો કોઈ હાથ નહીં જોવા મળે તેવા લોકોના મોઢા પર લપડાક છે. આતંકવાદીઓ અને અલગાવવાદીઓની સાથે-સાથે શોષણના રાજકારણને નકારી રહેલું કાશ્મીર સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહમાં વિલિન થતું જોવા મળી રહ્યું છે. કાશ્મીર વિશ્વવિદ્યાલયના પરિસરમાં આઝાદી બાદ પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું. હવે દૂરથી…
વડોદરાઃ અત્યારે કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો ટપોટપ મરી રહ્યા છે ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને હિંમત પુરી પાડતો એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો હતો. વડોદરામાં રહેતા 101 વર્ષના દાદાએ માત્ર આઠ જ દિવસમાં જીવલેણ કોરોનાને હંફાવ્યો હતો. આટલી ઉંમરે કોરોનાને મ્હાત આપીને કોરોનાગ્રસ્ત દર્દીઓને હિમ્મત પુરી પાડી હતી. આટલી ઉંમરે કોરોનાને હરાવનાર ગુજરાતના સૌથી મોટી ઉંમરના વ્યક્તિ ગણી શકાય. જયંતી ચોક્સીની સારવાર કરનારા ઈન્ફેક્શિયસ ડિસીઝ કન્સલ્ટન્ટ ડો. અંનિકેત શાહે અમારા સહયોગી ખાનગી મીડિયા ગ્રૂપ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ‘જ્યારે તેમને હોસ્પિટલે લાવવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમનું ઓક્સિજન લેવલ પણ…
નવી દિલ્હીઃ દેશ અને ગુજરાતમાં શિયાળાએ હવે વિદાય લીધી છે. ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરમાં ગરમીનો અહેસાસ પણ થવા લાગ્યો છે ત્યારે હવામાન વિભાગે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પછી હવે તાપમાન ફટાફટ વધી શકે છે. મધ્ય પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આંધીનો પણ ખતરો મંડાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે પણ દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડી શકે છે. IMDના કહેવા પ્રમાણે મોસમની ગતિવિધી આજે સવારથી પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર,…
રાજકોટઃ તાજેતરમાં રાજકોટની છ મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન જ કોંગ્રેસના મહિલા કાર્યકર્તા ચાંદની લીંબાસિયાના ઘરમાંથી આલિશાન બાર અને વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો ઝડપાઈ હતી. જોકે, આ પતિ પત્નીને દારૂ સપ્લાય કરનાર વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની મતદાન પ્રક્રિયાની આગલી રાત્રે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાના ઘર માંથી આલિશાન બાર ઝડપી પાડવામાં આવ્યું હતું. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દારુ સપ્લાયર આરોપી બીપીનભાઈ દવેની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી બીપીનભાઈ વિરૂદ્ધ પ્રોહિબિશનનોની કલમ અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આરોપી બીપીનભાઈ દવે છેલ્લા 12 વર્ષથી આરોગ્ય બાબતે દારૂની પરમીટ ધરાવે છે. ત્યારે ભૂતકાળમાં પણ પોતાની આરોગ્ય બાબત ની પરમીટ માંથી…
અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 શ્રેણીની પહેલી મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ થયું છે. પહેલી ટી20 મેચમાં ભારતને 8 વિકેટે શરમજનક હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ હારના કેટલાક કારણો આગળ ધર્યા છે. કેપ્ટન વિરાટ કોહલી એ કહ્યુ હતુ કે, અમને પિચ અંગે વધારે જાણકારી નહોતી કે આ પ્રકારના સરફેશ પર શુ કરવુ જોઇએ. આ ઉપરાંત કેટલાક શોટ્સ રમવાની ખોટ વર્તાઇ હતી. અમારે મજબૂત ઇરાદા અને યોજનાની સ્પષ્ટતા સાથે પરત ફરવુ પડશે. આ ઉપરાંત તેણે કહ્યુ હતુ કે, આ વિકેટ…
વડેદરાઃ તાજેતરમાં વડોદરા શહેરમાં બનેલા સોની પરિવાર સામૂહિક આપઘાતની ઘટનામાં જ્યોતિષીની કારણ બહાર આવ્યા બાદ પોલીસે નવ જ્યોતિષીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. સોની પરિવારને આપઘાત કરવાની હાલત સુધી લાવનાર 9 જ્યોતિષી પૈકી બે જ્યોતિષીની પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા બે જ્યોતિષીઓ પૈકી એક જ્યોતિષે સોની પરિવાર પાસેથી વિધિના નામે રૂપિયા 4 લાખ અને બીજા જ્યોતિષે રૂપિયા 3.50 લાખ પડાવ્યા હતા. પકડાયેલા એક જ્યોતિષી ગજેન્દ્રએ ચાર લાખ લઇને વિધિ પણ કરી ન હતી અને પોતે મૃત છે તેવું જણાવ્યું હતું. અન્ય પકડાયેલા સાહિલ વ્હોરા ઉર્ફ સીતારામ ભાર્ગવે સોની પરિવાના ઘરે કળશ વિધિ કરી હતી અને જમીનમાં…
મુંબઈઃ અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરનની ગતિ ફૂલ સ્પીડમાં છે જોકે કોરોના સામે લડવા માટે પણ યુદ્ધના ધોરણે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. જોકે, મહારાષ્ટ્રના નાલા સોપારામાંથી એક ચોકાવનારા સમાચાર આવી રહ્યા છે. અહીં નાલાસોપારામાં કોરોના રસી કરણ માટે નોંધણી માટે ગયેલા એક 63 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જેના પગલે તંત્ર દોડતું થયું હતું. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નાલાસોપારા (પશ્ચિમ)માં પાટકર પાર્કના રહેવાસી 63 વર્ષીય હરીશ પંચાલ રસીકરણ માટે રજિસ્ટ્રેશન સેન્ટર ગયા હતા. શુક્રવારે સવારે દસ વાગ્યે નોંધણી માટે કેન્દ્રની બહાર લાઈનમાં ઉભા હતા. તે સમયે તેને બેચેની અનુભવી અને જમીન પર પડ્યા હતા. ત્યારબાદ તેને સિવિલ…