Author: Satya-Day

rupani

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. નવી પોલિસી અંતર્ગત ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં 1 જાન્યુ. 1950 પહેલાનાં હેરિટેજ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી હેરિટેજ ટુરીઝમ પોલિસીને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર થતાં જ ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાંઓ તેમજ મિનારાઓમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરી શકાશે. આ સાથે જ રાજ્યમાં રાણકી વાવ, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને…

Read More
Pm Modi 1200 1

નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ પર યોજાયેલા ઓનલાઈન સંમેલનમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, નવી શિક્ષણ નીતિ ભારતની આશાઓ અને જરુરિયાતોને પૂરી કરશે.નવી શિક્ષણ નીતિથી નવા યુગનુ નિર્માણ થશે અને દેશને નવી દિશા મળશે. તેમણે કહ્યુ હતુ કે, નવી શિક્ષણ નીતિ સામે ઘણા લોકોના મનમાં ઘણા સવાલ છે અને ખાસ કરીને તેનાથી શિક્ષણમાં શઉં બદલાવ આવશે તે બધા જાણવા માંગે છે.નવી શિક્ષણ નીતિમાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરાયુ છે.એક પરીક્ષા અને એક માર્કશીટ બાળકોના માનસિક વિકાસનો પૂરાવો બની શકે નહીં.આજે માર્કશીટ બાળકો માટે પ્રેશરશીટ બની ચુકી છે.બાળકો જ્યારે રમતા હોય ત્યારે પણ કશું શીખતા હોય છે.જોકે બાળકોને માતા પિતા મોટાભાગે એવુ…

Read More
kangana ranaut seeks help from sonia gandhi being a woman arent you anguished by the treatment i am given by your government001

બોલીવૂડ ક્વીન કંગના રણૌત શુક્રવારે શિવસેના અને તેના વડા ઉદ્ધવ ઠાકરેનો ઉધડો લેતા-લેતા બાણ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી તરફ વાળી દીધા. કંગનાએ ઉપરા ઉપરી ત્રણ ટ્વીટ કરી સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા. તેણે કહ્યું કે મારી સાથેના વર્તાવ અંગે તમારા મૌન માટે ઇતિહાસ ફેસલો કરશે. કંગના રણૌતે આ વિવાદમાં હવે કોંગ્રેસના સાધવાની કોશીશ કરી છે. તેણે ત્રણ ટ્વીટમાં કોંગ્રેસના બહાને શિવસેનાનો ટોણો માર્યો સાથે સોનિયા ગાંધી (Sonia Gandhi)ને આ મામલે દખલ કરવા પડકાર કર્યો. કંગનાએ કહ્યું કે શું સોનિયા ગાંધી તેની સાથે થયેલા વર્તન અંગે કંઇ બોલશે? કંગનાએ પહેલી ટ્વીટમાં શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેને યાદ કર્યા અને તેમનો જૂનો વીડિયો…

Read More
medical3035158

અમદાવાદ (Ahmedabad) પછી સુરત (Surat) માં પણ હવે કોરોનાનો કહેર ધીમો પડી રહ્યો છે પરંતુ રાજકોટ (Rajkot) માં અજગરી ભરડો લઇ રહ્યો છે. રાજકોટની સ્થિતિને ધ્યાને રાખીને સુરત સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) માંથી વેન્ટીલેટર (ventilator), ઓક્સિજન ટેંક (oxygen tank) તેમજ સફાઇ કામદારોને પણ રાજકોટ મોકલવામાં આવશે. આ સાથે જ સુરતના બે ડોક્ટરો પણ રાજકોટમાં હોય સુરતમાં થયેલી કામગીરીને અનુલક્ષીને રાજકોટમાં કોરોનાને કાબુમાં લેવાય તેવા પ્રયાસો કરાશે. સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે 50 વેન્ટિલેટર મશીન, એક હજાર લિટરની છ ઓક્સિજન ટાંકી અને સિવિલના સફાઈ કોન્ટ્રાક્ટરે 200 જેટલા સફાઈ કામદારોને રાજકોટ મોકલવાની વ્યવસ્થા કરાઇ છે. જૂલાઇ મહિનામાં જેવી રીતે કેસો…

Read More
33 14

ભારતમાં દિન-પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસો (Corona Positive Case) નવા રેકોર્ડ તોડી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતા એક દિવસમાં 96 હજારથી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ હરકતમાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, Covid-19ના લક્ષણો ધરાવતા જેટલા પર દર્દીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ (RAT)નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમનો ફરીથી RT-PCR ટેસ્ટ કરવામાં આવે. જેથી કરીને કોરોના વાઈરસથી સંક્રમિત દરેક વ્યક્તિની ઓળખ થઈ શકે અને સંક્રમણને ફેલાતું અટકાવવા માટે યોગ્ય પગલા લઈ શકાય. અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ…

Read More
GUJARATRAIN

ગુજરાતમાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે  રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે 13 સપ્ટેમ્બરે લો – પ્રેસર સક્રિય થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી 12 સપ્ટેમ્બરે સુરત-નર્મદા-વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી ખેડા , દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં, જ્યારે 12 સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ-વલસાડ, નવસારી અને 14 સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી,…

Read More
AIRPOTTT

સુરત (Surat): લોકડાઉન (lockdown) બાદ ધીરે ધીરે વેપાર ઉદ્યોગ શરૂ થઇ રહ્યા છે અને સુરતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા પણ નિયંત્રણમાં આવી રહી છે. ત્યારે સુરતમાં વેપાર-ધંધા અને અન્ય કામો માટે આવનારા લોકોની સંખ્યા પણ જૂનથી ક્રમશ: વધી રહી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Airports Authority of India) દ્વારા સુરત એરપોર્ટ પર એપ્રિલથી |ઑગસ્ટ સુધી એરપોર્ટ પર કેટલી ફ્લાઇટોની અવરજવર રહી તેના આંકડા મૂકવામાં આવ્યા છે. જેમાં જણાવાયુ છે કે, જૂનમાં સુરત એરપોર્ટ ઉપર 177 ફ્લાઇટ આવી હતી. જ્યારે અહીંથી 176 ફ્લાઇટ ઉપડી હતી. જુલાઇમાં 179 ફ્લાઈટ સુરત આવી હતી. જ્યારે 180 વિમાન અન્ય શહેરો માટે ઉપડી હતી. ઑગસ્ટમાં સ્પાઇસ જેટ…

Read More
TRUMP

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થોડા દિવસો પહેલા જ શાંતિના નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ મોકલવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોર્વેના સાંસદે નોબેલ શાંતિ પુરસ્કર માટે નામ આપ્યું છે. ટ્રમ્પે ઈઝરાયેલના અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ કરાર માટે મહત્વની ભૂમિકા નિભાવવા માટે નામ મોકલ્યું છે. જો ટ્રમ્પ આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર જીતી જાય છે તો તે સતત બીજા અમેરિકી રાષ્ટ્રપતિ હશે જેણે પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે. ટ્રમ્પ પહેલા તેના રાજનિતીક વિરોધી અને તેના પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચુકેલા બરાક ઓબામાને વર્ષ 2009માં શાંતિનું નોબેલ પુરસ્કાર મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થોડા દિવસો પહેલા જ શાંતિના નોબેલ…

Read More
earthquake

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટમાં બે દિવસમાં ૩ વખત ભૂકંપના આંચકા અનુભવાતા રાજકોટવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે. રાજકોટમાાં સાંજે સાત વાગ્યે 1. 4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બીજું રાજકોટથી ૨૫ કીમી દૂર નોંધાયું છે. એક તરફ રાજકોટમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

Read More
17 12

રાજ્ય ભાજપમાં વર્ષોથી બાઝેલા જૂના જાડી-ઝાંખરા દૂર કરવા માટે થઇને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ચિંતન બેઠક યોજવા જઈ રહ્યા છે. ઘણા વખતથી ભાજપમાં પેંસી ગયેલી કેટલીક બિનજરૂરી પ્રણાલીઓ અને વ્યક્તિઓની સાફસફાઇ આ ચિંતન બેઠક થકી કરવામાં આવશે. સંગઠનના નવા માળખાની જાહેરાત બાદ આ બેઠક યોજાશે અને નવી ટીમ સાથે પાટીલ નવા નિયમોની યાદી જારી કરશે. ખાસ તો સરકાર સાથે સંગઠનના સંકલનમાં પડી ગયેલી કેટલીક આંટીઓ ઉકેલવાના ભાગરૂપે જ આ ચિંતન બેઠક યોજાશે. સપ્ટેમ્બરના અંતિમ 15 દિવસોમાં બે કે ત્રણ દિવસની આ બેઠક યોજાશે તેવું ભાજપના સૂત્રો જણાવે છે. ટૂંકમાં આ બેઠક થકી પાટીલ એક નવા જ ગુજરાત ભાજપનું સર્જન કરવાના…

Read More