Author: Satya-Day

anmol sarafe

સુરત : ધ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગત શુક્રવારની રાત્રે જેઈઈ મેઈનના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં ૧૦૦ માંથી ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીની કુલ સંખ્યા ૨૪ જેટલી નોંધાઈ છે. સુરતના 6 કેન્દ્રો પરથી 8106 વિદ્યાર્થીઓએ JEE ની પરીક્ષા આપી હતી. જે પૈકી સુરતની નારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતા અનમોલ શરાફે 99.99 પર્સેન્ટાઈલ રાજ્યમાં બીજો અને દેશમાં 86 મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો છે. સુરતની આશાદીપ ગૃપ ઓફ સ્કૂલ, એસ.ડી. જૈન સ્કુલ, શારદાયતન, પી.પી.સવાણી, ભૂલકા ભવન, જેવી શાળાઓના વિદ્યાર્થીઓએ 90 અપ પર્સનટાઈલ મેળવ્યા છે.  જેઈઈ મેઈન ૨૦૨૦નું પરિણામ રાત્રે ૧૧ વાગે જાહેર કરવામાં આવ્યુ છે. આ અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફાઈનલ આંસર કી…

Read More
SMC Commissioner and messege for corona 1

કોરોનાના કહેર વચ્ચે પણ હવે તમામ છૂટછાટ મળી જતાં ખાણી-પીણીના શોખીન સુરતીઓ (Surat) ખાણી-પીણીની લારીઓ પર તૂટી પડવા માંડ્યા છે. તેથી કોરોનાનું સંક્રમણ સતત વધવાની દહેશત ઊભી થઇ છે. ત્યારે વધુ સંક્રમણ છે તેવા અઠવા અને રાંદેર ઝોનમાં શોપિંગ મોલની જેમ સપ્તાહમાં પાંચ દિવસ લારીઓ ચાલુ રાખવા અને અને શનિ-રવિ ફરજિયાત લારી-ફૂડનું વેચાણ બંધ રાખવા કડક આદેશ કરાયો છે. સાથે સાથે ગાઇડલાઇનના (Guideline) કડક અમલ માટે પણ મનપા કમિશનરે તાકીદ કરી છે. જેમાં વધુ સંક્રમણવાળા હાઈ રિસ્ક ગણાતા વિસ્તારમાં લારીઓ બંધ રાખવા તેમજ લારીઓ પર એક સમયે માત્ર એક જ ગ્રાહકને વસ્તુ આપી શકાશે અને દરેક ગ્રાહકને (Customer) વસ્તુ આપ્યા…

Read More
Corona

કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે વધુ 251 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 150 જયારે ગ્રામીણ વિસ્તારમાં (Rural Area) 101 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 23862 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 861 પર પહોંચ્યો છે, તેવામાં આજે 238 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા (Returned home) છે. સેન્ટ્રલ ઝોન 09, વરાછા એ ઝોનમાં 12, વરાછા બી 2 08, રાંદેર ઝોન 28, કતારગામ ઝોનમાં 19, લીબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 13 અને અથવા ઝોનમાં 50 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સંક્ર્મણ…

Read More
Radghav Chadha 1200x600 1 1024x512 1

હેટ સ્પીચના (Hate Speech) વિવાદ વચ્ચે, દિલ્હી વિધાનસભા શાંતિ અને સંપ સમિતિએ ફેસબુક ભારતના (Facebook India) ઉપરાષ્ટ્રપતિ અને મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહન (Ajit Mohan) ને સમન્સ પાઠવ્યું છે. સમિતિએ ફેસબુકના વરિષ્ઠ અધિકારી મોહનને 15 સપ્ટેમ્બરે હાજર થવા સમન્સ મોકલ્યું છે. આ સમિતિના અધ્યક્ષ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) છે. આ સમિતિ ફેસબુક કેસની તપાસ કરી રહી છે. દિલ્હી તોફાનોના મામલામાં ફેસબુકની ભૂમિકા અંગે પ્રશ્નો ઉભા થયા બાદ આ સમન્સ મોકલવામાં આવ્યું છે. સમિતિના જણાવ્યા મુજબ, ‘જે પ્રકારના પુરાવા બહાર આવ્યા છે, તે જોતા દિલ્હી તોફાનોની (Delhi Riots) તપાસમાં ફેસબુકને સહ આરોપી બનાવવામાં આવું જોઈએ.’ ફેસબુક પર આક્ષેપો લાગ્યા છે એવામાં તેમના…

Read More
valsad

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહનીૃ ૨૮મી સપ્ટેમ્બરથી પૂરક પરીક્ષા લેવાશે.આ વર્ષે પ્રથમવાર રેકોર્ડબ્રેક ૧.૨૪ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચમાં લેવાતી મુખ્ય પરીક્ષા બાદ જુલાઈમાં ધો.૧૦ માટે બે વિષય અને ધો.૧૨ સાયન્સ માટે પણ બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પુરક પરીક્ષા લેવાય છે પરંતુ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં એક જ વિષયમાં નાપાસને તક અપાતી હતી.પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે કોરોના સહિતના કારણોને ધ્યાને રાખતા અને વર્ષોથી થતી રજૂઆતોને પણ ધ્યાને લઈને બે વિષયમાં નાપાસ માટે પુરક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ૧૨ સા.પ્ર.ની પુરક પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ધો.૧૦ અને ૧૨ સાયન્સની પુરક પરીક્ષા સાથે જ કરાવી દેવાયુ…

Read More
election commission 875

ચૂંટણી પંચે શુક્રવારે રાજકીય પક્ષો અને નેતાઓ માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે.. હવેથી ઉમેદવારી કરનારા નેતા અને પક્ષે ઉમેદવારના અપરાધોની વિગતો ત્રણ વાર જાહેર ખબર દ્વારા જણાવવાની રહેશે. ત્રણેવાર અખબારો અને ટેલિવિઝન પર આ વિગત જાહેર કરવાની રહેશે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખના ચાર દિવસની અંદર પહેલીવાર આવી જાહેર ખબર આપવાની રહેશે. ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખના પાંચથી આઠ દિવસમાં આવી જાહેર ખબર આપવાની રહેશે અને ત્રીજીવાર ચૂંટણી પ્રચાર પૂરો થવાના નવ દિવસ પહેલાં અને ચૂંટણી પ્રચાર પૂરો થાય એ પહેલાં આવી  જાહેર ખબર પ્રગટ કરવાની રહેશે. ચૂંટણી પંચે કહ્યું હતું કે જે બેઠક પર ઉમેદવાર બિનહરીફ…

Read More
person injecting drugs adobe

સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput Death Case) મૌતના મામલામાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) આજે સવારથી જ એક મોટી કાર્યવાહીમાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એનસીબીની ટિમ મુંબઈ અને ગોવામાં મોટા સ્તરે છાપેમારી કરી રહી છે. અત્યાર સુધીના સમાચારો અનુસાર, બોલીવુડમાં ડ્રગ કનેક્શનને લઈને આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જાણકારી અનુસાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ડ્રગ મામલામાં હાલ સુધી જે-જે લોકો સાથે પૂછપરછ કરી છે, તેઓએ આ આખા નેટવર્કની જાણકારી એનસીબીના અધિકારીઓને આપી છે. એનસીબીના સુત્રો દ્વારા પહેલા જ આ વાતની જાણકારી આપવામાં આવી હતી કે, હજુ આ મામલામાં ઘણા નવા ચેહરાઓ…

Read More
RAIL 1

12મી સપ્ટેમ્બરથી ભારતીય રેલવે 40 જોડી વધારાનીન ટ્રેન શરૂ કરવામાં જઈ રહ્યું છે. આ ટ્રેનો માટે શુક્રવારે જ તત્કાલ ટિકિટ બુકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે આ 80 ટ્રેન પહેલાથી ચાલી રહેલી 30 સ્પેશિયલ અને અન્ય રાજધાની અને 200 સ્પેશિયલ મેલ એક્સપ્રેસથી અલગ હશે. હવે આ ટ્રેનોનું સંચાલન શરૂ થયા બાદ દેશમાં ચાલતી કુલ ટ્રેનની સંખ્યા 310 પર પહોંચી છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે પહેલા જ કહ્યુ હતુ કે આ ટ્રેનોની દેખરેખ રાખ્યા બાદ માલુમ પડી રહ્યું છે કે કઈ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ કેટલું લાંબું છે. તો આ ટ્રેનના બુકિંગ, રૂટ સહિતની માહિતી મેળવીએ જેનાથી તમને મુસાફરી પહેલા કોઈ…

Read More
covid vaccine 1140x620 1

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો ઝડપીથી વધી રહ્યો છે. હાલ સુધી 46 લાખ 57 હજાર 379 લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. શુક્રવારે 24 કલાકમાં રેકોર્ડ 97 હજાર 654 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. એક દિવસમાં મળેલો સંક્રમીતોનો આ આંકડો સૌથી વધુ છે. અગાઉ ગુરુવારે 96 હજાર 760 નવા દર્દીઓ મળ્યા હતા. દરમિયાન ખુશી ની વાત એ છે કે દર્દીઓની સાજા થવાની ગતિ પણ વઘી રહી છે. શુક્રવારે રેકોર્ડ 81 હજાર 455 લોકોને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. એક દિવસમાં સાજા થનારની આ સૌથી વધુ સંખ્યા છે. અગાઉ 8 સપ્ટેમ્બરે 74 હજાર 607 લોકો સાજા થયા હતા. આ સાથે સાજા થનારની સંખ્યા હવે…

Read More
navratri vacation

ગુજરાત સરકારે નવરાત્રિનું આયોજન કરવાના આપેલા સંકેત સામે તબીબી જગતે  નારાજગી દર્શાવી છે.  પ્રવર્તમાન સંજોગોમાં નવરાત્રિનું આયોજન થશે તો લોકો મોટાપાયે એકત્ર થઇ શકે છે અને જેના કારણે સંક્રમણ વધી શકે છે તેવી અમદાવાદ મેડિકલ એસોસિયેશને આશંકા વ્યક્ત કરી છે.  આ વખતે નવરાત્રિનું આયોજન કરવામાં આવે નહીં માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન પત્ર લખીને સરકારને રજૂઆત કરશે. આગામી ૧૭ ઓક્ટોબર-શનિવારથી નવરાત્રિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. નવરાત્રિના આયોજનને મંજૂરી આપવા માટે ઇવેન્ટ મેનેજરો દ્વારા રાજ્ય સરકાર પર દબાણ ઉભું કરવામાં આવ્યું છે. જેના પ્રતિસાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું નિવેદન આપ્યું હતું કે, ‘નવરાત્રિમાં શક્ય તેટલી છૂટ આપીશું.’ પરંતુ નવરાત્રિના આયોજન…

Read More