કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

નવી દિલ્હીઃ એક તરફ દેશમાં કોરોના રસીકરણ અભિયાર જોરશોરથી ચાલી રહ્યું છે તો બીજી તરફ કોરોના ફૂલ સ્પીડે આગળ વધી રહ્યો છે. આજે સોમવારે કોરોના વાયરસની દેશમાં સ્થિતિ અંગે વાત કરીએ તો દેશમાં કોરોના વાયરસના નવા 18,599 કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં કુલ મૃત્યુઆંક એક લાખ સત્તાવન હજારથી પણ વધી ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોમાં પણ વધારો નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,09,89,010 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,599 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 97 દર્દીઓએ…

Read More

નવી દિલ્હીઃ આઈપીઓમાં રોકાણ કરવા માંગતા હોય એવા રોકાણકારો માટે વધુ એક તક આવી છે. આજે સોમવારે આઠ માર્ચે ઑનલાઇન ટ્રાવેલ બુકિંગ વેબસાઇટ ઈઝી માય ટ્રીપનો IPO ખુલ્યો છે. આ વર્ષનો આ 10મો આઈપીઓ છે. નાણાકીય વર્ષ 2021નો અંતિમ મહિનો રોકાણકારો માટે કમાણીના અનેક મોકા લાવ્યો છે. તાજેતરમાં આવેલા આઈપીઓને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ઇઝીમાયટ્રીપનું લિસ્ટિંગ BSE અને NSE બંને પર થશે. કંપનીના પ્રમોટર્સ 250 કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ કરી રહ્યા છે. આઈપીઓનો એક લોટ 80 શેરનો છે. આ IPO 10મી માર્ચ સુધી ભરી શકાશે. આ સાથે જ ઇઝીમાયટ્રીપ આઈપીઓ લાવનારી દેશની પ્રથમ ઑનલાઇન પેઢી બની જશે. તો…

Read More

સુરતઃ શહેરમાં નાની બાળકીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ દરરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે વધુ એક આવી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ ઘટના સંબંધોને શર્મસાર કરનારી છે. અહીં એક 13 વર્ષની કિશોરી ઉપર જીજાજીએ દુષ્કર્મ આચર્યું હતું. જેના પગલે કિશોરી ગર્ભવતી બની હતી. પોલીસે આ અંગે ગુનો નોધીને વધુ તપાસ હાથધીર છે. મળતી માહિતી પ્રમાણે સુરતના લીબાયતમાં ર્પરિવાર સાથે રહેતી 13 વર્ષની કિશોરી પર તેની જ માસીયાઈ બહેનના નરાધમ પતિએ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. ફેબ્રુઆરી મહિનામાં કિશોરીનું પેટ મોટું દેખાતા પરિવારે તેને આ બાબતે પુછતા કહ્યું કે, તેની માસીયાઈ બહેનના પતિએ લગ્ન કરવાની લાલચ આપી…

Read More

સુરતઃ ૮મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિન. નારીને સન્માનવાના, નારીરત્નોને નવાજવાના આ ખાસ દિને એક ખાસ મહિલા આઈ.પી.એસ.ની સંઘર્ષમય દાસ્તાન અનેક મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવામાં સફળ થઈ છે. એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા, ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી આજે આઈ.પી.એસ. છે. તનતોડ મહેનતથી લક્ષ્ય હાંસલ કરનાર સરોજકુમારી લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવાની સાથોસાથ મહિલાઓ પ્રત્યેની રૂઢિવાદી માનસિકતા દૂર કરવામાં સફળ બન્યા છે. મૂળ રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાના રણવિસ્તારમાં આવેલા ખોબા જેવડા બુડાનીયા ગામના વતની ૨૦૧૧ની બેચના ગુજરાત કેડરના આઈ.પી.એસ. સરોજકુમારી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નાયબ પોલીસ કમિશનર(વહીવટ અને મુખ્યમથક) તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરોજકુમારીએ બાહોશ પોલીસ અધિકારી…

Read More

નવી દિલ્હીઃ રિલાન્યનું નામ પડે ત્યારે લોકોને એક જ નામ ધ્યાનમાં આવે મુકેશ અંબાણી પરંતુ વૈશ્વમાં અબજોપતિની યાદીમાં આવતા મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની સ્થિતિ અત્યારે ચિંતાજનક છે. અનિલ અંબાણી ઉપર દેવું વધતું જાય છે અને આર્થિક તંગી સામે જજૂમી રહ્યા છે. ત્યારે તેમની ચિંતામાં વધારો થયો છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડે કહ્યું હતું કે, તેણે પંજાબ અને સિંધ બેંકની 40 કરોડ રૂપિયાથી વધુની ચુકવણીમાં ચૂક કરી છે. કંપનીએ કહ્યું કે તેની પાસે પૂરતી રોકડ અને રકમ હોવા છતાં પણ તેણે ચૂક કરી છે કારણ કે કોર્ટના આદેશને કારણે તે તેનો ઉપયોગ કરી શકતી નથી. 15 ફેબ્રુઆરી 2021 ના…

Read More

પંચમહાલઃ સામાન્ય રીતે મહિલાઓ પતિ અને અન્યોના ત્રાસથી આત્મહત્યા કરતી હોય છે. પરંતુ આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય દિવસના દિવસે જ આત્મહત્યા કરતા બચાવી લેવાઈ હતી. આ ઘટના મધ્ય ગુજરાતમાં આવેલા પંચમહાલ જીલ્લાની છે. પુત્ર સાથે તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરવા જતાં મહિલાને અટકાવીને પૂછતાં ચોકાવનારું કારણ જણાવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે મહિલા પોતાના પુત્ર સાથે તળાવમાં છલાંગ લગાવવા જઈ રહી હતી. જોકે, કોઈ જાગૃત નાગરિકે મહિલાને આવું કરતા અટકાવી હતી અને પોલીસને જાણ કરી હતી. આ કેસમાં એવી વિગત સામે આવી છે કે મહિલાના પતિને જેલમાં પુરાવનાર વ્યક્તિએ મહિલા પાસે બીભત્સ માંગણી કરી હતી. મહિલા જ્યારે ફરિયાદ પાછી ખેંચવા માટે આજીજી કરવા…

Read More

નવી દિલ્હીઃ આજે આઠ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસે્ દેશની મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને સલામ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ દિવસ મહિલાઓના અધિકાર માટે આંદોલનનો પ્રતીક છે અને આ દિવસને ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પણ મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું કે, ભારત આપણા રાષ્ટ્રની મહિલાઓની અનેક ઉપલબ્ધિઓ પર હંમેશાથી ગર્વ કરતું રહ્યું છે. આ અમારી સરકાર માટે સન્માનની વાત છે કે અમને વિભિન્ન ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણને આગળ ધપાવવા માટે કામ કરવાનો અવસર મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ…

Read More

પેરિસઃ યુદ્ધમાં રાફેલ ફાઈટ જેટની બોલબાલા રહી છે. ત્યારે ફાન્સમાં રાફેલ ફાઈટર જેટ બને છે. જોકે, વ્યાપાર જગત માટે એક દુઃખના સમાચાર આવી રહ્યા છે. ફ્રાન્સના અબજપતિઓ પૈકીના એક ઓલિવિયર ડસૉનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. ડસૉ ફ્રાન્સની સંસદના સભ્ય હતા. ડસૉના મોત પર ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમૈનુઅલ મેક્રોએ શોક વ્યક્ત કર્યો છે. ઓલિવિયર ડસૉ (69) ફ્રાન્સના ઉદ્યોગપતિ અને અબજોની મિલ્કતના માલિક સર્જ ડસૉના મોટા દીકરા હતા. ડસૉની કંપનીમાં રાફેલ ફાઇટર પ્લેન પણ તૈયાર કરવામાં આવે છે. ફ્રાન્સની સંસદના સભ્ય બન્યા બાદ તેઓએ રાજકીય રીતે હિતોના કોઈ પણ ટકરાવથી બચવા માટે કંપનીના બોર્ડથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. 2020 ફોર્બ્સના…

Read More

અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની આગવી ઓળખ બની ગયો છે ત્યારે અહીં ફરવા આવતી મહિલાઓ સાથે ક્યારેક છેડતી તો ક્યારેક લૂંટ જેવી ઘટનાઓ બની ચૂકી છે. જોકે, હવે અમદાવાદ પોલીસે સાબરતમી રિવરફ્રન્ટ ઉપર આવતી મહિલાઓની સુરક્ષા માટે એક્સન પ્લાન બનાવ્યો છે. રિવરફ્રન્ટ ઉપર મહિલા પોલીસ કર્મીઓ ઈ સ્કૂટી ઉપર પેટ્રોલિંગ કરશે જ્યારે સાબરતમી રિવરફ્રન્ટ ઉપર ચાર નાની પોલીસ ચોકીપણ બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં સાબરમતી નદીના બંને કાંઠે રળિયામણો રિવરફ્રન્ટ છે. અંદાજે 8 કિલોમીટરમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છાશવારે મહિલાઓની છેડતી કે અત્યાચારની ઘટના સામે આવતી હોય છે. આ ઉપરાંત સિનિયર સીટીઝન્સ હુમલા અને બાળકો પર અત્યાચારની ઘટનાઓ સામે હવે અમદાવાદ…

Read More

મુંબઈઃ ફિલ્મજગતની હસ્તીઓ ફિલ્મમાં કામ કરવાની સાથે સાથે પોતે અલગ બિઝનેસ ધરાવતા હોય છે. અનેક અભિનેતા અને અભિનેત્રી હોટલ અને રેસ્ટોરન્ટના માલિક છે. ત્યારે વિદેશી યુવક સાથે લગ્ન કરનાર ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં અમેરિકામાં પોતાનું રેસ્ટોરા ખોલ્યું છે. સોના નામું આ રેસ્ટોરા અંગે પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. સોશિયલ મીડિયા ઉપર પ્રિયંકાએ લખ્યુ કે, હું તમારી સમક્ષ ‘SONA’ રજુ કરવા માટે ખૂબ ઉત્સાહિત છું. ન્યૂયોર્કમાં એક નવુ રોસ્ટોરા જયાં મેં ભારતીય ખોરાક પ્રત્યે મારો પ્રેમ દર્શાવ્યો છે. SONAમાં છે ભારતીય ભોજનનો સ્વાદ અને ફ્લેવર્સ. રેસ્ટોરાના શેફ હરિ નાયક છે, જે ખૂબ જ પ્રતિભાશાળી છે. જેણે સૌથી સ્વાદિષ્ટ…

Read More