વાળનુ સફેદ થવાનુ કારણઃ – અસંતુલિત ભોજન અને ભોજનાં વિટામીન બી, આર્યન, કોપર અને આયોડિનની ઉણપના કારણે વાળ સફેદ થઇ શકે છે. – માનસિક તણાવ, ચિંતાના કારણે પણ વાળ સફેદ થઇ શકે છે. – વાળની બરાબર સફાઇ ન થવાથી પણ આ સમસ્યા ઉત્પન્ન થાય છે. – કેમિકલ્સ વાળા શેમ્પુ, સાબુ અને તેલનો ઉપયોગ કરવાથી પણ વાળ સફેદ થવાની સમસ્યા થઇ શકે છે. – સરખી ઉંઘ ન થવાથી પણ વાળ સફેદ થવાની સમસ્યા થઇ છે. વાળ સફેદ થતા રોકવા માટે ઉપચારઃ – સૌથી પહેલા સંતુલિત ભોજન, ફળ, સલાડ, અને કઠોળને ભોજનમાં ઉમરેવુ જોઇએ. – ગાજર, પાલક અને આંબળાનો રસ પીવો જોઇએ.…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સચિન પાયલટની ઘર વાપસી થઇ છે. છેલ્લા એક મહિનાથી રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ છેલ્લે ખતમ થઇ ગયો છે. કોંગ્રેસથી થયેલ વાટાઘાટના ત્રણ દિવસ પછી આજે મુખ્યમંત્રી અશોક ગહલોત અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ હવે સામે સામે આવી ગયા છે. તો બીજી તરફ રાજધાની જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠકનુ આયોજન કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ બેઠકનુ આયોજન વિધાનસભા કા તો મુખ્યમંત્રીના ઘરે આ બંને માંથી ગમે તે એક જગ્યા ઉપર થઇ શકે છે. આ બેઠકમાં બાકીના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકનુ લક્ષ્ય બંને જૂથો સાથે વાત કરવાનુ છે. તેવામાં એ જોવુ મહત્વનુ રહેશે કે બંને પક્ષ…
રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબીયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. ત્યાર બાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. અને ઓક્સિજીન ઉપર રાખવામાં આવ્યા છે. નૃત્ય ગોપાલ દાલ અત્યારે મથુરા માં જ છે. આગ્રાના સીએમઓ અને તમામ ડોક્ટર નૃત્ય ગોપાલ દાસના ઇલાજ માટે પહોંચ્યા છે.
બોલીવુડ અભિનેતા સંજય દત્ત ફેફસાના કેંસરથી ઝુઝી રહ્યા છે. તેમને થર્ડ સ્ટેજનુ એડવાન્સ કેંસર છે. સંજય દત્ત સારવાર માટે અમેરિકા જઇ શકે છે. ફેફસાનુ કેંસર ખુબ જ ખતરનાક હોય છે. જેના કારણે દુનિયામાં લાખો લોકોનુ મોત થઇ રહ્યુ છે. આવો જાણીએ આ ભયંકર બીમારીના લક્ષણ, કારણ અને કેવી રીતે રોકી શકાય. ઇંસાનની છાતીમાં રહેલ બે સ્પોન્જી ઓર્ગેન્સ લંગ્સ હોય છે. જે શરીરને ઓક્સીજન લેવા અને કાર્બન ડાઇ ઓક્સાઇડ છોડવામાં કામ કરે છે. ધુમ્રપાન કરવાથી આ ખતરો વધી શકે છે. જો કે આ બીમારી તેમને પણ થઇ શકે છે જેણે ક્યારેય જીવનમાં ધુમ્રપાન કર્યુ જ નથી. કેંન્સરના લક્ષણ કેવી રીતે ખબર…
કોરોના મહામારીના પગલે આ વખતે જન્માષ્ટમી દરમિયાન રાજ્યના મોટા ભાગના મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. જેથી ભક્તોની ભીડ ન થાય અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં. અમદાવાદ શહેરમાં જન્માષ્ટમી નિમીત્તે જગન્નાથ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, ઇસ્કોન મંદિર, કલ્યાણ પુષ્ટિ, હવેલી સહિત ૧૯ જેટલા મંદિરોના હવેલીના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે.
સ્ટાર કોમેડિયન સુનિલ ગ્રોવર એક વાર ફરી નાના પડદા ઉપર જોવા મળશે. આ શો નું નામ હશે ગેંગ ઓફ ફિલ્મિસ્તાન આ શો મા શિલ્પા શિંદે, ઉપાસના સિંહ, સુગંધા મિશ્રા, સંકેત ભોંસલે, સિદ્ધાર્થ સાગર, પારિતોષ ત્રિપાઠી, અને જતિન સુરી નજર આવશે આ શો ના એપિસોડ જલદી જ ટીવી ઉપર પ્રસારિત કરવામાં આવશે. પહેલા એપિસોડમાં શિલ્પા શિંદે હમ આપકે હે કોન ની માધુરી દીક્ષિત બનેલી નજર આવશે જ્યારે ઉપાસના સિંહ બાહુબલીની શિવગામી બનતી નજરે આવશે સુનિલ ગ્રોવર ડોન નો રોલ કરશે.
જમ્મુ કાશ્મીરના પુલવામાં સુરક્ષા દળો અને આતંકિઓ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. જેમાં સુરક્ષાદળો એ એક આતંકીને ઠાર કર્યો છે. અને એક જવાન શહીદ પણ થયો છે. હમણા એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જણાવી દઇએ કે ખુફિયા એજન્સીને જાણકારી મળી હતી કે પુલવા જીલ્લાના કમરાજીપોરાના એક બગીચામાં આતંકિઓ છુપાયેલા છે. સુચના મળતા જ સુરક્ષા દળોએ વિસ્તારની તપાસ કરી અને ઘેરાવ કરી લીધો. પોતાનો ઘેરાવ જોઇને આતંકિઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. જેમાં એક જવાન શહિદ થયો છે. ઘટના સ્થળ ઉપર એક 47, ગ્રેનેડ ની સાથે કેટલોક સામાન પણ મળી આવ્યો છે. જેને પોલિસે કબ્જામાં લઇ લીધો છે. અને તે જગ્યાનુ સર્ચ…
શું તમે ઇચ્છો કે તમારૂ નામ પણ ગુગલ સર્ચમાં આવે ? લોકો તમને ઓળખતા થાય તો હવે ગુગલે આ સર્વિસ ચાલુ કરી દીધી છે. એક સારી ઓળખાણ ધરાવતી કંપની એ ભારતના લોકો માટે પીપલ કાર્ડ લોન્ચ કર્યું છે. આ ફિચર્સની મદદ થી યુજર્સને પોતાનું વિઝીટીંગ કાર્ડ બનાવવાની સુવિધા પણ મળશે આની મદદથી તમે કોઇ પણ વ્યક્તિને શોધી શકો છો આમાં દુનિયાને એજ જાણકારી મળશે જે તમે બતાડશો યુજર ગુગલ સર્ચ મા તમારી વેબસાઇટ સોશિયલ મીડિયા હેંડલ અને બીજી ઘણી જાણકારી પણ શેર કરી શકો છો ભારતમાં આની જરૂર વધુ એટલા માટે છે કે ભારતમાં એક વ્યક્તિનું નામ હોય તેવું જ…
વિડીયો કોન્ફરન્સ વર્ચ્યુઅલ બેઠકમાં સહભાગી થયા બાદ મુખ્યમંત્રી એ કહ્યુ કે પાછલા પાંચ મહિનામાં રાજ્ય સરકાર અને કોરોના વોરિયર્સે પૂર્ણ સમપર્ણ-મહેનત સાથે કોરોનાની વૈશ્વિક મહામારી સામે સંઘર્ષ કર્યો છે. રાજ્યનો પેશન્ટ રિકવરી રેઇટ ૭૬ ટકાથી વધુ થયો. ગુજરાતની વસ્તીના સાપેક્ષમાં દર દસ લાખે રોજના ૪પ૬ ટેસ્ટ થાય છે. ટેસ્ટીંગ માટે પ૯ લેબ કાર્યરત છે. હોસ્પિટલોમાં ૪૭ હજાર કોવિડ બેડ-ર૩૦૦ વેન્ટીલેટર્સ ઉપલબ્ધ. એક મહિનામાં ઘનવંતરી રથ દ્વારા બાવન લાખ લોકોની ઘર આંગણે આરોગ્ય તપાસ થઇ. કોરોનાથી થતા મૃત્યુદર પણ ૭.૮ ટકાથી ઘટીને ર.૧ લાવવામાં આરોગ્ય તંત્રને કામયાબી મળી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કોરોના સંક્રમણ અને નિયંત્રણ-સારવારની સ્થિતીની રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે…
અમદાવાદ: આમ તો શહેર પોલીસ કમિશનર અને રાજ્યના પોલીસ વડાએ પ્રજાની તાત્કાલિક ફરિયાદ નોંધવા અગાઉ મૌખિક આદેશ કર્યા જ હતા. પણ અમુક પોલીસ સ્ટેશનના અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય તેવું રીતસર જોવા મળ્યું છે. વાત અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની લાલીયાવાડીની છે. થોડા સમય પહેલા ત્યાંના જ કોન્સ્ટેબલનું પોલીસ સ્ટેશનની સામેથી જ બાઇક ચોરાયું, પણ આબરૂના ધજાગરા ઉડતા મોડી ફરિયાદ નોંધાઈ હોવાની ચર્ચા ચાલી હતી. અને હજુ તેમાં તો આરોપીને પોલીસ પકડી શકી નથી, ત્યાં આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે. ફરી એક વખત એલિસબ્રિજ પોલીસની આળસ અને બેદરકારી દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિનું બાઇક આજ પોલીસ…