Author: Satya-Day

17 12

રાજ્ય ભાજપમાં વર્ષોથી બાઝેલા જૂના જાડી-ઝાંખરા દૂર કરવા માટે થઇને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ચિંતન બેઠક યોજવા જઈ રહ્યા છે. ઘણા વખતથી ભાજપમાં પેંસી ગયેલી કેટલીક બિનજરૂરી પ્રણાલીઓ અને વ્યક્તિઓની સાફસફાઇ આ ચિંતન બેઠક થકી કરવામાં આવશે. સંગઠનના નવા માળખાની જાહેરાત બાદ આ બેઠક યોજાશે અને નવી ટીમ સાથે પાટીલ નવા નિયમોની યાદી જારી કરશે. ખાસ તો સરકાર સાથે સંગઠનના સંકલનમાં પડી ગયેલી કેટલીક આંટીઓ ઉકેલવાના ભાગરૂપે જ આ ચિંતન બેઠક યોજાશે. સપ્ટેમ્બરના અંતિમ 15 દિવસોમાં બે કે ત્રણ દિવસની આ બેઠક યોજાશે તેવું ભાજપના સૂત્રો જણાવે છે. ટૂંકમાં આ બેઠક થકી પાટીલ એક નવા જ ગુજરાત ભાજપનું સર્જન કરવાના…

Read More
PMM

કેન્દ્ર સરકારની (Central Government) સૌથી મોટી સ્કીમમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તમિલનાડુ સરકારે (Tamil Nadu Government) ગરીબોને લાભ પહોંચાડનારી પ્રધાનમંત્રી કિસાન યોજનામાં 110 કરોડથી વધુ રૂપિયાનો મોટા કૌભાંડનો ખુલાસો કર્યો છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં (PM Kisan Samman Nidhi Yojana) થયેલ આ કૌભાંડનો પર્દાફાશ થયા પછી અમુક એવા લોકોની પણ જાણ થઇ છે જેઓ યોગ્ય ન હોવા છતાં પણ આ યોજનાનો લાભ લઇ રહ્યા હતા. તામિલનાડુ સરકારે જે તપાસ કરાવી તે તપાસમાં વાત સામે આવી છે કે, છેતરપિંડી કરી 110 કરોડ રૂપિયાથી વધુ ઓનલાઇન કાઢવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર હાલ આ મામલામાં 18 લોકોની ધરપકડ કરવામાં આવ્યા…

Read More
2 56

ચીનની કોરના રસીની પહેલી ઝલક સોમવારે બેઇજિંગ ટ્રેડ ફેરમાં જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન બે રસી રજૂ કરવામાં આવી હતી. પ્રથમ રસી ચીની કંપની સિનોવેક બાયોટેક દ્વારા તૈયાર કરાયેલ ‘કોરોનાવેક’ છે. તેને ટ્રેડ ફેરમાં તેને ઇન્જેક્શન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. કંપનીના પ્રવક્તા કહે છે કે રસી તૈયાર કરવા માટે ફેક્ટરી તૈયાર થઈ ગઈ છે. તેની મદદથી, એક વર્ષમાં રસીના 30 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. 90 ટકા કર્મચારીઓને રસી આપવામાં આવી છે સિનોવાક બાયોટેકના ચીફ એક્ઝિક્યુટિવ યિનનું કહેવું છે કે, અમારી રસી કંપનીના 90 ટકા કર્મચારીઓ અને તેમના પરિવારોને આપવામાં આવી છે. તે તેમને ઇમર્જન્સી પ્રોગ્રામ અંતર્ગત આપવામાં…

Read More
school bag

કોરોના મહામારી અને અનલોકની સ્થિતિ ભારતમાં પણ કેટલાયે રાજ્યો હવે સ્કૂલો શરૂ કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. જો કે, વિશ્વ આરોગ્ય સંસ્થા સ્કૂલો શરૂ કરવાની તરફેણમાં નથી. મીડિયા બ્રિફિંગ દરમિયાન WHOએ સ્પષ્ટતા કરી કે, કોરોનાવાઇસના વધતા સંક્રમણ વચ્ચે સ્કૂલો શરૂ કરવામાં મોટું જોખમ રહેલું છે. WHOના કોવિડ-19 ઈમર્જન્સી હેલ્થ પ્રોગ્રામના ડૉ. માઇકલ રેયાને કહ્યું કે, આ સ્થિતિમાં સ્કૂલ ઓથોરિટીને હેલ્થ ઓથોરિટીનો પણ એટલો જ સપોર્ટ જોઈશે. દરેક સ્કૂલમાં આ પ્રકારની વ્યવસ્થા કરવી ખુબ જ અઘરું કામ છે. તેમણે કહ્યું કે, બાળક શાળાએ ગયા પછી બીમાર પડે તો પેરેન્ટ્સ, સ્કૂલ અને ઓથોરિટીની મુસીબત વધે તે સ્વાભાવિક છે. ડૉ. માઇકલે ત્યાં…

Read More
earth

મહારાષ્ટ્રમાં આવેલા તીર્થધામ નાશિકમાં આજે સવારે સવા ચાર વાગ્યાની આસપાસ ધરતીકંપનો આંચકો આવ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં આ ત્રીજો આંચકો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના કહેવા મુજબ નાશિકમાં આજે પરોઢિયે આવેલો ભૂકંપનો આંચકો 3.2 તીવ્રતાનો હતો જે બહુ જોખમી ન કહેવાય. કોઇ જાનહાનિ કે માલમિલકતને નુકસાનના અહેવાલ નહોતા. આ ભૂકંપનું કેન્દ્ર નાશિકથી 93 કિલોમીટર દૂર પશ્ચિમે હતું. આમ તો મંગળવાર સવારથી નાશિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે આવેલો ભૂકંપનો આંચકો 3.8ની તીવ્રતા ધરાવતો હતો. સવારે નવને પચાસે પહેલો આંચકો આવ્યો હતો. આ આંચકાનું કેન્દ્ર નાશિકથી 103 કિલોમીટર દૂર પશ્ચિમે હતું. આમ તો સોમવારે સવારે મુંબઇ સહિત મહારાષ્ટ્રના પશ્ચિમ કાંઠે…

Read More
4 19

શહેરમાં બે દિવસથી કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં ઘટાડો (Decrease in patient number) થયો છે. શહેરમાં મંગળવારે વધુ 154 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. અને શહેરમાં અત્યારસુધીમાં પોઝિટિવ દર્દીનો કુલ આંક 17,854 પર પહોંચ્યો છે. તેમજ વધુ 3 મોત સાથે કુલ મૃત્યુઆંક 637 પર પહોંચ્યો છે. તેમજ મંગળવારે શહેરમાં વધુ 153 દર્દીઓ સાજા (Patient Recover) થયા હતા. અને તે સાથે જ સાજા થનારા કુલ દર્દીઓની સંખ્યા 15,628 પર પહોંચી છે. અને શહેરમાં રીકવરી રેટ 87.5 ટકા પર પહોચ્યો છે. શહેરમાં હવે તમામ પ્રકારના ધંધા-રોજગાર (business-employment) શરૂ થઈ ચુક્યા છે. તેમજ વતન ગયેલા પરપ્રાંતિયો પણ મોટી સંખ્યામાં શહેરમાં પાછા ફરી રહ્યા છે. ત્યારે…

Read More
st bus surat

એસ.ટી બસ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એસ.ટી. બસ અધવચ્ચેથી મુસાફરોને બસમાં ચડાવી શકશે. વહિવટી વિભાગે એસટી નિગમને સવાસો જેટલી થર્મલ-ગન આજે ફાળવી અપાતા પ્રવાસીઓની ચકાસણી કરવાનું હવે શક્ય બન્યું છે. આ અગાઉ વિભાગને 40 જેટલા થર્મલ-ગન આપવામાં આવ્યાં હતાં. ]એસટી વિભાગ દ્વારા અત્યારે જે ઓપરેશનો જુદા જુદા રુટો ઉપર ચલાવવામાં આવી રહ્યાં છે, એ રુટ ઉપરના પ્રવાસીઓની સંખ્યા વધે એ માટેનો પ્રયાસ વિભાગ દ્વારા થઈ રહ્યો છે. એસટી વિભાગ પોઇન્ટ ટુ પોઇન્ટ બસો દોડાવી રહી છે જેમાં પોઇન્ટ ઉપરથી પ્રવાસીઓ લીધા બાદ રસ્તામાં ક્યાંય પ્રવાસીઓ લેવામાં આવતા નથી પરંતુ હવે વિભાગોને થર્મલ ગન આપવામાં આવ્યા હોવાથી,…

Read More
police traffic 02

ગુજરાતમાં આજથી માસ્ક નહીં તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે. આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચોમાસાની ભેજવાળી ઋતુમાં અને વરસાદી વાતાવરણમાં માસ્ક ઉપર હેલ્મેટ પહેરવાથી વિઝિબિલિટી ઘટી જતી હતી અને આ કારણને માન્ય રાખીને પણ પોલીસ કોઈને દંડ ફટકારતી નહોતી પરંતુ હવે વરસાદે પણ વિરામ લીધો છે. ચોમાસુ જવાની તૈયારીમાં છે અને રોડ અકસ્માત વધી રહ્યા છે, ત્યારે પોલીસે કડકમાં કડક રીતે હેલ્મેટનો કાયદો અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. ટુ વ્હીલર ચાલકોને એટલી બધી રાહત હતી કે, માસ્ક ન પહેર્યું હોય…

Read More
SMC Commissioner and messege for corona

સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કોવિડ-19 બાબતે લોકોમાં જાગૃતિ આવે તે બાબતે તેમજ તકેદારી રાખવા બાબતે શહેરની જનતાને મંગળવારે સંદેશો આપ્યો હતો. જેમાં તેઓએ માસ્કનેલ બ્રહ્માસ્ત્ર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તાઈવાનમાં ઓછા કેસ છે કારણ કે, નાગરિકો અનુશાસિત રીતે માસ્ક પહેરે છે. માર્કેટ, ઈન્ડસ્ટ્રી, માર્કેટ, હીરાબજાર ઈન્સ્ટીટ્યુટમાં માસ્ક અચુક પહેરે તેવું તેમણે સૂચન કર્યું હતું, કોઈ માસ્ક વિના આવે તો તેને વસ્તુ નહી આપવી. શહેરમાં ઘણી દુકાનોમાં લખ્યું છે કે, માસ્ક વિના પ્રવેશ નહી જે તમામ ફોલો કરે.-સોસાયટીના પ્રમુખો દ્વારા સારી વ્યવસ્થા કરાઈ છે. પ્રમુખોને વિનંતી કે, કોઈ પણ વ્યકિત માસ્ક વિના પ્રવેશ ના કરે તે અમલવારી…

Read More
sucide case

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે, છેલ્લા બે વર્ષમાં એટલે કે, 2018 અને 2019માં કુલ 14,702 લોકોએ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં રોજ 21થી વધુ લોકો જુદા જુદા કારણસર આત્મહત્યા (Suicide) કરે છે. જ્યારે લોકડાઉન દરમિયાન વધુ લોકોએ જીવન ટુંકાવ્યાનો બીફ્રેન્ડર્સ સંસ્થાએ દાવો કર્યો છે. 2019ના પાછલા વર્ષની વાત કરીએ તો, 2019માં રાજયમાં કુલ 7655 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 5168 પુરૂષો અને 2468 મહિલાઓનો સમાવેશ થાય છે. 2019માં ગુજરાતમાં સૌથી વધુ આત્મહત્યા સુરતમાં 2153 નોંધાઇ, જયારે બીજા ક્રમે 1941 લોકોની આત્મહત્યા સાથે અમદાવાદ રહ્યું છે. આગામી તા. 10મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ સ્યુસાઇડ અને પ્રિવેન્શન ડેની મનાવવામાં આવે છે. પરંતુ આજની સમાજની…

Read More