નવી દિલ્હીઃ ઈકોમર્સની દુનિયામાં જાણિતી ફ્લિપકાર્ટ કંપની પોતાની નવી ઉંચાઈ ઉપર જવા તૈયારી કરી રહી છે. ફ્લિપકાર્ટ પોતાના ગ્રૂપમાં અત્યાર સુધીમાં જે વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરી હતી તેમાં નવા 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે. આ માટે ફ્લિપકાર્ટે હી-ઇલેક્ટ્રિક, મહિન્દ્રા ઇલેક્ટ્રિક અને પિયાજિયો જેવી કંપનીઓ સાથે ઇ-વાહનો બનાવવા માટે ભાગીદારી કરી છે. આ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ સપ્લાય સિસ્ટમ કરવામાં આવશે. ફ્લિપકાર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પગલું બધા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનોથી લોજિસ્ટિક કાફલાને બદલવાની કંપનીની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. કંપનીએ એમ પણ કહ્યું કે, તે ડિલિવરી સેન્ટરો અને ઓફિસો નજીક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં પણ મદદ કરશે જેથી આવા વાહનોને ઝડપથી…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
અમદાવાદઃ ગુજરાતમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે અમદાવાદ નજીક લૂંટની સનસની ઘટના બની હતી. કારમાં આવેલા લોકોએ એસટી બસને અટકાવી આંગડિયા પેઢીના બે કર્મચારીઓ સાથે કરોડો રૂપિયાની લૂંટ આચરીને લૂંટારુઓ ફરાર થયા હતા. કારમાં લી જઈને કર્મચારીઓ પાસેથી ત્રણ કરોડના કિંમતનું સોનું લૂંટી લીધું હતું. આ બનાવની વિગત મુજબ રતનપોળમાં મિર્ચી પોળમાં આવેલી અમૃતલાલ માધવલાલ એન્ડ કંપનીના કર્મચારી અને પાટણમાં રહેતા ચૈનાજી લાલુજી પરમાર તથા મિર્ચી પોળમાં જ આવેલી માધવલાલ મગનલાલ એન્ડ કંપનીના નરોડા પાસેના હંસપુરામાં રહેતા કર્મચારી રાજેશભાઈ ચેલાભાઈ પટેલ(૫૫) ૨૪ ફેબુ્રઆરીના રોજ સવારે ગીતા મંદિરથી એસ.ટી બસમાં રાજકોટ જવા નીકળ્યા હતા. દરમિયાન બસ બાવળા…
નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તા સંભાળનાર મોદી સરકાર દ્વારા જીએસટી અમલમાં લાવ્યા બાદ વેપારી સંગઠનોમાં ક્યાંને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ સરકારે જીએસટીમાં સુધારા વધારા કર્યા હતા. જોકે, કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ જીએસટીના મામલે આવતીકાલે 26 ફેબ્રુઆરીએ ભારત વેપાર બંધની જાહેરાત કરી છે. આ બંધના સમર્થનમાં, પરિવહન ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશને 26 ફેબ્રુઆરીએ ભારત વેપાર બંધને ટેકો આપતા ચક્કા જામ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ સાથે ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદીપ સિંઘલે સંયુક્ત રીતે કરી છે. ભરતીયા અને ખંડેલવાલે…
મહેસાણાઃ ક્યારેક ઘર કંકાસના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં કંકાસની ચરમસીમાની હદ આવી જાય છે અને પતિ-પત્ની છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો મહેસાણામાં બન્યો હતો. અહીં મહેસાણા શહેરની 40 વર્ષની મહિલા 4 સંતાનો હોવા છતાં નાની મોટી વાતે વહેમાતા પતિથી કંટાળી હતી. તાજેતરમાં ઘરની બહાર બેસવા બાબતે પતિએ બોલાચાલી કરી મહિલાને ઘરમાં રહેવું હોય તો પોતાના નિયમ મુજબ રહેવું પડશે તેવું સ્પષ્ટ કહેતાં મહિલાની હાલત કફોડી બની હતી. મહિલાએ 181 અભયમની મદદથી એક મહિના અગાઉ સાસરી છોડીને મહિલા પિયરમાં રહેવા ગઇ હતી. તે સમયે પતિ તેણીને સમાધાન કરી પોતાની સાથે લઇ ગયો હતો, પરંતુ…
અમદાવાદઃ નાની મોટી બાબતોમાં ફાયરિંગ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના ચાંદખેડામાં વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. અહીં પાકિસ્તાની જેલમાં છેલ્લા ત્રીસ વર્ષ બંધ કુલદીપ યાદવના ચાંદખેડામાં રહેતા ભાઈ પર અગાઉના ભાડુઆતે ફાયરિંગ કર્યું હતું. જો કે તેમણે સ્વ બચાવ માટે પ્રતિકાર કરતા તેમનો આબાદ બચાવ થયો છે. પરંતુ, સામાન્ય ઇજા પહોંચી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા સંજય યાદવે પોલીસ ફરિયાદ આપી છે કે તેઓ આજે સવારે સાતેક વાગ્યાની આસપાસ તેઓ નોકરી જવા માટે નીકળ્યા હતા. આ સમયે તેમની સોસાયટીમાં રોડ પર સાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે, જીતેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ ચાલતો ચાલતો…
મોરબીઃ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ ચુંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઇ રહે તે માટે ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તીઓ ઉપર કાબુમાં લેવાઈ રહી છે. ચૂંટણી પહેલા જ મોરબીમાં ગેરકાયદેસરના હથિયારો સાથે ચાર લોકોને પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ખાનગી બાતમી આધારે હળવદ તાલુકાના જુના દેવાળીયા મોતીપરા પાણીના ટાંકા પાસેથી આરોપી મહેશભાઇ ઉર્ફે મુન્નો અમરશીભાઇ મકવાણા (ઉ.વ.રપ, ધંધો રિક્ષા ડ્રાઇવીંગ રહે.નવા દેવળીયા, કોળીવાસ, મસાણ છાપરીની બાજુમા તા.હળવદ જી.મોરબી) વાળાને ગે.કા.દેશી બનાવટની જામગરી બંદુક નંગ-૧, કિં.રૂ.૧૦૦૦/- સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી…
યુક્રેનઃ દુનિયામાં અનેક એવા અજીબોગરીબ લોકો રહેતા હોય છે. જેઓ પોતાની આગવી ખૂબીઓના કારણે પોતાના વિસ્તાર અને દુનિયામાં પણ પ્રસિદ્ધ થતા હોય છે. આવો જ એક વ્યક્તિ યુક્રેનમાં છે જેનું નામ દિમિત્રી ખલાદલી છે. દિમિત્રી એટલી તાકાત ધરાવે છે કે રિયલ લાઈફનો બાહુબલી ગણી શકાય. દિમિત્રીની તાકાતના લોકો દિવાના થયા છે. આ શખ્સ પોતાના ખભે દુનિયાનો કોઈ પણ સામાન ઉચકી શકે છે. આ શખ્સની ગણના દુનિયાના સૌથી મજબૂત ઈન્સાન તરીકે થાય છે. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કે, આ શખ્સ ઘોડા પર નથી બેસતો, પણ ઘોડાને જ પોતાની પર બેસાડી લે છે. એટલુ જ નહીં આ શખ્સ ઉંટ,…
ફરીદાબાદઃ સામાન્ય રીતે રસ્તે રઝળતા પશુઓ રસ્તા ઉપર જે મળે તે ખાઈ લેતા હોય છે. ખાસ કરીને ગાયો લોકો દ્વારા ફેંકેલી પ્લાસ્ટીકની થેલીઓમાં વસ્તુ થેલીઓ સાથે જ ખાઈ જતી હોય છે. ત્યારે આવી ગાયોના પેટમાંથી પોલિથીન સહિત અવનવી વસ્તુઓ નીકળવી સ્વાભાવિક છે. આવો જ એક કિલ્લો હરિયાણાના ફરીદાબાદમાંથી સામે આવ્યો છે. અહીં એક દુર્ઘટનામાં ઘાયલ થયેલી ગાયની સર્જરી કરવામાં આવી. આ દરમિયાન તેના પેટમાંથી 71 કિલોથી વધુ પોલિથીન કાઢવામાં આવી અને સાથોસાથ કચરો પણ કાઢવામાં આવ્યો. ગાયના પેટમાંથી પોલિથીન, સોય, સિક્કા, પથ્થર અને ખીલ્લી પણ મળી આવી છે. દેવઆશ્રય હૉસ્પિટલના ડૉક્ટર અતુલ મોર્યના જણાવ્યા મુજબ, ગાયની સર્જરી સફળ રહી પરંતુ…
બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા જંગલ વિસ્તારોમાં રીંછનો વસવાટ છે. પરંતુ રીંછ ક્યારેક જંગલમાંથી બહાર નીકળીને ગામ સુધી પહોંચી જતા હોય છે અને ક્યારેક માણસો ઉપર હુમલાઓ પણ કરતા હોવાની અનેક ઘટનાઓ બની હતી. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના જિલ્લાના ડિસા તાલુકાના થેરવાડા ગામમાં વહેલી સવારે એક ખેતરમાં રીંછ દેખાતા ગામમાં ભયનો માહોલ છવાયો હતો.તેમજ બે લોકો પર રીંછે હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણકરતા ફોરેસ્ટ વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ રીંછ ફોરેસ્ટ વિભાગ પાંજરે પુરાયું હતું. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે…
નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનામાં ગૃહિણીઓ ઉપર ત્રણ વખત મોંઘવારીનો માર પડ્યો છે. થોડા દિવસ પહેલા ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના બોટલના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો હવે ઓઈલ કંપનીઓએ 25 રૂપિયાનો વધારો કરતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું. 1412 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ .25નો વધારો થયો છે. જોકે 19 કિલોના વેપારી સિલિન્ડરના ભાવમાં ચાર રૂપિયાની થોડી રાહત મળી છે. સામાન્ય રીતે મહિનાના આખર તારીખે જ રસોઈ ગેસના ભાવની સમીક્ષા થાય છે અને કિંમતોમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. પરંતુ, ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી વખત રસોઈ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ રસોઈ ગેસના ભાવમાં એક જ મહિનામાં 75 રૂપિયા વધવાથી…