સુરતઃ અત્યારની આધુનિક યુગમાં મોબાઈલનો ઉપયોગ વધી ગયો છે. ડિજિટલ યુગમાં મોબાઈલે પરિવાર વચ્ચે ખાસ જગ્યા બનાવી છે ત્યારે આજના ઝડપી યુગમાં પરિવાર પોતાના બાળકોને મોબાઈલ ફોન તો અપાવી દે છે પરંતુ આ મોબાઈલ ફોન બાળકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. કારણ કે બાળકો મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને તેમની આસપાસ શું થઈ રહ્યું છે તેનું પણ ભાન રહેતું નથી. આવી એક ઘટના સુરતમાં સામે આવી છે. મૂળ રાજસ્થાનના ઝાલોદના વતની અને પાલ-ભાઠા રોડ પર બાગબાન સર્કલ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં કાપડના વેપારી મુકેશ પુરોહિત પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની સાથે એક 17 વર્ષની દીકરી અને…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
અજબ-ગજબ ડેસ્કઃ ‘રામ રાખે તેને કોણ ચાખે’, મારવા વાળા હજાર પરંતુ બચાવવાવાળો એક ઉપરવાળો જ છે. આવી કહેવતોને સાર્થક કરતો એક કિસ્સો વિયેતનામમાં સામે આવ્યો છે. અહીં 12 માળની બિલ્ડિંગ ઉપરથી 2 વર્ષની બાળકી નીચે પટકાઈ હતી. જોકે, 164 ફૂટ ઉપરથી માસૂમ નીચે પટકાવવા છતાં પણ તેનો જીવ બચી ગયો હતો. બાળકી જ્યારે પટકાઈ ત્યારે નીચે ઉભેલા ડિલિવરી મેને તેને કેચ કરી લીધી હતી અને તેનો જીવ બચાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ ડિલિવરી મેન બાળકી માટે ભગવાનનું સ્વરૂપ સમાન બની ગયો હતો. આ ડિલિવરી મેનને હવે સ્થાનિક અખબારોમાં અસલી હીરોનો દરજ્જો મળી…
અજબ-ગજબ ડેસ્કઃ દેશ અને દુનિયામાં એવી ઘટનાઓ બનતી હોય છે. જેના વિશે જાણીને આપણે વિશ્વાક કરવો મુશ્કેલ બની જતો હોય છે. સામાન્ય રીતે મહિલાઓ નવ મહિના ગર્ભવતી રહ્યા બાદ બાળકને જન્મ આપતી હોય છે. પંરુત નાઈજીરીયામાં એક મહિલાએ નવ મહિલા, એક વર્ષ નહીં પરંતુ ત્રણ વર્ષ સુધી ગર્ભવતી રહી હતી. એટલું જ નહીં મહિલાની ડિલિવરી થઈ તો ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. મહિલાએ કોઈ બાળકને નહીં પરંતુ બકરીને જન્મ આપ્યો હતો. નાઇજીરીયામાં આ પ્રકારની પહેલી ઘટના નથી. આ પહેલા પણ મહિલાઓના ગર્ભાવસ્થાને લઈને અનેક પ્રકારના આઘાતજનક સમાચાર બહાર આવ્યાં છે. સોશિયલ મીડિયા પર, સાઈમન ચૂકબુ નામના એક વ્યક્તિએ મહિલા દ્વારા…
સાણંદઃ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં ત્રણે મોરચા ઉપર ભાજપનો ભગવો રંગ છવાયો હતો. કોંગ્રેસના સૂપડાં સાફ થયા હતા. અને આપને એન્ટ્રી મળી હતી. જોકે, ભાજપ માટે ખુશીનો તો કોંગ્રેસ માટે ગમનો દિવસ હતો. આવી પરિસ્થિતિમાં સાણંદમાંથી એક માંઠા સમાચાર મળ્યા હતા. અહીં સાણંદ તાલુકા પંચાયતના ઉમેદવાર લીલા બહેન ઠાકોરની જીત થઈ હતી. જોકે, દુઃખદ બાબત એ છે કે અહીં પરિણામના આગલા દિવસે એટલે કે સોમવારે જ તેમનું મોત નીપજ્યું હતું. આમ અપક્ષ ઉમેદવાર લીલાબહેન ઠાકોર ચૂંટણીના પરિણામમાં જીત તો મેળવી પરંતુ જિંદગીની જંગમાં હારી ગયા હતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોમાં…
સુરતઃ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ દરરોજ પોલીસ ચોપડે નોંધાતી રહે છે. ત્યારે આવી જ એક શરમજનક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સુરતના પાલનપુર પાટિયા પાસે સંબંધોને તારતાર કરનારી ઘટના બની હતી. અહીં રાત્રે લઘુશંકા કરવા બહાર ગયેલી પરિણીતા ઉપર કાકા સસરાએ દુષ્કર્મ આચર્યું હતું. અને કાકા સસરાએ મારી નાંખવાની ધમકી આપતા મહિલા વતન મધ્ય પ્રદેશ ચાલી ગઈ હતી. મધ્ય પ્રદેશ જઇને પરિવારને આ અંગે જાણ કરતા પરિવારે મધ્ય પ્રદેશમાં ફરિયાદ આપી હતી. ત્યારબાદ એમપી પોલીસે ફરિયાદ સુરત મોકલી હતી. જેના પગલે સુરત અડાજણ પોલીસ ગુનો નોંધી તપસા હાથધરી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ ખાતે આવેલા પાલનપુર પાટીયા પાસે બાંધકામની સાઈડ…
નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે લગ્નના તાંતણે બંધાવવા જઈ રહ્યો છે. આ માટે તેણે રજાઓ લીધી છે. લગ્નની તૈયારીઓ માટે રજાઓ લીધી હોવાનું બીસીસીઆઈના સૂત્રો પાસેથી જાણમવા મળ્યું છે. ઈન્ડિયન ટીમમાંથી રજા લેવાનું કોઈ કારણ સ્પષ્ટ થતું નથી પરંતુ એક સમાચાર એજન્સી પ્રમાણે બુમરાહે લગ્ન માટે રજા લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જસપ્રિત બુમરાહની રમતની વાત કરીએ તો બુમરાહે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં માત્ર બે મચ રમી હતી. ચેન્નાઇમાં થયેલ પહેલી ટેસ્ટ મેચમાં બુમરાહે ઘણી ઓવર સુધી બોલિંગ કરી હતી અને એમને વધુ સફળતા મળી હતી. ત્યાર પછી બીજી ટેસ્ટ માટે તેમને આરામ આપવામાં…
વડોદરાઃ ઘરમાં થયેલા ઝગડા ક્યારે કોર્ટના પગથિયા સુધી પહોંચી જતા હોય છે. ત્યારે કેટલાક એવા કિસ્સાઓ હોય છે જેને જાણીને આપણને નવાઈ લાગે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. અહીં પરિણીતાએ પોતાના પતિ સાથે નહીં પરંતુ પ્રેમી સાથે રહેવા માટે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું. અને પોતાના બંને સંતાનોની જવાબદારી પતિને આપવા પણ કહ્યું હતું. અત્યારે કોર્ટે મહિલાને નારી સંરક્ષણમાં મોકલી આપી છે. નવાઈની વાત તો એ છે કે મહિલા એક વર્ષ પહેલા પોતાના પ્રેમી સાથે ભાગી હતી અને બંનેને એક બાળક પણ થયું છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં રહેતી 33 વર્ષની મહિલા…
ગાંધીનગરઃ પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં પેપર લેસ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. હવે ત્રીજી માર્ચ એટલે કે આજે બુધવારે ગુજરાત સરકારના નાણાંમંત્રી અને ડિપ્યુટી સીએમ નીતિન પટેલ આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. નાણામંત્રી નીતિન પટેલ પેપર લેશ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તેઓ નવમી વખત વિધાનસભામાં બજેટ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે બજેટની વિગતો ગુજરાતના અને દેશના દરેક નાગરિકને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકારે એક એપ (Budget App) પણ લોન્ચ કરી છે. એપની મદદથી ઓનલાઈન બજેટ જોઈ શકાશે. નાણાં મંત્રી નીતિન પટેલે બજેટ અંગે જણાવ્યું હતું કે, તેઓ પ્રજા લક્ષી બજેટ રજૂ કરવાનો પ્રયત્ન…
રાજકોટઃ રાજકોટમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પુત્રએ પોતાની પત્ની સાથે મળીને માતાને ઢોર માર માર્યો હતો. ઢોર માર મારતા માતાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવી પડી હતી. આ અંગે પોલીસે પુત્ર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલા પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા પુષ્પાબેન પરમાર નામના વૃદ્ધાને તેમના જ પુત્ર રાજુ અને તેની પત્ની મોહિનીએ ઝઘડો કરી ધક્કો મારી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સારવાર અર્થે પુષ્પાબેનને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસના સ્ટાફને જાણ થતા તે હોસ્પિટલ ખાતે દોડી ગયો હતા. ત્યારે…
ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની આજે મતગણતરી ચાલું છે ત્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં અત્યાર સુધી મોટાભાગે ભાજપ જ આગળ જોવા મળી રહી છે. નગરપાલિકા, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં 12 વાગ્યા સુધીમાં ભાજપ આગળ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહિત કુલ 8,474 બેઠકો માટેનું આજે ભાવિ નક્કી થશે. મળતી માહિતી પ્રમાણે 11 વાગ્યા સુધીના પરિણામો પર નજર કરીએ તો, જિલ્લા પંચાયતમાં બીજેપી 181, કૉંગ્રેસ 33, અને અન્યને ફાળે એક બેઠક ગઇ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બીજેપીને…