નવી દિલ્હીઃ અત્યારે એક તરફ કોરોના સામે રસીકરણ ચાલે છે અને બીજી તરફ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત પણ થઈ ચૂકી છે ત્યારે કોરોના રસીકરણના પ્રમાણપત્ર ઉપર પીએમ મોદીની તસવીર છપાયેલી હતી. જોકે, આ અંગે તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ની ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે પ્રમાણપત્ર ઉપરથી પીએમ મોદીની તસવીર હટાવવાનો આદેશ કર્યો હતો. ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર પર મોદીની તસવીરની હાજરીએ આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. આના પર ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ કર્યો છે કે ચૂંટણીના નિયમોનું અક્ષરશ: પાલન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવામાં આવેલા એક પત્રમાં…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
નવી દિલ્હીઃ એક તરફ કોરોનાને હરાવવા માટે ભારતમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ભારતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. શનિવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે અત્યારસુધી દેશમાં 1,94,97,704 લોકોએ કોરોનાની રસી લીધી છે. કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,327 નવા કેસ નોંધાયા છે. તેની સામે 14,234 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 108 લોકોનાં મોત કોરોનાથી થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી. દેશમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. આ સાથે જ દેશમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા 1,11,92,088 થઈ છે. તેની સામે 1,08,54,128 લોકો સાજા…
અમરેલીઃ કહેવાય છે ને કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. ભગવાને દરેકના નસિબમાં જીવસ સાથે નક્કી કરેલા જ છે. આવો જ એક કિસ્સો ગુજરાત સૌરાષ્ટ્ર પંથકમાં આવેલા અમરેલી જિલ્લામાં સામે આવ્યો છે. અહીં દુલ્હા અને દુલ્હને લોકોનું આકર્ષણ જમાવ્યું છે. અહીં દુલ્હાની ઊંચાઈ અઢી ફૂટ અને દુલ્હનની ઊંચાઈ બે ફૂટની છે. અઢી ફૂટના આ યુવક યુવતી લગ્નના તાંતણે બંધાયા હતા. લોકોએ તેમના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રબને બનાદી જોડી જેવા રસપ્રદ કિસ્સો અમરેલી જિલ્લાનો છે. અમરેલી જિલ્લાના ટીમ્બિ ગામે અઢી ફૂટની ઊંચાઈ ધરાવતા મુસ્લિમ યુવક રફીક ભાઈ મન્સૂરીના નિકાહ બે ફૂટની ઊંચાઈ ધરાવતા દુલ્હન મદીના બાનુ સાથે…
બેજીંગઃ પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન બોર્ડર ઉપર તણાવ ભર્યો માહોલ છે ત્યારે આવી સ્થિતિમાં ભારત માટે એક માંઠા સમાચાર ચીન તરફથી આવી રહ્યા છે. ચીને પોતાના સંરક્ષણ બજેટમાં ભારતની તુલનાએ એક બે નહીં પરંતુ ત્રણ ગણો વધારો કરી દીધો છે. આમ ભારત માટે આ એક ચિંતાનો વિષય ગણી શકાય. ચીને 2021માં પોતાનું સંરક્ષણ બજેટ વધારીને 209 અબજ ડોલર કર્યુ છે. ભારતના સંરક્ષણ બજેટ કરતા આ રકમ ત્રણ ગણી વધારે છે. ચીને ગત વર્ષના સંરક્ષણ બજેટ કરતા ચાલુ વર્ષે 6.8 ટકાનો વધારો કર્યો છે. ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રથમ દિવસે ચીનના વડાપ્રધાન લિ કેકિયાંગે ચાલુ વર્ષના સંરક્ષણ બજેટની જાહેરાત…
સુરતઃ દુષ્કર્મની શરમજનક ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના સુરતમાં બની હતી. અહીં 33 વર્ષીય પરિણીતા યુવકે હવસનો શિકાર બનાવી હતી. અને વીડિયોના આધારે બ્લેકમઇલ પણ કરતો હતો. આખરે કંટાળીને પરિણીતાએ ન્યાય માટે પોલીસનું શરણું લીધું છે. મળતી માહિતી પ્રમાણે મૂળ સૌરાષ્ટ્રના વતની સુરતના સરથાણા વિસ્તારમાં 33 વર્ષીય પરણિતા અને એક પુત્રી-એક પુત્ર સાથે રહેતા પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. વર્ષ 2016 માં તેમણે એક એપાર્ટમેન્ટમાં પાંચમા માળે પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો. ત્યાં બીજા માળે રહેતા આરોપી અજય નામના આરોપી સાથે ઓળખાણ હોય એકબીજાના ઘરે અવરજવર હતી. દરમિયાન, વર્ષ 2018ના દિવાળીના વેકેશનમાં તેમના એપાર્ટમેન્ટના…
ગાંધીનગરઃ ચુંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં કોરોના ફેલાવાની ગતિ ફૂલ સ્પીડમાં આવી ગઈ છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 515 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંકે 500ની સપાટી વટાવી હોય તેવું 17 જાન્યુઆરી એટલે કે 47 દિવસમાં પ્રથમવાર બન્યું છે. હાલમાં 2858 એક્ટિવ કેસ છે જ્યારે 43 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ એક મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક 4413 છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના કુલ 272240 કેસ નોંધાઇ ચૂક્યા છે. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-સુરત-વડોદરા એમ 3 જિલ્લામાં કોરોનાના 100થી વધુ કેસ સામે આવ્યા છે.…
બેંગલુરુઃ સામાન્ય રીતે દેશ અને દુનિયામાં અનેક એવી ચમત્કારી ઘટનાઓ બનતી રહે છે. જેના ઉપર આપણે વિશ્વાસ ન કરી શકીએ પરંતુ હકીકતમાં એ ઘટના બની હોય. આવી જ એક ઘટના બેંગલુરુમાં બની હતી. જ્યાં એકસ્માત બોદ ડોક્ટરોએ મૃત કરેલા 27 વર્ષીય યુવક પોસ્ટમોર્ટમના ટેબલ ઉપર ફરી જીવતો થયો હતો. આ ઘટના જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે કર્ણાટકના રાબાકાવી-બાનાહાતી તાલુકાના મહાલિંગપુરમ ગામમાં બની છે. જ્યાં એક પરિવારનો જુવાનજોધ છોકરો 27 વર્ષી ઉંમરે અકસ્માત થયા બાદ ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમ પહેલા જ તે ફરી જીવિત થયો હતો. 27 વર્ષનો શંકર શન્મુખ ગોમ્બી રોડ…
અમદાવાદઃ વટવામાં રહેતી આયેશા મકરાણી આત્મહત્યા કેસે સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. જોકે, પરિણીતાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. શહેરમાં વધુ એક પરિણીતા પોતાના ઉપર થતાં પતિના અત્યાચાર સામે હારી ગઈ હતી. અને આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. અમદાવાદ શહેરના ચાંદલોડિયામાં રહેતી 24 વર્ષની વધુ એક મહિલાએ પતિના ત્રાસથી કંટાળીને મોતને ગળે લગાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના 28મી ફેબ્રુઆરીએ બની હતી. જે બાદ મૃતકના પતિ સામે સોલા પોલીસ સ્ટેશનમાં આપઘાતની ઉશ્કેરણી કરવા બદલનો ગુનો નોંધાયો છે. મૃતક મનિષા આહીરના પિતા મણીરામ આહીરે પોલીસ સમક્ષ નોંધાવેલી એફઆઈઆર પ્રમાણે, તેમની દીકરીને તેનો પતિ રાહુલ કુશવારા (ઉંમર 25) રોજ માર…
બર્મિગહામઃ સાત વર્ષની ઉંમરે બાળકો રમકડા રમતા જોવા મળે છે પરંતુ બર્મિગહામની સાત વર્ષની લિઝા લીંબુ શરબત વેચી રહી છે. કારણ કેતેને બ્રેઈન સર્જરી માટે પૈસા ભેગા કરવાના છે. અહેવાલ અનુસાર લિઝાની માતા એલિઝાબેથનું કહેવું છે કે ડોકટરોએ મગજની સર્જરી કરવાનું કહ્યું છે. લિઝા જે હંમેશાં બીજાને મદદ કરવા માટે ઉત્સુક રહે છે, તે તેના ઓપરેશન માટે હવે પૈસા એકઠી કરી રહી છે. જણાવી દઈએ કે લિઝાનો આ સ્ટોલ બર્મિંગહામના સેવેજ બેકરીના કેશ કાઉન્ટર પાસે ઉભો કરાયો છે. તે લોકોને લીંબુનું પાણી આપે છે. લોકોને તેની બીમારી અને તેની સ્થિતિ વિશે જાણ થતાં જ લોકો મોટી સંખ્યામાં ત્યાં આવી રહ્યા…
વડોદરાઃ પ્રેમની કોઈ સીમા નથી હોતી અને પ્રેમમાં પાગલ કંઈપણ કરી શકે છે. આવોજ એક કિસ્સો વડોદરાના પૂર્વ વિસ્તારમાં બન્યો છે. જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અહીં હિન્દી ભાષાની સ્કૂલના ઇન્ચાર્જ અને શિક્ષિકા ભાગી ગયા હોવાની ઘટના બની છે. આ ઘટનાથી શિક્ષણ જગતમાં ચર્ચાનું વાવાઝોડું ફૂંકાયું છે. મળતી માહિતી પ્રમાણે પૂર્વ વિસ્તારમાં આવેલી શિક્ષણ સમિતિની હિન્દી માધ્યમની એક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા પરિણીત ગુજરાતી શિક્ષક અને શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હિન્દી ભાષી પરિણીત શિક્ષિકા વચ્ચે પ્રેમ પાંગરતા સમાજની પરવા કર્યા વગર પલાયન થઇ જવાનો કિસ્સો બહાર આવ્યો છે. બંને પરિણીત હોવા છતાં સંસારનો ત્યાગ કરીને ભાગી…