Author: Satya-Day

Corona 1

શહેરમાં (Surat City) કોરોનાના સંક્રણને કાબુમાં કરવા માટે તંત્ર તો સતત કામગીરી કરી જ રહ્યું છે. પરંતુ શહેરીજનો પણ સહકાર આપે તો કોરોનાના સંક્રમણને વહેલી તકે કાબુમાં લાવી શકાય તેમ છે. પરંતુ શહેરીજનો (Citizens) તે બાબતે સહકાર આપી રહ્યાં નથી જેના કારણે કોરોનાના સંક્રમણને સંપુર્ણ રીતે કાબુમાં કરી શકાયું નથી. શહેરમાં જેઓ કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે તેમના પરિવારજનોને તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરેન્ટાઈનની ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત મનપા દ્વારા શનિવારે આકસ્મિક ચેકિંગ કરાયું હતું. જેમાં 62 વ્યકિતઓ હોમ આઈસોલેશનની ગાઈડલાઈનનો (Home Isolation Guideline) ભંગ કરતા પકડાયા હતા. શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલા…

Read More
Rain08

ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જીલ્લામાં વીતી રાતથી વીજળીના કડાકા સાથે છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જો કે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદ ખાબક્યો હતો. સુત્રાપાડા સહિત ગ્રામ્ય પંથકના વડોદરા ઝાલા, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો..તો બીજી તરફ વેરાવળના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદી માહોલ છવાયો હતો..અવિરત વરસાદથી શહેરના રસ્તાઓમાં પાણી વહેતા થયા હતા.

Read More
Fee Regulation Committee Ahmedabad

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર ઝોન ખાતે ફી નિયમન સમિતિની રચના કરી છે. આ સમિતિની નિમણૂંક ત્રણ વર્ષ માટે કરાઇ છે. અગાઉની સમિતિના સભ્યોની મુદ્દત પૂર્ણ થઇ જતાં સરકારે નવેસરથી નિમણૂંકો કરવાનો હુકમ કર્યો છે. સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો તરફથી આડેધડ ફી વધારો ઝીંકવામાં આવતો હતો. આ ફી વધારાને નિયંત્રણમાં રાખવા માટે સરકાર તરફથી ફી નિયમન સમિતિની રચના કરાઇ છે. આ કમિટી સમક્ષ સ્કૂલ તરફથી ફી વધારાની દરખાસ્ત કરવામાં આવે છે. તેની આવક અને જાવકના આંકડા તપાસ્યા બાદ ફી નિયમન સમિતિ જે તે શાળાની ફી વધારાને મંજૂરી આપતી હોય છે. ગુજરાત સેલ્ફ…

Read More
IMG 20200913 143112

વિશ્વભરમાં જ્યારે કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો શરૂ થયાને મહિનાઓ થઇ ગયા છે અને લાખો લોકો આના ચેપનો ભોગ બન્યા છે ત્યારે વિશ્વનો (World) એક મોટો જમીન ભાગ એવો છે કે જ્યાં આ કોરોનાવાયરસ હજી પહોંચ્યો નથી અને વિશાળ ભૂમિ વિસ્તાર છે એન્ટાર્કટિકા ખંડ (continent of Antarctica). પૃથ્વીના છેક દક્ષિણ ભાગમાં આવેલો અને કાયમ બરફથી છવાયેલો રહેતો આ ખંડ આમ તો નિર્જન છે પરંતુ ત્યાં સંશોધન પ્રવૃત્તિઓ કરવા ગયેલા કે ખનીજો શોધવા કે સાહસ મિશન પર ગયેલા લોકોને ગણીએ તો થોડીક વસ્તી આ ખંડ પર ગણી શકાય ખરી. તેની બરફથી છવાયેલી જમીન પર કાયમી ધોરણે સંશોધકોની કેટલીક છાવણીઓ ઉભી કરવામાં આવી…

Read More
amittt

ગૃહમંત્રી અમિત શાહ શનિવાર રાતથી AIIMSમાં દાખલ છે. તેને લઇ એમ્સે કહ્યું છે કે અમિત શાહ સંસદ સત્ર પહેલાં સંપૂર્ણ ચેકઅપ માટે એક થી બે દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. 55 વર્ષના અમિત શાહને શનિવાર રાત્રે 11 વાગ્યે દાખલ કરાયા હતા. આની પહેલાં 18 ઑગસ્ટના રોજ અમિત શાહ કોવિડ-19થી સાજા થયા બાદ આગળની સારવાર માટે એમ્સમાં દાખલ થયા હતા. અમિત શાહ 12 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ તેમને 31 ઑગસ્ટના રોજ ડિસ્ચાર્જ કરાયા હતા. રવિવારના રોજ એમ્સે એક નિવેદનમાં કહ્યું કે જેમ કે અમિત શાહને ડિસ્ચાર્જના સમયે સલાહ આપવામાં આવી હતી કે તેમના મતે સંસદ સત્ર શરૂ થતા…

Read More
Raghuvanshprasad singh

બિહારના ટોચના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી  રઘુવંશપ્રસાદ સિંહનું અવસાન થતાં સમાજવાદનો વધુ એક ગઢ ધ્વસ્ત થયો છે. તેમની તબિયત બગડતા તેમને તાજેતરમાં દિલ્હી એઇમ્સ (AIIMS)માં ભરતી કરવામાં આવ્યા હતા. શુક્રવારે રાત્રે તેમની તબિયત અચાનક વધારે બગડી ગઈ, તેના પછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા. ડોક્ટરો સતત તેમની તબિયત પર ધ્યાન રાખી રહ્યા હતા, પરંતુ તેમની તબિયત સતત બગડી રહી હતી. તેના પછી રવિવારે તેમનું અવસાન થયુ. તેઓ 74 વર્ષના હતા. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશપ્રસાદ સિંહની ઓળખ બિહારના કદાવર નેતા તરીકે થતી હતી. તેમને તાજેતરમાં તબિયત બગડતા દિલ્હીના એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. દિલ્હીના એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા પછી…

Read More
Coronavirus Masks PTI

વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના કાળમાં માસ્ક પહેરવાથી રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઇ શકે છે અને કોવિડ સંક્રમણ ધીમું થઈ શકે છે. તેમણે કહ્યું કે માસ્ક વાયરસના ચેપી ભાગને ફિલ્ટર કરી શકે છે પરંતુ તે સંપૂર્ણપણે રોકી શકતું નથી. આવી સ્થિતિમાં જો કોરોનાનો ચેપ લાગશે તો ચોક્કસ પરંતુ તે જીવલેણ હશે નહીં. એક રીતે આ ભયંકર તાવની જગ્યાએ નજીવો તાવ સહન કરવા જેવું છે. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના મોનિકા ગાંધી અને જ્યોર્જ રદરફોર્ડે આ વિચાર સામે મૂકયો છે. શીતળાની રસી આવી ત્યાં સુધી લોકો વેરિયોલેશન લેતા હતા. તેમાં જેમને બીમારી નહોતી, તેમને શીતળાના દર્દીઓના પોપડાના મટીરીયલના સંપર્કમાં લાવામાં…

Read More
71

પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ (CR Patil) દ્વારા હવે રાજય સરકારના 25 કરતાં વધુ બોર્ડ નિગમોમાં ચેરમેન તેમજ ડિરેકટરોની નિમણૂંક માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા આ નિમણૂંકો કરી દેવામાં આવશે. જેના પગલે કાર્યકરોની નારાજગી દૂર કરી શકાશે એટલું જ નહીં સંગઠનમાં પણ નવો જુસ્સો અને જોમ લાવી શકાશે પાટીલે તાજેતરમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાત (North Gujarat)નો પ્રવાસ કાર્યક્રમ હાથ ધર્યો હતો. જેના પગલે કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી. જેમાં કાર્યકરોને પણ ઘણાં લાંબા સમયથી સત્તાના ફળ ચાખવા મળ્યાં નથી. તેવી વ્યાપક ફરિયાદ પાટીલને સાંભળવા મળી હતી. આ અંગે પાટીલે મુખ્યમંત્રી (CM Vijay Rupani)…

Read More
WhatsApp Image 2020 09 13 at 11.03.43 AM

UNO એ 13 મી સપ્ટેમ્બરના દિવસને “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ગુજરાતના આદિવાસીઓ 13મી સપ્ટેમ્બર 2020ના રોજ 14માં “વિશ્વ આદિવાસી અધિકાર” દિવસે પોતાના  અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણશિંગુ ફૂંકયું હતું. હાલની સ્થિતિ મુજબ જો જોવા જઈએ તો ગુજરાત સહિત દેશના આદિવાસી વિસ્તારોમાં સરકાર દ્વારા વિકાસની કામગીરી હાથ ધરાઈ રહી છે. ત્યારે વિકાસની આડમાં સરકાર આદિવાસીઓના મૂળભૂત હકો છીનવી રહી છે, આદિવાસીઓને વિસ્થાપિત કરી રહી છે આદિવાસીઓ સાથે અન્યાય કરી રહી છે સહિત અનેક આક્ષેપો જે તે વિસ્તારના આદિવાસીઓએ સરકાર પર લગાવ્યા છે. ખાસ કરીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં સ્થાનિક…

Read More
New Project 10 2

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં કોતવાલી વિસ્તારના મહોલ્લામાં ગંગોત્રીનગરમાં એક મકાનમાં સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડીને પાંચ મહિલા અને પાંચ પુરુષોને આપતિજનક અવસ્થામાં ઝડપી લીધા હતા. સેક્સ રેકેટ ચાલતું હોવાની સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં જ અહીં નાસભાગ મચી ગઇ હતી. જો કે પોલીસે પાંચ મહિલા અને પાંચ પુરૂષને ઘટનાસ્થળેથી ઝડપી લીધા છે. પાંચ મહિલા ગ્રામીણ વિસ્તારની છે. તો પાંચ પુરુષ શહેરના હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ તમામ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે. પોલીસ અધિકારી સંજયનાથ તિવારીએ જણાવ્યું કે, આ તમામ મહિલા પુરૂષો ફરિયાદ નોંધીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ…

Read More