સુરતઃ અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો સામાન્ય બની ગયા હોય એમ છાસવારે આવા કિસ્સા પ્રકાશમાં આવે છે. આડા સંબંધોનો અંજામ કરુણ જ આવતો હોય એવી ઘટનાઓ પણ બનતી રહે છે. ત્યારે સુરતમાં પણ એક આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક પરિણીત મહિલા સાથે યુવક લીવઇનમાં રહેતો હતો. જોકે, આ વાતની જાણ પરિણીતાના પતિને થતાં યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો. જોકે, પોલીસને જાણ થતાં યુવકને છોડાવી આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી. ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે સુરતના વરાછા ખાતે આવેલા હીરાબાગની ઇન્દિરાનગર સોસાયટીમાં રહેતા અને ગીતાનગર ખાતે એમ્બ્રોઇડરીનું ખાતું ચલાવતા હરેશ જીવરાજ ગાંગાણી…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
કુલ્લુઃ અત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે દેશમાં વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જમાં એક વ્યક્તિ સ્કૂટીને માથે ઉતકીને લઈ જઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે અને યૂઝર્સ તેને પેટ્રોલના ભાવ સાથે જોડીને જોઈ રહ્યા છે. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે વીડિયોને શૅર કરતા લખ્યું કે પેટ્રોલના ભાવ વધ્યા બાદ તેના પરિણામ સામે આવવાના શરૂ થઈ ગયા છે. વીડિયોને જોઈ લોકો ખૂબ કટાક્ષ કરી રહ્યા છે.…
વડોદરાઃ અત્યારે લવજેહાદનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાત સરકાર પણ વિધાનસભામાં બજેટ સત્રમાં લવજેહાદને લઈને પ્રસ્તાવ મુકવાની તૈયારી કરી રહી છે. ત્યારે વડોદારમાં ઘરેલું હિંસાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક સાથે પ્રેમ થયાબાદ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્ન બાદ મુસ્લિમ યુવક પોતાની હિન્દુ યુવતીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા માટે દબાણ કરવાનું શરું કર્યું હતું. જોક પત્નીને મંજૂર ન હોવાથી આખરે કંટાળીને પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલી નર્મદા નિગમ કોલોનીની હિન્દુ યુવતીએ મુસ્લિમ પતિ સામે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003ની કલમ 4 હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ દિશામાં…
મુંબઈઃ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ પોતાના સ્પિન બોલિંગથી ભલભલાને પરશેવો પડાવી દે છે. ત્યારે ક્રિકેટની દુનિયામાં પોતાની બોલિંગ અને બેટિંગથી ધૂમ મચાવનાર ક્રિકેટર હરભજન સિંહ હવે સોનેરી પડદે પણ દેખાશે. હરભજન સિંહની આવનારી ફિલ્મ ફ્રેન્ડશીપનું ટીઝર રિલીઝ થયું છે. અને ચાહકોમાં ખુબ જ પસંદ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં હરભજન સિંહ અલગ અંદાજમાં જોવા મળ્યો છે. હરભજન સિંહે જાતે પોતાની પહેલી તમિલ ફિલ્મ ‘ફ્રેન્ડશીપ’નું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જે બાદ તેની એક્ટિંગની સૌ તરફ ચર્ચા થઈ રહી છે. જી હાં, હરભજન સિંહ હવે ક્રિકેટ બાદ તમિલ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ભજ્જીએ ત્રણ ભાષાઓમાં…
બેંગલુરુઃ દાણચોરીના અનેક કિસ્સાઓ બનતા રહે છે. વિદેશથી આવતા લોકો પોતાની સાથે સોનું લઈને ભારત આવે છે. પરંતુ બેંગ્લુર એરપોર્ટ ઉપર એવું કપલ ઝડપાયું હતું. જેની બેગમાંથી સોનું નહીં પરંતુ 2.8 કરોડ રૂપિયાના પાર્સલ નીકળ્યા હતા. જેમાં આઈફોન અને પ્રો મેક્સના ફોન હતા. આ કપલ ફ્રાન્સથી ભારત આવ્યું હતું અને બેંગ્લુરુ એરપોર્ટ ઉપર કસ્ટમના અધિકારીઓના હાથે ઝડપાયું હતું. મળતી માહિતી પ્રમાણે મૂળ ભારતીય અને અમેરિક પાસપોર્ટ ધરાવતું કપલ એર ફ્રાન્સની ફ્લાઈટમાં શનિવારે બેંગલુરુ લેન્ડ થયું હતું. તેમની પાસેથી 37 જેટલા બેંક કાર્ડ પણ જપ્ત કરાયા છે. સૂત્રોનું માનીએ તો, 49 વર્ષીય પુરુષ અને તેની 38 વર્ષની પત્નીના સામાનની ઝડતી લેતી…
જૂનાગઢઃ શિવભક્તો માટે જૂનાગઢથી માંઠા સમાચાર આવી રહ્યા છે. દર વર્ષે યોજાતા ભવનાથ મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે નહીં યોજાય. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષતામાં મેયર ધીરુભાઈ ગોહેલ અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સાધુ-સંતો દ્વારા પરંપરા જાળવવા માટે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવશે. જેમાં, ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. જૂનાગઢના જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીએ મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. મહાશિવરાત્રીના મેળાની પરંપરા જળવાય તે માટે…
મુંબઈઃ આઈપીએલ એ હવે દરેક ક્રિકેટ ચાહકો માટે પ્રિય બની ગઈ છે. સાથે સાથે મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો માટે પણ ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. ઇન્ડીયન પ્રિમિયર લીગની 14 મી સિઝનને લઇને તૈયારીઓ શરુ થઇ ચુકી છે. માનવામાં આવી રહ્યુ છે કે, BCCIની તરફ થી ખૂબ જ જલ્દી થી ટુર્નામેન્ટને લઇને શિડ્યુલ ની ઘોષણાં કરવામા આવી શકે છે. તો વળી ચેન્નાઇ સુપર કિંગ્સ ના ફેંસ માટે આ દરમ્યાન જ એક ખુશખબર સામે આવી છે. ચેન્નાઇ ની ટીમ 11 માર્ચ થી પોતાનો પ્રેકટીશ કેમ્પ શરુ કરી દેશે. ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ શરુઆત થી જ પ્રેકટીશમાં જોડાઇ જશે. હાલમાં જ…
ન્યુયોર્કઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોનાને વિશ્વમાં હાહાકાર મચાવ્યાને એક વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશના એક વરિષ્ઠ અધિકારીએ ચેતવણી આપી છે. કે આ વર્ષે કોરોના વાયરસ નષ્ટ નહીં થાય. જોકે, રસકરણ અભિયાનના કારણે કોરોના વાયરસ નિયંત્રણમાં આવી જશે. WHOએ ઈમરજન્સી પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. માઈકલ રેયાનાએ કહ્યું દુનિયાભરના દેશોએ હજું કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ. મીડિયા બ્રિફિંગમાં તેમણે કહ્યું કે જો આપણ હોંશિયાર છીએ તો દર વર્ષના અંત સુધી કોરોનાના હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, મોત અને મહામારી સાથે જોડાયેલા ત્રાસને ખતમ કરી શકીએ છીએ. ડો. રેયાને કહ્યુ કે…
સુરતઃ સુરત પોલીસે મુંબઈથી આવતી મહિલાને 19 લાખના ડ્રગ્સ સાથે પકડી હતી. જોકે, આ કેસમાં પૂછપરછ બાદ મોટો ખુલાસો થયો હતો. મહિલાને પોતાન બનેવીએ ડ્રગ્સ આપ્યું હતું. માહિતીના આધારે પોલીસે બનેવીને ઝડપી પાડીને તેના વિરુદ્ધ કાયદેસરની કરાર્યવાહી હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો વેપાર ખુબજ જોરમાં ચાલી રહ્યો છે ત્યારે આ ડ્રગ્સના રવાડે શહેરનું યુવા ધન બરબાદ થઇ રહીયુ છે ત્યારે આ નશાનો કારોબાર કરતા ઈસમોને પકડી પાડવા માટે ખાસ ટિમો પોલીસ કમિશનર દ્વારા કામે લગાવામાં આવી છે ટાયરે પોલીસને હકીકત મળી હતી કે સગરામપુરા તલાવડી અઠવા રહેતી મહિલા યાસ્મીનબાનુ ઉર્ફે મન્ના કાદરમીયા શેખ મુંબઈ ખાતેથી…
નવી દિલ્હીઃ અત્યારે સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા લોકોને પોતાના સપનાનું ઘર બનાવવા માટે લોનનો સહારો લેવો પડે છે. ત્યારે તેમની મુશ્કેલીઓ એ રહે છે કે કઈ બેન્ક સૌથી સસ્તી હોમ લોન આપે છે. અત્યારે દેશમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની અનેક બેન્કો કાર્યરત છે. માનવામાં આવે છેકે દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની બેન્ક એસબીઆઈની હોમલોન સસ્તી હોય છે. જોકે, મળતા સમાચાર પ્રમાણે કોટક મહિન્દ્રાદ-ટી બેન્ક સોમવારે સાંજે જાહેરાત કરી હતી કે તેઓ હોમલોન દરમાં 0.10 ટકાનો ઘટાડો કરશે. આમ હોમલોન સસ્તી થઈ શકે છે. જોકે આ મર્યાદીત સમય માટે જ હશે. કોટક મહિન્દ્રા બેન્કે દાવો કર્યો છે કે તેમની આ ઓફર હોમ…